03, સપ્ટેમ્બર 2025
કોચી |
4158 |
10 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકારીને શાનદાર ઈનિંગ રમી
કેરળ ક્રિકેટ લીગ 2025માં અનેક યુવા ખેલાડીઓ પોતાની ઊંડી છાપ છોડી રહ્યા છે. આ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને IPL 2026ની ઓક્શન પહેલા પોતાનો દાવો મજબૂત કર્યો છે. સીઝનની 26મી મેચમાં અદાણી ત્રિવેન્દ્રમ રોયલ્સ ટીમના કેપ્ટને 10 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકારીને શાનદાર ઈનિંગ રમી. કેપ્ટનની વિસ્ફોટક સદીને કારણે જ ટીમે મોટો સ્કોર બનાવ્યો હતો.
મેચમાં થ્રિસુર ટાઈટન્સની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આનો ફાયદો ઉઠાવતાં અદાણી ત્રિવેન્દ્રમ રોયલ્સના કેપ્ટન કૃષ્ણા પ્રસાદે શાનદાર ઈનિંગ રમી. કૃષ્ણા પ્રસાદે 191.94 ના સ્ટ્રાઈક રેટથી 62 બોલમાં 119 રનની અણનમ ઈનિંગ રમી. આ દરમિયાન કૃષ્ણા પ્રસાદે 6 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.
જોકે,કેપ્ટનને બીજા છેડેથી કોઈ સપોર્ટ મળ્યો ન હતો. તે પછી પણ તે અંત સુધી ઊભો રહ્યો અને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા. પરંતુ અંતે અદાણી ત્રિવેન્દ્રમ રોયલ્સ માટે અબ્દુલ બાસિથે 13 બોલમાં અણનમ 28 રન બનાવ્યા. જેમાં તેને 3 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા.