ગાંધીનગર સમાચાર

 • ગુજરાત

  લોકોને પોતાના હાલ પર છોડી ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારી

  ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીને લઈને એક પછી એક નવા નવા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના અંતર્ગત આજે રાજ્યના ૧૦ જેટલા વિવિધ બોર્ડ-નિગમના ચેરમેનના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે. જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અગાઉ સવા વર્ષ અગાઉ ૧૮ બોર્ડ-નિગમના ચેરમેનની મુદ્દત પૂરી થયા બાદ તે જગ્યાએ નવી નિમણુંકો અપાઈ નથી. જેથી હવે આ જગ્યાએ ટિકિટથી વંચિત રહેનાર આગેવાનોને નિમણુક આપવામાં આવશે તેવી વિગતો સામે આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે તમામ બોર્ડ-નિગમના ચેરમેન અને વાઈસ ચેરમેનના રાજીનામાં માગી લેવાતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા તાજેતરમાં વર્તમાન બોર્ડ-નિગમના ચેરમેન, વાઈસ-ચેરમેન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ દ્વારા ચેરમેન અને વાઈસ ચેરમેનનાં રિપોર્ટ કાર્ડ મંગાવવામાં આવ્યા હતા. ત્યાર બાર આજે રાજ્ય સરકાર દ્વારા ૧૦ જેટલા બોર્ડ-નિગમના ચેરમેન અને વાઈસ ચેરમેનનાં રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખાસ ગણાતા પાંચ હોદ્દેદારોનો આ રાજીનામામાં સમાવેશ થઇ જાય છે. રાજ્ય સરકાર દ્વારા આજે જે બોર્ડ-નિગમના ચેરમેન અને વાઈસ ચેરમેનના રાજીનામાં લઇ લેવામાં આવ્યા છે, તેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ગુજરાત રાજ્ય બિન અનામત નિગમના ચેરમેન બાબુભાઈ ઘોડાસરા, બિન અનામત આયોગના ચેરમેન હંસરાજ ગજેરા, ગુજરાત મહિલા આયોગનાં ચેરમેન લીલાબેન અંકોલિયા, ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમીના ચેરમેન પંકજ ભટ્ટ, ગુજરાત રાજ્ય લઘુમતી બોર્ડના ચેરમેન સજ્જાદ હિરા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મૂળુભાઈ બેરા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મધુ શ્રીવાસ્તવ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન-જીઆઇડીસીના ચેરમેન બળવંત સિંહ રાજપૂત સહિતના ૧૦ બોર-નિગમના ચેરમેન અને વાઈસ ચેરમેનના રાજીનામાં લઇ લેવામાં આવ્યા છે.ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કાઉન્ટડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના અંતર્ગત આગામી તા. ૨૫ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ૫૦ લાખથી વધુ પેજ સમિતિના સભ્યો સાથે સંવાદ કરવાના છે. જે અંગે માર્ગદર્શન આપવા માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા આજે રાજ્યના ૫૭૯ મંડળના ૪૦ હજારથી વધુ કાર્યકરો સાથે એક સાથે વર્ચ્યુઅલી બેઠકો યોજાઈ હતી. જેમાં પેજ સમિતિઓને મજબુત બનાવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. તેમજ બુથના કાર્યકર્તાઓને પણ સક્રિય રહેવા માટેની સૂચનાઓ અપાઈ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સરકાર જનતાના પ્રશ્નોને દૂર કરવામાં નિષ્ફળ  મનીષ દોશી ચૂંટણીને લઈને ભાજપ દ્વારા આજે રાજ્યના કાર્યકરો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. બેઠક બાદ ડૉ. મનીષ દોશીએ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ પણ જનતાના મુદ્દાઓને લઈને વિધાનસભાની ચૂંટણી લડવા માટે સંપૂર્ણ તૈયાર છે. જનતાના મુદ્દાઓ દૂર કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે, તેથી ભાજપ હટાવો ગુજરાત બચાવો જરૂરી હોવાનું પણ કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગીર સોમનાથ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે

  ગાંધીનગર, રાજ્યભરમાં કોરોના પ્રોટોકોલની સાથે ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે. આ વખતે ગીર સોમનાથ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગીર સોમનાથ ખાતે ધ્વજવંદન કરશે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે સરકારે કોરોના પ્રોટોકોલ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવાનો ર્નિણય લીધો છે. મુખ્યમંત્રી ગીર સોમનાથમાં હાજર રહેશે તો અન્ય મંત્રીઓ પણ જુદા-જુદા જિલ્લામાં હાજર રહેવાના છે. કોરોનાને લીધે સિમિત લોકોની હાજરીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે.કયા મંત્રી કયા જિલ્લામાં ધ્વજવંદન કરશે રાજેન્દ્ર ત્રિવેદી આણંદમાં, જીતુ વાઘાણી રાજકોટમાં, ઋષિકેશ પટેલ અમદાવાદમાં, પુરણેશ મોદી બનાસકાંઠામાં, રાઘવજી પટેલ પોરબંદરમાં, કનુભાઇ દેસાઇ સુરતમાં, કિરીટસિંહ રાણા ભાવનગરમાં, નરેશ પટેલ વલસાડમાં, પ્રદીપ પરમાર વડોદરામાં,અર્જુન સિંહ ચૌહાણ પંચમહાલમાં. રાજયકક્ષાના મંત્રીઓ આ જિલ્લામાં ધ્વજવંદન કરશે હર્ષ સંઘવી ગાંધીનગરમાં, જગદીશ પંચાલ મહેસાણામાં, બ્રિજેશ મેરજા જામનગરમાં, જીતુ ચૌધરી નવસારીમાં, મનીષા વકીલ ખેડામાં, મુકેશ પટેલ તાપીમાં, નિમિષાબેન સુથાર છોટાઉદેપુરમાં, અરવિંદ રૈયાણી જૂનાગઢમાં, કુબેર ડીંડોર સાબરકાંઠામાં, કીર્તિસિંહ વાઘેલા કચ્છમાં, ગજેન્દ્રસિંહ પરમાર ભરૂચમાં, આરસી મકવાણા અમરેલીમાં, વિનોદ મોરડીયા બોટાદમાં, દેવા માલમ સુરેન્દ્રનગરમાં ધ્વજવંદન કરશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ઓમિક્રોન હાઇબ્રીડ ઇમ્યૂનિટીને પણ ગાંઠતો નથીઃ આરોગ્ય મંત્રી

  અમદાવાદ, અમદાવાદઃ રાજ્યમાં વધતા કોરોનાના સંક્રમણને લઈને સરકાર ચિંતિત બની છે. આજે રિવરફ્રંટ હાઉસ ખાતે બેઠક મળી હતી. જેમાં હોસ્પિટલમાં બેડ અને દવાઓના જથ્તાને લીને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે પત્રકાર પરીષદમાં લોકોને ચેતવણી આપવામાં આવી છે કે, લોકો કોરોનાને સામાન્ય ફ્લુ ન સમજે. ઓમિક્રોન ઝડપથી ફેલાય છે. લોકોને સાવધાન રહેવાની જરૂર છે.જેમમે વેક્સિન ન લીધી હોય તે ઝડપથી વેક્સિન લઈ લે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આ ઉપરાંત માસ્ક, સોશિયલ ડિસ્ટસિંગના નિયમોનું પાલન કરવું જરૂરી હોવાનું પણ કહેવામાં આવ્યું છે. પત્રકાર પરીષદમાં આરોગ્ય નિષ્ણાંતે જણાવ્યું હતું કે, ઓમિક્રોન કોઈ પણ જાતની ઇમ્યુનિટીને ગાંઠતો નથી. હાઈબ્રિડ ઇમ્યુનિટીને પણ ગાંઠતો નથી.લો રિસ્ક દર્દીને શું સારવાર આપવી ? લો રિસ્કને ખાલી મોનિટર કરવાની સલાહ આપીશું. ખાલી પેરાસિટામોલ આપીશું. આટલી જ દવાઓ પૂરતી છે. મોટા ભાગના દર્દીઓ પાંચથી ૭ દિવસમાં જ સાજા થઈ જાય છે. દર્દીને આઇસોલેશનમાં રાખવાનો છે. સિમ્પટોમેટિવ સપોર્ટિવ કેર આપવામાં આવશે તેમજ ડિકંઝક્ટિવ થેરાપી અપાશે. અન્ય કોઈ દવાની જરૂર નહીં પડે, એક બે દિવસ તાવ રહેશે. હાઈ રિસ્ક દર્દીને શું સારવાર આપવી? હાઈ રિસ્ક દર્દીને સમજવો ખૂબ જરૂર છે. આ ધ્યાન રાખશું તો હોસ્પિટલાઇઝેશન ઘટી જશે. આની ખૂબ જ અક્સિર દવા છે. ઓમિક્રોનનો ચેપ લાગે ત્યારે શરદી-ખાંસી અને તાવ બે દિવસ સુધી રહે તો તેને આઇસીયુમાં દાખલ કરવાની જરૂર પડશે. રેમડેસિવર ત્રણ દિવસ માટે અપાશે તો હોસ્પિટલાઇઝેશન ૮૯ ટકા ઘટી જશે. ઓમિક્રોનમાં આ ખૂબ જ અસરકારક છે. બીજી બે દવા છે જે અવેલેબલ નથી. લંગમાં ઇન્ફેક્શન થયું છે અને ઓક્સિઝન ઘટવાનું શરૂ થયું છે, તેમને અન્ય દવાની જરૂર પડશે. ઓમિક્રોન ઘાતક નથી, પણ ચેપી છે રાજ્યમાં વધતા કોરોનાના સંક્રમણને લઈને સરકાર ચિંતિત બની છે. આજે રિવરફ્રંટ હાઉસ ખાતે બેઠક મળી હતી. જેમાં હોસ્પિટલમાં બેડ અને દવાઓના જથ્તાને લીને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે પત્રકાર પરીષદમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, લોકો ગાઇડલાઇનું યોગ્ય રીતે પાલન કરે.
  વધુ વાંચો
 • ગુજરાત

  આજે રાજ્યભરમાં ૫૭૯ મંડળોમાં ભાજપની એક સાથે બેઠક મળશે

  ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેના અંતર્ગત આવતીકાલે પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા રાજ્યભરમાં ૫૭૯ મંડળોમાં એક સાથે બેઠક યોજીને કાર્યકરોને માર્ગદર્શન આપશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા આવતીકાલે તા. ૨૦ જાન્યુઆરીના રોજ રાજયભરમાં ભાજપના કુલ ૫૭૯ મંડળોમાં એક સાથે બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં જે તે મંડળના ચૂંટાયેલા પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો, નગરપાલિકા, જિલ્લા પંચાયતના પ્રમુખો, સભ્યોના વિશેષ માર્ગદર્શન હેઠળ આ બેઠક બપોરે ૧૨.૧૫ કલાકે યોજાશે. આશરે બે કલાક સુધી ચાલનારી આ બેઠકમાં રાજ્યભરમાં કુલ ૫૭૯ અલગ અલગ જગ્યાએ અંદાજિત ૪૦ હજારથી વધુ કાર્યકર્તાઓ ભાગ લેશે. ગુજરાતમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સાથે આ બેઠક યોજાનાર છે. ગુજરાતમાં ૧૮૨ બેઠકો જીતવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા જે પેજ સમિતિનું શસ્ત્ર અપાયું છે, તે અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ રાજ્યભરમાં પેજ સમિતિને વધુ મજબૂત કરવા માટે તેમજ બાકી રહેલ પેજ સમિતિને ઝડપથી પૂર્ણ કરવા માટે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા કરાયેલા વિવિધ વિકાસના કામો, પ્રજાલક્ષી યોજનાઓ કેવી રીતે જન જન સુધી પહોંચાડવી? આગામી વિધાનસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. જેને માટે પક્ષના સંગઠનને વધુ મજબૂત કેવી રીતે કરવું? તે અંગે માર્ગદર્શન આપવાની સાથે સંગઠનાત્મક પણ ચર્ચા કરવામાં આવશે. કોરોનાની સંપૂર્ણ ગાઇડલાઇન સાથે ગુજરાતમાં એક સાથે એક સમયે ૫૭૯ સ્થળો પર આ બેઠક યોજાશે. 
  વધુ વાંચો
 • ગુજરાત

  શહેરમાં છનાં મોત ઃ કોરોનાના નવા ૮૩૯૧ કેસનો વિસ્ફોટ

  અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના બેકાબૂ બનતા મ્યુનિસિપ કોર્પોરેશન અને સરકારની ઉંઘ ઉડી ગઇ છે અને દોડાદોડ વધતા તંત્ર ઘાંઘુ થઇ ગયુ છે. છ ના મોત સાથે કોરોનાના એક જ દિવસમાં ૮૩૯૧ કેસનો વિસ્ફોટ થતાં સરકાર ધ્રુજી ઉઠી છે તો સામે અમાદવાદ જિલ્લામાં ૧૩૮ કેસ નોંધાતા તંત્ર હાંફળુ ફાંફળુ થઇ ગયુ છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર ૨૦ હજાર ૯૬૬ કેસ નોંધાયા છે. આમ કોરોનાના નવા કેસ નોંધાવવા બાબતે તમામ રેકોર્ડ ધ્વસ્ત થયા છે. હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ દર્દીઓ મોત થયા છે અને ૯ હજાર ૮૨૮ દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો એક્ટિવ કેસ પણ મુંબઈથી ડબલ થઈને ૯૦ હજારને પાર થયાં છે. બીજી લહેરમાં સૌથી વધુ ૧૪ હજાર ૬૦૫ કેસ ૩૦ એપ્રિલે નોઁધાયા હતા. જે ૨૬૩ દિવસ અગાઉ હતાં, તો ૨૩૩ દિવસ બાદ આટલાં મોત થયાં છે. અગાઉ ૯ જૂને ૧૦નાં મોત નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં ૬, વલસાડ અને સાબરકાંઠા જિલ્લામાં ૨-૨, સુરત શહેર અને ભરૂચ જિલ્લામાં ૧-૧ મળી કુલ ૧૨નાં મોત થયાં છે.રાજ્યમાં આજે ૨૦૯૬૬ કેસ નોંધાતા હવે બીજી લહેરની પીક તોડી નાંખી છે. કોરોનાનું સંક્રમણ વધતા સચિવાલયના કર્મીઓમાં ફફડાટ ગાંધીનગર રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસોમાં દિન-પ્રતિદિન ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે સચિવાલયમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. જેને લઈને ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવીને સચિવાલયમાં ૫૦ ટકા હાજરી કાર્યરત રાખવા અને કાર્ડ સ્વાઈપમાંથી મુક્તિ આપવાની માંગણી કરાઈ છે. ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશનના પ્રમુખ મહેશસિંહ વાઘેલા અને મહામંત્રી ડૉ. ધર્મેશ નકુમ દ્વારા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યો છે. આ આવેદન પત્ર દ્વારા સચિવાલય સ્ટાફ એસોસિએશને માંગણી કરી છે કે, દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ જ ઝડપથી કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લા દસ દિવસમાં દોઢ ગણા કેસો વધ્યા છે. જેને ધ્યાનમાં લઈને ભારત સરકારના પર્સોનલ, પબ્લિક ગ્રીવેન્સિસ એન્ડ પેન્શન્સ મંત્રાલય દ્વારા તા. ૩/૧/૨૦૨૨ના ઓફીસ મેમોરન્ડમથી કચેરીઓમાં ૫૦ ટકા હાજરી કચેરીઓ ચાલુ રાખવા તથા ઇલેક્ટ્રોનિક્સ હાજરી પ્રથા બંધ કરી છે. ત્યારે ભારત સરકારના આ ર્નિણયને અનુલક્ષીને ગુજરાતમાં હાલ કોરોનાની મહામારીનું સંક્રમણ અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ફેલાતું અટકાવવા માટે અધિકારીઓ/કર્મચારીઓને વિભાગ કચેરીમાં ૫૦ ટકા હાજરી સાથે કચેરીઓ ચાલુ રાખવા અને કાર્ડ સ્વાઈપમાંથી મુક્તિ આપવા માટે ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશન મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત એસોસિએશન દ્વારા સચિવાલયના બ્લોક નંબર ૭ અને ૧૪ ના ભોંયતળિયે કોરોનાના ટેસ્ટિંગ બૂથને શરૂ કરવામાંની પણ માંગણી કરવામાં આવી છે.જિલ્લામાં પણ કોરોનાનો રાફડો ફાટ્યો જિલ્લામાં આજે ૧૩૮ કોરોના કેસ નોંધાયા છે જેમાં આજે સાણંદ ૫૫ કેસો, વિરમગામમાં ૧૧કેસ,માંડલમાં ૪ અને ધોળકામાં ૯ કેસ, અને ધોલેરામાં ૬ કેસ, ધંધુકામાં ૧૫, દેત્રોજમાં ૦ કેસ, દસક્રોઈમાં ૩૦ અને બાવળમાં ૮ કેસ નોંધાયા છે, કોરોના કેસો વધતા હવે જિલ્લા આરોગ્ય વિભાગ એ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધાર્યા છે. આજે ૧૦ જેટલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જેમાં સૌથી વધુ સાણંદ અને શેલામાં માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. આજે ૭૯ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે કોરોના કેસ સામે એક પણ મૃત્યુ નોંધાયું નથી. કોરોના થી અત્યાર સુધીમાં ૯૬ લોકોના મૃત્યુ થાયા છે તે સંખ્યા સ્થિર રહી છે.  રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમને ટૂંકાવાયોગાંધીનગર રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના રાજ્યકક્ષાના કાર્યક્રમને ટૂંકાવવામાં આવ્યો છે. ગિર-સોમનાથ ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના કાર્યક્રમને માત્ર ૩૨ મિનિટમાં પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યપાલના એટ હોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમોને પણ રદ કરવામાં આવ્યા છે. રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના નવા કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. તેમાં પણ ગઈકાલે મંગળવારે રાજ્યમાં કોરોનાના નવા કેસોનો આંકડો ૧૭ હજારને પાર કરી ગયો હતો. જેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગઈકાલે મોડી સાંજે રાજ્ય સરકારે રચાયેલી તબીબો, તજજ્ઞ સહિતનાની બનેલી ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં એસએમએસ એટલે કે, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશન ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. આ દરમિયાનમાં રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૨૬મી જાન્યુઆરીના રોજ ગિર-સોમનાથ ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમને પણ ટુંકાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગિર-સોમનાથ ખાતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગિર-સોમનાથ જિલ્લામાં યોજાનારા રાજ્યકક્ષાના તેમજ રાજ્યમાં યોજાનારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાદગી પૂર્ણ રીતે કરવાનો રાજ્ય સરકાર દ્વારા ર્નિણય કરવામાં આવ્યો છે.બાપુનગરના એમએલએ હિંમતસિંહ પટેલ કોરોના પોઝિટિવ ગાંધીનગર રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણમાં એક પછી એક ધારાસભ્ય અને રાજકીય નેતાઓ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. આજે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઈસોલેટ થયા છે. છેલ્લા ૧૮ દિવસથી કોરોનાના નવા કેસોમાં દિન પ્રતિદિન ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાના સંક્રમણથી ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ બચી શક્યા નથી. કોરોનાની કહેવાતી આ ત્રીજી લહેરમાં રાજ્ય સરકારના મંત્રીઓ, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો તેમજ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહીત કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ‘આપ’નું ઝાડું છોડીને વિજય સુવાળાએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો

  ગાંધીનગર આમ આદમી પાર્ટી- ‘આપ’ માં સાત મહિના અગાઉ જાેડાયેલા ભૂવાજી અને લોક ગાયક વિજય સુવાળાએ ઝાડું છોડીને આજે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. જાે કે ભાજપ પ્રવેશ સમયે વિજય સુવાળા ૨૦૦ થી વધુ સમર્થકો સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય પહોંચ્યા હતા. ત્યારે વિજય સુવાળાએ રાજ્ય સરકારના ૧૫૦ વ્યક્તિની કોરોનાની ગાઈડલાઈનનો છડે ચોક ભંગ કર્યો હતો.ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ભારે ઉત્સાહભેર જાેડાનારા ભૂવાજી અને ગાયક વિજય સુવાળાએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ‘આપ’માં જાેડાયા ત્યારે તેને સ્વચ્છ પાર્ટી ગણાવનાર વિજય સુવાળાને સાત મહિના જ ‘આપ’થી મન ભરાઈ ગયું હતું. આથી બે દિવસ અગાઉ ‘આપ’માંથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યું ત્યારે તેમણે હાલમાં પરિવાર સાથે સમય વિતાવવો છે તેવું નિવેદન કર્યું હતું. પરંતુ બે જ દિવસ બાદ આજે ભાજપમાં વિધિવત રીતે જાેડાયા હતા. આ સમયે તેઓ તેમના ૨૦૦ જેટલા સમર્થકો સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. ત્યારે કોરોનાને લઈને રાજ્ય સરકાર દ્વારા લદાયેલા પ્રતિબંધનું ઉલ્લંધન થતું જાેવા મળ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ત્રીજી લહેરના સંકટને ધ્યાનમાં રાખીને અનેક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. જેમાં ધાર્મિક, સામાજિક કે રાજકીય કાર્યક્રમમાં ફક્ત ૧૫૦ વ્યક્તિઓની જ પરવાનગી આપવામાં આવી છે. પરંતુ આજે ભાજપના કાર્યાલય કમલમ ખાતે ‘આપ’ને બાય બાય કર્યા બાદ ગણતરીના કલાકોમાં ભૂવાજી, લોકગાયક અને નેતા વિજય સુવાળા ભાજપમાં પ્રવેશવા માટે આવ્યા હતા. ભાજપમાં જાેડાવવાના કાર્યક્રમમાં વિજય સુવાળાના ૨૦૦થી વધુ સમર્થકો, કાર્યકરો અને આગેવાનોથી હોલ ભરાયેલો જાેવા મળ્યો હતો. ત્યારે કોરોનાના નિયમો અને ગાઈડલાઈનના નિયમો સામાન્ય જનતા માટે હોય છે, તો આ નેતાઓ માટે આ નિયમો કેમ લાગુ પડતા નથી તેવી લોક મુખે ચર્ચા થતી જાેવા મળી હતી. વિજય સુવાળા અમદાવાદથી કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા હતા. ઉપરાંત કમલમ ખાતે અગાઉથી અનેક કાર્યકરો હાજર હતા. કમલમના હોલમાં જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વિજય સુવાળાને ભાજપનો કેસરિયો પહેરાવ્યો હતો. ત્યારે હોલમાં સ્ટેજની નીચેની જગ્યામાં જ ૧૮૦થી વધુ કાર્યકરો અને મહેમાનો હાજર હતા ઉપરાંત સ્ટેજની ઉપર પણ ૨૦થી વધુ કાર્યકરો અને નેતાઓ હાજર હતા. આમ સમગ્ર કાર્યક્રમમાં ૨૦૦થી વધુ લોકો હાજર હતા. સામાન્ય નાગરિકો જ્યારે નિયમોનું પાલન ના કરે ત્યારે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ રાજકીય પક્ષના કાર્યક્રમમાં નિયમોનું પાલન ના થાય તે માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અગાઉ પણ રાજકીય કાર્યક્રમોમાં મર્યાદા કરતા વધુની હાજરી હતી, એટલે કે નિયમો માત્ર નાગરિકો માટે જ છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ૨૦૨૨માં ભાજપ સરકારના પતંગોને વિણી વિણીને કાપીશું  જગદીશ ઠાકોર

  ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે મકરસંક્રાંતિ - ઉત્તરાયણના પર્વની સૌ કોઈએ ઉત્સાહ અને ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. જેમાં રાજકીય નેતાઓએ પણ પતંગ ઉડાડવાની મોજ માણવામાંથી બાકાત રહ્યા ન હતા. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી. આ સમયે તેમણે ગુજરાતની ભાજપ સરકારમાં થયેલા હેડ ક્લાર્ક પેપર કંદ, કોરોના મૃતકોને સહાય, બેરોજગારોને રોજગારી મળે તેવા સૂત્રો વાળી પતંગ ઉડાવી હતી. આ સાથે તેમણે એવું પણ નિવેદન કર્યું હતું કે, ભાજપ સરકારના પતંગ વિણી વિણીને કાપવામાં આવશે અને ૨૦૨૨માં ૧૨૫ પતંગ સાથે કોંગ્રેસની સરકાર બનાવીશું. ઉત્તરાયણ પર્વ નિમિત્તે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પોતાના પરિવાર સાથે પતંગ ઉડાડવાની મજા માણી હતી. આ સમયે જગદીશ ઠાકોરે ભાજપ સામે પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ મોંઘવારીનો પતંગ ચગાવે છે પણ કોંગ્રેસ તેને વિણી વિણીને કાપી નાખશે અને નહિ કપાય તો ગોથ મારીને પણ પતંગને કાપી નાખવામાં આવશે. ઉત્તરાયણના દિવસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર એક અલગ જ રૂપમાં જાેવા મળ્યા સામાન્ય રીતે સફેદ ઝભ્ભા અને લેંઘામાં જાેવા મળતા જગદીશ ઠાકોર પેન્ટ અને ટી-શર્ટની સાથે ગોગલ્સ ચશ્મામાં જાેવા મળ્યા હતા. આ નવા અંદાજમાં જાેવા મળેલા ઠાકોરે ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે વર્ષ ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં કહ્યું હતું કે, ભાજપ સરકારના પતંગ વિણી વિણીને કાપવામાં આવશે અને ૨૦૨૨માં ૧૨૫ પતંગ સાથે સરકાર બનાવીશું. રાજ્યમાં યુવાઓને રોજગારી મળતી નથી, કોરોનાના મૃતકોને પૂરતી સહાય મળી નથી અને આ સિવાય રાજ્યના અન્ય વર્ગો પણ ભાજપની સરકારથી નારાજ અને નાખુશ છે. ત્યારે ભાજપના પતંગને કાપી નાખવામાં આવશે. રાજ્યમાં બેરોજગારોને રોજગારીમળતી નથી.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ડીજીપી કોરોનાગ્રસ્ત

  ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત સતત વધારો નોંધાઇ રહ્યો છે. ગઇકાલે રાજ્યમાં ૧૦,૦૦૦ની નજીક પોઝિટીવ કેસો સામે આવ્યા હતા. ગુજરાત પોલીસમાં રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા અને ૩૦૦ પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. કોરોનાની ત્રીજી લહેરમાં જે રીતે પોલીસ કર્મચારીઓ સંક્રમિત થઈ રહ્યા છે તેને ધ્યાનમાં લઈને રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં કોરોનાથી બચવા માટે તમામ સાધનસામગ્રી અને દવાઓની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.આ ઉપરાંત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં સંક્રમણથી બચવા માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેના અંતર્ગત અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, છ્‌જી ઓફિસ, ર્જીંય્ ઓફિસ અને પોલીસ કમિશનર કચેરીને કોરોના સંક્રમણથી બચાવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, જેમાં રોજે રોજ પોલીસ કર્મચારીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એક સામાજિક સંસ્થા દ્વારા પોલીસ કર્મચારીઓને ટેલીકોલરની સુવિધા આપીને તેઓનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના ડીજીપી કોરોના ગ્રસ્ત થતા ડીજીપી ઓફિસમાં પ્રવેશ માટે વેક્સિનના બે ડોઝ લીધા હોવા જરૂરી રહેશે. આમ ડીજીપી ઓફિસમાં પ્રવેશ મેળવવા માટે હવે ફરજિયાત કોરોના રસીના બન્ને ડોઝ લીધા હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે તે પ્રકારની જાહેરાત પણ કરવામાં આવી છે. ભાટિયાનો ચાર્જ આઈપીએસ ટી. એસ. બિષ્ટને સોંપાયોકોરોનાના સંક્રમણથી રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા પણ બચી શક્યા નથી. ડીજીપી ભાટિયા કોરોના સંક્રમિત થયા છે, જેને લઈને તેમનો ચાર્જ આઈપીએસ ટી. એસ. બિષ્ટને સોંપવામાં આવ્યો છે. તાજેતરમાં પાંચ જેટલા આઈએએસ અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યાર બાદ હવે રાજ્યના ડીજીપી કોરોનાથી સંક્રમિત થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદમાં ૫૪ પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત કોરોનાની પકડ હવે ધીરે ધીરે મજબૂત બની રહી છે અને હવે પોલીસ કર્મચારીઓ પણ કોરોનાના ભરડામાં સપડાઈ રહ્યા છે. શહેરમાં અત્યારસુધીમાં ૫૪ પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં પોલીસ કર્મીઓના ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તો ફ્રન્ટલાઈન વર્કર તરીકે પોલીસને બુસ્ટર ડોઝ અપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાના લીધે સરકારી કચેરીઓમાં ૧૫મી જાન્યુ.એ પણ રજા જાહેર કરવાની ફરજ પડી રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા તા. ૧૫ મી જાન્યુઆરીના રોજ કોરોના સિવાયની કામગીરી સાથે સંકળાયેલા તમામ સરકારી કર્મચારીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. એક નવી એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર હિતમાં તેમજ તમામની સ્વાસ્થ્ય સુખાકારીને ધ્યાનમાં લઈને કોરોના સિવાયની કામગીરી સાથે સંકળાયેલા ગુજરાત રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં આગામી તા. ૧૫ મી જાન્યુઆરીના રોજ રજા જાહેર કરવામાં આવી છે. આ જાહેર રજામાંથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ તેની સાથે સંલગ્ન કચેરીઓ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અને તેને સંલગ્ન કચેરીઓ, કલેકટર કચેરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલી કચેરીઓ, પંચાયત, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ (આવશ્યક/ તાત્કાલિક પ્રકારની કામગીરી સાથે સંકળાયેલા કમચારીઓ/ અધિકારીઓ) ગેસ, વીજ વિતરણ કરતી કંપનીઓ, પાણી પુરવઠા સાથે સંકળાયેલી સંલગ્ન કચેરીઓ, પોલીસ તંત્ર, હોમગાર્ડસ, નાગરિક સંરક્ષણ વગેરે જેવી કચેરીઓને આ રજા સંબંધી સૂચના લાગુ પડશે નહિ તેમ જણાવાયું છે. ​​​​​​​અમદાવાદની એલ.જી હોસ્પિ.માં પણ ટેસ્ટ માટે લેબોરેટરી શરૂ રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. રોજના હવે ૧૫૦૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાં  ટેસ્ટની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે  ટેસ્ટ માટે વધુ એક સરકારી લેબોરેટરીની મંજૂરી અમદાવાદમાં મળી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં પણ આજથી  ટેસ્ટની લેબોરેટરી શરૂ થઈ છે.સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે આ મામલે જણાવ્યું હતું કે, શહેરમાં વધતા કોરોનાના કેસોના પગલે લોકો ટેસ્ટ વધુ કરાવે છે. જેના પગલે વધુ એક લેબોરેટરી શરૂ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી અને એલજી હોસ્પિટલમાં ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ માટેની મંજૂરી માગવામાં આવી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  કોરોના સામે લડવા માટે સરકારે પૂરતી તૈયારીઓ કરી છે પ્રવક્તા મંત્રી વાઘાણી

  ગાંધીનગર, રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણ સામે લડવા માટે રાજ્ય સરકાર તૈયાર છે. કોરોનાના સંક્રમણને નાથવા માટે સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મધ્ય અને દક્ષિણ ગુજરાતને જાેડતો નવો કોરીડોર બનાવવામાં આવશે. તેમજ પ્રવાસન સ્થળોને જાેડવા માટે ૨૪૪૦ કરોડના ખર્ચે કોસ્ટલ હાઈવે બનાવવામાં આવશે. પ્રવાસીઓની સુવિધા માટે ૧૦૦૦ નવી બસો ખરીદવાનો પણ રાજ્ય સરકારે ર્નિણય લીધો હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ સહીત અનેક મુદ્દે ચર્ચાઓ કરાઈ હતી. કેબિનેટની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ ર્નિણયો પણ લેવાયા હતા. બેઠક બાદ રાજ્યના શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કેબિનેટમાં લેવાયેલા ર્નિણયો અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તમામ જરૂરી પગલાં ભરી રહી છે. જેના અંતર્ગત રાજ્યના સૌથી મોટી ઈવેન્ટ એવા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટને પણ રદ કરી દેવામાં આવી છે. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના કપરાકાળમાં પણ રાજ્ય સરકારની અસરકારક કામગીરીના પરિણામે વિકાસયાત્રાને અટકવા દીધી નથી. રાજ્યમાં આવેલા ૧,૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠાના નાગરિકોને માળખાગત સવલતોનો લાભ મળે અને પ્રવાસન સ્થળો વિકસે એ માટે ઉભરાટ, તિથલ, ચોરવાડને સાંકળતો વ્યૂહાત્મક કોસ્ટલ હાઈ-વે ૧૩૫ કિ.મી.ની નવી લિંક સાથે વિકસાવાશે. તહેવારોમાં ૧૦૮ ઇમરજન્સી સર્વિસ દ્વારા ૮૦૦ એમ્બ્યુલન્સ દ્વારા સેવા અપાશે અમદાવાદ, ઉત્તરાયણ પર્વેને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તહેવારોમાં કેસોમાં વધારો થતાં દર વર્ષે ૧૦૮ દ્વારા અગમચેતીના ભાગ રૂપે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૦૮ દ્વારા ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ૮૦૦ જેટલી એમ્બ્યુલન્સ તહેનાત રહેશે. આ વખતે ઉત્તરાયણ વિકના એન્ડમાં હોવાથી કેસોમાં ઘટાડો થવાની શક્યતા છે જાેકે ૧૦૮ દ્વારા પણ ૩૫ ટકા જેટલો ઘટાડો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે પતંગ અને ખાસ કરીને દોરીથી અનેક નાના મોટા અકસ્માતો થાય છે તો પતંગ ચગાવવા માટે લોકો ધાબે ચડે છે ઘાબા પરથી પણ પડી જવાના અનેક કિસ્સા સામે આવે છે ખાસ કરીને ઉત્તરાયણના દિવસે આવા કેસોમાં વધારો જાેવા મળે છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  મુખ્ય કૌભાંડીએ પરિવારના ૪૫ને નોકરી અપાવી

  ગાંધીનગર, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ એક મોટો ખુલાસો કર્યો છે. સોમવારના રોજ ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં યુવરાજસિંહે વધુ એક ધડાકો કરીને ખળભળાટ મચાવ્યો છે. ઊર્જા વિભાગની ભરતી કૌભાંડમાં યુવરાજસિંહે આજે વધુ વચેટિયાના નામ જાહેર કરતા ખળભળાટ મચ્યો છે. યુવરાજસિંહે જણાવ્યું છે કે દિલીપ પટેલ, અરવિંદ પટેલ નામના વ્યક્તિઓ મુખ્ય કૌંભાડી છે અને તેમણે પોતાના પરિવારના ૪૫ લોકોને ખોટી રીતે સેટિંગ કરીને નોકરી અપાવી છે. ખોટી રીતે ભરતી થયેલા હાલ ફરજ પર છે. યુવરાજે જણાવ્યું છે કે તમામ કૌભાંડના આધાર અને પુરાવા ઉપલબ્ધ છે. હેડક્લાર્કનો આરોપી પિનાકીન પણ સંડોવાયેલો છે. તેમણે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આરોપીઓની સંપત્તિ જપ્ત કરવા અને સીટ સમિતિ રચી તપાસ કરવા જણાવ્યું છે.યુવરાજસિંહે જણાવ્યું હતું કે અગાઉ મેં ઉર્જા વિભાગની ભરતીમાં વાત કરી હતી, એ સ્કેમ અત્યારે જે ચલાવે છે, તેમાં પરિવારવાદ, ઓળખાણવાદ ચાલે છે. હું આગામી સમયમાં આ કૌભાંડમાં અન્ય બીજા નામ આપીશ. ઉર્જા વિભાગમાં તમામ પરિવાર અને સગાઓ સ્કેમ કરી ફરજ બજાવી રહ્યા છે. જેમાં મૂળ વ્યક્તિ દિલીપ ડાહ્યા પટેલ, ગળતેશ્વર, ઈટાળા પ્રાથમિક શાળાના શિક્ષક જેમના ત્રણ લોકોનો સમાવેશ થાય છે. દિલીપ પટેલના ભાઈ વિજય પટેલ છે. જ્ચારે ધર્મેન્દ્ર પટેલ, બાયડમાં રહે છે, અને તેઓ વચેટિયા છે. વિજય પટેલ, સ્વેત પટેલ પણ વચેટિયા છે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે ધર્મેન્દ્રભાઈના પત્ની કૃપલ બેન નોકરી કરે છે અને તેઓ બાયડમાં જુનિયર આસિસ્ટન્ટ છે. દિલીપ ડાહ્યા પટેલનો દીકરો ઉત્પલ પટેલ, જેટકોમાં એમના પુત્રવધુ શિખા પટેલ, થર્મલ જેટકોમાં નોકરી કરે છે. ઉત્પલનો સાળા પણ તેમાં જ નોકરી કરે છે. એમ મળીને કુલ સગા સંબંધીઓના ૪૫ લોકોને ઉર્જા વિભાગમાં ખોટી રીતે લગાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવારના ૪૫ લોકોને નોકરી આપવામાં દિલીપ ડાહ્યા પટેલની મુખ્ય ભૂમિકા હોવાની વાત જણાવી છે. દિલીપ ડાહ્યા પટેલનો જમાઈ પણ લીંબડીમાં નોકરી કરે છે અને તે જુનિયર આસિસ્ટન્ટ અને એન્જીનીયરીંગ તરીકે કાર્યરત છે. યુવરાજે જણાવ્યું હતું કે, પરિવારના ૪૫ લોકોને નોકરી માટે પરીક્ષાઓ ઓનલાઇન થઈ હતી. જેમાં મોટી ગરબડ થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજસિંહે જણાવ્યું કે તે તમામ કમ્પ્યુટર જપ્ત કરવામાં આવે.એ સિસ્ટમમાં સેટિંગ હોય ત્યાં પરીક્ષા આપવા જાય છે. એક વિદ્યાર્થી ૫ ફોર્મ ભરે છે અને પરીક્ષા આપવા સુરત જાય છે. યુવરાજે બાયડના અરવિંદ પટેલનું અગાઉ નામ આપ્યું હતું, એમનો પુત્ર જતીન અરવિંદ પટેલ આણંદ ખ્તીહ્વ માં બીજાે પુત્ર શ્રેય હાલ કાલુપુર અને પત્ની દાહોદમાં નોકરી કરે છે. એમનો ભાઈ પણ વહીવટદાર તરીકે કાર્યરત હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં, એમની ભત્રીજી હેપ્પી પટેલ, ચોઈલામાં નોકરી કરતી હોવાનું જણાવ્યું છે. અરવિંદ ભાઈએ તેમના સગાને ઉર્જામાં નોકરી અપાવી છે. મારી પાસે તમામના નામ, પુરાવા અને નોકરી કર્તાઓ સાથે પણ મેં વાત કરી છે, જેની ઓડિયો મારી પાસે ઉપલબ્ધ છે. આ સમગ્ર કૌભાંડ મામલે મારી માન્ય હર્ષ સંઘવી અને સીએમ ભૂપેન્દ્ર પટેલને વિન્નતી કરીએ છીએ કે સત્ય લાવવા એક સીટની રચના કરવામાં આવે. અને તેમાં દિલીપ અને અરવિંદભાઈની સંપત્તિની પૂછપરછ કરાવે. ૮ કરોડ કેવી રીતે આવ્યા એ કેવી રીતે બન્યું? જેવા અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે.તેમણે ઉમેર્યું હતું કે હેડ કલાર્કમાં પીનાકીન બારોટની નામ આવ્યું હતું એ ઉર્જા વિભાગના સ્કેમમાં પણ હતા. ભરતીમાં કચ્છની યુવતિના સંપર્કમાં આવ્યા અને ૧૬ લાખ કેશ આપ્યા હતા એ ભરતીમાં સેટિંગ ના થયું અને જેટકોમાં થઈ જશે એવું આશ્વાસન આપ્યું તે ઓડિયો મારી પાસે છે અને હું પુરાવા તરીકે આગામી સમયમાં આપીશ. મારી પાસે રૂપિયાની લેતી દેતીના અનેક પુરાવા છે. નોકરીઓમાં પરિવાર અને ઓળખાણવાદ જે ચાલે છે એમાં સરકારને વિનંતી છે કે તમામને પકડવામાં આવે. ગઈ વખતે સમાજને લઈને મેં કહ્યું હતું પણ સમાજની લાગણી દુભાય તો માફી માંગુ છું, ધ્યેયમાત્ર વિદ્યાર્થીઓનું હિત છે, ભ્રષ્ટ લોકો સિસ્ટમમાં ના આવે એ હેતુ છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારી નોકરીઓમાં થતા સેટિંગ મામલે આપણે સાથે મળીને આ લડાઈ લડીએ, કેમકે કેટલાકને જ આ લાભ મળે છે. ઘણા રૂપિયા ઉપર સુધી જાય છે. ભરતીકાંડ મામલે મોટા ખુલાસા કરી રહેલાં યુવરાજસિંહ ઉર્જાવિભાગ ભરતીકાંડમાં આક્ષેપનો મામલે એક બાદ એક આપ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મોટા ખુલાસા કરી રહ્યા છે ત્યારે તેમણે થોડા દિવસ અગાઉ ટ્‌વીટ કરી લખ્યું હતું કે પીચર અભી બાકી હૈ મેરે દોસ્ત....... વ્યાપમ નહીં મહાવ્યાપક. આ જાેતાં તો લાગી રહ્યું છે કે યુવરાજસિંહ કઈક મોટો ઘટસ્ફોટ કરવા જઈ રહ્યા છે.યુવરાજસિંહે આરોપ લગાવતા જણાવ્યું હતું કે રાજ્યના ઉર્જા વિભાગમાં ગેરરીતિથી પાસ થયેલા ફરજ બજાવે છે. જેમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમના અધિકારીઓની સંડોવણી છે. કુલ ૧૧ વિદ્યાર્થીઓ કૌભાંડમાં સંડોવાયેલા છે. ધવલ પટેલ, કૃશાંગ પટેલ, રજનીશ પટેલ, આંચલ પટેલ પર આરોપ છે. રાહુલ પટેલ, પ્રદીપ પટેલ, ધ્રુવ પટેલ પર આક્ષેપ છે. જ્યારે બાબુ પટેલ, જીગીશા પટેલ પર ગેરરીતિથી પાસ થવાનો આરોપ છે. અને શરૂઆતમાં ટોકન અને ત્યારબાદ બાકીની રકમ અપાય છે. ભરતીકાંડ મામલે મોટા ખુલાસા કરી રહેલાં યુવરાજસિંહ ઉર્જાવિભાગ ભરતીકાંડમાં આક્ષેપનો મામલે એક બાદ એક આપ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મોટા ખુલાસા કરી રહ્યા છે ત્યારે તેમણે થોડા દિવસ અગાઉ ટ્‌વીટ કરી લખ્યું હતું કે પીચર અભી બાકી હૈ મેરે દોસ્ત....... વ્યાપમ નહીં મહાવ્યાપક. આ જાેતાં તો લાગી રહ્યું છે કે યુવરાજસિંહ કઈક મોટો ઘટસ્ફોટ કરવા જઈ રહ્યા છે.યુવરાજસિંહે આરોપ લગાવતા જણાવ્યું હતું કે રાજ્યના ઉર્જા વિભાગમાં ગેરરીતિથી પાસ થયેલા ફરજ બજાવે છે. જેમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમના અધિકારીઓની સંડોવણી છે. કુલ ૧૧ વિદ્યાર્થીઓ કૌભાંડમાં સંડોવાયેલા છે. ધવલ પટેલ, કૃશાંગ પટેલ, રજનીશ પટેલ, આંચલ પટેલ પર આરોપ છે. રાહુલ પટેલ, પ્રદીપ પટેલ, ધ્રુવ પટેલ પર આક્ષેપ છે. જ્યારે બાબુ પટેલ, જીગીશા પટેલ પર ગેરરીતિથી પાસ થવાનો આરોપ છે. અને શરૂઆતમાં ટોકન અને ત્યારબાદ બાકીની રકમ અપાય છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગાંધીનગરને ત્રણ વર્ષના લાંબા સમયના અંતે પણ ઇલેક્ટ્રીક બસો ફાળવાઈ નથી

  ગાંધીનગર, ગાંધીનગર ડેપોને મોડેલ ડેપો બનાવાની યોજના લાંબા સમયના અંતે પણ સાકાર થઇ નથી. જયારે ડેપોમાં મુસાફરોની સલામતી અને સુવિધાના નામે પણ મીંડુ ચિતરાયેલુ છે. આવા સંજાેગોમાં ડેપોને ઇલેક્ટ્રીક બસો ફાળવવામાં પણ વિલંબ થઇ રહ્યો છે. ત્રણ વર્ષ અગાઉ ઇલેક્ટ્રીક બસ વાઇબ્રન્ટના એક્સપોમાં મુકાઇ હતી. ત્યારે ગાંધીનગર ડેપોને પણ આ બસો ફાળવવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ હજુ સુધી આ અંગે નક્કર કોઈ આયોજન કરવામાં આવ્યું નથી.રાજ્યના પાટનગર ગાંધીનગરના એસ ટી બસ ડેપોને ‘મોડેલ ડેપો’ બનાવવા માટેની ભૂતકાળમાં જાહેરાત કરાઈ હતી. પરંતુ તંત્ર દ્વારા આ ‘મોડેલ ડેપો’ની યોજના અભેરાઇએ ચઢાવી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના ગીતા મંદિર અને રાણીપની જેમ ગાંધીનગર ડેપોને પણ વિકસાવવા માટે આયોજન કરાયું હતું. પરંતુ હજુ સુધી આ મામલે કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી. ગાંધીનગર એસ ટી બસ ડેપોને સોહામણુ અને સુવિધાયુક્ત બનાવવાની વાત તો દૂર રહી, પરંતુ ડેપોમાં અવરજવર કરતા મુસાફરોની સલામતીને અનુલક્ષીને પણ કોઇ પગલાં લેવાયા નથી. ડેપોમાં પોલીસ ચોકી કાર્યરત કરવા તેમજ મુસાફરલક્ષી સુવિધાઓ ઉભી કરવા માટે પણ વર્ષોથી દુર્લક્ષતા સેવવામાં આવી રહી છે. જયારે ગાંધીનગર ડેપો કક્ષાએથી શહેરી બસ સેવા ઉપરાંત અન્ય રૂટોને જાેડતી બસ સેવા પણ કથળી હોવાનો આક્રોશ મુસાફરો ઠાલવી રહ્યા છે.ત્યારે ગાંધીનગરમાં ઇલેક્ટ્રિક બસો દોડાવાની યોજના પણ હજુ સાકાર થઇ નથી. ત્રણ વર્ષ અગાઉ ગત વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ઇલેક્ટ્રીક બસને એક્સપોમાં પણ મૂકવામાં આવી હતી. ત્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે, પાટનગર ગાંધીનગરના એસટી ડેપાને પણ ઇલેક્ટ્રીક બસોની ફાળવણી કરવામાં આવશે. જાે કે આ જાહેરાતને ત્રણ વર્ષ જેટલો લાંબો સમય થઇ ગયો હોવા છતાં ગાંધીનગર એસટી બસ ડેપોમાં હજુ બસ સેવા અપગ્રેડ થઇ નથી. તંત્ર દ્વારા જાન્યુઆરી ૨૦૨૨ માં ગાંધીનગર એસટી બસ ડેપોને નવી બસો ફાળવવાનુ આયોજન કરાયુ હતું. પરંતુ હજુ સુધી ગાંધીનગર ડેપોને નવી એક પણ બસ ફાળવવામાં આવી નથી. ગાંધીનગર ડેપોમાં તબક્કાવાર નવી બસો ફાળવવા માટે આયોજન કરાયુ હોવાનુ પણ સુત્રોએ જણાવ્યું હતું.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગાંધીનગર ભાજપ દ્વારા કોંગ્રેસને સદબુદ્ધી માટે મૌન ધરણાં યોજાયા

  ગાંધીનગર, ગાંધીનગર શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગર શહેર ભાજપ દ્વારા ‘કોંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણા કાર્યક્રમ‘ વિધાનસભા સામે સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા પાસે યોજાયો હતો. આજના ‘કોંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણા કાર્યક્રમ‘માં ઉપસ્થિત સર્વેએ પંજાબમાં કોંગ્રેસ સરકારે ગંદી નિમ્ન રાજનીતિ કરીને વડાપ્રધાનના જીવને જાેખમમાં નાખવાના કરેલા દુષ્પ્રયાસ અને હલકી રાજનીતિને વખોડી કાઢી ‘મૌન ધરણા’ કર્યા હતા તેમજ પીએમ મોદી દીર્ઘાયુ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, મહામંત્રી કનુ દેસાઈ, બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ નાઝાભાઈ ઘાંઘર, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
  વધુ વાંચો
 • ગુજરાત

  પંજાબમાં પીએમના કાફલાને રોકવાના વિરોધમાં ભાજપ દ્વારા રાજ્યપાલ દેવવ્રતને આવેદન અપાયું

  ગાંધીનગર, પંજાબ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને ગઈકાલે ઇરાદાપૂર્વક અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. તેના વિરોધમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્યપાલને મળીને આવેદન પત્ર આપીને પંજાબ સરકારનું રાજીનામું માંગવામાં આવ્યું હતું. આ આવેદન પત્ર દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, વડાપ્રધાનના કાફલાને પંજાબના ફિરોજપુર ખાતે કોંગ્રેસના ઈશારે ઈરાદાપૂર્વક રોકવાનો પ્રયાસ કરાયો હતો. આવું કૃત્ય કરીને વડાપ્રધાનની સલામતી સાથે ચેડા કરવાનું કાવતરું પંજાબની સરકાર દ્વારા કરાયું હતું. વડાપ્રધાનની સુરક્ષામાં બેદરકારી બદલ પંજાબના મુખ્યમંત્રી રાજીનામું આપે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. આ વેળાએ પ્રદેશના કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ, રાજયના મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદો નરહરી અમીન, હસમુખ પટેલ, પ્રદેશ મંત્રી મહેશ કસવાલા, સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  ઊંઝા ઉમિયાધામના નવા પ્રમુખ તરીકે ધારાસભ્ય બાબુ જમના પટેલની વરણી

  ગાંધીનગર, મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આજે ઉમિયાધામ માતાજી ટ્રસ્ટના નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં ઉમિયાધામના નવા પ્રમુખ તરીકે અમદાવાદ જિલ્લાના દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. કડવા પાટીદારોના આસ્થાના ધામ એવા મહેસાણાના ઊંઝા સ્થિત ઉમિયાધામ ખાતે આજે બપોર બાદ ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં નવા પ્રમુખની વરણી અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં પ્રમુખની મુદત પૂર્ણ થતા આજે નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં નવા પ્રમુખ તરીકે દસક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલની પ્રમુખ પદ માટે વરણી કરવામાં આવી હતી. ઉમિયા માતાજી કારોબારી ટ્રસ્ટની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. ઊંઝા ઉમિયાધામએ ગુજરાતના જ નહિ પરંતુ સમગ્ર વિશ્વના કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ‘આપ’ના નેતા ઇસુદાનનો દારૂ પીધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ભાજપ પર આરોપ

  ગાંધીનગર ગુજરાત ગૌણ સેવા પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું. જે અંગે ‘આપ’ દ્વારા ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે હલ્લાબોલ કર્યો હતો. ત્યારે ‘આપ’ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂત દ્વારા ‘આપ’ના નેતાઓ અને કાર્યકરો સામે દારૂ પીને છેડતી કર્યા સહિતના ગુના અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના અંતર્ગત આજે આમ આદમી પાર્ટી ‘આપ’ના નેતા ઈસુદાન ગઢવીનો દારૂ પીધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મામલે ઈસુદાને કહ્યું હતું કે, ઈશ્વરના સોગંદ ખાઉ છું, મે જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો’. આ ભાજપનું નિમ્ન કક્ષાનું રાજકારણ છે. જયારે ‘આપ’ના પ્રદેશ અગ્રણી મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો તેના ૧૨ દિવસ પછી બીજાે રિપોર્ટ પોઝિટિવ કેવી રીતે આવ્યો? તેવો પણ સવાલ કર્યો હતો. ગુજરાતમાં ગત. તા. ૧૨મી ડિસેમ્બરના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ત્રણ દિવસ પહેલાં જ લીક થઈને કેટલાક લોકો સુધી સર્ક્‌યુલેટ થયું હતું. જેનો સરકારે પણ સ્વીકાર કરી લીધો છે. ત્યારે આ પેપરલીક કાંડ મામલે ‘આપ’ના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. આ ઘર્ષણ બાદ ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂત દ્વારા ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ અને કાર્યકરો પર છેડતીનો આરોપ મુકતા ઈસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઈસુદાન ગઢવીનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. જ્યારે આજે તેમનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે હવે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ઈસુદાન ગઢવી સામે એફઆરઆઈ દાખલ કરવામાં આવશે. જયારે બીજી બાજુ આ મામલે ઈસુદાન ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે, ભાજપ નિન્મકક્ષાની રાજનીતી કરે છે. મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી. ઈશ્વરના સોગંધ ખાઉ છું કે, મેં ક્યારે દારૂ પીધો નથી અને પીવાનો પણ નથી. જનતાની લડાઈ માટે મને ગોળી મારશો તો પણ જનતા માટે મરી જવા માટે હું તૈયાર છું. જ્યારે ‘આપ’ના પ્રદેશ નેતા મહેશ સવાણીએ ઈસુદાન ગઢવીના લિકર રિપોર્ટ ઉપર તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. મહેશ સવાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઈસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
  વધુ વાંચો
 • ગુજરાત

  વાયબ્રન્ટ યોજવાના ધખારા વચ્ચે રાજ્યમાં ૬૫૪ કેસ

  અમદાવાદ, કોરોનાનો કહેર અમદાવાદ સહીત ગુજરાતમાં વકરી રહ્યો છે. રોજેરોજ જે રીતે કેસ વધતાં રહ્યાં છે તેને કારણે હવે લોકોને ઘરની બહાર નિકળવાનું પણ કપરૂ બની ગયું છે. ત્યારે આજે પણ રાજ્યમાં વધુ એક લહેરના મંડાણ થયા હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરોત્તર કેસમાં વધારો થઈ રહ્યો છે. સાડા છ મહિના બાદ પહેલીવાર ૬૦૦થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૫૪ નવા કેસ નોંધાયા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ ૩૧૭ નવા કેસ નોંધાયા છે.જાેકે અમદાવાદ સહિત રાજ્યભરમાં એક પણ મૃત્યુ થયું નથી તે રાહતના સમાચાર છે. ૩૧મી ડિસેમ્બરે વર્ષના છેલ્લાં દિવસે એક પણ દર્દીનું મોત થયું નથી. ચાર દિવસમાં બાદ રાજ્યમાં શૂન્ય મોત રહ્યું છે. છેલ્લે ૨૬ ડિસેમ્બરે એક પણ મોત નોંધાયું ન હતું. ૧૨ જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ૯૮ ટકા કરતાં વધુ થયો છે. ઓમિક્રોનનો સકંજાે પણ સજજડ બની રહ્યો છે.ઓમિક્રોનના એક જ દિવસમાં નવા ૧૬ કેસ નોંધાતા હવે ફરી પાછો ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે. ગઇકાલે એક પણ કેસ નોંધાયા ન હતા. આજે જે જવા કેસ સામે આવ્યાં તેમાં અમદાવાદમાં છ અને વડોદરા તથા આણંદમાં ૩-૩ કેસ સામે આવ્યાં છે. જ્યારે જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા અનેભરૂચમાં એક એક કેસ નોંધાયો છે. પાંચ કોર્પોરેશન વિસ્તાર તેમજ દસ જીલ્લા વિસ્તારોમાં થઇન અત્યાર સુધીમાં ઓમિક્રોનના ૧૧૩ કેસ નોંધાયા હતા જેમાંથી ૫૪ દર્દીઓ સાજા થઇ ગયાં છે. સત્તાવાર આંકડા મુજબ હજુ સુધી રાજ્યમાં ઓમિક્રોનને કારણે એકપણ મોત થયું નથી. અડધા કરતાં વધુ કોરોનાના કેસ એકલા અમદાવાદ શહેરમાં આવી રહ્યા છે.આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો ફ્લાવર શો યોજવાની હઠ પકડીને બેઠાં છે. મનપા ભીડ ભેગી થાય અને કોરોના ફેલાય તેવુ જાણે નક્કી કરી લીધુ હોય તેમ મનપા આઠમી જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ફલાવર પાર્કમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. એક કલાકના સ્લોટમાં ચારસો વ્યક્તિને પ્રવેશ આપવાની વાત કરી રહ્યું છે. ફ્લાવર શોનું ટીકિટ બુકીંગ ઓનલાઇન રાખવામાં આવ્યું છે.અમદાવાદમાં આરોગ્યની તાકિદની બેઠક લોચન સહેરા અમદાવાદની વર્તમાન સંક્રમણની સ્થિતિ અંગે વર્તમાન અને નવનિયુક્ત કમિશ્નર લોચન સહેરાએ જણાવ્યું હતુંકે ટેસ્ટીંગ ડોમની સંખ્યા શહેરમાં વધારી દેવામાં આવી છે. અને આરોગ્ય તંત્રની તાકિદની મિટીંગ બોલાવીને તમામને શહેરની સ્થિતિ ઉપર ધ્યાન રાખવા તેમજ તાત્કાલિક રિપોર્ટ કરવા માટ સૂચના આપી દેવામાં આવી છે. વેક્સિનેશન ડોમ કે વાહન પાર્કિંગ ડોમ? શહેરમાં કોરોના વિસ્ફોટને પગલે મીની કોર્પોરેશન અને રાજ્ય સરકારે સાવચેતીના પગલાં ભરી રહી છે વેક્સિનેશન માટે શહેરમાં શરૂ કરવામાં આવ્યા છે પરંતુ દ્બેહૈ શાસકોની અણઘડ નીતિ અને બેદરકારી તો ત્યારે સામે આવી કે અમ્યુકોના પરિસરમાં મુખ્ય બિલ્ડિંગના પ્રવેશ દ્વાર પાસે વેક્સિનેશન તથા કોરોના ટેસ્ટિંગ માટે ડૉ તૈયાર કરાયો છે જે ડોનમાં ડોક્ટરોને બદલે કર્મચારીઓ પાર્કિંગ કરી કોરાની હાંસી ઉડાવતા હોય તેવું દ્રશ્ય સર્જાયું છે અહીંથી મ્યુનિ.કમિશનર સહિત ઉચ્ચ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પસાર થાય છે છતાં સૌ આંખ આડા કાન કરી રહ્યા છે એક બાજુ કહેવાય છે કે રોડ રસ્તા માટે પૈસા નથી ત્યારે આડો બનાવીને પાર્કિંગ જ કરવાનું હોય તો પાછળ પૈસાનો વેડફાટ શા માટે ! ! ! ગોરધન ઝડફિયા સંક્રમિત કોરોના સંક્રમિત થતા જ ભાજપના નેતા ગોરધન ઝડફિયા હોમ આઇસોલેટ થયા છે. તેમણે પોતાના સંપર્કમાં આવેલ તમામને ટેસ્ટ કરવા સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સુરતના ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ કોરોના સંક્રમિત થયા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખપદે વિશ્વનાથસિંહ વાઘેલાની નિમણૂંક

  અમદાવાદ ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. તાજેતરમાં જ ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ પદે વિશ્વનાથસિંહ વાઘેલાની નિમણૂંક કરાઇ છે. યુથ કોંગ્રેસની ચૂંટણીમાં તેઓને બહુમતી મળી છે. રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા તેઓની નિમણૂંક કરાઇ છે. એટલે કે, હવે ગુલાબસિંહ રાજપૂતના સ્થાને વિશ્વનાથસિંહ વાઘેલાની નિમણૂંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અઘ્યક્ષ તરીકે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની નિયુક્તિ કરવામાં આવી હતી. લાંબી મથામણના અંતે કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સુકાન ઓબીસી નેતા જગદીશ ઠાકોરને સોપવા ર્નિણય કર્યો હતો. આ ઉપરાંત સિનિયર આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની વિધાનસભા વિપક્ષના નેતાપદે પસંદગી કરાઇ હતી. દિપક બાબરિયાના નામની ચર્ચા બાદ વિરોધનો વંટોળ ઉઠતા હાઇકમાન્ડે ર્નિણય ફેરવવો પડયો હતો.
  વધુ વાંચો
 • ગુજરાત

  કમલમ ખાતે હલ્લાબોલ કેસમાં ‘આપ’ના નેતાઓને ગાંધીનગર કોર્ટે જામીન આપ્યા

  ગાંધીનગર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કના પેપર લીક મામલે આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓ અને કાર્યકરોએ આજથી દસ દિવસ અગાઉ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે હોબાળો મચાવ્યો હતો. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ‘આપ’ દ્વારા કરાયેલા હોબાળાના કારણે ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂત દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. આ ફરિયાદના આધારે પોલીસે ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ઈસુદાન ગઢવી, નિખીલ સવાણી, પ્રવીણ રામ સહિત ૫૫ જેટલા નેતાઓને જેલમાં મોકલી દેવાયા હતા. આ મામલે આજે આજે ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા ‘આપ’ના ૫૫ નેતાઓ અને કાર્યકરોને શરતી જામીન આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત તા. ૨૦ ડિસેમ્બરના રોજ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ‘આપ’ અને એની યુથ વિંગના નેતાઓ અને કાર્યકરોએ એકઠા થઈને કાર્યાલયનો ઘેરાવ કરીને હલ્લાબોલ કર્યો હતો. ‘આપ’ના આંદોલનની ગંધ આવી જતાં સરકાર દ્વારા ગાંધીનગરના સચિવાલયના દરવાજા બંધ કરાવી દીધા હતા. જેથી ‘આપ’ના આગેવાનોએ સરકારના આ દાવ ઊંધો પાડ્યો હતો અને સીધા જ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચી ગયા હતા. અને ‘આપ’ના આગેવાનોએ ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે હંગામો મચાવી દેતા ભાજપના નેતાઓના હોશકોશ ઉડી ગયા હતા. જેના કારણે ભાજપના મહિલા નેતા દ્વારા છેડતી કર્યા સહિતના મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસ દ્વારા ‘આપ’ના નેતાઓની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા. આ મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા ‘આપ’ના નેતાઓને આજે જામીન આપવામાં આવ્યા હતા. જેથી કાયદાકિય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ તમામ નેતાઓ શુક્રવારે જેલમાંથી બહાર આવી શકશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  શહેરમાં ફરીવાર સંક્રમિત કેસનો આંકડો ૨૫૦ને પાર

  અમદાવાદ, ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૭૩ નવા કેસ નોંધાયા છે. ઉત્તરોત્તર કેસમાં વધારો થઈ રહ્યો હોવાથી ત્રીજી લહેર આવી ચૂકી હોવાની અટકળો ચાલી રહી છે. સાડા છ મહિના બાદ સતત બીજા દિવસે ૫૦૦થી વધારે કેસ નોંધાયા છે. જાેકે તેની સામે ૧૦૨ દર્દીઓ સાજા થઇને ઘર રવાના થયાં છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ ૨૬૯ નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો ૨ હજારને પાર થઇ ચૂક્યો છે. આ કેસની સંખ્યા કુલ ૨૩૭૧ થઇ છે. રાજકોટ અને અરવલ્લીમાં એક-એક દર્દીઓના મોત થયાના સત્તાવાર અહેવાલ સાંપડી રહ્યાં છે. જાેકે રાહતની વાત એ છે કે ઓમિક્રોનના આજે એક પણકેસ નોંધાયા નથી જેને કારણે તંત્રને હાશકારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કુલ ૧૯ ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં ૪ પુરુષ અને ૪ સ્ત્રી મળીને સૌથી વધુ ૮ ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. સુરત શહેરમાં, ૬ વડોદરા શહેરમાં ૩ અને આણંદમાં ૨ ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૯૭ ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં ૧૪, વડોદરા શહેરમાં ૧૧, સુરત શહેરમાં ૨, આણંદમાં ૩, ખેડામાં ૩, ગાંધીનગર શહેરમાં ૧, રાજકોટમાં ૧, મહેસાણા ૩, જામનગર શહેરમાં ૩ મળીને કુલ ૪૧ ઓમિક્રોનના દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.૭મી જાન્યુ. સુધી રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્‌યૂ યથાવત ગાંધીનગર રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે, ત્યારે આગામી તા. ૭ મી જાન્યુઆરી સુધી રાજ્યમાં રાત્રિ કર્ફ્‌યૂની મુદત લંબાવવામાં આવી હોવાની જાહેરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આજે ગાંધીનગરમાં કરવામાં આવી હતી. હાલ દેશ અને દુનિયામાં કોરોનાના લાખો કેસો આવી રહ્યા છે, જેને પગલે મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારોએ પણ નિયંત્રણો લાદી દીધાં છે. જાેકે ગુજરાત સરકાર હજુ આ મામલે જાગી નથી, પરંતુ ૨૯મી ડિસેમ્બરે કોરોના વિસ્ફોટ થતાં જ સરકાર દોડતી થઈ છે. આવતીકાલે એટલે કે ૩૧મી ડિસેમ્બરે કોરોનાની ગાઇડલાઇન્સ પૂરી થઈ રહી છે. જેને પગલે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના ૮ શહેરોમાં રાતના ૧૧ થી સવારના પાંચ વાગ્યાનો રાત્રિ કર્ફ્‌યૂ આગામી તા. ૭ મી જાન્યુઆરી સુધી યથાવત રાખવાની જાહેરાત કરી હતી.વાઈબ્રન્ટ સમિટ યોજાશે જ આરોગ્યમંત્રી ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજવામાં આવશે. આ અંગેની સ્પષ્ટતા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની આર્થિક ગતિવિધિ અને રોજગારી માટે વાઈબ્રન્ટ ગુજરાતનું આયોજન જરૂરી છે. ગાંધીનગર ખાતે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગેની માહિતી આપવા માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનની સ્થિતિ અંગેની વિગતો આપી હતી. ત્રીજી લહેર અડ કે ચલી જાયેગીઃ ઋષિકેશ પટેલ ગાંધીનગર ખાતે આજે સાંજે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કોરોના અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી તૈયારીઓની વિગતો આપી હતી. જે અંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પૂરી તૈયારી કરાઈ છે. ત્રીજી લહેર આયેગી તો હવા કે ઝોકે કી તરહ અડ કે ચલી જાયેગી. વાઇબ્રન્ટ સમિટમાં કરોડોના એમઓ યુ થશે અટલબિહારી બાજપાઈના જન્મદિનથી રાજ્યમાં સુશાસન સપ્તાહનો પ્રારંભ થયો હતો. જે અંતર્ગત આજે આજે રાજ્યના ૩૩ સ્થળોએ રોજગાર વિભાગ હસ્તકની કચેરીઓની વિવિધ પ્રવૃતિઓ થકી સુશાસન અઠવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો. રાજ્યવ્યાપી કાર્યક્રમમાં ૫૦ હજાર યુવાનોને નિમણૂક પત્રો તેમજ ૩૦ હજાર યુવાનોને એપ્રેન્ટીસશીપ કરાર પત્રો આપવામાં આવ્યા હતા.કોરોના વિસ્ફોટના પગલે ફ્લાવર શો યોજવા અમ્યુકો. અવઢવમાં અમદાવાદ કોરોના વિસ્ફોટ અને ઓમિક્રોનની આંધી ને જાેતા શહેર ની વર્તમાન પરિસ્થિતિ દિવસે દિવસે વિકટ બનતી જાય છે ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફ્લાવર શો માટે કોર્પોરેશન અવઢવ ની સ્થિતિમાં મુકાયું છે રાજ્ય સરકારની ગાઇડ લાઇન અને આદેશ મુજબની શાસકો ર્નિણય લેશે શહેરમાં હાલ વેક્સિનેશન ના ૩૫ સેન્ટ્રો કાર્યરત છે જાેકે હવે સેન્ટરોમાં વધારો કરવામાં આવનાર છે નવનિયુક્ત મ્યુનિ.કમિશનર લોચન સહેરા એ પણ મ્યુનિ તંત્રને એલર્ટ રહેવા અને વેક્સિનેશન વધારવાના આદેશ આપી દીધા છે. મ્યુનિ.કમિશનર ના આદેશના પગલે શહેરમાં વેક્સિનેશન ના ડોમ ની સંખ્યા વધારી દેવામાં આવશે કોરોના શહેરની સ્થિતિ જાેતાં આગામી દિવસોમાં યોજાનાર ફ્લાવર શો અંગે અવઢવની સ્થિતિ સર્જાઈ છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  મુખ્યમંત્રીની સિવિલમાં સરપ્રાઇઝ વિઝિટમાં આરોગ્યમંત્રીની ગેરહાજરી ઉડીને આંખે વળગી

  ગાંધીનગર, ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલો સજ્જ હોવાનો આરોગ્ય વિભાગનાં અધિકારીઓ અને ખુદ આરોગ્ય મંત્રી પણ દાવો કરી ચુક્યાં છે. તેવામાં મુખ્યમંત્રીએ પોતે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી પોતે જ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. તેમણે ગાંધીનગર સિવિલના કોવિડ અને ઓમિક્રોન વોર્ડની મુલાકાત લીધી હતી. ત્યાં રહેલી સુવિધા અને સારવારની પદ્ધતિ અંગેની સમીક્ષા કરી હતી. જરૂરી દિશા નિર્દેશો પણ આપ્યા હતા. જાે કે આ મુલાકાતમાં ઉડીને આંખે વળગે તેવી બાબત હતી કે, મુખ્યમંત્રીની સાથે આરોગ્ય મંત્રીના બદલે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપ વાઘેલા હતા. હોસ્પિટલની વ્યવસ્થા અંગે અધિકારીઓ તથા ડોક્ટરો સાથે પણ ચર્ચાઓ કરી હતી. બીજી તરફ તેમની અચાનક મુલાકાતથી હોસ્પિટલ તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી. મુખ્યમંત્રીએ કોવિડ અને ઓમિક્રોન વોર્ડ ઉપરાંત ૈંઝ્રેં વોર્ડની મુલાકાત લીધી હતી. સિવિલના સફાઇ કર્મચારીથી લઇને ઇસ્ર્ં સાથે ચર્ચા કરી હતી. હોસ્પિટલની વ્યવસ્થા અંગેની માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કાર્યરત કર્મચારીઓ સાથે પણ સંવાદ કરીને સાફસફાઇ, ઉપરાંત દવાઓ, દર્દીઓને અપાતી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. આ સમયે આરોગ્યમંત્રી ગેરહાજર હતા આ બાબત ઉડીને આંખે વળગતી હતી. અત્રે નોંધનીય છે કે, કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યા છે. બહારના મુસાફરો કોરોના સંક્રમણ વધારી રહ્યા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ઉપવાસી ‘આપ’ નેતા મહેશ સવાણીની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયા

  અમદાવાદ, હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ ઉપરથી હટાવી એમની સામે કાયદેસરના પગલાં ભરવા, યુવાનોને વળતર ચૂકવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, પ્રભારી ગુલાબસિંગ યાદવ અને મહેશ સવાણી છેલ્લા ૬ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ત્યારે આજે સાંજે મહેશ સવાણીની તબિયત લથડતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. અમદાવાદમાં આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે મહેશ સવાણીના રૂટિન હેલ્થ ચેકઅપ થયું હતું. જે દરમિયાન સુગર લેવલ ઘટતું જણાતા ડોક્ટરની સલાહથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મહેશ સવાણી પ્રભારી ગુલાબસિંહ યાદવ સાથે છેલ્લા ૬ દિવસથી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પેપર લીક મામલે વિરોધમાં આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આજે આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલય ખાતે દ્ગઝ્રઁના પ્રદેશ નેતા રેશ્મા પટેલ અને છસ્ઝ્રના મ્યુનિ. કોર્પોરેટર નિકુલ તોમરે આમરણાંત ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી. ગુલાબસિંગ યાદવ અને મહેશ સવાણી પહેલા ગત મંગળવારે કલેક્ટર ઓફિસ ખાતે આમરણાંત ઉપવાસ પર બેસવાના હતા. પરંતુ પોલીસે તેમની અટકાયત કરી મોડી રાતે તેઓને મુક્ત કર્યા હતા. જે બાદ તેઓ પ્રદેશ કાર્યાલય ખાતે જ આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. રવિવારે ૧૨ ડિસેમ્બરે લેવાયેલી હેડક્લાર્કની ૧૮૬ જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું સરકારે ૬ દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું હતું.ધરણાંની મંજૂરી માંગતી આપની અરજીની વધુ સુનાવણી જાન્યુઆરીમાં અમદાવાદ, પેપરલીક મામલે આમ આદમી પાર્ટીએ ભાજપના હેડક્વાર્ટર પર જઇને હોબાળો મચાવ્યો હતો. કમલમ પર થયેલી બબાલ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ સાબરમતી જેલમાં બંધ છે. આ કેસમાં ૨૮ જેટલી મહિલા કાર્યકરોને શરતી જામીન મળતાં તેમને જેલમાંથી મુક્તિ મળી હતી. બે દિવસ પહેલાં જ આપના નેતાઓએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, જેલમાં રહેલા નેતાઓને છોડાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તે ઉપરાંત પેપરલીક મુદ્દે વિરોધ પ્રદર્શન માટે અમદાવાદમાં પોલીસ પરવાનગી નહીં મળતાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે પણ આ બાબતની હાલ કોઈ ઇમરજન્સી નહીં હોવાથી આ બાબતે સુનાવણી જાન્યુઆરી માસમાં હાથ ધરવામાં આવશે એવો નિર્દેષ કર્યો હતો.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા આમરણાંત ઉપવાસ છાવણીની મુલાકાત

  ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ અમદાવાદમાં ‘આપ’ નાં પ્રદેશ કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  જીપીએસસી ના પ્રશ્નપત્રમાં સમય છાપવામાં છબરડો

  અમદાવાદ,જીપીએસસી ક્લાસ ૧ અને ૨ની પ્રિલિમિનરની રવિવારના રોજ પરીક્ષા યોજાઇ હતીે. રાજ્યભરમાં ૭૮૫ કેન્દ્રો પર ૨ લાખ જેટલાં ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. ૧૮૩ જગ્યાઓ માટે ૨ લાખ ઉમેદવારો પરીક્ષા આપી છે સવારનાં ૧૦થી ૧ વાગ્યા સુધી અને બીજું પેપર બપોરનાં ૩થી ૬ વાગ્યા સુધી ચાલ્યું હતું. જાે કે આ પેપરમાં ગૌણ સેવાનું પેપર લીક થયા બાદ જીપીએસસીની આ પરીક્ષામાં વ્યવસ્થા પણ કડક ગોઠવવામાં આવી છે.ટાઇપોગ્રાફિક એરરના કારણે સમય ૧૮૦ મિનિટના બદલે ૧૨૦ મિનિટ છપાયો પરંતુ આ પરીક્ષાના પ્રશ્નપત્ર પર ટાઇપોગ્રાફિક એરરના કારણે સમય ૧૮૦ મિનિટના બદલે ૧૨૦ મિનિટ છપાયો છે કે જે બાબતની સૂચના તમામ કેન્દ્રોને આપી દેવામાં આવી છે. જાે કે, આ એક ગંભીર ભૂલ કહેવાય કારણ કે તેની સીધી અસર વિદ્યાર્થીઓની એક્ઝામ પર પડતી હોય છે. અહીં પ્રશ્ન એ પણ થાય છે કે, આખરે પ્રશ્નપત્ર પર આવડી મોટી ભૂલ આખરે થાય કેવી રીતે? શું પેપરનાં પ્રિન્ટિંગ બાદ તેની ફાઇનલ પ્રિન્ટિંગની બરાબર ચકાસણી નથી થતી? આખરે કઇ રીતે આવડી મોટી બેદરકારી ચલાવી લેવાય? જાે કે અત્રે સમયમાં થયેલી ભૂલની સૂચના તમામ કેન્દ્રોને આપી દેવાઇ છે.ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીના કારણે જીપીએસસીની પરીક્ષા અગાઉ મુલતવી રાખવામાં આવી હતી. જે આજે લેવામાં આવી. મહત્વનું છે કે, આજે જીપીએસસી વર્ગ ૧ અને ૨ની પ્રિલીમનરી પરીક્ષા યોજવામાં આવી. કુલ ૧૮૩ જગ્યાઓ માટે ૧,૯૯,૬૬૯ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. કુલ ૭૮૫ કેન્દ્રો પર જીપીએસસી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.હેડ કલાર્ક પેપર લીકથી વિદ્યાર્થીઓ ચિંતામાં અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન સંગીતની મહેફિલમાં મસ્ત હેડ ક્લાર્કના પેપર લીક કૌભાંડથી ૮૮ હજાર વિદ્યાર્થીઓનું ભાવિ બગડ્યુ છે. વિદ્યાર્થીઓ મહામહેનતે પરીક્ષા આપે છે, પણ પેપર લીકથી તેમની મહેનત પર પાણી ફરી વળે છે. એક તરફ પરીક્ષા રદ થવાથી સરકારી નોકરીના ખ્વાબ જાેતા ઉમેદવારો ચિંતામાં ડૂબ્યા છે, પણ ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાને આ મામલે કોઈ અફસોસ છે તેવુ દેખાતુ નથી. કૌભાંડોની હારમાળા વચ્ચે અસિત વોરાએ યુ-ટ્યુબ પર વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. અસિત વોરાએ પોતાના યુટ્યુબ ચેનલ પર ગીતનો વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તેઓ હાર્મોનિયમ વગાડીને અસિત વોરાએ પોતે ગીત રેકોર્ડ કર્યું છે. એક તરફ વિદ્યાર્થીઓ ચિંતામાં, અસિત વોરા સંગીતની મહેફિલમાં મગ્ન છે. પરીક્ષા કેન્સલ થવાથી હજારો વિદ્યાર્થીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.બીજી તરફ અસિત વોરા સંગીતમાં મસ્ત દેખાય છે. અસિત વોરા હિન્દી ફિલ્મનું ગીત ગાઈ રહ્યા છે. ‘ઈતના ના સતાઓ, મેરે પાસ ના આઓ, અબ ચેન સે રહેને દો, મેરે પાસ ન આઓ, દામન મે લેકે બૈઠા હું, કબ તક મે જીયુંગા યુહીં...’ ગીત હાર્મોનિયમ પર વગાડતા દેખાય છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડક્લાર્કના પેપરલીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે ગત શુક્રવારે ૧૧ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ તમામની અટકાયત કરી લેવાઈ હતી. પ્રાંતિજ પોલીસ મથકે ૧૧ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. આ ૧૧ આરોપીઓમાંથી ૧૦ આરોપીઓ પકડાયા છે. એક આરોપી પોલીસ પકડથી દુર છે. આ પેપર લીક કૌભાંડમાં અત્યાર સુધીમાં પોલીસે ૨૩ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  પેપરલીક કાંડ વિપક્ષો ફ્રંટ ફૂટ અને સરકાર બેકફૂટ પર

  ગાંધીનગર, રાજ્યના બહુચર્ચિત એવા હેડક્લાર્ક વર્ગ-૩ની પરીક્ષાના પેપર લીક પ્રકરણમાં જેની સામે શંકાની સોય તકાયેલી છે એવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગણી ચોતરફથી ઉઠવા પામી છે. ત્યારે આજે અસિત વોરાએ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીની મુલાકાત બાદ વોરાએ મીડિયાને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત હતી, આ મુલાકાતમાં પેપર લીક પ્રકરણ અંગે કોઈ ચર્ચા કરાઈ નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું. જાે કે આ મુલાકાત બાદ અસિત વોરાની હકાલપટ્ટી કરાશે કે પછી તેને ચાલુ જ રખાશે? તે અંગેની ચર્ચાઓએ પણ જાેર પકડ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી હેડ ક્લાર્ક વર્ગ-૩ની પરીક્ષાનું પેપર લીક થયું હતું. આ પેપર લીક થવાનું કૌભાંડ સામે આવ્યા ગૌણ સેવા મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાને ગઈકાલે રદ કરવામાં આવી હોવાની જાહેરાત કરાઈ હતી. આ પેપર લીક પ્રકરણને લઈને સમગ્ર રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરાની સામે ભારે રોષની લાગણી પ્રસરી છે. સાથોસાથ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગણી ઉઠવા પામી છે. ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ સંજાેગોમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા આજે ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. એક તરફ વિરોધ પક્ષ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગણી કરાઈ હતી. આ દરમિયાનમાં આજે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યા હતા. વિવિધ પ્રકારની અટકળો વચ્ચે અસિત વોરાને મુખ્યમંત્રીનું તેડું આવતાની સાથે ચર્ચાએ જાેર પકડ્યું હતું કે, શું અસિત વોરાની ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષપદેથી હકાલપટ્ટી કરાશે. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સામે શંકાની સોય તકાયેલી છે. જ્યારથી પેપરલીક થયું ત્યારથી વિરોધ પક્ષો દ્વારા મંડળના અધ્યક્ષ અસિત વોરા ઉપર આક્ષેપો કરાઈ રહ્યાં છે. તેવા સંજાેગોમાં આજે સવારના ૧૦ વાગે કેબિનેટની બેઠક શરુ થઈ હતી. આ કેબિનેટની બેઠક ચાલતી હતી, તે દરમિયાન અસિત વોરા મુખ્યમંત્રીની ઓફિસ પહોંચ્યા હતા. કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અસિત વોરા વચ્ચે બંધ બારણે ખાનગી બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાતને લઈ અસિત વોરાના રાજીનામાની અટકળો તેજ થઈ ગઈ હતી. જાે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને સ્વર્ણિમ સંકુલમાંથી બહાર નિકળતા અસિત વોરાએ મીડિયાએ સવાલો કરતા જણાવ્યું હતું કે, સીએમ સાથે સાથે મારી શુભેચ્છા મુલાકાત હતી. આ શુભેચ્છા મુલાકાતમાં હેડ ક્લાર્કના પેપર લીક બાબતે કોઈ જ ચર્ચા કરવામાં આવી ન હતી. એક તરફ સમગ્ર રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવાના કૌભાંડના પગલે તંત્ર દ્વારા પરીક્ષા રદ કરાઈ છે. જેના કારણે રાજ્યભરના ૮૮ હજાર પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ અને પરિવારજનોમાં ભારે રોષની લાગણી પ્રસરેલી છે.પેપર લીક પ્રકરણમાં પારદર્શી તપાસ કરીને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરાશેઃ વાઘાણી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના બની છે. આ પેપર લીક પ્રકરણમાં સંપૂર્ણ પારદર્શી તપાસ કરાશે અને કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. આગામી સમયમાં સંપૂર્ણ પારદર્શી રીતે પરીક્ષા યોજાય અને પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા અંગેની શક્યતાઓ અંગે પણ વિચારણા કરાશે. આ અંગે મુખ્યમંત્રી દ્વારા જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું. આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કના પેપર લીક પ્રકરણ અંગે જણાવ્યું હતું કે, તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાના સંદર્ભે પેપર લીક થવાની ઘટનાની સંપૂર્ણપણે પારદર્શી તપાસ થાય તે માટે પ્રથમ દિવસથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આદેશો આપી દેવાયા છે. તેમજ રાજ્યના વિદ્યાર્થીઓને નુકસાન ન થાય તે માટે સતત પ્રયાસો સરકાર કરી રહી છે અને કરશે. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે આ ઘટના સંદર્ભે સંડોવાયેલા લોકોને દાખલો બેસે એવી સજા કરવાનો પણ રાજ્ય સરકાર દ્વારા ર્નિણય કરાયો છે. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ પેપર લીકની ઘટનામાં સંડોવાયેલા કોઇપણ વ્યક્તિઓને રાજ્ય સરકાર બક્ષવા માંગતી નથી. આ ઘટનામાં જે કોઈ પણ કસૂરવારો હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપવાસ ઉપર ઉતરે તે અગાઉ ‘આપ’ના ગુલાબસિંહ-મહેશ સવાણીની અટકાયત પેપર લીક મામલે ભાજપ કાર્યાલય સામે દેખાવો કરવા ગયેલા ‘આપ’ના કાર્યકરો અને ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ‘આપ’ના નેતાઓ સામે પોલીસ ફરિયાદ બાદ જેલમાં ધકેલી દેવાયા છે. જેના વિરોધમાં ‘આપ’ના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ અને પ્રદેશ નેતા મહેશ સવાણી આજથી ભૂખ હડતાલ કરવાના હતા. પરંતુ તેઓ ભૂખ હડતાલ ઉપર ઉતરે તે પૂર્વે ‘આપ’ના નેતા ગુલાબસિંહ યાદવ અને મહેશ સવાણીની પોલીસે અટકાયત કરી હતી. ગુજરાતમાં હેડક્લાર્ક વર્ગ-૩ની પરીક્ષાના પેપર લીક મામલે ગાંધીનગરના ભાજપ કાર્યાલય ‘કમલમ‘માં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ બાદ તેઓને જેલમાં મોકલી અપાયા છે. આ મામલે ‘આપ’ના પ્રભારી ગુલાબસિંહ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, અમે આજથી ઉપવાસ પર ઉતરીશું. તેમણે કહ્યું હતું કે અસિત વોરા સામે કેમ કાવતરા હેઠળ ફરિયાદ ન કરી. તેમણે કહ્યું હતું કે, પેપર લિકમાં અસિત વોરા સામે ગુનો દાખલ કરાય અને અસિત વોરાએ રાજીનામું આપવું જાેઈએ.ભાજપના સીઆર પાટીલનો અસિત વોરા પર હાથ છે. આજથી અમે કલેક્ટર ઓફિસ બહાર બેસીશું.આજથી હું અને મહેશભાઈ સવાણી અન્ન ત્યાગ કરીએ છીએ. કોંગ્રેસ તો મૂકદર્શક બની ગઈ છે. ગુલાબસિંહે જણાવ્યું હતું કે, યુવા નેતા યુવરાજસિંહે મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ આ ભાજપની સરકાર કંઈ જ સાંભળે તેમ ન હતું. જેથી એક પાર્ટી તરીકે અમે ધરણા કર્યાં હતાં. અસિત વોરા પર ભાજપ પ્રમુખ પાટીલનો હાથ છે. રસ્તા પર વાહનો ખડકી કોંગ્રેસની રેલીને નિષ્ફળ બનાવતી શહેર પોલીસ હેડક્લાર્કની પરીક્ષાના પેપરલીક મુદ્દે કોંગ્રેસ પણ આંદોલન કરી રહી છે. સરકારનો વિરોધ કરવા માટે કોંગ્રેસ દ્વારા રેલી યોજવાની જાહેરાત કરી હતી પરંતુ પોલીસે રેલી સફળ થવા દીધી ન હતી. ભાજપ સરકારના વિરોધમાં કોંગ્રેસ દ્વારા બાઇક રેલીની જાહેરાત કરવામાં આવી હતી. પાલડી ડો. રાજીવ ગાંધી ભવનથી કલેક્ટર કચેરી સુધીની બાઇક રેલી યોજવાની હતી. પરંતુ પાલડી રાજીવ ગાંધી ભવનથી રેલી કાઢવા જઈ રહેલા કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર   નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસની રેલી નીકળે તે પહેલાં જ ચારે તરફથી પોલીસે રાજીવ ગાંધી ભવનને ઘેરી લીધું હતું. તમામ રસ્તાઓ પર પોલીસની ગાડીઓ મૂકી દેવામાં આવી છે. જેથી બહારથી કોઈપણ અંદર અને અંદરથી કોઈ બહાર જઈ શકે નહિ.કોંગ્રેસ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પેપરલીક કાંડ મામલ કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા પરંતુ પોલીસે તેને નિષ્ફળ બનાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પેપરલીક કાંડમાં રાજકીય ગરમાવો વધ્યો છે એ વચ્ચે હવે કોંગ્રેસ પણ પેપરલીંક કાંડના વિરોધમાં રસ્તા પર ઉતરી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  કમલમ્‌ પર ‘આપ’ના હલ્લાથી પોલીસની દંડાવાળી

  ગાંધીનગર, ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્ક વર્ગ૩ ની પરીક્ષાના પેપર લીક પ્રકરણના મામલે ગાંધીનગરના કોબા સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે અસિત વોરાના રાજીનામાની માંગણી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પહોંચીને ઘેરાવ કરીને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના કારણે પોલીસ દ્વારા આપના કાર્યકરો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેમાં આપના અનેક કાર્યકરોને ઈજાઓ પહોંચી હતી.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવાયેલી હેડ ક્લાર્ક વર્ગ-૩ ની પરીક્ષાનું પેપર લીક થયું હતું. જે અંગે પહેલા ગૌણ સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરા દ્વારા નનૈયો ભણવામાં આવ્યો હતો. જાે કે તેના બીજા દિવસે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવાયું હતું કે, આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે અને આ પેપર લીક પ્રકરણમાં સંડોવાયેલા કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ પેપર લીક પ્રકરણનો રેલો સાણંદ ખાતેના પ્રિન્ટીંગ પ્રેસ સુધી પહોંચ્યો હતો. જેના તાર ભાજપના કેટલાક મોટા માથા સુધી પહોંચે તેવી સંભાવના છે. હેડ ક્લાર્ક વર્ગ-૩ની પરીક્ષાના પેપર લીક પ્રકરણને લઈને આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા આજે ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે અસિત વોરાનું રાજીનામું લેવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને આવેદન પત્ર આપવા પહોચ્યા હતા. જ્યાં ‘આપ’ના કાર્યકર્તાઓ દ્વારા કમલમનો ઘેરાવ કરીને હલ્લાબોલ કર્યું હતું. તેમજ સૂત્રોચ્ચાર કરતા હોબાળો મચી ગયો હતો. જેના કારણે પ્રદેશ કાર્યાલય ખાતે ઉપસ્થિત ભાજપના કાર્યકરો આવી જતા ‘આપ’ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉદભવી હતી. જેના કારણે પોલીસે આવીને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. જેના લીધે આમ આદમી પાર્ટીના કેટલાય કાર્યકરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે વિરોધ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જયારે પોલીસે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ અને કાર્યકરો ઉપર ડંડાવાળી કરીને દોડાવ્યા હતા. પોલીસની દંડાવાળીમાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ ઘાયલ પણ થયા હતા. જયારે બીજી તરફ ગોપાલ ઈટાલીયા, ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ સહિતના ‘આપ’ના નેતા-કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. પેપર લીક થયાની સરકારની સત્તાવાર કબૂલાત બાદ હવે પરીક્ષા રદ્‌ જાહેર કરાઇ શકે છે ગુજરાતમાં સરકારના વિવિધ વિભાગો માટે આયોજીત હેડક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયા બાદ સરકાર – ગૌણ સેવા પસંદગી મંડળ અને ખુદ પરીક્ષાર્થીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે. જાે કે આ મુશ્કેલીઓ વચ્ચે હજુ વધુ એક મુશ્કેલી પણ તોળાઇ રહી છે.. સુત્રોનું માનીએ તો ટૂંક સમયમાં પરીક્ષા રદ્‌ થાય એ દિશામાં ચક્રો ગતિમાન થયા છે. આ વાતની પ્રતિતિ તાજેતરમાં ગૌણ સેવા પંસંદગી મંડળ આયોજીત હેડક્લાર્કની પરીક્ષામાં જાેવા મળી છે. થોડા સમય અગાઉ પરીક્ષાનું પેપર લીક થયાની ફરિયાદ જ મળી નથી એવો દાવો કરનારા ખુદ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ ત્યારપછીના બે જ દિવસમાં પોતોના નિવેદનને ફેરવી તોળ્યુ એટલું જ નહીં પેપર લીક થયાની રજૂઆત અંગે ઇ-મેઇલ સીધો સાબરકાંઠા એસપીને કર્યો. તો બીજીબાજુ જેઓ નિર્દોષ વિદ્યાર્થીઓને અન્યાયનો ભોગ બનવું પડે નહીં તેના માટે લડત ચલાવવા સુધી તૈયાર રહે છે એવા યુવરાજસિંહ જાડેજા સહિતના વિદ્યાર્થીનેતાએ આ અંગે પેપર લીક થયાના પુરાવા સબળ રીતે બીજીવાર રજૂઆત કરવા તૈયારી બતાવી તો સાબરકાંઠા પોલીસને મળેલી રજૂઆતના આધારે સાબરકાંઠાપોલીસે તપાસનો દોર શરૂ કર્યો અને આજની સ્થિતિએ ૧૧ આરોપીઓની ભૂમિકા સામે આવી છે , જેઓ આજે જેલમાં કેદ છે..અને હજી કદાચ ગૌણ સેવા પસંદગી મંડળના જ કેટલાંક મોટામાથા સહિતના નામ પણ ખુલવાની શક્યતા નકારી શકાય એમ નથી. આ પ્રકારની યોજાતી પરીક્ષા સરકાર માટે ટીપે-ટીપે સરોવર ભરાયાની જેમ તિજાેરી છલકાવી દે છે..પરંતુ જેઓએ મહેનત કરીને પરીક્ષા આપી છે તેમના માટે અન્યાય સમાન પુરવાર થાય છે..ત્યારે ૧૮૬ ખાલી જગ્યા માટે લાખો વિદ્યાર્થીઓને કોલ શા માટે ? એ મુદ્દે પણ સરકારે વિચાર કરી માત્ર મૂળ જગ્યાના પાંચગણા પરીક્ષા અને તેમાં ઉત્તીર્ણ ડબલને મૌખિકમાં બોલાવવાનો અભિગમ અપનાવાય તો આ પ્રકારે થતાં મસમોટા કૌભાંડ અને પેપરલીક જેવા બનાવ નિવારી શકાય છે..હવે પેપર લીક અને લાખો લીધા હોવાની વિગત સહિત આરોપીઓની કબૂલાત થઇ છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  સાણંદના પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક થયું

  ગાંધીનગર ગુજરાતના બહુચર્ચિત એવા ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્ક વર્ગ-૩ના પેપર લીક પ્રકરણમાં પોલીસ દ્વારા આજે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. એટલે કે છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૧૧ આરોપીઓની ધરપકડ કરાઈ હોવાનું ગાંધીનગર રેન્જ આઈજી ચુડાસમાએ જણાવ્યું હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત રવિવારે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક પ્રકરણ અંગે ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ આજે એક પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં હેડક્લાર્કનું પેપર લીક થયું હતું. તેમજ કિશોર આચાર્યએ ૯ લાખ રૂપિયામાં મંગેશને આ પેપર વેચ્યું હતું. અભય ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, દેવલ પટેલ પણ ત્યાં જ નોકરી કરે છે. પેપરને પ્રેસમાં ખાનગી રીતે કાઢીને આરોપી મંગેશને આપ્યું હતું. પોલીસ દ્વારા મંગેશ પાસેથી સાત લાખ રૂપિયા કબ્જે કર્યા છે. આખી લિંક પ્રિન્ટીંગ પ્રેસ પાસે મળે છે. કિશોર આચાર્યએ નવ લાખ રૂપિયામાં પેપર મંગેશને વેચ્યું હતું. ગાંધીનગર એલસીબીએ કિશોર આચાર્યની અટકાયત કરી છે. કિશોર આચાર્ય મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે, અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જ્યારે દિપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે જેની આજે ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં પ્રિન્ટિંગ પ્રેસ અને ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ? તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે પોલીસે અમદાવાદના સિંગરવાથી દિપક નામનાં વ્યક્તિની અટકાયત કરી છે. હાલમાં દિપકની પૂછપરછ ચાલી રહી છે. વીડિયો ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ગઈકાલે બે આરોપીને ઝડપી લઇ ૨૩ લાખ રૂપિયા જેટલી માતબર રકમ જપ્ત કરી હતી. નોંધનીય છે કે, ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક પ્રકરણમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ગત શુક્રવારે અનેક વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી હતી. જેના અંતર્ગત પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં ૧૧ આરોપીઓને ઝડપી લીધા છે. એટલું જ નહિ, પોલીસ દ્વારા ૨૩ લાખ રૂપિયા જેવી માતબર રોકડ રકમ પણ પોલીસ દ્વારા જપ્ત કરવમ આવી છે.પ્રાંતિજ કોર્ટે ૮ આરોપીના ૯ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા સાબરકાંઠા જિલ્લા પોલીસવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, પેપર લીક કૌભાંડ અંતર્ગત કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં તેમજ તમામ સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટેના પ્રયાસો હાથ ધરાયા છે. હાલમાં ૧૧ આરોપી પૈકી ૮ આરોપીની ધરપકડ થઈ ચૂકીછે. જેમને પ્રાંતિજ કોર્ટમાં મોકલી કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત ૧૪ દિવસના રિમાન્ડ માગવામાં આવશે. પોલીસ હજુ મુખ્ય આરોપીઓને શોધી રહી છે, ત્યાર બાદ પેપર ક્યાંથી લેવામાં આવ્યું, આમાં હજુ વધુ કેટલા લોકો સામેલ છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ઉપરાંત આ મામલે કોઈ સરકારી કર્મચારી, કોઈ રાજકીય વ્યક્તિઓ સંડોવાયેલી છે કે કેમ એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. એવામાં બાકીના આરોપીઓની પકડાયા બાદ જ વધુ યોગ્ય કડી મળશે એવું પોલીસ માની રહી છે, તો આ ઉપરાંત વધુ મુદ્દામાલ પણ મળી શકે એવી શક્યતા છે.પેપરલીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે પરીક્ષા પહેલાં જ કોઈ સરકારી નોકરની મદદથી કે અન્ય કોઈ પ્રકારે મેળવીને, એને ૧૦થી ૧૫ લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવી પ્રાંતિજ, હિંમતનગર અને વીસનગરમાં પેપર સોલ્વ કરવાની તેમજ અહીંથી પરીક્ષાર્થીઓને તેમનાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી, એમ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. પેપર લીક કૌભાંડમાં ઝડપાયેલા માત્ર નાની માછલીઓ, મોટા મગરમચ્છ પકડાતા જ નથી રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ જુદા જુદા પદાધિકારીઓ સાથે અમદાવાદ ખાતે સર્કિટ હાઉસમાં બેઠક આયોજીત કરી રહ્યા હતા. હેડ કલાર્ક પરીક્ષાનું પેપર લીક થવા અંગે રઘુ શર્માએ આકરી પ્રતિક્રિયા આપી હતી. રઘુ શર્માએ કહ્યું કે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ અમદાવાદના મેયર હતા. પેપર લીક થવા અંગે અસિત વોરાએ કહ્યું કે પેપર લીક નથી થયું. પેપર લીક થવા અંગે બીજા જ દિવસે ગૃહમંત્રીએ સ્વીકાર્યું અને કેટલાક આરોપીઓ ઝડપવામાં આવ્યા છે. જે તમામ આરોપીઓ પકડાયા છે એ તો તમામ નાની માછલી છે, મોટી માછલીઓ હજુ પણ પકડથી દૂર છે.ભરતીની પરીક્ષાઓની વાત બેરોજગારી સાથે જાેડાયેલી છે. ગુજરાતમાં ભરતી થતી નથી અને જાે ક્યારેક ભરતી થાય તો પેપર ફૂટી રહ્યા છે. ૧૮૬ પદ પર ભરતી માટે લાખો બેરોજગારોએ ફોર્મ ભર્યા હતા. રાજ્ય સરકાર હાઇકોર્ટના સીટીંગ જજ દ્વારા આ પેપરલીક કાંડ અંગે તપાસ કરાવે, તો જ મોટી માછલીઓ પકડાશે અને યુવાનોને ન્યાય મળશે. ગૌણ સેવા પસંદગી મંડળ હવે કોઈપણ પરીક્ષા લે એ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં કરાવે તે ખુબ જ જરૂરી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  પેપર લીક કાંડનો રેલો આવતાં સરકાર રઘવાઈ બની

  હિંમતનગર,ગુજરાતમાં બહુચર્ચિત બનેલા પેપર લીક કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધુ બે આરોપીને ઝડપી લઇ ૨૩ લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી છે. હિંમતનગરના દર્શન વ્યાસના ઘરે તપાસ કરતાં પોલીસે તેના ઘરેથી રૂપિયા ૨૩ લાખ રોકડ જપ્ત કર્યા હતા. જ્યારે શનિવારે વધુ બે આરોપીને ઝડપી લીધા છે. જ્યારે ૧૧ પૈકીના ૮ આરોપીને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરીને પોલીસે ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા.રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની ૧૮૬ જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે ૬ દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું હતું. આગામી સમયમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી તમામ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવા પોલીસની ટીમો કામે લાગી છે. હાલમાં પોલીસે વધુ આરોપીઓને પકડવા માટે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.ગુજરાતમાં ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે શુક્રવારે ૧૧ લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી, જે પૈકી ગઈકાલે ૬ આરોપીની અટકાયત કરાઈ હતી. હવે વધુ બે આરોપીની ધરપકડ કરી ૨૩ લાખ જેટલી રકમ પોલીસે જપ્ત કરી છે. આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પેપર લીક કૌભાંડ અંતર્ગત કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં તેમજ તમામ સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટેના પ્રયાસો હાથ ધરાયા છે. હાલમાં ૧૧ આરોપી પૈકી ૮ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. જેમને પ્રાંતિજ કોર્ટમાં મોકલી કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત ૧૪ દિવસના રિમાન્ડ માગવામાં આવશે. સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા પેપર લીક કૌભાંડ મુદ્દે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધારે બે આરોપીઓને ઝડપી લઇને ૨૩ લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી છે. ગત રવિવારના રોજ લેવાયેલી હેડક્લાર્કની ૧૮૬ જગ્યાઓની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફુટી ગયું હતું. જાે કે સરકારે આ મામલો ૬ દિવસ બાદ સત્તાવાર રીતે કબુલ્યું હતું. જાે કે સરકારે આ માટે ઉદાહરણીય પગલા ભરવા માટે આતંકવાદ વિરોધી કલમોનો ઉમેરો કરીને કડકમાં કડક કાર્યવાહી માટેની બાંહેધરી આપી છે. ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડક્લાર્કના પેપરલીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે શુક્રવારે ૧૧ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે પૈકી ૬ આરોપીઓની અટકાયત કરાઇ છે. જ્યારે ૧૧ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. જે પૈકી કાલે ૬ આરોપીઓની અટકાયત કરાઇ હતી. હવે વધારે ૨ આરોપીઓની ધરપકડ કરીને ૨૩ લાખ રૂપિયા જેટલી મોટી રકમ જપ્ત કરવામાં આવી છે. આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે, કોઇ પણ આરોપીને છોડવામાં નહી આવે. બીજી વખત કોઇ પેપર ફોડવાની હિંમત ન કરે તેવી કાર્યવાહી કરવામાં આવશે. જાે કે પોલીસ મુખ્ય આરોપીને શોધી રહી છે જે હજી પણ પોલીસ પકડથી બહાર છે. આ કેસમાં મંડળનાં જ કર્મચારીની સંડોવણી ઉપરાંત કોઇ રાજકીય વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. જાે હવે બાકીના આરોપીઓ ઝડપાય તે બાદ જ આગળની કાર્યવાહી અને તપાસ ચાલશે. જાે કે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહનો આરોપ છે કે, આમાં મંડળના ચેરમેન અસિત વોરાની સંડોવણી છે. અસિત વોરાને ૭૨ કલાકમાં હટાવવામાં નહી આવે તો ગુજરાતનાં યુવાનો રસ્તા પર ઉતરશે તેવી પણ ચિમકી ઉચ્ચારી છે.પરીક્ષા રદ કરવા અને અસિત વોરાની હકાલપટ્ટીના મુદ્દે ગાંધીનગરમાં બેઠકોનો દોર ગુજરાત ગૌણ સેવા મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ સરકારમાં દોડધામ મચી જવા પામી છે. એટલું જ નહીં, આ પરીક્ષા યથાવત રાખવી કે રદ્દ કરવી તે અંગેનો ર્નિણય લેવાની સાથે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની હકાલપટ્ટી કરવી કે નહીં. તે મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બેઠકો ચાલી હતી. સાથે સાથે ભાજપ હાઇકમાન્ડનું પણ સતત માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે.ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર લીક મામલે ગઈકાલે મોડીરાત સુધી આ મુદ્દે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક ચાલી હતી. જ્યારે આજે ફરી ગૌણ સેવા મંડળના અધિકારીઓ તેમજ સરકારના પદાધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં પરીક્ષા રદ્દ કરવામાં આવે તેવી જ શક્યતા સેવાઈ રહી છે. આ અંગેનો આખરી ર્નિણય સોમવાર સુધીમાં જાહેર થઈ શકે છે.પેપર લીક કાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના વડા અસિત વોરા સામે કાર્યવાહી થવી જ જાેઈએ તેવી માંગણી પક્ષના નેતાઓ સહિત સરકારના કેટલાક મંત્રીઓમાં પ્રબળ બની છે. મુખ્યમંત્રી અને પક્ષ પ્રમુખ સહિત ભાજપના સિનિયર આગેવાનો આ મામલે પણ હાઇકમાન્ડનું સતત માર્ગદર્શન મેળવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તેમની સામે કેવી કાર્યવાહી કરવી તે વિશે સરકાર દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વનું માર્ગદર્શન લેવામાં આવી શકે છે. ખેડાના માતરની કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશ પટેલનું નામ ખૂલ્યુંખેડા હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડના મૂળિયા વધુને વધુ ઉંડા ઉતરી રહ્યા છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ વધુને વધુ આરોપીઓ સામે આવી રહ્યાં છે. પેપર કાંડના તાર ઉત્તર ગુજરાતથી સીધા ખેડા જિલ્લા સુધી પહોંચ્યા છે. ખેડાની એક શાળાના આચાર્યનું નામ પેપર લીક કૌભાંડમા સામે આવ્યું છે. ખેડાના માતરમાં આવેલી કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશ ધનજીભાઈ પટેલનું નામ પેપર લીક કૌભાંડમાં ખૂલ્યુ છે. શંકાના આધારે પોલીસે શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અટકાયત કરી છે. હેડ ક્લાર્ક પેપરલીક કાંડમાં અંગે રાજ્યભરમાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જેમાં અમદાવાદના મણીનગરમાં અસિત વોરાના ઘરની બહાર નકલી ચલણી નોટનો વરસાદ કરી  કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. જામનગર સર્કલ પાસે અસિત વોરાના પૂતળા પર નકલી ચલણી નોટનો વરસાદ કરી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે ભાવનગરમાં દ્ગજીેંૈં, શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રસ્તા રોકી વિરોધ નોંધાવ્યો હતો. આણંદમાં ભીખ માગીને પેપરલીક કાંડ સામે અનોખી રીતે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જાે કે વિરોધ નોંધાવતા અનેક સ્થળે કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, ૮૮ હજાર ઉમેદવારોએ હેડ ક્લાર્કની પરીક્ષા આપી હતી. ૧૨ તારીખે લેવાયેલી પરીક્ષાનું પેપર ૧૦ તારીખે ફોડવામાં આવ્યું હતું. જેના કારણે હવે રાજ્ય સરકાર બે દિવસમાં સત્તાવાર રીતે આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યું કે, પેપર કાંડના આરોપીઓને એવી સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં કોઈ હિંમત ના કરે. જે રીતે દુષ્કર્મના કેસમાં ઝડપથી કેસ ચલાવવામાં આવે છે એ જ રીતે આ કેસમાં પણ ઝડપથી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓને તેમના અપરાધની સજાના અંજામ સુધી પહોંચાડવામાં આવશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ધારાસભ્ય આશાબેન પટેલને ડેન્ગ્યુ ભરખી ગયો

  અમદાવાદ, વિશ્વપ્રસિધ્ધ ઉંઝામાં રાજકિય આધિપત્ય જમાવનારા અને કાર્યકરો તેમજ વંચિત અને દરેકની ચિંતા કરીને પોતાની લડાયક અને સંઘર્ષ માટે જાણીતા એવા ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલે અમદાવાદમાં આજે અંતિમ શ્વાસ લીધા. ડેન્ગ્યુનો ડંખ તેમને ભરખી ગયો. અમદાવાદની આધુનિક એવી ઝાયડસ હોસ્પિટલમાં આશાબેન પટેલનું ૪૪ વર્ષની યુવાન વયે અવસાન થયું. છેલ્લા ત્રણ દિવસથી તેઓ હોસ્પિટલમાં સઘન સારવાર લઇ રહ્યાં હતા પરંતુ તેમના તમામ અવયવોએ કામ કરવાનું બંધ કરી દેતાં ડોક્ટરોએ તેમને બચાવવા માટે કરેલા અથાગ પ્રયાસો નિરર્થક સાબિત થયા હતાં. આજે સવારે આશાબેનનું નિધન થયું હતું. ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલની ડેન્ગ્યુ થયા બાદ આજે ૪૪ ની વયે અવસાન થઈ ગયું છે. ૧૧ ડિસેમ્બરના રોજ ઝાયડસના ડાયરેક્ટર ડૉ.વી.એન.શાહે નિવેદન આપ્યું હતું કે આશા પટેલના મોટા ભાગનાં અંગો ફેલ થયાં છે. આવા સંજાેગોમાં સાજા થવાની તકો બહુ ઓછી છે. આશાબેનનું અવસાન થયું ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઝાયડસમાં જ હાજર હતાં. આશાબેનના પાર્થિવદેહને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાંથી ઊંઝા લઈ જવાયો છે. સ્વજન તેમના પાર્થિવ દેહને લઈને ઊંઝા રવાના થયા છે. લગભગ ૩.૩૦ વાગ્યે ઊંઝા ખાતે આશાબેનના ઘરે તેમનો પાર્થિવ દેહ પહોંચ્યો હતો. જ્યાં તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યાર બાદ સોમવારના રોજ સિદ્ધપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમણે કેમેસ્ટ્રીમાં પીએચડી કર્યુ હતું અને છઠ્ઠી જાન્યુઆરી ૧૯૫૪ના રોજ જન્મેલા આશા પટેલ આજીવન અપરિણીત રહ્યાં હતા. ઉત્તર ગુજરાતના પાટણની હેમચંદ્રાચાર્ય યૂનિવસિટીમાંથી વિજ્ઞાનમાં અનુસ્નાતક અને ડો.આશા પટેલ ખેતી સાથે વણાયેલા હતા. વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ડૉ.આશાબેન પટેલ ચૂંટાયાં હતાં, જાેકે ૨૦૧૯માં તેમણે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જાેડાઇ ગયાં હતાં, જેને કારણે ખાલી પડેલી આ બેઠક પર ચૂંટણી યોજાઇ હતી.આશાબેનના પાર્થિવ દેહની નગરયાત્રા નિકળશે ધારાસભ્ય આશાબેન પટેલ નો પાર્થિવ દેહ ઊંઝા લઇ જવાયો સાંજે તેમની સોસાયટી સ્વપ્ન બંગલોઝમાં અંતિમ દર્શન માટે લઇ જવાયો દર્શન માટે ઊંઝા માર્કેટયાર્ડમાં પાર્થિવ દેહને રાખવામાં આવ્યો રાત્રી દરમ્યાન પાર્થિવ દેહ ઊંઝા માર્કેટયાર્ડમાં રખાયો સવારે પાર્થિવ દેહ ની નગરયાત્રા નીકળશે ત્યારબાદ વતન વિશોળ ગામે પાર્થિવ દેહ લઈ જવાશે વતન થી સિદ્ધપુર મુક્તિધામ અંતિમ વિધિ માટે લઈ જવાશે રાજ્યપાલે શોક વ્યક્ત કર્યો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબહેન પટેલના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. રાજ્યપાલે તેમના શોક સંદેશમાં જણાવ્યું છે કે, ડો.આશાબહેન પટેલ જાગૃત જનપ્રતિનિધિ તરીકે ઓળખ ધરાવતા હતા. એક કર્મશીલ જનપ્રતિનિધિ તરીકે તેઓ હંમેશાં યાદ રહેશે. લોકોના પ્રશ્નોને હંમેશા વાચી આપીને તેનો ઉકેલ લાવતાંઃ ભૂપેન્દ્ર પટેલ ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી છે. મુખ્યમંત્રીએ સ્વ.આશા બહેન ના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી છે. સીઆર પાટીલે ટિ્‌વટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ટ્‌વીટ કરી આશાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ઉત્તર ગુજરાતના એક ઉત્તમ અને કર્મઠ મહિલા અગ્રણી ગુમાવ્યાં છે તે શોકજનક છે. તેમના આત્માને પ્રભુ ચિર શાંતી અર્પે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ દુઃખ વ્યક્ત કર્યું કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ આશાબેનને અદના કાર્યકર ગણાવ્યા હતા. અને લોકોનું દુઃખ અને દર્દ સમજનારા સંવેદનશીલ નેતા ગણાવ્યા હતા. તેમના નિધન પર મનિષ દોશીએ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ કોંગ્રેસના ટોચના નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. ઊંઝા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી નહીં યોજાય  ગુજરાત વિધાનસભા અગાઉથી જ ખંડિત છે, દ્વારકા બેઠક ખાલી પીડ છે , ત્યાં આશાબેનના અવસાનને કારણે ઊંઝા વિધાનસભા બેઠક પણ ખાલી પડી છે. ૧૪મી વિધાનસભાની મુદ્દતને આડે હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય હોવાથી પેટાચૂંટણી આવશે નહીં.
  વધુ વાંચો
 • ગુજરાત

  ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનાવીશું જગદીશ ઠાકોર

  ગાંધીનગર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ જગદીશ ઠાકોરે પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. પદભાર સંભાળતાની સાથે તેમણે તેમની શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. પદભાર સંભાળ્યા બાદ જાહેર સભાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં જગદીશ ઠાકોર તેમના આક્રમક રૂપમાં જાેવા મળ્યા હતા. પોતાના પ્રવચન દરમિયાન તેમણે દરેક બાબતમાં ભાજપને આડે હાથ લેતા જાેવા મળ્યા હતા. જયારે કોંગ્રેસમાં તમામ કાર્યકરો, આગેવાનો અને નેતાઓ એકજૂથ હોય તેવું ચિત્ર ઉભું કરતા જાેવા મળ્યા હતા.ઠાકોરે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના મોવડીમંડળે પ્રમુખ તરીકેની મને જવાબદારી સોંપી છે. તેનું મને ગૌરવ છે, હું ગુજરાતી અને કોંગ્રેસી છું. કોંગ્રેસની વિચારધારાને વરેલો છું. કોંગ્રેસમાં એકતા છે. જયારે ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપે તેની વિજય રૂપાણીની આખેઆખી સરકાર બદલી નાખી છે, તેમાંથી પડતા મુકાયેલા એકઠાં થયા હોય તેવો એક ફોટો તો બતાવો. અમે પાંચ પાંડવોવાળા છીએ ૧૦૦ કૌરવોવાળા નથી. કોંગ્રેસની પ્રાથમિકતા ખેડૂતો અને ૫૦ લાખ બેરોજગાર છે. કોંગ્રેસની સરકાર લાવીને પહેલી જ કેબિનેટની બેઠકમાં જ લીલીપેનથી સહી કરીને ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની વરણીની સાથે જ હવે મ્યુનિ. વિપક્ષ નેતા પદનું કોકડું ઉકેલાશે અમદાવાદ છેલ્લા ઘણા વખતથી ચાલી રહેલી અટકળોનો છેવટે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા ની નિયુક્તિ થતાં અંત આવ્યો છે હવે આઠ મહિનાથી દ્બેહૈ કોંગ્રેસ પક્ષના નેતા નું કોકડું ગૂંચવાયેલું હતું તેનુ નિરાકરણ આવવાની શક્યતા જાેવાઇ રહી છે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની નિમણૂક થતા જ કોંગી કોર્પોરેટરો માં શરૂ થઈ ગયો છે મ્યુનિ કોંગ્રેસ પક્ષના નેતા પદના દાવેદારો પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ને શુભેચ્છા આપવાને બહાને માથું ટેકવા દોડાદોડી કરી રહ્યા છે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોર તથા વિધાનસભા વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવા ની સત્તાવાર જાહેરાત થઇ છે અને જગદીશ ઠાકોરે સત્તાના સૂત્રો સંભાળ્યા લીધા છે હવે યુનિ વિરોધ પક્ષના નેતાની પસંદગી નો મુદ્દો હાથ ધરવામાં આવશે .સૂત્રોએ વધુમાં જણાવ્યું કે મ્યુનિ કોંગ્રેસ પક્ષ નેતા પદ માટે પણ શહેરના ચાર ધારાસભ્યોના જૂથ પોતાના સમર્થકો એવા કોર્પોરેટરો માટે લોબિંગ કરી રહ્યા છે અને તેના લીધે મ્યુનિ.ની ચૂંટણી ના પરિણામ બાદ આઠ મહિના સુધી દ્બેહૈ કોંગ્રેસ પક્ષ નેતા તરીકે કોઈ ચોક્કસ નામ નક્કી કરી શક્યું નથી તેમાં શાસક ભાજપ અને વહીવટી તંત્રની મ્યુનિ.ના કરોડોના અનેક વિવાદાસ્પદ કામો કોંગ્રેસના વિરોધ ની ગેરહાજરી માં મંજૂર થઈ ગયા છે જાેકે હવે પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાની વરણી થઇ જતા દ્બેહૈ કોંગ્રેસ નેતાની પસંદગી નો માર્ગ મોકળો થઈ ગયો છે જેમાં દ્બેહૈ કોંગ્રેસ પક્ષ નેતાપદ માટે કમળાબેન ચાવડા રાજેશ્રીબેન કેસરી સહેજાદ ખાન પઠાણ ઇકબાલ શેખ અને નિરવ બક્ષી ટ્ઠદ્બ૫ કોર્પોરેટરો સ્પર્ધામાં છે. હવે આગામી સપ્તાહમાં દ્બેહૈ વિરોધ પક્ષના નેતાની વરણી થઇ જાય તે માટે દાવેદાર કોર્પોરેટરો અને તેમના સમર્થકોએ અત્યારથી જ દોડાદોડી શરૂ કરી દીધી છે આગામી દિવસોમાં બધા દાવેદારોને તેમ જ કોર્પોરેટરોની બોલાવીને તેમની રજૂઆતો સાંભળવામાં આવશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  દુબઈથી પરત ફર્યા બાદ કેસો પાછા ખેંચવાની ખાતરી

  ગાંધીનગર, ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિ-‘પાસ દ્વારા રાજ્યમાં આંદોલન ચાલ્યું હતું. આ આંદોલન દરમિયાન પાસના આગેવાનો સામે સામાન્યથી લઈને રાજદ્રોહ સુધીના નાના મોટા ૪૮૫ જેટલા કેસો નોંધાયા હતા. આ કેસોમાંથી ૨૦૦ જેટલા કેસો પરત ખેંચવામાં આવ્યા છે. ત્યારે બાકીના કેસોને પરત ખેંચવા માટે આજે સાંજે ‘પાસ’ના આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ આજે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું. જેમાં મુખ્યમંત્રી દ્વારા પાટીદાર યુવાનો સામેના તમામ કેસો પરત ખેંચવા અંગેનું આશ્વાસન અપાયું હતું. દુબઈ ખાતેનો રોડ-શો યોજીને આવ્યા બાદ અધિકારીઓ સાથે બેઠક કરીને અઠવાડિયા બાદ પાટીદાર યુવાનો સામેના કેસો પરત લેવાશે તેવું પાટીદાર મુખ્યમંત્રીએ ‘પાસ’ના આગેવાનોને આશ્વાસન આપ્યું હતું. ગુજરાતમાં આજથી પાંચ વર્ષ અગાઉ પાટીદાર સમાજને અનામત આપવા માટે મોટું આંદોલન છેડવામાં આવ્યું હતું. પાટીદારો સમાજને અનામત આપવાની માંગણી સાથે પાટીદાર સમાજે આંદોલન છેડીને રેલી યોજી હતી. જે પૂરી થયા બાદ અમદાવાદ, સુરત સહીત સમગ્ર રાજ્યમાં તોડફોડ, આગચંપી સહિતના બનાવો શરુ થઇ જતા ધમાલ મચી ગઈ હતી. જયારે બીજી તરફ રાત્રીના સમયે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ધરણા ઉપર બેસેલા હાર્દિક પટેલ સહિતના આગેવાનોના ધરણા ઉપરથી ઉઠાડવા માટે પોલીસ પહોંચી ગઈ હતી. જેમાં પોલીસ દ્વારા ફાયરિંગ કરીને હાર્દિક સહિતના આગેવાનો ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. આ પરિસ્થિતિ દરમિયાન પોલીસ દ્વારા ‘પાસ’ના આગેવાનો અને અગ્રણીઓને પકડીને તેમની સામે કેસો નોંધવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ‘પાસ’ના આગેવાનો સામે સામાન્ય થી માંડીને રાજદ્રોહ સુધીના નાના-મોટા ૪૮૫ કેસો નોંધવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયે રાજ્ય સરકાર દ્વારા ‘પાસ’ના આગેવાનો સામે થયેલા કેસોને પરત ખેંચવાની જાહેરાત કરાઈ હતી. જેમાંથી ૨૨૮ કેસો સરકાર દ્વારા પરત ખેંચી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ હજુ ૧૪૬ કેસોને પરત ખેંચવાના બાકી હતા. જે અંગે આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં ‘પાસ’ના આગેવાનો અને પાટીદાર અગ્રણીઓનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું. જેમાં મુખ્યમંત્રી સમક્ષ બાકી રહેલા ૧૪૬ કેસો પરત ખેંચી લેવા તેમજ આ આંદોલનમાં શહીદ થયેલા યુવાનોના પરિવારજનને નોકરી આપવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠક અંગે ‘પાસના અગ્રણી દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, પાટીદાર યુવાનો સામે થયેલા કેસોને પરત ખેંચી લેવા માટે આજે અમે મુખ્યમંત્રીને મળ્યા હતા. મુખ્યમંત્રીએ તમામ કેસો પરત ખેંચી લેવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દુબઈ જઈને આવ્યા બાદ અધિકારીઓ સાથે બેઠક કરીને તમામ કેસો પરત ખેંચાશે તેમજ હાલમાં જે હેરાનગતિની ફરિયાદો છે તેને પણ દુર કરવામાં આવશે તેવી ખાતરી અપાઈ હતી. આ બેઠકમાં ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા, ગીતાબેન પટેલ ખોડલ ધામના ટ્રસ્ટીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  નવા વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાના નામને બહાલી

  ગાંધીનગર, શુક્રવારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે આદિવાસી નેતા સુખરામ રાઠવાના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના નામની સાથોસાથ વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે પણ દિલ્હીના મોવડીમંડળ દ્વારા સુખરામ રાઠવાના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેના અંતર્ગત આજે સાંજે ગાંધીનગર વિધાનસભા ખાતેના કોંગ્રેસ પક્ષના બેઠક હોલમાં કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં વિધાનસભા વિરોધ પક્ષના નવા નેતા તરીકે સુખરામ રાઠવાના નામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પક્ષના તમામધારાસભ્યો દ્વારા સુખરામ રાઠવાના નામને અનુમોદન આપીને વિધાનસભા વિરોધ પક્ષના નેતાની પસંદગી કરવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ પરેશ ધાનાણીના નિવાસસ્થાને તમામ નેતાઓના ભોજન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, નવા વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના નેતાઓ ડિનર ડિપ્લોમસીમાં ઉપસ્થિત રહ્યા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  પાંચ વર્ષ સુધી કોઈ હોદ્દો ન ધરાવતા જગદીશ ઠાકોર કોંગ્રેસ પ્રમુખ બન્યા

  ગાંધીનગર, આઠ મહિનાની મથામણ કર્યા પછી ગુજરાત કોંગ્રેસને તેના નવા સુકાની મળી ગયા છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે આજે સત્તાવાર રીતે જગદીશ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ પદ માટે પક્ષના અનેક ટોચના નેતાઓ દાવેદાર હતા. જાે કે, દિલ્હીના મોવડીમંડળમાં પ્રદેશ પ્રમુખના નામ માટે આઠ મહિના સુધી ભારે મનોમંથન અને ગડમથલ ચાલી હતી. ત્યાર બાદ આખરે આજે ગુજરાત કોંગ્રેસના નવા સુકાની એટલે કે, પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામા આવી હતી. ગુજરાતની ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસના કારમાં પરાજય બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ ગુજરાતના નવા પ્રમુખ નામ માટે કોંગ્રેસના આગેવાનોમાં ભારે આંતરિક રસાકસી થઇ હતી. ત્યાર બાદ ગઈકાલે કોંગ્રેસના દિલ્હી મોવડી મંડળ દ્વારા પૂર્વ સાંસદ અને ઠાકોર સમાજના અગ્રણી એવા જગદીશ ઠાકોરના નામ ઉપર મહોર મારવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, દિલ્હી મોવડીમંડળની ગુજરાતના પ્રમુખ તરીકે હાર્દિક પટેલના નામની પહેલી પસંદગી હતી. પરંતુ ગુજરાત કોંગ્રેસના જ કેટલાક સિનિયર નેતાઓ દ્વારા હાર્દિક પટેલને પ્રમુખ બનાવવા સામે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જેના પગલે દિલ્હી મોવડી મંડળ દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ માટે અનેક નામો ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ આ સાથે અનેક દાવેદારોએ પોતાના નામો માટે લોબિંગ પણ કરાવ્યું હતું. આ માટે કેટલાક નેતાઓ તો છેલ્લા કેટલાક સમયથી પ્રમુખ પદ મળે તે માટે દિલ્હીના અનેકવાર આંટાફેરા પણ મારી આવ્યા હતા. દિલ્હીના મોવડીમંડળ દ્વારા ઝડપથી કોઈના નામ ઉપર ર્નિણય લેવાયો ન હતો. આખરે આઠ મહિનાઓના લાંબા સમય સુધી મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો હતો. જેનો ગઈકાલે દિલ્હી ખાતે ગુજરાતના પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાની રાહુલ ગાંધી અને વેણુગોપાલ સાથે યોજાયેલી બેઠક બાદ અંત આવ્યો હતો. 
  વધુ વાંચો
 • ગુજરાત

  ધોલેરાને વૈશ્વિક સ્તરે સ્માર્ટ સિટી બનાવવાનું પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે  મુખ્યમંત્રી

  અમદાવાદ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનની મુલાકાત લઇ નિર્માણાધીન પ્રકલ્પોને નિહાળ્યા બાદ સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરાને વૈશ્વિક સ્તરે સ્માર્ટ સીટી બનાવવાનું જે વિઝન આપ્યું હતું તે સાકાર થઇ રહ્યું છે. વડાપ્રધાન દ્વારા દેશમાં ૧૦૦ સ્માર્ટ શહેરોના વિકાસ માટેની કેન્દ્ર સરકારની યોજનામાં ગુજરાતના ધોલેરા સર અને ગિફ્ટ સિટીનો પણ સમાવેશ કર્યો છેએમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું. વડાપ્રધાને આર્ત્મનિભર ભારત-‘‘મેઇક ઇન ઇન્ડીયા’’નો જે મંત્ર આપ્યો છે તેને દેશ-વિદેશના ઊદ્યોગ રોકાણકારોને ગુજરાતમાં આકર્ષિત કરીને ૧૦૦ ટકા ચરિતાર્થ કરવા ગુજરાત સરકાર કૃતસંકલ્પ હોવાનું જણાવી મુખ્યમંત્રીએ આ નિર્ધાર પૂર્ણ કરવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન્સ ઉપર ગુજરાત સરકાર વિશેષ ભાર આપી રહી છે તેમ કહ્યું હતું. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાતત્યપૂર્ણ પરંપરામાં પર્યાવરણ જાળવણીનો પણ ખ્યાલ રાખીને ધોલેરાને ઔદ્યોગિક સિટી તરીકે વિકસીત કરવાની સાથે ગ્રીન ફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનાવવા પણ સરકાર કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું. ૯૨૦ચોરસ કિ.મી વિસ્તારમાં વિકસી રહેલ ધોલેરા એસ.આઈ.આર સૌથી મોટું ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન અને ઈન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ દ્વારા પ્લેટિનમ રેટિંગ મેળવનાર ભારતનું સૌપ્રથમ ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સીટી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવીને ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન સિંગાપોર જેવા દેશના વિકસીત વિસ્તાર કરતાં પણ મોટું છે તેમ ઉમેર્યુ હતું. આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ સંતુલિત એવા આ વર્લ્‌ડ ક્લાસ, ન્યુ એજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્ડ સીટીના આયોજન અને વિકાસ માટે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. અહિં ગ્લોબલ એજ્યુકેશન પુરૂં પાડતો સ્પેશ્યલ એજ્યુકેશન રિજીયન પણ આકાર પામવાનો છે. 
  વધુ વાંચો
 • ગુજરાત

  એલઆરડી અને પીએસઆઈ માટેની શારીરિક કસોટી શરૂ થતાં ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ

  ગાંધીનગર, એલઆરડી અને પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી આજથી શરૂ થનાર છે. આજે એલઆરડી-પીએસઆઈની શારીરિક કસોટી યોજાશે. પરંતુ ૧૫ને બદલે ૮ ગ્રાઉન્ડ પર જ પરીક્ષા યોજાશે. કમોસમી વરસાદને પગલે ૬ ગ્રાઉન્ડ પરની કસોટી મોકૂફ રાખવામા આવી છે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં ૧૨૦૦ થી ૧૫૦૦ ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે, જે જાન્યુઆરી સુધી ચાલશે. ગુજરાતમાં આજથી એલઆરડી અને પીએસઆઈના ઉમેદવારોની શારીરિક પરીક્ષાનો પ્રારંભ થશે. રાજ્યના ૯ લાખ ૩૨ હજાર ઉમેદવારો શારીરિક કસોટી આપવાના છે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં ૧૨૦૦ થી ૧૫૦૦ ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવશે. શારીરિક પરીક્ષા જાન્યુઆરી મહિના સુધી ચાલશે. એલઆરડી અને પીએસઆઈ બંને ભરતી માટે એક જ શારીરિક દોડની પરીક્ષા લેવાશે. કમોસમી વરસાદના કારણે રાજ્યના ૬ ગ્રાઉન્ડ પર એલઆરડી-પીએસઆઈની કસોટી મોકૂફ રખાઈ છે. રાજ્યમાં પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો નોકરીની આશાએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જાેઈ રહ્યા હતા. ભરતીની જાહેરાત બહાર પડતાં જ ઉમેદવારોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો.
  વધુ વાંચો
 • ગુજરાત

  પ્રદેશ કોંગ્રેસઅધ્યક્ષપદે જગદીશ ઠાકોર અને વિધાનસભા વિપક્ષ નેતાપદે સુખરામ રાઠવાની વરણી

  અમદાવાદ, ગુજરાત કોંગ્રેસના સુકાનીઓ નક્કી કરવા માટે દિલ્હીમાં બેઠકનો ધમધમાટનો અંત આવ્યો છે. ગુજરાત કોંગ્રેસને લઈને એક મહત્ત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતાના નામની જાહેરાત કરી છે. પ્રદેશ અધ્યક્ષ પદે જગદીશ ઠાકોરના નામ પર મહોર મારવામાં આવી છે. જ્યારે વિપક્ષ નેતાપદે સુખરામ રાઠવાની પસંદગી કરાઈ છે. બીજી બાજુ નામ નક્કી થાય એ પૂર્વે જગદીશ ઠાકોર દિલ્હી પહોંચ્યા હોવાની માહિતી મળી રહી છે.ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખપદ અને વિરોધપક્ષના નેતા માટે લાંબા સમયથી અંદરોઅંદર નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. જેમાં ભરતસિંહ સોલંકી અને હાર્દિકપટેલ સહિતના નેતાઓ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના મામલે પ્રભારી રઘુ શર્માથી માંડીને રાહુલ ગાંધી સુધી બેઠકો ચાલી હતી.પરંતુ અંતે જૂથવાદને બાજુએ મુકી કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવીને વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટેના નવા જ સમીકરણો ઉભા કર્યા છે.રાહુલ ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસના નેતાઓની વન ટુ વન બેઠકમાં મોટાભાગના નેતાઓએ હાર્દિકપટેલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તો ફરી એકવાર ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસના ૨૦ ધારાસભ્યોપણ કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ અવઢવમાંપડી ગયા હતા.પરંતુ આખરે તેનો અંત આવી ગયો છે.આખરે છેલ્લાં કેટલાક સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસને નવા પ્રમુખ મળવા જઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ગૂંચવાયેલું કોકડું આખરે ઉકેલાઈ ગયું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની જાહેરાત કરાઈ છે.તેઓ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે નિમણૂંક થઈ છે. જ્યારે વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાની વરણી કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત કરી નાંખવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસમાં આતંરિક વિખવાદના લીધે લાંબા સમયથી રાજયમાં સત્તાથી વંચિત છે, કોંગ્રેસમાં આજેપણ જૂથબંધી માથાનો દુખાવો બન્યો છે,પરતું કોંગ્રેસ હાઇકમાન્ડે હવે કોંગ્રેસમાં આમૂલપરિવર્તન સાથે ફેરફાર કરવાનો નિર્ધાર કર્યો છે. ઘણા સમયથી ગુજરાતમાં કોંગ્રસ પ્રદેશ અધ્યક્ષની નિમણૂક માટે હાઇકમાન્ડ બેઠકો કરી રહ્યા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  પ્રશ્નોનો હલ લાવીને ઉદ્યોગ સંસ્થાપનમાં જરૂરી સહાય કરાશેઃ ભુપેન્દ્ર પટેલ

  ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે મુંબઈના રોડ-શો દરમિયાના બેંક ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ, અંબુજા સિમેન્ટ, સિયેટ ટાયર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જી.ઈ. અને હિન્દુજા ગ્રૂપ ઓફ કંપનીના વડાઓ સાથે વન ટુ વન બેઠક યોજી હતી. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અગ્રણીઓને ગુજરાતમાં ઉદ્યોગ અને મૂડીરોકાણ માટે રાજ્ય સરકાર કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટથી ઉદ્યોગકારોના પ્રશ્નોનો હલ લાવી તેમને ઉદ્યોગ સંસ્થાપનમાં જરૂરી સહાય કરશે તેમ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલની બેંક ઓફ અમેરિકાના પ્રેસિડન્ટ અને ઇન્ડિયા હેડ સુશ્રી કાકુ નખાટે સાથે બેઠક યોજી હતી. બેઠકમાં સુશ્રી કાકુ નખાટેએ બેંક ઓફ અમેરિકાના ગુજરાત પ્રોજેક્ટ્‌સ વિશે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. બેંક ઓફ અમેરિકા ગિફ્ટી સિટી કેમ્પસમાં એક લાખ ચોરસ ફૂટમાં ગ્લોબલ બિઝનેસ સર્વિસ સેન્ટર ચલાવી રહ્યું છે.તેમણે કહ્યું કે, ગિફ્ટ સિટીમાં બેંક ઓફ અમેરિકાનું કેન્દ્ર, ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સપરપણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને મોટાપાયે આ સેક્ટરમાં રાજ્યના યુવાનોને રોજગાર અવસર પુરા પાડે છે. જયારે મુખ્યમંત્રીએ કાકુ નખાટેને ગીફ્ટ સિટીમાં વિકસાવવામાં આવી રહેલી વિવિધ સુવિધાનો લાભ લેવા પણ જણાવ્યું હતું અને વાઇબ્રન્ટ સમિટમાં જાેડાવા આમંત્રણ આપ્યું હતું.અંબુજા સિમેન્ટ અને એસીસીના સીઇઓ નીરજ અખૌરીએ મુખ્યમંત્રી સાથે બેઠકમાં પોતાના ગ્રૂપના વિવિધ વ્યવસાયો અંગે વિસ્તૃત માહીતી આપી હતી.ત્યાર બાદ મુંબઈમાં સન ફાર્માના દિલીપ સંઘવીએ વન-ટુ-વન બેઠક યોજી હતી. જેમાં સંઘવીએ ગુજરાતમાં ફાર્મા સેક્ટરમાં તેમના રોકાણ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલને વાકેફ કર્યા હતા. આ સેકટરમાં તેઓ વધુ વ્યાપક સ્તરે રોકાણો કરવાના છે, તેનાંથી પણ મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.આ પછી સિયેટ ટાયર્સના અનંત ગોયેન્કાએ મુલાકાત બેઠક યોજીને તેમના ગ્રૂપ દ્વારા ૧૨૦૦ કરોડના રોકાણો પ્રથમ તબ્બકે કર્યા છે. જેના અંતર્ગત દર બે ત્રણ વર્ષે તેમના પ્લાન્ટમાં રોકાણ વધારી રહ્યા છે તેની વિગતો આપી હતી.રિલાયન્સ ઇન્ડ્‌સ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિખિલ મેસવાણી સાથે બેઠક થઇ હતી. જેમાં મેસવાણીએ કહ્યું હતું કે, રિલાયન્સએ ઉર્જા,પેટ્રોકેમિકલ્સ, નેચરલ ગેસ, રિટેલ, ટેલિકોમ્યુનિકેશન, માસ મીડિયા અને ટેક્સટાઇલ બિઝનેસ સાથે ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રમાંનું એક છે. ગુજરાત ગ્રીન મેગા ઇનોવેટિવ પ્રોજેક્ટ સાથેપદાર્પણ કરી રહ્યું છે.જનરલ ઇલેક્ટ્રીકલ સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ અને સી.ઇ.ઓ. મહેશપલશીકરે ગુજરાતના સાણંદના જી.ઇ. પ્લાન્ટમાંથી ૮૦% ઉત્પાદન એક્સપોર્ટ થાય છે તેની વિગત મુખ્યમંત્રીને આપી હતી. મહેશ પલશીકરે ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝ અને જી.ઇ.ની એક્સપર્ટિઝ વચ્ચે વ્યુહાત્મક ભાગીદારીથીપાવર અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં મૂડીરોકાણો માટે ઉત્સુકતા દર્શાવી હતી. હિંદુજા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અશોક હિંદુજાએ ઓટોમોટીવ અને ખાસ કરીને નાના વાહનોના ઉત્પાદન તથા મૂડી રોકાણના ક્ષેત્રો વિશે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ વન-ટુ-વન બેઠકોનો ઉપક્રમપૂર્ણ કરી ગુજરાતમાં મૂડી રોકાણની તકો, વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતની સિદ્ધિઓ અને ગુજરાત દેશના રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે તેની વિસ્તૃત જાણકારી ઉદ્યોગ અને વેપાર જગતના અગ્રણીઓ, ડેલિગેટ્‌સ અને આમંત્રિતો સમક્ષ રોડ-શો અંતર્ગત આપી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  ઉંમરપાડામાં ૬ અને વલસાડ-પારડીમાં ૪ ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું

  અમદાવાદ, વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર સાયક્લોનિક સરક્યુલેશનને લીધે રાજ્યભરમાં ભરશિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨૦ તાલુકામાં ૬ ઈંચથી લઈને સામાન્ય ઝાપટાં પડ્યા હતા.જેમાં સુરતના ઉંમરપાડામાં ૬ ઈંચ, વલસાડમાં ૪ ઈંચ,પારડીમાં ૪ ઈંચ, સલસાણા, નવસારી, વાપીમાં ત્રણ ઈંચ, અને દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારોમાં એકથી બે ઈંચ જેટલો વરસાદપડ્યો હતો. દરમિયાન ગુરૂવારના રોજ સવારે ૬ વાગ્યાથી ૨ વાગ્યા દરમિયાન ૫૫ તાલુકામાં ઝાપટાંથી લઈને એક ઈંચ વરસાદપડ્યો હતો.અરબી સમુદ્રના સરકયુલેશનની અસર તળે ગત રાત્રે સૌરાષ્ટ્ર-ગુજરાતના ૧૨૯ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ચોમાસા જેવો વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સુરતના ઉંમરપાડામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ધોધમાર ૬ ઇંચ વરસાદપડતા વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. આ ઉપરાંત વલસાડ શહેર તથા જિલ્લાનાપારડી અને નવસારીના ખેરગામમાં ચાર-ચાર ઇંચ, વલસાડના કપરાડા અને ઉંમરગામમાં ૩.૫ ઇંચ, સુરતના મહુવામાંપણ ૩.૫ ઇંચ ઉપરાંત સુરતનાપલસાણામાં ૩, વાપી, નવસારી, ચિખલીમાં ૩ ઇંચ વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં વરસી ગયો હતો.ડાગના વઘઈ, નવસારીના જલાલપોર, ડાંગ (આહવા) તથા વલસાડના ધરમપુરમાં ૨.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. દરમિયાન સુરતના કામરેજ, નવસારીના વાંસદા, ગણદેવી, તાપીના વ્યારા, સુરત શહેર તથા જિલ્લાના બારડોલીમાં બે-બે ઇંચ વરસાદ ખાબકયો હતો. ડાંગના સબુરી, તાપીના વાલોદ, ડોલવાણ અને સોનગઢમાંપણ બે ઇંચ વરસાદપડ્યો હતો. ઉપરાંત નર્મદા જિલ્લામાંપણ દોઢ ઇંચ, સુરતના ઓલપાડ અને માંગરોળમાં દોઢ ઇંચ તેમજ ભરૂચમાં દોઢ, ભરૂચના વાલીયામાં દોઢ ઇંચ, નર્મદાના સાગબારામાં દોઢ ઇંચ, છોટા ઉદેપુરના કવાંટમાં સવા, તાપીના નજીરમાં સવા ઇંચ, ગીર સોમનાથના ઉનામાં સવા ઇંચ, અમરેલીના ખાંભામાં ૧ ઇંચ, સુરતના ચોર્યાસીમાં ૧ ઇંચ તથા ભરૂચના હાંસોટ, વાગ્રા, દાહોદ, નર્મદાના ગરૂડેશ્વર, છોટા ઉદેપુરના નસવાડી, વડોદરાના કરજણ અને સિનોરમાં ૦.૫ ઇંચ તથા ભાવનગરના શિહોર, વલ્લભપુર,પાલીતાણા, અમરેલીના રાજુલા તથા જૂનાગઢના વિસાવદરમાંપણ ૦.૫-૦.૫ ઇંચ વરસાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસ્યો હતો.૪ જિલ્લામાં ભારે વરસાદની આગાહી ગાંધીનગર, અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. જ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું જાેવા મળ્યું છે. ત્યારે માવઠાના કારણે કેવી છે રાજ્યની સ્થિતિ આવો જાણીએ. ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો જાેવા મળ્યો છે.રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું જેવો માહોલ જાેવા મળ્યો.સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ રહ્યું હતું. જેને કારણે ઠંડા પવનો પણ ફૂંકાઈયા.ગાંધીનગર અને સુરત જેવાં શહેરોમાં અલમોડા અને સીમલા જેવું વાતાવરણ જાેવા મળ્યું છે.સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભેજવાળું વાતાવરણ સર્જાયું છે. રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં ૪ ડીગ્રી સુધીનો ઘટાડો જાેવા મળ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં સાબરકાંઠા સહિત અરવલ્લી, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે. વડોદરા, આણંદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરો, જેવાં કે જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો આજે રાજ્યના ૪ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપી છે. કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. માર્કેટ યાર્ડમા જણસી પલડી જવાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વરસાદના કારણે જાણે ખેડૂતોના મોં માંથી કોળિયો છીનવાઈ ગયો હોય તેવુ લાગી રહ્યું છે.. ત્યારે હવે ખેડૂતો સરકાર સામે આશ રાખીને બેઠા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  અમદાવાદ ખાતે ૯ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ સમિટ યોજાશે

  ગાંધીનગર, વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત અને ભારતીય તેમજ વિદેશી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એક મંચ પર લાવી રાજ્યમાં સ્ટાર્ટઅપને વધુ વેગવાન બનાવવા માટે અમદાવાદ ખાતે આગામી તા. ૯ જાન્યુઆરીના રોજ સ્ટાર્ટઅપ સમિટનું આયોજન કરાયું છે. આ અંગે માહિતી આપતા રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટને કારણે ગુજરાત વૈશ્વિક બિઝનેસ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ના પડઘમ વાગી રહ્યા છે. આ દરમિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એક મંચ પર લાવી રાજયમાં સ્ટાર્ટઅપને વધુ વેગવાન બનાવવા માટે અમદાવાદ ખાતે આગામી તા. ૯ જાન્યુઆરી-૨૦૨૨ન રોજ એક સ્ટાર્ટઅપ સમિટ યોજાશે. આ ઇવેન્ટના મુખ્ય મહેમાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સમિટનું ઉદ્‌ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. જયારે અન્ય કેન્દ્રીય વેપાર અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તેમજ કેન્દ્રીય આઈટી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ખાસ ઉપસ્થિત રહેશે. અંજુ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, આ સ્ટાર્ટઅપ સમિટ દરમિયાન યુનિકોર્ન કોન્કલેવમાં સંશોધકો અને અગ્રણી રોકાણકારો ભાગ લેશે. ગુજરાતના ૧૦થી વધુ વિશિષ્ટ સ્ટાર્ટઅપ સ્થાપકો, અગ્રણી રોકાણકારો તેમજ ૧૨૦૦થી વધુ સ્ટાર્ટઅપ ભાગ લેશે. આ ઉપરાંત ગુજરાતમાંથી ૫૦૦ જેટલા ઔદ્યોગિક અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે. શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ તથા સ્ટાર્ટઅપ સમિટના મુખ્ય કો-ઓર્ડિનેટર અંજુ શર્માએ જણાવ્યું હતું કે, આ ઇવેન્ટમાં સોફ્ટબેંકના કન્ટ્રી હેડ મનોજ કોહલી, ભારત પે ના સહસ્થાપક શાશ્વત નાકરાણી, ઓયો રૂમ્સના સીઈઓ રિતેશ અગ્રવાલ, સીઆરઈડી (ઝ્રઇઈડ્ઢ)ના સ્થાપક અને સીઈઓ કુનાલ શાહ, હંડ્રેડ એક્સ.વીસી (૧૦૦ઠ.ફઝ્ર)ના સ્થાપક સંજય મેહતા, ઈન્ટેલ ઈન્ડિયાના સીઈઓ નિવૃત્તિ રાય, અપના (એપીએનએ-છॅહટ્ઠ)ના સ્થાપક અને સીઈઓ નિર્મિત પરીખ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહીને તેમના વિચારો વ્યક્ત કરશે. અંજુ શર્માએ ઉમેર્યુ હતું કે, આ સમિટમાં ભારત તેમજ દુનિયાભરના સ્ટાર્ટઅપ ક્ષેત્રના અગ્રણીઓ હાજરી આપશે. આ ઇવેન્ટમાં ભાગ લેનારને પોતાના અનુભવો પ્રસ્તુત કરવાની, નવું શીખવાની તથા સુધારો કરવાની તક પૂરી પાડશે. 
  વધુ વાંચો
 • ગુજરાત

  આગામી સત્રથી પાંચ નવી મેડિકલ કોલેજ શરૂ કરવા આયોજન  નિમિષાબેન સુથાર

  ગાંધીનગર, રાજ્યમાં આગામી શૈક્ષણિક સત્રથી મેડિકલની નવી ૫૦૦ બેઠકો વધે તે માટેની કવાયત સરકાર દ્વારા શરુ કરી દેવામાં આવી હોવાનું આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષા સુથારે જણાવ્યું હતું.સરકાર દ્વારા રાજ્યની આરોગ્ય સેવામાં દિનપ્રતિદિન વધારો થાય તે માટે સતત પ્રયાસો કરાઇ રહ્યા છે. રાજ્યના નાગરિકોને પોતાના ઘર આંગણે જ તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે દરેક જિલ્લા મથક ખાતે સ્થાનિક હોસ્પિટલને અપગ્રેડ કરીને ત્યાં મેડિકલ કોલેજાે ઉભી કરવાનું આયોજન કરાયું છે. જેના અંતર્ગત રાજ્યમાં નવી પાંચ મેડિકલ કોલેજાે ઉભી કરવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરાઈ છે. જેમાં બોટાદ, દ્વારકા, મોરબી, ગોધરા અને રાજપીપળા ખાતે મેડિકલ કોલેજ ઉભી કરાશે. આ માટે કેન્દ્રની મેડિકલ કાઉન્સિલની ટીમ દ્વારા આ તમામ પાંચેય સ્થળોની મુલાકાત લઈને નિરીક્ષણ કરાયું હતું. જેમાં કેટલીક ક્વેરીઓ કાઢવામાં આવી હતી. આ મામલે આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષા સુથારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી રાજ્યમાં પાંચ નવી મેડિકલ કોલેજાે શરૂ થઇ જાય તેવા પ્રયાસો કરાયા છે. મેડિકલ કાઉન્સિલની ટીમ દ્વારા કરાયેલા નિરીક્ષણમાં બે સ્થળોએ જમીનની તેમજ બાકીના ત્રણ સ્થળોએ સ્ટાફ તેમજ અન્ય ક્ષતિઓ જણાવી હતી. જે અંગે રાજ્ય સરકાર દ્વારા આ તમામ ક્વેરીઓને વહેઈ તકે દૂર કરવાના પ્રયાસો કરાયા છે. આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષા સુથારે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મેડિકલ કાઉન્સિલને રિ-ઇન્સ્પેકશન માટેની રજૂઆત કરાઈ છે. આ રિ-ઇન્સ્પેકશન થઇ ગયા બાદ રાજ્યમાં નવી પાંચ મેડિકલ કોલેજાેને મંજૂરી મળી જાય તેવી આશા વ્યક્ત કરી હતી. તેમજ આગામી શૈક્ષણિક સત્રથી આ પાંચેય મેડિકલ શરુ થઇ જાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મેડિકલ કોલેજાે શરૂ થઈ જાય તો રાજ્યમાં મેડિકલની નવી ૫૦૦ બેઠકોનો વધારો થશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  જનસમૂહને જાેડવાનું સહકારિતાનું શ્રેષ્ઠ મોડલ વડાપ્રધાને આપ્યું છે  અમિત શાહ

  ગાંધીનગર, સવાસો કરોડ જેવી વિશાળ જનસંખ્યા ધરાવતા દેશમાં સર્વગ્રાહી સર્વસ્પર્શી અને સર્વ સમાવેશી વિકાસમાં જન-જનને જાેડવાનું સહકારિતાનું શ્રેષ્ઠ મોડલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું છે તેમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વમાં વિકાસના ઘણા મોડલ આવ્યા, પરંતુ આર્થિક સક્ષમતા સાથે સૌને વિકાસની- ઉન્નતિની તક આપતું સહકારિતાનું મોડલ આઝાદીનાં ૭૫ વર્ષ પછી કોઈ વડાપ્રધાને સરકારમાં પૂર્ણ પણે સહકારિતા વિભાગ શરૂ કરીને આપ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ગાંધીનગર નજીક અમૂલ ફેડ ડેરીના કુલ ૪૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ચાર અત્યાધુનિક નવા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે રાજ્યના પાટનગર ગાંધીનગર નજીક આવેલી અમૂલ ફેડ ડેરીના ચાર અત્યાધુનિક પ્લાન્ટ અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા દૂધ પાઉડર પ્લાન્ટ, પોલિફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ તથા અન્ય પ્રોજેક્ટ્‌સનું ઉદઘાટન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે અમૂલ ડેરી દ્વારા આ ચાર પ્રોજેક્ટ્‌સમાં રૂપિયા ૪૧૫ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રીય મંત્રી અમિત શાહે આ અવસરે પ્રગતિશીલ મહિલા પશુપાલકો દૂધ ઉત્પાદક બહેનોને સન્માનિત કરતાં જણાવ્યું કે, વિશ્વમાં વુમન એમ્પાવરમેન્ટ મહિલા સશક્તિકરણની ચર્ચા કરનાર લોકો ગુજરાતની ગ્રામીણ નારીશક્તિની ક્ષમતાના ઉત્કૃષ્ઠ અમૂલ પેટર્નનો અભ્યાસ કરી લે. સવારે ૪ વાગ્યે ઊઠીને પશુ દોહવાનું અને દૂધ મંડળીમાં દૂધ પહોંચાડવાનું જે કામ ગ્રામીણ મહિલા શકિત કરે છે, તે એક આગવી તાકાત છે. ૩૬ લાખ લોકો એકસાથે મળીને સમાન હિત સમાન ધ્યેય સાથે કામ કરે તો પ્રચંડ જન શક્તિની કેટલી મોટી તાકાત બની શકે, તે અમૂલે સહકારિતાના આંદોલનથી વિશ્વને બતાવ્યું છે એમ પણ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૂલના આ સહકારિતા મોડેલને સસ્ટેનેબલ અને લાંબાગાળાના સર્વગ્રાહી વિકાસનું શ્રેષ્ઠ મોડેલ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આઝાદી પહેલા ગાંધીજી અને સરદાર સાહેબના માર્ગદર્શનમાં શરૂ થયેલી ગ્રામીણ ક્ષેત્રના દૂધ ઉત્પાદકોની પ્રવૃત્તિ આજે નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં વટવૃક્ષ બની સહકારથી સમૃદ્ધિનું ઉદાહરણ બની છે. આ નવો દૂધ પાઉડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં આવ્યો છે. જે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)નું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક ૫૦ લાખ લિટરની છે. દૈનિક ૧૫૦ ટનની ક્ષમતા ધરાવતો નવો અલ્ટ્રા-મોડર્ન મિલ્ક પાવડર પ્લાન્ટ સ્થાપિત કરી ડેરીની ક્ષમતા દૈનિક ૩૫ લાખ લિટરથી વધારીને ૫૦ લાખ લિટર કરવામાં આવી છે. આ નવો પ્લાન્ટ ૨૪ કલાક કાર્યરત રહે તે રીતે રૂપિયા ૨૫૭ કરોડ રૂપિયાના રોકાણથી બનાવવામાં આવ્યો છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિ.માં કુલપતિના મદદનીશે વિદ્યાર્થીને લાફો મારતા વિવાદ

  ગાંધીનગર, ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમા શૈક્ષણિક સ્ટાફ અને વિધાર્થી વચ્ચે મારામારીની ઘટના બની છે. યુનિવર્સિટીના કુલપતિના અંગત મદદનીશ યોગેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ સાથે બેહૂદું વર્તન કર્યું હતું એટલું જ નહીં રજૂઆત કરવા ગયેલા દિનેશ આહિર નામના વિદ્યાર્થીને ઉગ્ર બની લાફો ઝીંકી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ચાલતી પી.એચ.ડી એડમિશન પ્રક્રિયામાં ઉભી થયેલી વિસંગતતા અંગે રજુઆત કરવા આવેલ વિધાર્થીને કુલપતિના અંગત સચિવ યોગેન્દ્ર પટેલે લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થી દિનેશ આહિર નામના વિદ્યાર્થીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં પી.એચ.ડી એડમિશન પ્રક્રિયામાં યુનિવર્સિટીના કર્મચારીઓ દ્વારા યુજીસીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. પોતાના અંગત મળતિયાઓને સેટ કર્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ અંગેની રજૂઆત કરવા માટે હું અને અન્ય બે બહેનો પૂછપરછ માટે ગયા હતા. ત્યારે કુલપતિના અંગત મદદનીશ યોગેન્દ્ર પટેલે રજૂઆત નહીં સાંભળીને ઉગ્રતાથી વાત કરી હતી. એટલું જ નહીં ચિલ્ડ્રન યુનિવર્સીટીના કાર્યકારી કુલસચિવ અશોક પ્રજાપતિની હાજરીમાં બનેલીઆ ઘટનામાં રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીને યોગેન્દ્ર પટેલે લાફો માર્યો હોવાનો સીધો આક્ષેપ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ચિલ્ડ્રન યુનિવર્સિટી ની ભરતી અને એડમિશન પ્રક્રિયા માં કુલપતિ હર્ષદ શાહ અને એમના અંગત મદદનીશ સહિત તમામ કર્મચારીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સરકારે આ ઘટનાની તપાસ કમિટી દ્વારા કરવામાં આવે અને અશોક પ્રજાપતિ સામે કાર્યવાહીની માંગ છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  હેતુલક્ષી ૩૦ ટકા અને ગુણાત્મક પ્રશ્નો ૭૦ ટકા પૂછવામાં આવશે

  ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિત અને તેમના ભવિષ્ય માટે સતત સારા ર્નિણયો લેવામાં આવી રહ્યાં છે. જેના અંતર્ગત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ધોરણ ૯ થી ૧૦ અને ૧૨ માં સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ર્નિણય લેવાયો છે કે, હેતુલક્ષી પ્રશ્ન ૨૦ ટકા પૂછાતા હતા, તેને બદલે હવે ૩૦% પુછાશે. ગુણાત્મક પ્રશ્નો ૮૦% પૂછાતા હતા, તેને બદલે આ વર્ષથી ૭૦ ટકા પૂછવામાં આવશે. લાંબા સમય બાદ શૈક્ષણિક કામગીરી શરૂ કરાઈ છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના શિક્ષણ શૈલી પર મોટી અસર પડી છે. આવામાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ જાહેરાત કરતા કહ્યું કે, ધોરણ ૯, ૧૦ તેમજ ધોરણ ૧૧ અને ૧૨ ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સ્થિતિ હમણાંની જ સ્થિતિ છે તમને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને વિશાળ હિતમાં ર્નિણય લેવામાં આવ્યો છે. હેતુલક્ષી પ્રશ્ન ૨૦ પૂછાતા હતા, તેને બદલે હવે ૩૦% પુછવામાં આવશે. ગુણાત્મક પ્રશ્નો ૮૦% પૂછવામાં આવતા હતા, તેને બદલે આ વર્ષથી ૭૦ ટકા પૂછવામાં આવશે. દરેક વિદ્યાર્થી સારી રીતે પરીક્ષા આપી શકે એ માટે મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યના ૨૧ લાખ ૭૫ હજાર જેટલા વિદ્યાર્થીઓને સરળતાથી આપી શકે. સ્પર્ધાત્મક પરીક્ષામાં જઈ શકે એવા ર્નિણય લેવામાં આવ્યા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  વડાપ્રધાન આપેલા લક્ષ્યોને સાકાર કરવા માટે ગુજરાત પૂરજાેશથી પ્રતિબદ્ધ  મુખ્યમંત્રી

  ગાંધીનગર, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલ ગતિશક્તિ કોન્ફરન્સ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકાસલક્ષી કોઇપણ લક્ષ્યને સાકાર કરવા ગુજરાત પૂરજાેશથી પ્રતિબદ્ધ છે. એટલું જ નહિ, દેશના આંતરમાળખાકીય વિકાસને અદ્વિતિય શક્તિ અને ગતિ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન આપ્યો છે, તેને ગુજરાતમાં પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી વેસ્ટ ઝોનલ કોન્ફરન્સમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાને ર૧મી સદીને અનુરૂપ આંતરમાળખાકીય વિકાસ માટે સર્વગ્રાહી-હોલિસ્ટીક ગ્રોથનું આગવું વિઝન આ પી.એમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનથી આપ્યું છે.દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલા અને મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્‌સ, શિપિંગ અને વોટરવેઝ દ્વારા આયોજિત આ આંતરરાજ્ય કોન્ફરન્સમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગોવા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત દીવ-દમણ પ્રદેશોના મંત્રીઓ, સ્ટેકહોલ્ડર્સ વગેરેએ સહભાગી થઇ સમૂહ વિચાર મંથન કર્યુ હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી દેશમાં લોજિસ્ટિક ક્ષેત્ર બહુધા ઉપેક્ષિત હતું પરંતુ નરેન્દ્ર મોદીએ એક નવા દ્રષ્ટિકોણથી નયાભારતના નિર્માણમાં ગતિશક્તિને જાેડવાનો નવો વિચાર આપ્યો છે. આ પ્લાન દેશના લોજિસ્ટીકસ અને ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રની શિકલ-સુરત બદલી નાંખશે. યુવાઓ માટે રોજગારીની નવી તકો અને લોકલ પ્રોડક્ટને ગ્લોબલ માર્કેટ પણ આ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનથી મળશે તેમ તેમણે ઉમેર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની આ દૂરંદેશી યોજના રોડ અને રેલવે, વોટર વે અને ઉર્જા જેવા આંતરમાળખાકીય ક્ષેત્રોના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે. પ્રધાનમંત્રીએ આર્ત્મનિભર ભારતનો જે સંકલ્પ કરેલો છે તેમાં આ નેશનલ માસ્ટર પ્લાન નવી દિશા આપશે. વેસ્ટ ઝોનના રાજ્યો સાથે મળી ગતિશક્તિ યોજનાના નિર્ધારિત લક્ષ્યને જલ્દીથી પાર કરશે, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
  વધુ વાંચો
 • ગુજરાત

  એલઆરડી પીએસઆઈ ની ભરતી પારદર્શક રીતે થશે  હર્ષ સંઘવી

  ગાંધીનગર/સુરત, ગુજરાતમાં આગામી દિવસોમાં ૧૦ હજારથી વધુ એલઆરડી અને ૧૩૦૦ જેટલા પીએસઆઈની જગ્યાઓ માટે ભરતી થવાની છે. ત્યારે આ ભરતીને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આ ભરતીમાં કોઈ પણ જાતની ગેરરીતિ કે લાગવગને કોઈ સ્થાન નથી. આ ભરતી પારદર્શક રીતે થશે. તેમજ ઉમેદવારોએ એજન્ટો કે વચેટિયાઓની વાતોમાં ભોળવાઈ ન જવા ગૃહ રાજ્ય મંત્રીએ અપીલ કરી છે. રાજ્ય સરકારના પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી દિવસોમાં લોક રક્ષક દળ (એલઆરડી)માં ૧૦,૪૫૯ જેટલી જગ્યાઓ તેમજ ૧૩૦૦ જેટલા પીએસઆઈની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં એલઆરડીની ૧૦,૪૫૯ જગ્યાઓ માટે ૯.૬૦ લાખ કરતા વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તેવી જ રીતે ૧૩૦૦ પીએસઆઈની જગ્યાઓ માટે પણ લાખોની સંખ્યામાં યુવાનોએ અરજીઓ કરી છે. એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે રાજ્યના લાખો યુવાનો તેઓ સફળ થશે તેવી આશાઓ સાથે મહેનત કરી રહ્યા છે. ત્યારે આ યુવાનોમાં કઈક અંશે અંદર ખાને એવો ડર પણ છે કે, અગાઉની પરીક્ષાઓની જેમ પેપર લીક નહી થાય ને? આ સંજાેગોમાં પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા તાજેતરમાં એવું જણાવાયું છે કે, આ ભરતી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિને સ્થાન નથી. ત્યારે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ હસમુખ પટેલની આ વાતને દોહરાવી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ ભરતી સંપૂર્ણ પારદર્શક રીતે કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કોઈ સ્થાન નથી. ગૃહ રાજ્ય મંત્રીએ ઉમેદવારોને એમ પણ જણાવ્યું હતું કે, ઉમેદવારો કોઈ પણ એજન્ટોની ચંગુલમાં આવે નહિ, તેમજ કોઈ પ્રલોભનનો શિકાર બને નહિ. આ સમગ્ર ભરતી પ્રક્રિયા ઉપર જિલ્લાભરની પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે. પોલીસ આવા એજન્ટોને શોધી રહી છે. હજુ કેટલાક ઉમેદ્વ્‌વારો લાગવગ થશે તેવી આશાઓ રાખીને બેઠાં છે. ક્યાંક ને ક્યાંક વચેટિયાઓ પણ પૈસા લઈને નોકરી અપાવવાની વાતો કરીને ઉમેદવારો સાથે છેતરપીંડી કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. ત્યારે આ ભરતી પ્રક્રિયામાં સંપૂર્ણ ગોપનિયતા જળવાય તેમજ મહેનતુ ઉમેદવારોને ન્યાય મળે તેવી દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
  વધુ વાંચો
 • ગુજરાત

  દેશમાં એર એમ્બ્યુલન્સની સેવા માટે કેન્દ્રમાં દરખાસ્ત પૂર્ણેશ મોદી

  ગાંધીનગર, રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ સત્વરે પૂરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યુ છે. જેના ભાગરૂપે નાગરિકોને આકસ્મિક સંજાેગોમાં ૧૦૮ની જેમ એર એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનાવવા દેશમાં ગુજરાતે સૌપ્રથમવાર આયોજન કરીને કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી છે, તેમ રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતું.આ અગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાના અધ્યક્ષ સ્થાને વિવિધ રાજ્યોના ઉડ્ડયન મંત્રીઓની બેઠક તાજેતરમાં દિલ્હી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં એર સુવિધાઓનો વ્યાપ વધે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બને એ માટે ગુજરાત સરકારે વિવિધ માંગણીઓ કરી છે. તેને કેન્દ્ર સરકાર દ્ધારા હકારાત્મક અભિગમથી ઉકેલ લાવવા તત્પરતા દર્શાવી છે.મંત્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં સૌ પ્રથમ વાર ૧૦૮ની જેમ એર એમ્બ્યુલન્સની સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. જેમાં ૧૦૮ દ્વારા સેવાઓની જરૂરિયાત માટે કોલ આવે તો કલાકના રૂ.૫૦,૦૦૦/- લેખે, હોસ્પિટલમાંથી કોલ આવે તો રૂ.૫૫,૦૦૦/- તથા કોઈ વ્યક્તિ કે નાગરિક દ્ધારા આ સેવાઓ માટે કોલ કરવામાં આવશે તો રૂ.૬૦,૦૦૦/-નું ભાડૂ નિયત કરાયું છે.રાજ્યના ઐતિહાસિક શહેર અમદાવાદની સંસ્કૃતિથી લોકો પરીચિત થાય અને અમદાવાદના મહત્વના સ્થળો જાેઈ શકે તે માટે સાબરમતિ હેલેપેડથી અમદાવાદ દર્શન માટે હેલીકોપટર સેવા શરૂ કરવા કેન્દ્રમાં રજૂઆત કરાઈ છે. એ જ રીતે નાગરીકોને સી-પ્લેનની સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે રાજ્યના છ સ્થળોને પસંદગી કરીને સર્વેની કામગીરી શરૂ કરી છે, સાબરમતી રીવરફ્રન્ટ , સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાલિતાણા શેત્રુજ્ય ડેમ, સાપુતારા લેક, મહેસાણા ધરોઈ ડેમ, અને સુરતના ઉકાઈ ડેમની પસંદગી કરવામાં આવી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  જીપીએસસી પરીક્ષાને ગ્રા.પં.ની ચૂંટણી નડી  પરીક્ષાઓની તારીખમાં ફેરફાર

  ગાંધીનગર, રાજ્યમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીની જીપીએસસીની પરીક્ષાઓ ઉપર અસર પડી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની જાહેરાત થતાં જીપીએસસીની પરીક્ષાઓને પાછળ ઠેલવવામાં આવી છે.ગુજરાતની ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી મહીને એટલે કે, ડિસેમ્બર મહિનાના બીજા પખવાડિયામાં યોજવાની રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આયોજિત વર્ગ-૧ અને ૨ ની ૧૮૩ જેટલી જગ્યાઓ માટે આગામી તા. ૧૯ થી ૨૬ ડિસેમ્બર દરમિયાન પરીક્ષાઓ યોજવામાં આવનાર હતી. પરંતુ રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત આગામી તા. ૧૯ ડિસેમ્બરના રોજ મતદાન અને તા. ૨૧મી ડિસેમ્બરના રોજ મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ત્યારે જીપીએસસી દ્વારા લેવાનારી આ પરીક્ષાઓની તારીખને પાછળ ઠેલવવામાં આવી છે.જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાએ સોશિયલ મીડિયા ટ્‌વીટર ઉપર ટ્‌વીટ કરીને જાણકારી જીપીએસસીની પરીક્ષાઓ પાછી ઠેલવવામાં આવી હોવાની જાણકારી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી તા. ૧૯ ડિસેમ્બર અને ૨૬મી ડિસેમ્બરના યોજાનારી જીપીએસસીની પરીક્ષાઓને ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને થોડા સમય માટે સ્થગિત રાખવામાં આવી છે. જેથી હવે ૧૯ ડિસેમ્બરના રોજ યોજાનારી પરીક્ષા તા. ૨૬મી ડિસે.ના રોજ લેવામાં આવશે, ૨૬મી ડિસેમ્બરે યોજવામાં આવનારી પરીક્ષા હવે બીજી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ યોજવામાં આવશે તેમ જણાવાયું છે.જીપીએસસી દ્વારા હાલમાં નાયબ કલેકટર-નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની કુલ ૮, જિલ્લા-નાયબ રજિસ્ટ્રારની એક, સહાયક રાજ્ય વેરા કમિશનરની કુલ ૪૮, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની એક જગ્યા મળીને વર્ગ-૧ ની કુલ ૭૩ જગ્યાની પરીક્ષાઓ લેવાનાર હતી. મામલતદારની ૧૨,ટીડીઓની ૧૦, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારની ૧૦, સમાજ કલ્યાણ અધિકારી (અનુ.જાતિ કલ્યાણ)ની એક, સરકારી શ્રમ અધિકારીની બે, રાજ્ય વેરા અધિકારીની ૭૫ જગ્યા મળીને સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૧૦ જગ્યાઓ મળીને વર્ગ-૧ અને ૨ ની કુલ ૧૮૩ જગ્યામાટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  રાજ્યમાં કોરોનાના નિયંત્રણો હળવા કરવાની વિચારણા કરાશે મુખ્યમંત્રી

  અમદાવાદ,  રાજ્યમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. દિવાળી પહેલા લોકોને નિયંત્રણો હળવા કરાયા હતા, ત્યારે ફરી એકવાર કોરોનાના નિયંત્રણ હળવા કરવા અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાના નિયંત્રણો ઝડપથી હટાવવા વિચારણા કરવામાં આવશે. અન્ય દેશો કરતા હાલ આપણી સ્થિતિ ઘણી સારી છે.લોકોની સુખાકારીમાં નિયમો અડચણરૂપ બનશે નહીં.કોરોનાના નિયંત્રણ હળવા કરવા અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, કોરોના કાળમાં તમામ લોકોનો સરકારને સહકાર મળ્યો છે. અન્ય દેશોમાં હજુ પણ કોરોનાનો કહેર છે. જેથી હજુ નિયંત્રણ દૂર કરવામાં ચિંતા થાય છે. પરંતુ લોકોને કોઈ મુશ્કેલી ના પડે અને સાથે મળીને લડાઈ ચાલુ રાખવા નિયંત્રણો દૂર કરવા વિચારણા કરાશે. જાે કે હાલ કોરોનાના કેસ ભલે ઓછા આવી રહ્યા હોય તેમ છતા સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે.અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં સોમવારે કોરોનાના નવા ૨૫ કેસ નોંધાયા હતા. બીજી તરફ ૨૬ દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૮૩૧ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૪ ટકાએ પહોંચી ચુક્યો છે. તો સોમવારના દિવસમાં ૩,૬૭,૦૪૬ રસીના ડોઝ અપાયા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ જાેખમ મહાનગરોમાં સર્જાયુ હતું. ખાસી કરીને અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં સ્થિતિ બેકાબૂ બની હતી. આ શહેરોમાં અગાઉની કોવિડ ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝરના વ્યાપક ઉપયોગ સાથે સ્થિતિ પૂર્વવત કરવાનો પ્રયાસ કરાશે.મહાનગરોમાં લગ્ન, અંતિમવિધિ, દફનવિધિ, રાજકીય, સામાજિક, જાહેર મેળાવડાઓ, પરિવહન વગેરે માટે પણ લોકોને એકઠા થવાની સંખ્યાની મર્યાદામાં વ્યાપક વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે રાજ્યમાં ફરીથી કોરોનાના કેસ વધ્યા છે, પરંતુ જાે સ્થિતિ આવીને આવી જ રહેશે તો સરકાર ટૂંક સમયમાં છુટછાટો પર પ્રતિબંધ મૂકી શકે છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સમિટ પૂર્વે રૂ. ૨૪૧૮૫.૨૨ કરોડના ૨૦ એમઓયુ કરાયા

  ગાંધીનગર, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ પૂર્વે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારો, સાહસિકો અને એકમો સાથે ૨૦ જેટલા એમઓયુ કરવામાં આવ્યા હતા. જેના થકી રાજ્યમાં રૂપિયા ૨૪૧૮૫ કરોડથી વધુના રોકાણ માટેની સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તરોત્તર નવા રેકોર્ડ સ્થાપી સ્થાપી રહી છે. વાયબ્રન્ટ સમિટને કારણે ગુજરાત વૈશ્વિક બિઝનેસ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી વર્ષેના પ્રારંભે ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ યોજાનાર છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગપતિઓ, સાહસિકો અને એકમો સાથે નવા એકમો શરુ કરવા માટેના એમઓયુ કરવામાં આવ્યા હતા. આ એમઓયુ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આગામી જાન્યુઆરી-૨૦૨૨માં યોજાનારી આ સમિટ આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારતની પ્રગતિ અને સફળતાની ગાથાને વધુ ગતિથી આગળ વધારશે. ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી રહેલી આ વાયબ્રન્ટ સમિટની ૧૦મી શ્રૃંખલાના પ્રારંભ પૂર્વે આજે ગુજરાત સરકારે રૂ. ૨૪ ૧૮૫.૨૨ કરોડના સૂચિત મૂડીરોકાણ માટે ૨૦ જેટલા સ્ર્ંેં (મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ મૂડીરોકાણ દ્વારા રાજ્યમાં અંદાજે ૩૬,૯૨૫ જેટલી રોજગારની નવી તકો ઊભી થશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વૈશ્વિક વિકાસનો જે પાયો આ સમિટથી નાખ્યો છે. તેના પરિણામે આજે ગુજરાત દેશ અને દુનિયાના રોકાણકારો માટે એક સક્ષમ માધ્યમ બન્યું છે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પણ નરેન્દ્ર મોદીના પદચિન્હો પર ચાલીને સકારાત્મક બિઝનેસ પોલિસી તથા પ્રોત્સાહક વાતાવરણથી વધુને વધુ ઉદ્યોગો રાજ્યમાં આવે તે માટે પ્રતિબદ્ધ છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગુજરાતમાં વધતા જતા ડ્રગ્સના નેટવર્કને અંકુશમાં લેવા કોંગ્રેસની માંગ

  ગાંધીનગર,ગુજરાતમાં ડ્રગ્સનું જે નેટવર્ક વધતું જઈ રહ્યું છે તેની સામે તાત્કાલિક કડક અંકુશ આવે તે માટેની કાર્યવાહી કરવા તેમજ આ મામલે તપાસ કરવા અંગે ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા આજે રાજ્યપાલને મળીને આવેદનપત્ર અપાયું હતું. જેમાં રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં રોજનો ત્રીસ લાખ રૂપિયાનો દારૂ પકડાય છે તેની પાછળ ભાજપના હપ્તાખોર શાસકો જવાબદાર હોવાનો પણ આક્ષેપ કર્યો છે. એટલું જ નહિ હાઇકોર્ટના સિટિંગ જજની દેખરેખમાં એક તપાસ પંચની નિમણુક કરવાની પણ માંગણી કરાઈ છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ મહામંત્રી નિશીથ વ્યાસ, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, ધારાસભ્યો શૈલેશ પરમાર, વીરજી ઠુંમર, સી. જે. ચાવડા અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સહીતનું એક પ્રતિનિધિ મંડળ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યું હતું. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્યપાલને એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં એવી રજૂઆત કરાઈ હતી કે, ગુજરાતમાં દારૂબંધીનો પણ કાયદો છે, પરંતુ તેની અમલવારીમાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે તથા રાજ્યનો એક- એક વ્યક્તિ આ કાયદાની શું જમીની હકીકત છે તે જાણે છે. ત્યારે બીજી તરફ છેલ્લા છ મહિનાની અંદર જ ગુજરાતમાંથી ૨૫ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે જેમાં શાસકો સાથે જાેડાયેલા મોટા માથાઓની સામેલગીરીને સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે, છપ્પનની છાતીની વાતો કરનારા શાસકો ગુજરાતની સરહદો સાચવવામાં પણ સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. ગુજરાતમાં નશાબંધી હોવા છતાં છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૨૦૦ કરોડથી પણ વધારે રકમનો દારુ પકડાતો હોય, એટલે કે, દરરોજ લગભગ ત્રીસ લાખ રૂપિયાનો દારુ પકડાતો હોય, જે શાસકોની હપ્તાખોરી અને ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરવાના કાવતરાના ભાગરૂપે જ છે. ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓના ચાલી રહેલા આયોજનબદ્ધ નેટવર્ક માટે ક્યાંક ને ક્યાંક ભાજપના હપ્તાખોર શાસકો જવાબદાર છે.મોંઘા શિક્ષણ, બેરોજગારીથી ઝઝૂમી રહેલા ગુજરાતના શિક્ષિત, સક્ષમ યુવાનોથી રાજ્યને સમૃદ્ધ બનાવવાનું હોય, વિકસિત બનાવવાનું હોય તેના સ્થાને તેને અવળા રસ્તે નશાના રવાડે ચડાવવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. ગુજરાત સરકારના ભાજપના શાસકો પોતાની હપ્તાખોરીની લાલચને કારણે, સામેલગીરીના કારણે ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને રોકવામાં, નાથવામાં આંખ આડા કાન કરીને યુવાપેઢીને બરબાદ કરવાના કાવતરાઓમાં ભાગીદાર અને કારણભૂત બની રહ્યા છે. 
  વધુ વાંચો
 • ગુજરાત

  બાંધકામ ક્ષેત્ર રાષ્ટ્રનિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

  ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા દર બે વર્ષે વાઈબ્રન્ટ સમિટ યોજાય છે ત્યારે આગામી વર્ષે જાન્યુઆરી-૨૦૨૨માં યોજાનારી ‘વાઈબ્રન્ટ સમિટ’માં મહત્તમ એમ.ઓ.યુ થાય તેવી લાગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરમાં આયોજિત નારેડસ્કો કોન્કલેવ-૨૦૨૧ માં પોતાના ઉદબોધન સમયે વ્યક્ત કરી હતી.નારેડસ્કો કોન્કલેવ-૨૦૨૧ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના બાંધકામક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને આર્થિક ઉપાર્જનની સાથે જનકલ્યાણના પણ કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી.દેશમાં કૃષિક્ષેત્ર પછી ઉધોગ અને બાંધકામ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર હોવાનું જણાવી રાજ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને સાહસિક પ્રવૃત્તિઓને વેગ આપવા ગુજરાત સરકારે અનેકવિધ પગલાં હાથ ધર્યા હોવાનું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતુ. જેના પરિણામ સ્વરૂપ જ છેલ્લા પાંચ વર્ષથી રાજ્યમાં બેરોજગારી દર ખૂબ જ નીચો રહ્યો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં ઉધોગ ક્ષેત્રની સાથોસાથ બાંધકામ ક્ષેત્ર પણ કદમ થી કદમ મિલાવીને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.આ પ્રસંગે તેમણે પ્રજાના મૂંઝવતા પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરીને તેના સત્વરે નિકાલ કરવા આ કોન્કલેવ એક મહત્વનું માધ્યમ સાબિત થઇ શકે છે તેમ જણાવ્યું હતું. સરકારની નીતી નિયમો મુજબ કાર્ય કરે છે પ્રજાને મૂંઝવતા પ્રશ્નો અને મુશ્કેલીઓના ઝડપી નિરાકરણ માટે નીતિ નિયમ બદલાવ કરવાની જવાબદારી સરકારની છે. જે દિશામાં અમારી સરકાર પ્રયત્નશીલ છે, તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ. ગુજરાતમાં રેરાનો કાયદો આવ્યા બાદ બાંધકામ ક્ષેત્રમાં પારદર્શિતા વધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશના જરૂરિયાત મંદ નાગરિકોને ઘરનું ઘર આપવાના સ્વપ્નને રાજ્યનું બાંધકામ ક્ષેત્ર શ્રેષ્ઠપણે ચરિતાર્થ કરી રહ્યું છે.આ કોન્કલેવમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રજા દ્વારા ઉધરાવવામાં આવતું મહેસૂલ રાજ્યને સમૃદ્ધ બનાવવા અતિ મહત્વનું હોવાનું જણાવ્યું હતું. રાજ્યનો સર્વાંગી વિકાસ કરવા માટે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર દરેક વ્યવસાય દરેક ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી હોવાનું તેઓએ ઉમેર્યુ હતુ.મહેસૂલ મંત્રીએ આ પ્રસંગે એમ પણ જણાવ્યું હતું કે, પ્રજાલક્ષી સરકારી સેવાઓનું ડિજીટલીકરણ કરીને વહીવટી પારદર્શિતામાં ઉતરોતર વધારો કરાઈ રહી હોવાનું જણાવી પ્રજાના પ્રશ્નોના સત્વરે નિરાકરણ માટે લાગણીશીલ સરકાર સતત પ્રયત્નશીલ અને ચિંતિત હોવાનું જણાવ્યું હતું. રાજ્યની પ્રજાની સરકારે સેવાઓથી લાભાન્વિત કરવા વર્તમાન સરકાર દ્વારા અનેક નવતર અભિગમ હાથ ધરાયા છે, તેમ ત્રિવેદીએ જણાવ્યુ હતુ.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, બાંધકામ ક્ષેત્ર વિકસિત અવસ્થામાં છે જેણે સુર્વણકાળ ગણી શકાય. દેશમાં નાગરિકોને રોજગારી આપવામાં ઉધોગ અને બાંધકામ ક્ષેત્રનો સિંહફાળો રહેલો છે.નારેડસ્કોના હોદ્દાની રૂએ ચીફ પેટ્રોન એટલે કે મુખ્ય આશ્રયદતા એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ફાયનાન્સ ફેસિલિટેશન સેન્ટર’નો શુભારંભ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નારેડસ્કો રિયલ એસ્ટેટ ડેવલોપર્સને, સરકાર અને નાગરિકોને સંકલિત કરતુ સાહસ છે.આ કોન્કલેવમાં અમદાવાદના ડેપ્યુટી મેયર ગીતા પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, સચિવો, નારેડસ્કોના સ્થાનિક તેમજ રાષ્ટ્રીય હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં ઉધોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.
  વધુ વાંચો