વિશાલ ભારદ્વાજ-ગુલઝારનું ગુસ્તાખ ઈશ્ક ફિલ્મથી ફરી કોલબરેશન
26, ઓગ્સ્ટ 2025 મુંબઈ   |   2277   |  

મનિષ મલ્હોત્રાની પ્રોડયૂસર તરીકે પહેલી ફિલ્મ

જંગલબુક સહિત અનેક ફિલ્મમાં સાથે કામ કરનાર ગીતકાર ગુલઝાર અને સંગીતકાર વિશાલ ભારદ્વાજ ફરી ગુસ્તાખ ઈશ્ક ફિલ્મથી કોલબરેશન કરી રહ્યા છે. વિજય વર્મા તથા ફાતિમા સના શેખની જોડી ધરાવતી ફિલ્મમાં નસીરુદ્દિન શાહ તથા શરીબ હાશ્મી સહિતના કલાકારો છે.

જોકે, દાયકાઓ અગાઉ ગીતકાર-સંગીતકારની આ જોડીએ જંગલબૂક થી તેમનું કોલબરેશન શરુ કર્યું હતું. તે પછી 'માચિસ', 'ઓમકારા' અને 'મકબૂલ' તથા હૈદર સહિતની ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

વિશાલ ભારદ્વાજ પોતે બોલીવૂડના ટોચના દિગ્દર્શકોમાં સ્થાન પામે છે પરંતુ ગુસ્તાખ ઈશ્ક ફિલ્મમાં તેઓ ફક્ત સંગીતકાર તરીકે જ કન્ટ્રીબ્યૂટ કરી રહ્યા છે. આ ફિલ્મથી કોશ્યુમ ડિઝાઈનર મનિષ મલ્હોત્રા પ્રોડયૂસર તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution