ફૂડ એન્ડ રેસિપી સમાચાર

 • ફૂડ એન્ડ રેસિપી

  ઘરે જ બનાવો એકદમ હેલ્ધી અને ટેસ્ટી કલકત્તાના કાઠી રોલ!

  ગુજરાતની જેમ ભારતના અનેક રાજ્યોમાં લારી ફૂડની અમુક વાનગીઓ ખુબ જ પ્રખ્યાત હોય છે. એવી જ રીતે કલકત્તામાં કાઠી રોલ પ્રખ્યાત છે. અત્યારે જ નોંધી લો આ રેસિપિ. તેને બનાવવામાં વધારે સમય પણ નહીં લાગે. સામગ્રી: ઘઉંનો લોટ - 1 કપ,તેલ - જરૂર પૂરતું,મીઠું - સ્વાદ મુજબ,લીલી ચટણી - અડધો કપ,ચાટ મસાલો - 1 ચમચી. સ્ટફિંગ માટે : બાફીને સમારેલા બટાકા - દોઢ કપ,હળદર - ચપટી,મરચું - અડધી ચમચીધાણા પાઉડર - અડધી ચમચી,ગરમ મસાલો - અડધી ચમચી,પાણી - 2 ચમચા,તેલ - 1 ચમચો,જીરું - અડધી ચમચી,સમારેલાં મરચાં - 1 નંગ,સમારેલી કોથમીર - 1 ચમચો,સમારેલો ફુદીનો - 1 ચમચો સલાડ માટે : ડુંગળીની સ્લાઇસ - 2 ચમચા,કેપ્સિકમની સ્લાઇસ - 2 ચમચા,ગાજરની ચીરીઓ - 2 ચમચા,સમારેલી કોબીજ - 2 ચમચા બનાવવાની રીત : લોટમાં થોડું મીઠું ભેળવી પાણી ઉમેરી કણક બાંધો અને ઢાંકીને 15-20 મિનિટ રહેવા દો.એક બાઉલમાં સલાડ માટેની સામગ્રી મિક્સ કરી તેને ઢાંકીને રહેવા દો. બે અલગ અલગ બાઉલમાં બે ચમચા પાણીમાં બધો પાઉડર મસાલો નાખીને પેસ્ટ તૈયાર કરો.હવે પેનને મધ્યમ આંચે એક ચમચો તેલ ગરમ કરી તેમાં જીરાનો વઘાર કરો. તે પછી સમારેલાં લીલાં મરચાં નાખી સાંતળો.તેમાં તૈયાર મસાલાની પેસ્ટ ભેળવી થોડી વાર સાંતળીને તરત જ સમારેલા બાફેલા બટાકા અને મીઠું નાખી બે-ત્રણ મિનિટ સાંતળો.કોથમીર અને ફુદીનો ઉમેરો. તે પછી તેને આંચ પરથી ઉતારી લઇ ઠંડું થવા દો. કણકને કૂણવી અને લૂઆ લઇ પાતળી રોટલી વણો.તેને બંને બાજુએ તેલ લગાવીને શેકો. હવે રોટલી પર લીલી ચટણી લગાવો. તેની વચ્ચે લંબાઇમાં બટાકાનું સ્ટફિંગ પાથરો અને તેના પર સલાડનું મિશ્રણ ગોઠવો.છેલ્લે ચાટ મસાલો ભભરાવી કાઠી રોલ્સ તૈયાર કરો.
  વધુ વાંચો
 • ફૂડ એન્ડ રેસિપી

  સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે બ્રેડ સ્પ્રાઉટ્સ રોલ

  નાસ્તામાં બનાવો બ્રેડ સ્પ્રાઉટ્સ રોલ. તે શરીર માટે પણ ફાયદાકારક છે. તે ખાવામાં પણ સ્વાદિષ્ટ છે તેને ઘરે બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો. તો આજે જ બનાવો ઠંડીમાં બ્રેડ સ્પ્રાઉટ્સ રોલ સામગ્રી : બ્રેડની સ્લાઇસ - 10,ફણગાવેલા મઠ - 1 ચમચો,ફણગાવેલા મગ - 1 ચમચો,સમારેલી ડુંગળી - 1 ચમચો,લીલાં મરચાં - 1 ચમચી,આદુંની પેસ્ટ - પા ચમચી,ટમેટાં - પા કપ,કોપરાનું છીણ - 1 ચમચો,લીંબુનો રસ - 1 ચમચી,મરીનો ભૂકો - પા ચમચી,તેલ - વઘાર માટે,મીઠું - સ્વાદ મુજબ,કોથમીર - 1 ચમચો. બનાવવાની રીત : ફણગાવેલા મગ અને મઠને થોડું પાણી રેડી બાફી લો. એક પેનમાં તેલ ગરમ કરી ડુંગળી સાંતળો. તે પછી તેમાં ટમેટાં, લીલાં મરચાં અને આદુંની પેસ્ટ ભેળવી નરમ થાય ત્યાં સુધી સાંતળો.તેમાં ફણગાવીને બાફેલા મગ અને મઠ ભેળવો. મરી, મીઠું અને કોપરાનું છીણ નાખીને હલાવો. તે પછી ગેસ પરથી ઉતારીને લીંબુનો રસ ભેળવો અને ઠંડું થવા દો.હવે ચપ્પુથી બ્રેડની કિનારીઓ કાપી લો. એક બાઉલમાં પાણી લઇ તેમાં બ્રેડની એક સ્લાઇસને બોળીને નિચોવી લો. તેની વચ્ચે ફણગાવેલા મગ-મઠનું મિશ્રણ ભરી રોલ વાળી લો.તેની કિનારીઓને સારી રીતે બંધ કરો. આ રીતે બધી સ્લાઇસના રોલ તૈયાર કરો. હવે તેલ ગરમ કરી તેમાં ધીમી આંચે આ રોલ તળી લો. આને ચટણી અથવા સોસ સાથે સર્વ કરો. બ્રેડરોલ બનાવીને તેને બે કલાક ફ્રીજમાં રાખી શકો છો જેથી તે સેટ થઇ જાય. એનાથી તેલ ઓછું વપરાય છે અને રોલ ક્રિસ્પી બને છે.
  વધુ વાંચો
 • ફૂડ એન્ડ રેસિપી

  જાણો કેવી રીતે બનશે તીખી અને ચટપટી વાનગી ચીઝ સ્ટફ્ડ ચિલી!

   તીખી અને ચટપટી વાનગીઓ ખાવાનો શોખ હોય તો મરચાંની બનાવેલી આ વાનગીઓ તમને ચોક્કસ ભાવશે. તો બનાવો ફટાફટ ચીઝ સ્ટફ્ડ ચિલી. જે ખાવામાં પણ ટેસ્ટી છે અને ઘરે પણ બધાને ભાવશે. સામગ્રીઃ વઢવાણી મરચાં - 4 નંગ,ચીઝનું છીણ - અડધો કપ,મરચું - દોઢ ચમચી,આમચૂર - 1 ચમચી,હળદર - અડધી ચમચી,મીઠું - સ્વાદ મુજબ,પાણી - 1 ચમચી,ચણાનો લોટ - પોણો કપ,ચોખાનો લોટ - પા કપ,હિંગ - ચપટી,ખાવાનો સોડા - ચપટી,તેલ - તળવા માટે. બનાવવાની રીત : મરચાંની વચમાં કાપ મૂકી તેમાંથી બી કાઢી નાખો. એક બાઉલમાં એક ચમચી મરચું, પા ચમચી હળદર, આમચૂર, મીઠું અને પાણી ભેળવી પેસ્ટ તૈયાર કરો. તેને મરચાંની અંદર લગાવી તેમાં ચીઝનું છીણ ભરો.બીજા બાઉલમાં ચણાનો અને ચોખાનો લોટ, હિંગ, સોડા, અડધી ચમચી તેલ, 1 ચમચી હળદર, મીઠું અને થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.કડાઇમાં તેલ ગરમ કરો. એક પ્લેટમાં થોડો મેંદો લઇ મરચાંને તેમાં રગદોળી મરચાંને ચણાના લોટના ખીરામાં ડિપ કરી તળી લો. પનીર સ્ટફ્ડ ચિલીને ચટણી કે સોસ સાથે સર્વ કરો.
  વધુ વાંચો
 • ફૂડ એન્ડ રેસિપી

  ઢોંસાની નવી વેરાયટી, ઘરે જ બનાવો હેલ્થી ઢોંસા પિઝ્ઝા

  તમે પિઝ્ઝા તો ખૂબ જ ખાધા હશે, ખાસ કરીને જ્યારે બાળક સાથે બહાર જાઓ ત્યારે બાળક પિઝ્ઝાની જ ડિમાન્ડ કરે છે, પરંતુ અનહેલ્ધી હોવાથી તમે ના પાડી દો છે પરંતુ આજે અમે તમને પિઝ્ઝાની એક એવી વાનગી જણાવીશું જેને તમે સરળતાથી પોતાના બાળકોને ખવડાવી શકશો…સામગ્રી: ૨ કપ ઇડલી ઢોંસાનું બેટર,અડધો કપ છીણેલું ચીઝ,એક નાનો કપ કાપેલી ઝીણી ડુંગળી એક નાનું ટામેટું ઝીણું કાપેલું ,એક નાનું ઝીણું સમારેલું કેપ્સિકમ,૨ મોટી ચમચી સ્વીટ કોર્ન (બાફેલા),૨ ચમચી ગાજર (ઝીણા સમારેલા),૨ ચમચી ચિલી સોસ,૨ ચમચી ટામેટો સોસ,૧ નાની ચમચી પીસેલા કાળા મરી,૨-૩ મોટી ચમચી તેલ આ રીતે બનાવો: બધા જ શાકભાજીને કાપીને મિક્સ કરી લો. હવે એક તવા અથવા તો પેનને ગરમ કરો અને એક મોટી ચમચી બેટર નાંખીને મોટા ઢોંસા ઉતારો, તેને વધુ પાતળો ના થવા દો.ઢોંસાની ઉપર ટોમેટો સોસ અને ચિલી સોસ નાંખીને ફેલાવી દો. કાપેલી શાકભાજી નાંખીને પૂરી ફેલાવી દો, પછી કાળા મરીનો પાવડર અને મીઠું નાખીને દો.છીણું સમારેલું ચીઝ નાખીને ફેલાવી દો અને ઢાંકળ નાંખીને બંધ કરી દો. ધીમા તાપે ૧-૨ મિનિટ સુધી થવા દો અને ચીઝ ઓગળે ત્યાં સુધી થવા દો.ઢાંકળ ખોલીને પિઝ્ઝાને તવામાંથી પ્લેટમાં નીકાળી લો અને ટુકડા કરીને ટોમેટા સોસની સાથે સર્વ કરો. આ રીતે બેટરથી પિઝ્ઝા ઢોંસા બનાલી લો અને ગરમાગરમ સર્વ કરો.
  વધુ વાંચો