ઉત્તર ગુજરાત સમાચાર

 • ગુજરાત

  રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ

  વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  અંબાજીમાં હવે મોહનથાળ સાથે ચીકીનો પ્રસાદ અપાશે

  ગાંધીનગર, તા. ૧૪સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરમાં વર્ષોથી પરંપરાગત રીતે પ્રસાદ તરીકે અપાતાં મોહનથાળને બંધ કરીને રાતોરાત ચીકીની પ્રસાદ તરીકે આપવાનો વિવાદાસ્પદ ર્નિણય કરાયો હતો. જેના કારણે રાજયભરના માઈ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચતા ઠેર ઠેર વિરોધ શરૂ થયા હતા. અંબાજી મંદિરના પરંપરાગત પ્રસાદ મોહનથાળને બંધ કરીને તેના સ્થાને ચીકીનો પ્રસાદ શરૂ કરવા સામે માઈ ભક્તો અને ભાવિકોમાં રોષની લાગણી લાગણી પ્રસરી હતી. માઈ ભક્તો અને ભાવિકોનો રોષ જાેઈને આજે સરકાર હરકતમાં આવી હતી અને આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મોહનથાળના પ્રસાદને ફરીથી ચાલુ કરવાની તેમજ ચીકીનો પ્રસાદ પણ સાથોસાથ ચાલુ રખાશે તેવી જાહેરાત કરાઈ હતી. આમ રાજ્ય સરકાર લોકજુવાળ સામે ઝૂકી હતી તેમ છતાં મોહનથાળની સાથોસાથ સરકાર દ્વારા ચીકીના પ્રસાદને ચાલુ રાખીને પોતાની ટંગડી ઊંચી રાખવાનો પ્રયાસ કરાયો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીના મંદિરમાં ટ્રસ્ટ દ્વારા રાતોરાત ર્નિણય કરીને ગત તા.૪ માર્ચથી માતાજીનાં પ્રસાદ તરીકે અપાતાં મોહનથાળ બંધ કરી દેવાયો હતો અને તેના સ્થાને ચીકીને પ્રસાદ તરીકે આપવાની શરૂઆત કરી દેવાઈ હતી. જેના કારણે માઈ ભક્તો, ભાવિકો, શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો, મંદિરના ભટ્ટજી, દાંતાના મહારાજથી લઈ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના ર્નિણયનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. મોહનથાળ બંધ કરવાના ર્નિણયના વિરોધમાં માઈ ભક્તો, ભાવિકોની સાથોસાથ હિન્દુ સંગઠનો અને સંતો-મહંતો પણ મેદાને ઉતર્યા હતા. મોહનથાળના પ્રસાદ મામલે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા જણાવાયું હતું કે, સરકાર આવા નવા નવા અખતરાઓ કેમ કરે છે? અને હિન્દૂ લોકોની ધાર્મિક ભાવના સાથે કેમ ખિલવાડ કરે છે. હિન્દુઓની પરંપરાઓ સાથે ખિલવાડ કરવો એ યોગ્ય નથી. ભાવિક-ભક્તોનીની ભાવનાઓને દુભાવાય છે, તેને ચલાવી લેવાશે નહીં. જ્યારે આ મામલે અખિલ ભારતીય સંત સમિતિ અને બનાસ શરદર્શન વિરથન સેવા મંડળના સંતો દ્વારા અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદના મામલે મેદાને ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજયમાં તેમજ વિધાનસભામાં અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદને બંધ કરવાના ર્નિણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના રાજયભરમાં ઘેરા પડઘા પડ્યા છે. આ વિવાદના ઘેરા પ્રત્યાઘાતના પગલે આજે ગાંધીનગર ખાતે અંબાજી મંદિરના વહીવટદારોને બોલાવીને સરકાર દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સરકારે અંબાજી મંદિરના પ્રસાદમાં મોહનથાળની સાથે ચીકી અને માવા સુખડીને પણ ઘૂસાડી દેવામાં આવી છે. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને ચીકીની સાથોસાથ યથાવત રાખવાની જાહેરાત કરી હતી. પ્રવકતા મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યુ હતું કે, કેટલાક ભક્તોની ફરિયાદ હતી કે, મોહનથાળમાં ફૂગ આવતી હતી, તે લાંબો સમય રહેતો નથી. જેના કારણે ચીકીને પ્રસાદ તરીકે શરૂ કરાઈ હતી. પરંતુ ભાવિક ભક્તોના વિરોધ બાદ હવે મોહનથાળનો પારંપરિક પ્રસાદ ચાલુ જ રહેશે. જાે કે, મોહનથાળની ગુણવત્તામાં સુધારો કરવામા આવશે તેમ પણ પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું. એટલું જ નહીં તેમણે જણાવ્યુ હતું કે. અંબાજી મંદિર દ્વારા પ્રસાદમાં મોહનથાળ અને ચીકીની સાથે જ વધારામાં માવા સુખડીનો પ્રસાદ પણ ઉમેરવામાં આવશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  માનવ મૃત્યુ માટે રૂ. ૧.૫૩ કરોડ, ઇજાગ્રસ્તને રૂ. ૧૪.૬૦ લાખનું વળતર ચૂકવવામાં આવ્યું

