વેબ સિરીઝ સમાચાર

 • સિનેમા

  લગ્ન કરવા જઇ રહ્યો છે મિર્ઝાપુરનો રોબિન,કોણ છે દુલ્હન?

  મુંબઇ  પોપ્યુલર ઈન્ડિયન વેબ સીરિઝમાંથી એક 'મિર્ઝાપુર'ની બીજી સીઝનમાં રોબિનનો રોલ પ્લે કરનાર એક્ટર પ્રિયાંશુ પેનયુલી પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અને એક્ટર-ડાન્સર વંદના જોશી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. પ્રિયાંશુ અને વંદનાના લગ્ન 26મી નવેમ્બરે થવાના છે. આ લગ્ન પ્રિયાંશુના વતન દેહરાદૂનમાં થવાના છે. આ દરમિયાન કોવિડ-19ના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં કપલ મુંબઈમાં રિસેપ્શન યોજશે તેવું કહેવાઈ રહ્યું છે. પ્રિયાંશુ અને વંદનાના ઘરે મહેંદી રસમની સાથે પ્રી-વેડિંગ ફંક્શનની શરુઆત થઈ ચૂકી છે. વંદનાએ સોશિયલ મીડિયા પર હાથમાં મહેંદી મૂકી હોય તેવી તસવીર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું છે કે, 'શરુઆત થઈ ચૂકી છે. મહેંદીની રાત'. થનારી પત્નીની પોસ્ટ પર કોમેન્ટ કરતાં પ્રિયાંશુએ લખ્યું છે કે, 'ઓકે. તો પછી આ સમય સુંદર છે
  વધુ વાંચો
 • સિનેમા

  'દિલ્હી ક્રાઇમ' ઇન્ટરનેશનલ એમી અવોર્ડમાં બેસ્ટ ડ્રામા સિરીઝ કેટેગરીમાં વિનર

  મુંબઇ48મા ઇન્ટરનેશનલ એમી અવોર્ડમાં ભારતીય વેબ સિરીઝે ઝંડો લહેરાવ્યો છે. બેસ્ટ ડ્રામા સિરીઝ કેટેગરીમાં 'દિલ્હી ક્રાઇમ' વિજેતા બની છે. OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પરની આ સિરીઝ 22 માર્ચ, 2019ના રોજ રિલીઝ થઇ હતી. 7 એપિસોડની આ સિરીઝ ડિસેમ્બર, 2012માં થયેલા નિર્ભયા ગેંગ રેપ કેસના ઇન્વેસ્ટિગેશન પર આધારિત છે. આ સિરીઝમાં શેફાલી શાહ દિલ્હીના સાઉથ ડિસ્ટ્રિક્ટનાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) વર્તિકા ચતુર્વેદીના રોલમાં હતી. તેણે અવોર્ડ શોની એક ક્લિપ શેર કરી છે. શેફાલી શાહે વીડિયો શેર કરી લખ્યું હતું, ઓહ માય ગોડ. આ અચિવમેન્ટ બદલ સૌ કોઈ તેને અભિનંદન આપી રહ્યા છે. આ સિવાય ભારતે આ અવોર્ડમાં અન્ય બે કેટેગરીમાં પણ નોમિનેશન મેળવ્યા હતા. બેસ્ટ એક્ટર કેટેગરીમાં 'મેડ ઈન હેવન' સ્ટારર અર્જુન માથુર અને બેસ્ટ કોમેડી સિરીઝ કેટેગરીમાં 'ફોર મોર શોટ્સ પ્લીઝ'ને નોમિનેશન મળ્યા હતા પરંતુ તેઓ વિનર બની શક્યા નથી. 'દિલ્હી ક્રાઇમ'ને કેનેડિયન-ઇન્ડિયન ફિલ્મમેકર રિચી મહેતાએ ડિરેક્ટ કરી હતી. અવોર્ડ જીત્યા બાદ તેમણે વર્ચ્યુઅલ સેરેમનીમાં કહ્યું કે, 'હું આ અવોર્ડ એ દરેક મહિલાને સમર્પિત કરું છું જેમણે માત્ર પુરુષોની હિંસા સહન કરી છે એટલું જ નહીં, પણ તેમ છતાં ત્યારબાદ પ્રોબ્લેમ સોલ્વ કરવાની જવાબદારી તેમને સોંપાઈ હોય. ફાઈનલી, થાક્યાવગરની માતા અને તેની દીકરીને. એક દિવસ એવો નહીં ગયો હોય જ્યારે મેં તમારા બંને વિશે નહીં વિચાર્યું હોય અને દુનિયાએ તમારી સાથે શું કર્યું છે. ને મને આશા છે કે અમારામાંથી કોઈપણ તમને ક્યારેય નહીં ભૂલે.' 'દિલ્હી ક્રાઇમ' સિરીઝમાં શેફાલી શાહની સાથે સ્ટારકાસ્ટમાં રસિકા દુગ્ગલ, આદિલ હુસૈન અને રાજેશ તૈલંગ પણ સામેલ હતા.
  વધુ વાંચો
 • સિનેમા

  આ અભિનેતાને લાગે છે કે ભારતમાં ડિજિટલ પ્લૅટફૉર્મનું કોઈ ભવિષ્ય નથી

  મુંબઇ નવાઝુદ્દીન સિદ્દીકીને લાગે છે કે ભારતમાં ડિજિટલ પ્લૅટફૉર્મનું કોઈ ભવિષ્ય નથી. તેણે એમ પણ કહ્યું કે ડિજિટલ પ્લૅટફૉર્મનો ઉપયોગ માત્ર વેપાર કરવા માટે થાય છે. એ વિશે વધુ જણાવતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘સ્પષ્ટ રીતે કહું તો ડિજિટલ પ્લૅટફૉર્મનો ઉપયોગ બૉલીવુડ કરતાં તદ્દન અલગ રીતે કરવામાં આવે છે અને એનાં કૅરૅક્ટર પણ અનોખાં હોય છે. હું સોશ્યલ કન્ટેન્ટ વિશે નથી કહી રહ્યો. જોકે એમાં એવા કન્ટેન્ટ હોય છે જેને દર્શકો બૉલીવુડ કરતાં હટકે જોવા માગતા હોય છે. હાલમાં તો ડિજિટલ પ્લૅટફૉર્મ પર ઘણું બધું જોવા મળે છે. આપણી માનસિકતા અભિપ્રાય આપવાની છે, એથી એમાં ઘટાડો થશે એમાં કોઈ શંકા નથી. શક્યતા એવી છે કે એનું સ્તર પડી શકે છે. આપણે કળાને વ્યવસાય બનાવીએ છીએ. શરૂઆતમાં તો એ કળા જ હોય છે, પરંતુ ધીમે-ધીમે એ બિઝનેસનું રૂપ લઈ શકે છે. મને ડર લાગે છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ ગબડી પડશે. લૉ સ્ટાન્ડર્ડ અપનાવતા બિઝનેસ માટે કંઈ પણ દેખાડો અને એવું થાય પણ છે. ઉદાહરણ તરીકે મને નહોતું લાગતું કે આવા પ્રકારની ફિલ્મો નેટફ્લિક્સ પર રિલીઝ થશે, જેને હું જોઈ પણ ન શકું. જોકે એવી ફિલ્મો નેટફ્લિક્સ પર રિલીઝ થાય છે, ખાસ કરીને ભારતમાં. નેટફ્લિક્સ અને અન્ય પ્લૅટફૉર્મના અલગ પ્રકારના દર્શકો છે. મને લાગતું હતું કે સારા માટે પરિવર્તન આવશે. મને એમ પણ લાગતું હતું કે આપણે ડિજિટલ પ્લૅટફૉર્મ માટે જે માપદંડ ગોઠવ્યા છે એનાથી એ આગળ વધશે. હવે મને નથી લાગતું કે એવું કંઈ થાય. મને જરાપણ આશા નથી. એ નીચે પડી રહ્યું છે. મારા મતે દરેકને ડિજિટલ પ્લૅટફૉર્મ પર કંઈક અલગ કરવું છે, એ પણ બિઝનેસ વધારવા માટે. કળાને કોઈ માન નથી. એથી ભવિષ્યમાં એની કોઈ આશા નહીં રહે. ભારતમાં એમાં વધુ કોઈ વિકાસ નથી દેખાવાનો.’
  વધુ વાંચો

ટુંક સમય માં અપડેટ કરીશું.... રાહ જુઓ