બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : નડિયાદ પાસે હાઈવે પર ૧૦૦મી. લાંબા સ્ટીલ બ્રિજનો બીજાે સ્પાન લોન્ચ કરાયો
04, સપ્ટેમ્બર 2025 વડોદરા   |   2871   |  

ગુજરાતમાં બનનારા ૧૭ સ્ટીલ બ્રિજીસમાં ૯માં સ્ટીલ બ્રિજની કામગીરી પૂર્ણ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના નડિયાદ નજીક એનએચ-૪૮ પર ૨ ટ ૧૦૦ મીટર લાંબા લોખંડના પુલના બીજા ૧૦૦ મીટર સ્પાનનાની કામગીરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી. આ સ્ટીલ પુલનો પહેલો ૧૦૦ મીટરનો સ્પાન એપ્રિલ૨૦૨૫ના મહિનામાં પૂર્ણ થયો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં બનનારા ૧૭ સ્ટીલ બ્રિજીસમાં આ નવમો સ્ટીલ બ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે.

૧૦૦ મીટરના બે સ્પાનના સ્ટીલ બ્રિજ અંદાજે ૨૮૮૪ મેટ્રિક ટન વજનનો છે, જેની ઊંચાઈ ૧૪.૬ મીટર અને પહોળાઈ ૧૪.૩ મીટર છે. ઉત્તર પ્રદેશના હાપુર નજીક સલસર ખાતે આવેલા વર્કશોપમાં તેનું ફેબ્રિકેશન કરવામાં આવ્યું છે. આ સ્ટીલ બ્રિજને ૧૦૦ વર્ષના આયુષ્ય માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે એનએચ-૪૮ દેશના સૌથી વ્યસ્ત છ-લેન હાઈવેમાંથી એક છે. સ્ટીલ બ્રિજનો બીજાે સ્પાન હાઈવે પર ત્રણ લેન ઉપરથી ૧૦૦ મીટર સુધી એક છેડે થી સરકાવીને લોન્ચ કરવામાં આવ્યો હતો. આ લોન્ચિંગનું આયોજન એવા શિડ્યુલ સાથે કરવામાં આવ્યું હતું કે જેથી વ્યસ્ત હાઈવે પર ટ્રાફિક સરળ રહે અને વાહન ચાલકોને ઓછામાં ઓછી અસુવિધા થાય.

૨૦૦ મીટર લાંબો આ સ્ટીલ બ્રિજ અંદાજે ૧,૧૪,૧૭૨ ટોર-શિયર પ્રકારના હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ્સ, સી૫ સિસ્ટમ પેઈન્ટિંગ અને ઇલાસ્ટોમેરિક બેરિંગ્સ સાથે બનાવવામાં આવ્યો છે. . તેને જમીન પરથી ૧૪.૯ મીટરની ઊંચાઈએ ટ્રેસ્ટલ્સ પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો અને તેને મેક-એલોય બાર્સ સાથેના ૨૫૦ ટન ઉઠાવવાની ક્ષમતા ધરાવતા એક એવા બે અર્ધ-સ્વચાલિત જેક્સ અને સ્વચાલિત મિકેનિઝમનો ઉપયોગ કરીને ખસેડવામાં આવ્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution