સ્વિમિંગપુલના આજીવન સભ્યો પાસે મેન્ટેનન્સ ફી વસુલવાનો નિર્ણય સ્થગિત કરાશે
02, સપ્ટેમ્બર 2025 વડોદરા   |   5940   |  

બજેટની સભામાં વાર્ષિક મેન્ટેનન્સ પેટે ૧૦૦૦ વસુલવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો

પાલિકાના સમગ્ર સભામાં મંજૂરી બાદ વધુ એક નિર્ણય પાછો લેવાની ફરજ પડી!

વડોદરા મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના સ્વિમિંગપુલોમાં આજીવન સભ્યપદ ધરાવતા સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે રૂા.૧૦૦૦ વસુલ કરવાના સ્થાયી સમિતીના એક સભ્ય દ્વારા કરાયેલા સુચને સમગ્ર સભો મંજૂરી આપી હતી. જાેકે, પાલિકાના આ નિર્ણયને લઈને વર્ષોથી બારે મહિના સ્વિમિંગ કરતાં આજીવન સભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે હવે આજીવન સભ્યોની પાસેથી વાર્ષિક મેન્ટેન્સ ફી હાલ પુરતી સ્થગીત કરવા દરખાસ્ત સ્થાયી સમિતીમાં રજૂ કરવામાં આવી છે.

દરખાસ્તમાં જણાવ્યું છે કે, વડોદરા મહાનગરપાલિકા હસ્તકના ટુરીસ્ટ વિભાગ દ્વારા સ્વિમિંગપુલોનું સંચાલન કરવામાં આવે છે. પાલિકા દ્વારા વખતોવખત નિયત કરેલ ફી વસુલ કરી તમામ સ્વિમિંગપુલ ખાતે સભ્યોને માસિક અને વાર્ષિક સભ્યપદ સાથે સ્વિમિંગપુલના નિતી-નિયમો અને શરતોનું ચુસ્તપણે પાલન કરવાની શરતે પ્રવેશ આપવામાં આવે છે. ચાલુ વર્ષ માટે વડોદરા મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૫-૨૬ના ડ્રાફ્ટ બજેટમાં સામાન્ય સભામાં ચર્ચા દરમ્યાન પદાધિકારીઓ તેમજ સભાસદો દ્વારા કેટલાકસુચનો કરવામાં આવ્યા હતા. જે પૈકી અત્રેના ટુરીસ્ટ વિભાગ દ્વારા સંચાલિત સ્વિમિંગપુલો ખાતેના આજીવન સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે રૂ.૧૦૦૦ વસુલ કરવાના સભાસદના સુચનને સમગ્ર સભાએ બહાલી આપી મંજુરી આપી છે. જે મુજબ સમગ્ર સભા કર દર ઠરાવ અન્વયેપરિશિષ્ટ-૧૦ મુજબ સને.૨૦૨૫-૨૬ માટે સ્વિમિંગપુલો ખાતેના તમામ આજીવન સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે રૂ.૧૦૦૦ વસુલ કરવાના થાય છે.

જાેકે, પાલિકાના સ્વિમિૅગપુલ વર્ષમાં કેટલાક મહિના બંધ રહે છે. તો કેટલાક સ્વિમિંગપુલની ખરાબ હાલત થવા છતાં નિયમિત મેન્ટેનન્સ કરાતું નથી. આજીવન સભ્યોએ વાર્ષિક મેન્ટેનન્સની ફી વસુલવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે હવે વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે રૂ.૧૦૦૦ વસુલ કરવા બાબતે ફેરવિચારણા કરતા કરતા હાલ સ્વિમિંગપુલો ખાતેના આજીવન સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે રૂ.૧૦૦૦ વસુલ કરવાના ર્નિણયને હાલ સ્થગિત કરવા મંજૂરી માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આમ પાલિકામાં વધુ એક નિર્ણયને પાછો ખેંચવાની ફરજ પડી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution