25, ઓગ્સ્ટ 2025
મોસ્કો |
3663 |
અમેરિકા દ્વારા ભારત પર લદાયેલા ટેરિફ નિર્ણય ખોટો
ટેરિફ વોર વચ્ચે ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા અંગેઅમેરિકાએ નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. હવે રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે સ્પષ્ટતાં કરતાં કહ્યું હતુ કે, ભારતીય કંપનીઓ જ્યાંથી પણ વધુ સારી ડીલ મળશે ત્યાંથી ક્રૂડ ઓઈલ ખરીદશે.
એક ઈન્ટરવ્યુમાં ભારતીય રાજદૂત વિનયે કુમારે કહ્યું 'ભારત 1.4 અબજ લોકોના હિતોનું ધ્યાન રાખવામાં આવશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ પછી પણ સરકાર ભારતીયોના હિતો થી જરાય પાછળ હટશે નહીં હંમેશા રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપશે.
ભારત સરકારના વલણને સ્પષ્ટ કરતા વધુમાં તેમણે કહ્યું, હતુ કે, 'ભારત સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે અમારું લક્ષ્ય ભારતના 1.4 અબજ લોકોની ઉર્જા જરૂરિયાતોનું ધ્યાન રાખવાનું છે. આપણે રશિયા અને અન્ય ઘણાં દેશો સાથે મળીને વૈશ્વિક ક્રૂડ બજારમાં સ્થિરતા લાવવામાં મદદ કરવી પડશે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ સંપૂર્ણપણે અન્યાયી, ગેરવાજબી અને ખોટો નિર્ણય છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે, અમે અમારી વેપાર નીતિ, ખેડૂતોના હિતો અને સાર્વભૌમત્ત્વ પર કોઈપણ સમાધાન સ્વીકારીશું નહીં.