વડોદરામાં રાત્રે ધોધમાર 2.5 ઈંચ વરસાદ, શ્રીજીના દર્શનાર્થે નિકળેલા લોકો અટવાયા
04, સપ્ટેમ્બર 2025 વડોદરા   |   2574   |  

વડોદરા ઉપરાંત જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ થયો, પાદરામાં દોઢ ઈંચ

વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદે લગભગ વિરામ પાળ્યો હતો. જાેકે, આજે પણ સવાર થી આંશિક વાદળીયુ વાતાવરણ રહ્યું હતુ. ત્યાં રાત્રીના સમયે એકાએક મેધરાજાએ ઘબઘબાટી બોલાવતાં ગણેશોત્સવના ૮માં દિવસે પરીવાર સાથે વિવિધ મંડળોમાં ગણેશજીના દર્શનાર્થે નિકળેલા લોકો અટવાઈ ગયાં હતા. જોકે, એકધારો ધોધમાર વરસાદ પડતા નિચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતા.વડોદરામાં રાત્રી દરમિયાન 60 મી.મી. એટલે અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.

છેલ્લા કેટલાક દિવસથી મેધરાજાએ ફરી જમાવટ કરી છે. જોકે, બે દિવસ થી મેધરાજાએ લગભગ વિરામ પાળ્યો હતો. આજે પણ દિવસ દરમિયાન આંશિક વાદળીયા વાતાવરણ વચ્ચે વરસાદે વિરામ પાળ્યો હતો. જાેકે, વરસાદના વિરામને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા શ્રીજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો બહાર નિકળ્યાં હતા. ખાસ કરીને જૂના શહેરી વિસ્તારોમાં શ્રીજીના દર્શનાર્થે લોકોની ભારે ભીજ જાેવા મળી હતા. ત્યાં રાત્રીના ૮-૩૦ વાગ્યાની આસપાસ એકાએક ધોધમાર વરસાદ શરૂ થતાં લોકો અટવાઈ ગયાં હતા. એકધારો વરસાદ થતાં નિચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.

જાેકે, વરસાદ થતાં ઠંડક થવાથી લોકોએ રાહત અનુભવી હતી.રાત્રી દરમિયાન વડોદરા ઉપરાંત પાદરામાં 40મીમી, શિનોરમાં 34 મીમી, જેસરમાં 24મીમી, કરજણમાં 26મીમી,સાવલીમાં 19મીમી, ડભોઈમાં18 મી વરસાદ નોંધાયો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution