ગીર સોમનાથ સમાચાર

 • ગુજરાત

  સૌરાષ્ટ્રમાં કોરોના વધતાં રાજકોટમાં સરકારી તંત્ર ડિસેમ્બર સુધી એલર્ટ પર

  રાજકોટ-ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે, જેમાં અમદાવાદમાં કોરોનાએ જે રીતે માથુ ઉંચક્યું છે, તે જોતા હવે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 220 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજકોટ જિલ્લામાં 96 કેસ અને 7 મોત નોંધાયા છે. તો અન્ય જિલ્લામાં જૂનાગઢ – 19, જામનગર – 22, સુરેન્દ્રનગર – 45, મોરબી – 12, અમરેલી – 11, ગીર સોમનાથ – 6, બોટાદ – 3, ભાવનગર – 7, દ્વારકા – 3 કેસ નોંધાયા છે. રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસ મામલે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે, બે દિવસથી ઓપીડીમાં લોકો કોરોના ટેસ્ટ કરાવવા વધુ આવી રહ્યા છે. ડિસેમ્બર સુધી તંત્રને વેઇટ એન્ડ વોચ મોડ પર રખાયું છે. સૌરાષ્ટ્રમાં દિવાળીને લઈને થઈ રહેલ ટ્રાવેલિંગ પેટર્નનું ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. કયા તાલુકામાં અને કયા વિસ્તારમાં કેસ વધે છે તેનું એનાલિસીસ કરવામાં આવી રહ્યું છે. કેસ વધશે તે પ્રમાણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેઈન પાવર એક્ટિવ કરાશે. તો બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. લોકો સેનેટાઇઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તેવી અપીલ કરી રહ્યાં છે. સુરેન્દ્રનગરમાં પણ કોરોના વિસ્ફોટ સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારો બાદ કોરોના વિસ્ફોટ થયો છે. એક જ દિવસમાં સુરેન્દ્રનગરમાં 45 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત અલગ અલગ તાલુકાઓમાં વધુ 45 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો જિલ્લાનો ફુલ કોરોના પોઝિટિવ આંક 2898 થયો છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનો 20 હજારથી વધુ પ્રવાસીઓએ લાભ લીધો

  જૂનાગઢ- એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનો તેનો આરંભ કરાયાના પહેલા 15 દિવસમાં 20,000થી પણ વધુ મુસાફરોએ લાભ લીધો છે. હાલ દિવાળીનો સમય છે એટલે પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થશે તેવી સંચાલકો દ્વારા આશા રાખવામાં આવી છે. વળી, દર વખતે દિવાળી પછી દેવઊઠી અગિયારસે લીલી પરિક્રમા શરૂ થતી હોય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ જુદી છે. કોરોના કાળ ચાલી રહ્યો છે. તેથી પ્રવાસીઓ આવશે કે કેમ એ વિશે આશંકા છે. રોપ-વેના લોઅરથી અપર સ્ટેશન વચ્ચેનું અંતર 2126.40 મીટર છે. રોપ-વેની ટ્રોલી લોઅર સ્ટેશનથી નીકળ્યા બાદ ગિરનાર જંગલ તથા પથ્થરોની શિલાઓ પરથી પસાર થાય છે. રોપ-વેની સફર દરમ્યાન ગિરનારની પર્વતમાળામાં ફેલાયેલી લીલી વનરાજી તેમ જ ગિરનારની બાજુમાં આવેલા હસ્નાપુર ડેમ શહેર અને ભવનાથ તળાવનો અદભુત નજારો જોવાનો તેમ જ રોમાંચનો અનુભવ થાય છે. લોઅર-સ્ટેશનથી ટ્રોલીને અપર સ્ટેશન સુધી પહોંચતા સાડા છથી સાત મિનિટ થઈ હતી. જ્યારે અપર સ્ટેશનથી પરત લોઅર સ્ટેશન સુધી આવવા માટે પાંચથી છ મિનિટનો સમય લાગે છે. આમ પગથિયાં ચડી જતાં ચારથી પાંચ કલાક માત્ર જવામાં જ થાય છે. તે રોપ-વેમાં માત્ર ૧૫ મિનિટમાં આવ-જા થઈ શકે છે. 
  વધુ વાંચો
 • ગુજરાત

  પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના અસ્થિ વિસર્જન તેમની કર્મભૂમિ સોમનાથમાં કરાયું

  ગીરસોમનાથ- રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન દિવંગત કેશુભાઈ પટેલનો અસ્થિ વિસર્જન કાર્યક્રમ તેમની કર્મભૂમિ સોમનાથમાં યોજાયો હતો. મોટી સંખ્યામાં તેમના પરિજનો જોડાયા હતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગુજરાતના રાજકારણમાં મોભી તરીકેની ફરજ બજારનારા પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે દેશવિદેશના ખૂણેખૂણેથી લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  સોમનાથમાં હવે માં શક્તિ પણ બિરાજમાન થશે, જાણો વધુ

  સોમનાથ-પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રૂા.21 કરોડના ખર્ચે પાર્વતી માતાનું મંદિર નિર્માણ થનાર છે. સુરતના હીરાના ઉધોગપતિ દ્વારા આ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હોય અને તે મુખ્ય દાતા રહેનાર હોવાનું જાણવા મળેલ છે. સોમનાથ યાત્રાધામમાં ભાવીકો માટે વધુ એક દર્શનીય સ્થળનો ઉમેરો થનાર છે. સ્વ.કેશુભાઇ પટેલની અધ્યક્ષતામાં આગાઇ મળેલી બેઠકમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ પરીસરમાં ભવ્ય શક્તીપીઠ પાર્વતી મંદીરનું નીર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મંદિર સફેદ મારબલથી દરીયાની નજીક અને સોમનાથ મંદિરના સંકુલમાં રૂા.ર1 કરોડના ખર્ચે સુરતના દાતા તરફથી ભવ્ય પાર્વતી મંદીર નિર્માણ કરવામાં આવનાર છે. સોમનાથ હરી અને હર ની ભુમી તરીકે ઓળખાય છે. ભગવાન સોમનાથ સાથે ગૌલોકધામ ખાતે ભગવાન ક્રૃષ્ણ નીજધામ ગયા તે મંદીર છે. તાજેતરમાં ત્રિવેણી સંગમ નજીક ભવ્ય રામ મંદીર પણ બનેલ હોય ત્યારે માતાજીનું મંદીર ભવ્યતા પુર્ણ ન હોય તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદીર પરીસરમાં 6 થી 7 હજાર મીટરમાં પાર્વતી માતાજીનું મંદીર નિર્માણ થનાર છે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના સચિવ પી.કે.લ્હેરી એ જણાવેલ કે, સુરત ખાતે હાલમાં હીરાના વેપારી ભીખુભાઇ ધામલીયા એ સંકલ્પ કરેલ છે અને આ મંદિરના નિર્માણનો ખર્ચ આ દાતા તરફથી આપવામાં આવનાર હોય અને ટુંક સમયમાં મંદિરની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. સોમનાથના ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ જણાવેલ કે, સોમનાથ મંદીર નજીક પૌરાણીક જુની પાર્વતી માતાજીની જગ્યા જે તે સ્થીતી માં રાખી મંદીર સામે યજ્ઞશાળાની બાજુમાં જયાં ભાવીકો માટે એક્ઝીટ દરવાજો છે ત્યાં રૂા.ર1 કરોડના ખર્ચ થી સફેદ મારબલમાં ભવ્ય માતા પાર્વતીજીનું મંદીર નીર્માણ કરવા ટ્રસ્ટે નીર્ણય કર્યો છે.
  વધુ વાંચો