નર્મદા સમાચાર

 • અન્ય

  પાણીની યોજનામાં નર્મદા જિ.ના ૨૦થી ૨૫ ગામોને જ લાભ મળ્યાની ફરિયાદ

  રાજપીપળા, તા.૯  ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મીઠા પાણીની તાપી નદી આધારિત યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુલ ૧૧૭ ગામો તથા સાગબારા તાલુકાના કુલ ૮૫ ગામોને મીઠું પાણી પૂરું પાડવા રૂપિયા ૩૦૯ કરોડની યોજનાની સરકારે અગાઉ જાહેરાત કરી હતી. યોજનાનું કામ પૂર્ણ થતાં ગુજરાત ભાજપ સાંસદ મનસુખ વસાવા પોતાના મતવિસ્તારના કાકરપાડા, સામરપાડા, કેવડી, ચિકદા, કમદવાવ (ડા઼ભણ), સાબુટી, રેલવા, મોસ્કુટ, વાડવા, ઝરણાવાડી, ચુલી, બોરીપીઠા, ડેડીયાપાડાની મુલાકાતે ગયા હતા.દરમીયાન આદિવાસી આગેવાનો અને સરપંચોએ મનસુખભાઈ વસાવાને એવી ફરિયાદો કરી હતી કે ૨૦૨ ગામોમાંથી ફક્ત ૨૦ થી ૨૫ ગામોને પાણી મળે છે બાકીના ગામોને ગામ સુધી પાણી સંગ્રહના સંપ તથા ટાંકીઓ સુધી જ પહોચે છે.પણ લોકોના ધરે ધરે હજુ પાણી પહોચતુ નથી, ૩૦૯ કરોડ જેટલી માતબર રકમની યોજના હોય અને રાજ્ય સરકારનો હેતુ એવો છે કે દરેક ગામમાં દરેક ફળિયે તથા ઘરે ઘરે નળ કનેક્શન આપવું જોઈએ, પણ સરકારનો એ હેતુ આ કામગીરીને જોઈ સિદ્‌ધ થતો નથી.એ વિસ્તારના લોકોની ફરિયાદ પરથી એક બાબત એ સાબિત થાય છે કે ગુજરાત સરકારની કરોડો રૂપિયાની મીઠા પાણીની યોજના આદિવાસીઓ માટે ફાયદાકારક નથી.
  વધુ વાંચો
 • અન્ય

  નર્મદામાં ભાજપ સંગઠનના હોદ્દેદારની વરણી મુદ્દે સરપંચોને અંધારામાં રખાયા?

  રાજપીપળા,તા.૮ નર્મદા જિલ્લા સરપંચ સંઘને મળતા સરપંચ સંઘના હોદ્દેદારોની નવા સર્કિટ હાઉસ ખાતે એક બેઠક મળી હતી.જેમાં નર્મદા જિલ્લા ભાજપના જુના જોગીઓ અને પ્રમુખ-મહામંત્રી પણ હાજર રહ્યા હતા.એ બેઠકમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર હતો.એ બેઠકમાં આ વિવાદને લઈને જિલ્લા ભાજપના એક હોદ્દેદારે સરપંચોના સહી વાળા કોરા કાગળો ફાડી નાખી સરપંચોના આક્ષેપ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. નર્મદા જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ ઘનશ્યામ દેસાઈએ જણાવ્યું હતું કે સરપંચ સંઘ દ્વારા અગાઉ એક આવેદનપત્ર અપાયું હતું કે ઈ-ટેન્ડરિંગ રદ કરો.તો સરપંચોની એજ રજૂઆત સીએમ સુધી પહોંચાડવા કાર્યવાહી કરી રહ્યા હતા.અમે કોઈ સરપંચ પાસે કોરા લેટરપેડ પર સહી કરાવી નથી કે અંધારામાં રાખ્યા નથી. જિલ્લા ભાજપ પ્રમુખની વરણી માટે સરપંચની સંમતિની જ\ર પડતી જ નથી.નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખના દાવેદારોએ સરપંચ સંઘને ગેરમાર્ગે દોર્યા છે.સર્કિટ હાઉસમાં એક બેઠક મળી હતી જેમાં સરપંચ સંઘના હોદ્દેદારો પણ હતા એમની સામે જ આ આક્ષેપનું ખંડન થયું છે, હું કોઈ પણ કામ પાર્ટીના કાર્યકરોને અંધારામાં રાખી કરતો નથી. નર્મદા જિલ્લામાં ઈ-ટેન્ડરિંગ રદ કરવા સરપંચ સંઘ આંદોલન ચલાવી રહ્યું છે.જિલ્લા ભાજપ દ્વારા સીએમ \પાણીને આ બાબતે રજુઆત કરવા ભાજપ સમર્થીત સરપંચોને આગળ કરાયા છે.ત્યારે આ કાર્યવાહી બાબતે જેણે અગાઉ આંદોલન ચાલુ કર્યું એવા સરપંચ સંઘને વિશ્વાસમાં લીધા નહિ હોય, શુ ખરેખર જિલ્લા ભાજપ પ્રમુખ નવી ટર્મ માટે રિપીટ થવા આ કાવાદાવા કરી રહ્યા હશે કે પછી ખરેખર ઈ-ટેન્ડરિંગ રદ કરવાની કાર્યવાહી છે એ પ્રશ્ન હાલ ભાજપના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યો છે.
  વધુ વાંચો
 • અન્ય

  ભાજપ સરકારે આદિવાસીઓ સાથે ગદ્દારી કરી :  આમુ સંગઠન

  રાજપીપળા, તા.૬  નર્મદા જિલ્લા આમુ સંગઠનના કાર્યકરો સાથે બેઠકોનો દોર ચાલુ કર્યો છે.આ તમામની વચ્ચે આમુ સંગઠને ગુજરાતના રાજયપાલ, મુખ્યમંત્રીને સંબોધતુ આવેદનપત્ર નર્મદા કલેકટર અને ડ્ઢર્ડ્ઢં ને આપ્યું હતું.રજુઆતમાં જણાવ્યું છે કે ડેડીયાપાડા તાલુકાની સામરપાડા (થવા), નીંઘટ, નાની બેડવાણ, સાબુટી, દાભવણ, ઉમરાણ, ઝરણાવાડી, ફૂલસર તથા નાંદોદ તાલુકાની ગાડીત, જેતપોર (રામગઢ), બોરીદરા અને નાના હૈડવા ગામોની નવી ગ્રામ પંચાયત વિભાજન દરખાસ્ત ગુજરાતના વિકાસ કમિશનરે નર્મદા ડ્ઢર્ડ્ઢં ને પરત મોકલી છે જે પરત મંગાવી દરખાસ્ત મંજુર કરવામાં આવે.અમારી દરખાસ્ત પરત મોકલી સરકારે એ કારણ આગળ ધર્યું કે ૨૦૨૧ની વસ્તી ગણતરી પ્રક્રીયા ચાલતી હોય ગામ કે શહેરનો બ્લોક તોડવો કે જોડવો નહી.સને ૨૦૨૧ની વસ્તી ગણતરી પછી સ્વતંત્ર ગ્રામ પંચાયત ફાળવવાની કાર્યવાહી કરવામાં આવશે.
  વધુ વાંચો
 • અન્ય

  એસઓયુ ના રેલવે પ્રોજેક્ટમાં માટી કૌભાંડ થયાની આશંકા

  રાજપીપળા, તા.૩૦ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જ્યારથી લોકાર્પણ થયું ત્યારથી લઈને અત્યાર સુધી એ વિસ્તારમાં વિવાદો ચાલી રહ્યા છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રવાસીઓને આકર્ષવા માટે સરકાર દ્વારા ચાલતા તમામ પ્રોજેકટમાં મસ મોટો ભ્રષ્ટાચાર આચારાયો હોવાની બુમો ઉઠી છે.હવે એ મામલે જો તટસ્થ તપાસ થાય એવી માંગ ઉઠી છે. હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના કેવડીયામાં વિશ્વકક્ષાનું રેલ્વે મથક બની રહ્યું છે, એ પ્રોજેકટમાં માટી ચોરી કૌભાંડનો આક્ષેપ નર્મદા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવાએ લગાવતા ખળભળાટ મચ્યો છે.નર્મદા જિલ્લા કલેકટરને કરેલી ફરિયાદમાં એમણે જણાવ્યું છે કે તિલકવાડાથી રેલ્વે લાઈન જઈ રહી છે ત્યાં ખાણ ખનીજ વિભાગની મંજૂરી લીધા વિના માટી ચોરેલી માટી વપરાઈ રહી છે.તિલકવાડા તાલુકાના એક શો-રૂમ સામેથી ગેરકાયદેસર રીતે માટી ઉલેચાઈ રહી છે.આ બાબતે ખાણ ખનીજ વિભાગ પૂર્વ કલેકટર નિનામાં જેવું વલણ ન દાખવી તપાસ કરે એવી માંગણી કરાઈ છે.
  વધુ વાંચો