  ગાંધીનગર, તા. ૧૪ રાજયમાં છેલ્લા બે વર્ષમાં સિંહ અને દીપડા દ્વારા કરાયેલા હુમલામાં ૩૪ વ્યક્તિના મોત નિપજ્યાં છે, જ્યારે ૨૨૯ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. સરકાર દ્વારા સિંહ-દીપડાના હુમલામાં માનવ મૃત્યુ માટે વળતર પેટે રૂ.૧.૫૩ કરોડ અને ઇજાગ્રસ્તો માટેને વળતર પેટે રૂ.૧૪.૬૦ લાખની રકમ ચૂકવાઈ હોવાનું વન અને પર્યાવરણ મંત્રીએ લેખિતમાં જણાવ્યુ હતું. વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન જામનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ સવાલ કર્યો હતો કે, તા. ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજયમાં સિંહ તથા દીપડા દ્વારા કરાયેલા હુમલામાં કેટલા માનવ મૃત્યુના અને માનવ ઇજાના બનાવો બન્યા છે? અને ઉક્ત માનવ મૃત્યુ અને ઇજાના બનાવોમાં કુલ કેટલું વળતર ચૂકવવામાં આવ્યું છે? જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જવાબમાં વન અને પર્યાવરણ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો કે, ઉક્ત સ્થિતિ રાજયમાં છેલ્લા બે વર્ષમાં સિંહ દ્વારા કરાયેલા હુમલામાં અનુક્રમે બે અને પાંચ મળીને કુલ પાંચ માનવ મૃત્યુ થયા હતા અને અનુક્રમે ૨૧ અને ૧૯ માનવ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ બે વર્ષમાં દીપડા દ્વારા કરાયેલા હુમલામાં અનુક્રમે ૧૫ અને ૧૨ માનવ મૃત્યુ થયા હતા અને અનુક્રમે ૧૦૫ અને ૮૪ માનવ ઇજાગ્રસ્ત થયા હતા. આમ છેલ્લા બે વર્ષમાં સિંહ અને દીપડા દ્વારા કરાયેલા હુમલામાં ૩૪ માનવ મૃત્યુ અને ૨૨૯ માનવ ઇજાના બનાવો બન્યા છે. જ્યારે સિંહ દ્વારા માનવ મૃત્યુના કિસ્સામાં કુલ રૂ.૩૩ લાખનું અને દીપડા દ્વારા માનવ મૃત્યુના કિસ્સામાં રૂ. ૧.૨૦ કરોડનું વળતર ચૂકવાયું છે. જ્યારે સિંહ દ્વારા માનવ ઇજાના કિસ્સાઓમાં રૂ.૨,૨૭,૪૦૦/નું વળતર અને દીપડા દ્વારા માનવ ઇજાના કિસ્સાઓમાં રૂ.૧૨,૩૩,૩૦૦/નું વળતર ચૂકવાયું છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ક્ષ્જસ્ટિસ્ટ ઝવેરી કમિશનના રિપોર્ટ આવ્યા બાદ ઝડપથી ચૂંટણી યોજવા સરકારનું આયોજન

  ગાંધીનગર, તા.૧૪સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જસ્ટિસ ઝવેરી આયોગ દ્વારા તેનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા તેનો ઝડપથી અમલ થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામત સંદર્ભે સુપ્રિમ કોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૦ માં ચુકાદો અપાયો હતો કે, જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે તે રાજ્યો ઓબીસીની વસ્તી આધારિત અનામત માટેની વ્યવસ્થાની જાેગવાઈ કરવામાં આવે. તેમ છતાં આ ચુકાદાના ૧૦ વર્ષ સુધી ગુજરાત સરકાર દ્વારા તેના પ્રત્યે કોઈ લક્ષ અપાયું ન હતું. પરંતુ ફરી વર્ષ ૨૦૨૧માં જ્યારે સુપ્રિમ કોર્ટ દ્વારા ફરીથી વસ્તી આધારિત અનામત માટેની વ્યવસ્થા કરવા અંગેના આદેશ કર્યા ત્યારે સરકારે તેનો અમલ કરવાના બદલે જુલાઈ-૨૦૨૨માં જસ્ટિસ ઝવેરીના અધ્યક્ષસ્થાને સમર્થિત આયોગની રચના કરવામાં આવી હતી. આ આયોગને તમામ બાબતોનો અભ્યાસ કરીને ૯૦ દિવસમાં રિપોર્ટ આપવા રજૂ કરવા જણાવાયું હતું. પરંતુ આજે આઠ મહિના વીતી ગયા છતાં જસ્ટિસ ઝવેરી આયોગ દ્વારા રિપોર્ટ અપાયો નથી તે અંગે રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આયોગની મુદતને આગામી તા. ૨૧ ફેબ્રુઆરી સુધી લંબાવાઈ છે. ત્યારે જસ્ટિસ ઝવેરી આયોગ તેનો રિપોર્ટ સરકારને સોંપ્યા બાદ સરકાર દ્વારા તેનો ઝડપથી અમલ થાય તેવું આયોજન કરવામાં આવશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ભાજપે સ્થાનિક સ્વરાજમાં ઓ.બી.સી અનામત ખતમ કરી

  ગાંધીનગર તા.૧૪ભારતીય જનતા પાર્ટીના શાસન અને નીતિરીતિના કારણે આજે ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વચેટિયાઓ અને વહીવટદારોનું શાસન પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે તેવો આરોપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ કર્યો છે. એટલું જ નહીં, ગુજરાતમાં ૫૨ ટકા વસ્તી ઓબીસી સમાજની છે અને જે ૧૦ ટકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામત મળતી હતી તેને ભાજપે ખતમ કરી નાખી છે તેમ તેમ જણાવીને વધુમાં કહ્યું કે, જસ્ટિસ ઝવેરી આયોગ દ્વારા ૯૦ દિવસમાં રિપોર્ટ આપવાનો હતો પરંતુ આજે આઠ મહિના થઈ ગયા છે, છતાં હજુ સુધી તેનો રિપોર્ટ ન આવતા તેની મુદતમાં સરકાર દ્વારા વધારો કરાયો છે. જાે આ મુદત લંબાશે તો ૭૧૦૦થી વધુ ગ્રામ પંચાયતો, ૧૭ તાલુકા પંચાયતો, ૭૮ નગરપાલિકાઓ સહિતની સંસ્થાઓમાં વહીવટદારોનું શાસન આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ રિપોર્ટના આધારે ઓબીસી સમાજને અનામત માટેની જાેગવાઇ કરાશે. આજે ૯૦ દિવસને બદલે લગભગ ૮ મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે છતાં રિપોર્ટ સબમિટ થયા નથી. ૧૦ ફેબ્રુઆરીએ આયોગની મુદત પૂર્ણ થતી હતી ત્યારે તેની ફરી મુદત વધારો કરાયો છે. ગુજરાતમાં જે મોટા પ્રમાણમાં ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અનેક જગ્યાઓ જે ચૂંટણીઓ હતી તે પણ થઈ શકતી નથી. લગભગ ૨,૫૦૦ જેટલી ગ્રામપંચાયતોમાં ગત ડિસેમ્બર મહિનાની આસપાસ જ વહીવટદારો નિમાય ચૂક્યા છે. ત્યારે હજુ પણ રિપોર્ટના વિલંબના કારણે ફેબ્રુઆરીના અંત સુધીમાં જે બાકીની ગ્રામ પંચાયતોની ચૂંટણી ડ્યુ છે તે તમામ જગ્યાઓએ પણ વહીવટદારો મૂકવા ફરજિયાત બનશે. પંચાયત ધારો કાયદાની જાેગવાઇ મુજબ લાંબો સમય વહીવટદારો મૂકી શકાતા નથી. ચૂંટાયેલી પાંખ દ્વારા જ વહીવટ થવો જાેઈએ તે કાયદાથી પ્રસ્થાપિત છે તેમ છતાં પણ સરકાર ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા પ્રતિનિધિ કે પાંખના બંધારણીય અધિકાર છીનવીને પોતાના ઇશારે, પોતાની મરજી મુજબ ચાલતા હોય તેવા વહીવટદારોથી શાસન ચલાવવાની માનસિકતાથી કામ કરે છે. રાજયમાં ૭૧૦૦ ગ્રામ પંચાયતો, બે જિલ્લા પંચાયતો, ૧૭ તાલુકા પંચાયતો અને ૭૫ નગરપાલિકામાં ચૂંટણી ડ્યુ છે ઃ ચાવડા આગામી દિવસોમાં ગુજરાતમાં ૭,૧૦૦ કરતા વધુ ગ્રામપંચાયતોમાં વહીવટદારો વહીવટ કરશે. તો આગામી દિવસોમાં રાજયની બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયતો, ૧૭ તાલુકા પંચાયતો, ૭૨ નગરપાલિકાઓની ચૂંટણી ડ્યુ છે. જ્યારે ત્રણ નગરપાલિકાઓને વિસર્જિત કરાઈ છે. આ તમામ સંસ્થાઓમાં સમયસર ચૂંટણી ન યોજાય તો આ તમામ સંસ્થાઓમાં વહીવટદારોનું શાસન આવી શકે છે. ઓબીસી અનામત માટેના સમર્પિત આયોગની મુદત લંબાવીને ૧૨માર્ચ સુધીની કરાઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામત નક્કી કરવા માટે રચાયેલા જસ્ટિસ ઝવેરીના અધ્યક્ષ સ્થાને રચાયેલા સમર્પિત આયોગની મુદતને ૨૦ દિવસ વધારીને આગામી તા. ૧૨ માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આ ચૂંટણીઓમાં વસ્તી આધારિત ઓબીસી અનામત નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરાયો હતો. સરકાર દ્વારા જુલાઈ-૨૦૨૨માં વસ્તી આધારિત ઓબીસી અનામત નક્કી કરવા માટે જસ્ટિસ ઝવેરીના અધ્યક્ષ સ્થાને આયોગને ૯૦ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. જાે કે આયોગની મુદતમાં સમયાંતરે વધારો કરીને તા. ૨૦ ફેબ્રુઆરીના રોજ રિપોર્ટ સબમિટ કરવા જણાવાયું હતું. પરંતુ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આજે એક સુધારા ઠરાવ કરીને સમર્પિત આયોગની અહેવાલ/ ભલામણ સોંપવાની મુદત તા. ૨૦-૦૨-૨૩ હતી તેને લંબાવી છે. હવે આયોગ દ્વારા અહેવાલ/ભલામણ સોંપવાની મુદતને આગામી તા. ૧૨-૦૩-૨-૨૩ સુધી લંબાવવામાં આવી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  પાટનગર ગાંધીનગરમાં વેલેન્ટાઈન ડેનો બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો

  ગાંધીનગર, તા.૧૪રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આજે તા. ૧૪ મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેનો બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરાયો હતો. તા. ૧૪ મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસને પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવી છે. પરંતુ ગાંધીનગરમાં બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વેલેન્ટાઈન ડેનો વિરોધ કરાયો હતો. ગાંધીનગરમાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બજરંગદળના કાર્યકરો હાથમાં ડંડા લઈને પહોંચ્યા હતા અને પ્રેમી યુગલોને ભગાડ્યા હતા. ગાર્ડનમાં પહોંચેલા બજરંગદળના કાર્યકરોએ ‘જય શ્રી રામ‘ના નારા લગાવ્યા હતા. કેટલાક લોકો બજરંગદળના કાર્યકરોથી એટલા ડરી ગયા હતા કે તેઓ ગાર્ડનમાંથી ભાગ્યા હતા. જેના કારણે બજરંગ દળના કાર્યકરો પણ હાથમાં દંડા લઈને પાછળ દોડ્યા હતા. બજરંગદળના કાર્યકરોર સમગ્ર ગાર્ડનમાં ફરીને યુવાનોને પશ્ચિમી દેશોનું અનુકરણ ન કરવાની સલાહો આપી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  પખવાડિયામાં વ્યાજખોરીના ૧૦૨૬ ગુના દાખલ

  ગાંધીનગર,તા.૧૭ગુજરાતમાં છેલ્લા ઘણા લાંબા સમયથી વ્યાજખોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એટલું જ નહીં, તેના કારણે રાજ્યના કેટલાય પરિવારો બરબાદ થયા છે. એટલું જ નહીં, કેટલીય વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેવા સંજાેગોમાં રાજયમાં વ્યાજખોરો અને તેના વ્યાજના ચક્કરમાં ફસાઈ ચૂકેલા મજબૂર અને જરૂરિયાતમંદ નાગરિકોને મુક્ત કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક પખવાડિયાથી વિશેષ મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેમાં રાજ્યના અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકાર દ્વારા તા. ૫ મી જાન્યુઆરીથી શરૂ કરાયેલી આ મેગા ડ્રાઇવથી પોલીસે મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોને સંદેશો આપ્યો છે કે, આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે. ગુજરાત પોલીસ દ્વારા બે સપ્તાહથી રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી મેગા ડ્રાઇવમાં કુલ ૬૨૨ એફઆઇઆર નોંધીને ૧૦૨૬ વ્યક્તિઓ સામે ગુના દાખલ કરાયા છે. જેના અંતર્ગત ૬૩૫ વ્યાજખોર કરતાં આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. રાજયમાં તા.૧૬મી જાન્યુઆરી સુધીમાં ૧૨૮૮ લોકદરબાર યોજયા છે. જેના થકી આવા વ્યાજખોરી કરતાં તત્વોના ભોગ બનેલા અનેક નાગરિકોએ પોતાની વ્યથા પોલીસને જણાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા વ્યાજખોરો સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ડિજિટલ ગુજરાતનું સર્વર બંધ થતાં પંચાયતોની ઓનલાઈન કામગીરી ખોરવાઈ

  ગાંધીનગર,તા.૧૭રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ગુજરાતની વાતો કરવામાં આવી રહી છે, તેની વચ્ચે રાજ્યના પાટનગર એવા ગાંધીનગર જિલ્લામાં ડિજિટલ ગુજરાતની વેબસાઈટનું સર્વર ડાઉન થઈ ગયું હતું. જેના કારણે જિલ્લાની પંચાયતોમાં ચાલતી વિવિધ ઓનલાઈન કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. જેના કારણે પંચાયતોમાં વિવિધ કામ સબબ આવેલા અરજદારોના કામો ન થતાં ભારે નારાજગી ફેલાઈ હતી. ગુજરાત સરકારની ડિજિટલ ગુજરાત વેબસાઇટનું સર્વર આજે સવારથી ડાઉન થઈ ગયું હતું. સવારના ૧૦ વાગ્યાથી ડિજિટલ ગુજરાત વેબસાઇટનું સર્વર ડાઉન થઈ જવાના કારણે ગાંધીનગર જિલ્લાની તમામ પંચાયતોમાં ઓનલાઈન કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. ડિજિટલ ગુજરાતનું સર્વર સાંજે પાંચ વાગ્યા સુધી શરૂ થયું ન હતું. જેના કારણે પંચાયતોમાં રેશન કાર્ડ, જન્મ અને મરણના દાખલા, આવકના દાખલા સહિતના કામ લઈને આવેલા અરજદારો આખો દિવસ બેસવા છતાં તેમના કામો થયા ન હતા. જેના કારણે અરજદારોમાં ભારે નારાજગી પ્રસરી ગઈ હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  શહેરમાં મેટ્રો ટ્રેન સવારે ૭ થી રાત્રે ૧૦ સુધી દોડશે

  અમદાવાદ,તા.૧૭અમદાવાદ શહેરના પુર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ છેડાને જાેડતી મેટ્રો ટ્રેન છેલ્લા સાડા ત્રણ મહિના જેવા સમયથી દોડી રહી છે.જેનો લાભ નોકરિયાતો,ધંધાર્થીઓ તેમજ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ પણ કરતા રહ્યા છે.સવારે ૯ કલાકથી શરૂ થતી મેટ્રોની સવારી રાત્રે ૮ વાગ્યા સુધી ચાલતી હતી.જાે કે વિદ્યાર્થીઓ,નોકરિયાતોની રજુઆતને ધ્યાને લઈને ગુજરાત મેટ્રો રેલ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાને લઈને સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.જેમાં આગામી તા.૩૦ જાન્યુઆરીથી મેટ્રો ટ્રેન સવારે ૯ ને બદલે ૭ વાગ્યાથી દોડવા લાગશે અને રાત્રે ૧૦ વાગ્યા સુધી દોડશે.જેને કારણે મેટ્રો ટ્રેનના મહત્તમ મુસાફરોને આસાની થશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૩૦ સપ્ટેમ્બર ર૦રરના રોજ અમદાવાદ મેટ્રો સ્ટેશનના લોકાર્પણ બાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૧નો પ્રારંભ કરાવાયો હતો.જેમાં અમદાવાદના પુર્વ થી પશ્ચિમ વિસ્તારમાં ૧૭ સ્ટેશન અને ઉત્તર થી દક્ષિણ વિસ્તારમાં ૧પ મેટ્રો સ્ટેશન શરૂ કરીને બંને કોરિડોર પર કુલ ૪૦ કિલોમીટર મેટ્રો દોડતી થઈ હતી.અંદાજે સાડા ત્રણ મહિનામાં ૪૦ લાખ જેટલા મુસાફરોએ મેટ્રોની મુસાફરી કરી હતી અને મુસાફરોની સંખ્યામાં સતત વધારો થતો હોવાને કારણે હવે સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાલ થી થલતેજ અને વાસણા એપીએમસી થી મોટેરા ગામ સુધી મેટ્રો ટ્રેન દોડી રહી છે. મેટ્રોની ફ્રિકવન્સી પણ વધારી દેવામાં આવતાં પુર્વ-પશ્ચિમ માટે ૧૮ મિનિટે મેટ્રો રેલ મળે છે અને ઉત્તર-દક્ષિણ માટે રપ મિનિટે મેટ્રો મળતી હોય છે.જાે કે હવે ૧પ જ મિનિટમાં મેટ્રો ટ્રેન મળી રહે તે બાબતે પણ વિચારણા હાથ ધરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસના કથળી ગયેલા વહીવટને કારણે શહેરીજનો ઉપરાંત બહારગામથી આવતા નાગરિકો પણ મેટ્રો રૂટ હોય ત્યાં સુધી મેટ્રો રેલની મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. ૬.પ કિમી શહેરની નીચે દોડતી મેટ્રો અમદાવાદ શહેરમાં દોડતી મેટ્રો ટ્રેન પહેલા ફેઝમાં ૪૦ કિલોમીટર દોડી રહી છે.શહેરના પુર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ છેડાને મેટ્રો જાેડી રહી છે,જેમાં ૩ર મેટ્રો સ્ટેશનો આવેલા છે.મેટ્રો ટ્રેન સાબરમતી નદીની ઉપર અને શહેરના નીચેથી પણ પસાર થાય છે.શહેરના ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈને કાંકરિયા પુર્વમાં બહાર નીકળે છે.શાહપુર દરવાજા થી કાંકરીયા સુધી અંડરગ્રાઉન્ડ ૬.પ કિમીનો રૂટ છે.મેટ્રો ટ્રેનમાં ૭ મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાય છે.શહેરના ટ્રાફિકથી ત્રસ્ત અનેક લોકો મેટ્રોની મુસાફરીનો આનંદ માણી રહ્યા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  અમદાવાદ રેલવે તંત્રની કડકાઈ ઃ ટ્રેનમાં મુસાફરોને પજવતા ફેરિયાઓ સામે કાર્યવાહી

  અમદાવાદ,તા.૧૭કાલુપુર રેલવે સ્ટેશનમાં ચોરી, લૂંટ, સ્નેચિંગના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે જેને રોકવા સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે ત્યારે ટ્રેનમાં બિનઅધિકૃત રીતે ખાણી પીણીની ચીજવસ્તુઓ વેચતા લોકો ઉપર પણ રેલવે તંત્રએ લાલ આંખ કરી છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોને હેરાનગતિ થાય તે રીતે જાેરજાેરથી બૂમો પાડીને ખાણી પીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતા દસ ફેરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનમાં ફેરિયાની ખાણી પીણીની ચીજ વસ્તુઓ વેચવા માટે પરમિશન આપવામાં આવતી હોય છે. પોલીસે જે દસ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે તેમની પાસે રેલવે તંત્રની પરમિશન નથી. ટ્રેનમાં મુસાફરી કરતા સમયે ચા, પાણી, નાસ્તો, રમકડાં, કપડાં વેચવા માટે ફેરિયા આવતા હોય છે. આ ફેરિયાઓ પોતાનો ધંધો કરવા માટે મોડી રાતે ટ્રેનમાં બૂમાબૂમ કરતા હોય છે. જેના કારણે પેસેન્જરોની ઊંઘ ખરાબ થતી હોય છે. દિવસે પણ પેસેન્જરોને હાલાકીનો સામનો કરવો પડે તે રીતે ફેરિયા બૂમાબૂમ કરે છે. ફેરિયાએ ધંધો કરવા માટે પોતાની હદ પણ નક્કી કરી લીધી છે. જેના કારણે ધંધાકીય અદાવત ઊભી થાય નહીં. રેલવે સ્ટેશનમાં ચા, પાણી, નાસ્તો કે પછી કોઇ પણ ચીજવસ્તુ વેચવી હોય તો તંત્ર તેમજ પોલીસની મંજૂરી લેવી પડતી હોય છે. રેલવે તંત્રની મંજૂરી વગર રેલવે સ્ટેશનમાં કે પછી ટ્રેનમાં ચીજ વસ્તુઓનું વેચાણ કરવું ગુનો બને છે તેમ છતાંય કેટલાક લોકો બિનધાસ્ત વેચાણ કરે છે. રેલવે સ્ટેશનને ક્લિન કરવા માટે પોલીસ એક્શન પ્લાન બનાવી રહી છે, જેના ભાગરૂપે એક સ્પેશિયલ ડ્રાઇવ રાખી છે. જેમાં ગેરકાયદે ટ્રેનમાં ચીજ વસ્તુઓનું વેચાણ કરતા ફેરિયાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે. રેલવે પોલીસે ૨૪ કલાકમાં એક મહિલા સહિત ૧૦ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  વિધાનસભા પક્ષના નેતા તરીકે અમિત ચાવડાની વરણી

  ગાંધીનગર,તા.૧૭ વિધાનસભાની ચૂંટણીમાં નાલેશીભર્યા દેખાવ બાદ કોંગ્રેસ દ્વારા છેવટે આજે સવા મહિના બાદ વિધાનસભા પક્ષના નેતા અને ઉપનેતાની નિમણૂક કરવામાં આવી છે. જેમાં નેતાપદની રેસમાં શૈલેષ પરમાર અને ડૉ. સી. જે ચાવડાનો પનો ટૂંકો પડ્યો છે. જ્યારે યુવા નેતા અમિત ચાવડા મેદાન મારી ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભારે નાલેશીભર્યો દેખાવ કર્યો હતો. જેના કારણે ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં કોંગ્રેસે અત્યાર સુધીનો સૌથી ખરાબ દેખાવ જાેવા મળ્યો હતો. આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર ૧૭ બેઠકો પર જીતી શકી છે. વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ દેખાવ બાદ કોંગ્રેસમાં સન્નાટો પ્રસરી ગયો હતો. જેના કારણે વિધાનસભાની ચૂંટણીના પરિણામના ૩૮ દિવસ સુધી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાની પસંદગી કરી શક્યા ન હતા. વિધાનસભાના સચિવ દ્વારા સત્તા પક્ષ બાદ સૌથી વધુ બેઠક મેળવનાર પક્ષને વિપક્ષનું નેતાપદ મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં વિધાનસભા અધ્યક્ષને તા. ૧૯ જાન્યુઆરી સુધીમાં વિપક્ષના નેતા પદ માટેના નામની પસંદગી કરીને રજૂ કરવાનું અલ્ટિમેટમ અપાયું હતું. જેના કારણે કોંગ્રેસનાં મોવડી મંડળ દ્વારા આજે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે આંકલાવના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ એવા યુવા નેતા અમિત ચાવડાની નિયુક્તિ કરાઈ છે. જ્યારે ઉપનેતા પદ માટે દાણીલીમડા બેઠકના ધારાસભ્ય શૈલેષ પરમારની વરણી કરવામાં આવી છે. સરકારી તંત્ર અને સરકારી બજેટનો ઉપયોગ મુઠ્ઠીભર લોકો માટે થાય છે ઃ અમિત ચાવડા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા જાહેર થયા પછી અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, ભાજપના રાજમાં બેરોજગારી આસમાને પહોંચી ગઈ છે. પરીક્ષાઓમાં વારંવાર થતાં કૌભાંડથી યુવાનો નિરાશ થયા છે. નાગરિકોની પારાવાર સમસ્યા છે. ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી તંત્ર અને સરકારી બજેટનો ઉપયોગ મુઠ્ઠીભર લોકો માટે થાય છે. આ ઉપરાંત પ્રજાના જે કોઈ પ્રશ્નો છે તેને માટે અમે વિધાનસભાની અંદર અને બહાર લડતા રહીશું અને અવાજ પણ ઉઠાવીશું.
  વધુ વાંચો
 • ગુજરાત

  અમદાવાદમાં અર્બન હેલ્થ સેન્ટરોમાં વેક્સિન અપાશે

  અમદાવાદ,તા.૧૭ અમદાવાદમાં આજથી તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સિનેશન શરૂ, સરકાર તરફથી આપવામાં આવ્યો કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો જથ્થો. વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાને લઇ ફરી એક વખત ચિંતા વ્યક્ત કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા પણ કોરોનાને લઈ ગાઇડલાઇનનો અમલીકરણ કરાવવાના પ્રયાસો શરૂ થયા છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ કોરોનાને લઈને સતર્કતા દાખવામાં આવી રહી છે. કોરોના સામેનું વેક્સિનેશન લોકો માટે ખૂબ જ અક્સિર સાબિત થયું હતું. જેને લઇ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત રસીકરણ અભિયાન પર ધ્યાન આપવામાં આવ્યું છે. આજથી તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સિનેશન શરૂ કરાયું છે. સરકાર તરફથી કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો જથ્થો આપવામાં આવ્યો છે. સરકાર તરફથી કોવિશિલ્ડના ૧૮ હજાર ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ૨૫ હજાર ડોઝ કો-વેક્સિનના આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, વિદેશમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા ભારતમાં પણ તકેદારીના ભાગરૂપે જે પણ લોકોને વેક્સિનનો પ્રિકોશન ડોઝ બાકી હોય તેને લેવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ અમદાવાદમાં વેક્સિનનો જથ્થો જ ઉપલબ્ધ નહોતો અને રાજ્ય સરકાર પાસે વેક્સિનની માંગણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકાર પાસેથી વેક્સિનની માંગ કરી હતી. આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, લોકોએ રસી લેવાની બંધ કરી હતી એટલે નવા ડોઝ મંગાવ્યા નહોતા. હાલ અચાનક લોકો રસી લેવામાં વધારો થયો છે. કોવિશિલ્ડ અને કો વેક્સિનની માંગણી ભારત સરકાર પાસે કરી છે, કોરોના વિરોધી રસીના ૧૨ લાખ ડોઝ ભારત સરકાર પાસે માગ્યા છે. રાજ્ય સરકારે ૧૦ લાખ કોવિશિલ્ડ અને ૨ લાખ કો-વેક્સિનના ડોઝની માંગણી કરી છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના રસીના એક પણ ડોઝ બગડ્યા નથી, સીરમ ઈન્સ્ટિટ્યૂટ તરફથી જે પણ ડોઝ મળ્યા તેના પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, એક વાયલમાંથી ૧૦ ડોઝ આપવામાં આવે છે અને પ્રથમ ડોઝ લીધા બાદ ૪ કલાકમાં તમામ ડોઝ લેવાના હોય છે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે ડોઝ પૂર્ણ ન થાય તો તેનો ઉપયોગ થતો નથી. કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે ડોઝ પૂર્ણ ન થાય તો વેક્સિનનો ડોઝ બગડ્યો ન કહેવાય. આમ મંત્રી દ્વારા વેક્સિનના ડૉઝ બગડી ગયા હોવા અંગે ખુલાસો કરીને જાણકારી આપી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  પેન્શન,મેડિકલ સુવિધા સહિતના મુદ્દે વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરાઈ

  ગાંધીનગર,તા.૧૭ રાજ્યના વિવિધ સરકારી કર્મીઓ દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગણીઓ કરવામાં આવી રહી છે, તેની વચ્ચે હવે રાજ્યના પૂર્વ ધારાસભ્યોએ તેમને પેન્શન સહિતની સુવિધાઓ આપવામાં આવે તેવી વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરાઈ હતી. જે અંગે વિધાનસભા અધ્યક્ષ દ્વારા એક્સ એમએલએ કાઉન્સિલના સભ્યોએ સાથે મળીને તેનો ઉકેલ લાવવા જણાવ્યું હોવાનું કાઉન્સિલના મહામંત્રી ભીખાભાઈ રબારીએ જણાવ્યું હતું. જ્યારે બેઠક બાદ પૂર્વ ધારાસભ્ય અને કાઉન્સિલના સભ્ય ભરત બારોટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પૂર્વ ધારાસભ્યોના પેન્શન મામલે યોગ્ય ર્નિણય નહીં લે તો આગામી સમયમાં એક્સ એમએલએ કાઉન્સિલ દ્વારા કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાતના પૂર્વ ધારાસભ્યોના સંગઠન એક્સ એમએલએ કાઉન્સિલની આજે ગાંધીનગર ખાતે કારોબારી અને સામાન્ય સભા મળી હતી. જેમાં પૂર્વ ધારાસભ્યોને અન્ય રાજયોની જેમ પેન્શન અપાય તે મુદ્દે ચર્ચા કરાઈ હતી. એક્સ એમએલએ કાઉન્સિલ દ્વારા અગાઉ પેન્શન બાબતે અનેકવાર રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. આજની બેઠકમાં પણ અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળે તે બાબતે ચર્ચા થઈ હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  પાંચ વર્ષમાં ૧૦૦ એકરમાં ફેલાયેલા દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામનું લોકાર્પણ કર્યું

  અમદાવાદ, સ્વામિનારાયણ અક્ષરધામ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણને અંજલિરૂપે રચાયેલ અને ભારતનાં પવિત્ર મૂલ્યો અને પ્રદાનો, મહાન આત્માઓ અને વ્યક્તિત્વો, પ્રચંડ પુરુષાર્થ અને પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ! પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુરુ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના યમુના કિનારે મંદિર બનાવવાના સંકલ્પને પ્રમુખસ્વામી મહારાજે ૩૨ વર્ષની અપાર ધીરજ અને કઠોર પુરુષાર્થ દ્વારા સાકાર કર્યો હતો. બી.એ.પી.એસના પૂ. આદર્શજીવનસ્વામીએ ‘પ્રમુખચરિતમ’ વ્યાખ્યાનમાળામાં જણાવ્યું,“નગરના પ્રવેશમાં માળા કરતી પ્રમુખસ્વામી મહારાજની હસ્તમુદ્રા એ પ્રમુખસ્વામી મહારાજની ભજનાનંદી શૈલીનો પરિચય કરાવે છે. સંત દ્વાર પ્રમુખસ્વામી મહારાજ ની સર્વધર્મ પ્રત્યેની ઉદારતા અને સમભાવનાનો પરિચય કરાવે છે.મહામૂર્તિ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની પરોપકારની ભાવના પ્રદર્શિત કરાઈ છે. અક્ષરધામ એ પ્રમુખસ્વામી મહારાજની કલા કુશળતાનું દર્શન કરાવે છે. ‘મહોત્સવ પૂર્ણ પુરુષ કા’ શૉ પ્રમુખસ્વામી મહારાજ એક પૂર્ણ પુરુષ હતા તે દર્શાવે છે.પ્રમુખસ્વામી મહારાજે દેશ પરદેશમાં વિચરણ કર્યું છે, પરંતુ તેમનું મન ભગવાનના ચરણાવિંદમાં જ રહેતું. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં અનાસક્તિ અને આત્મીયતાનો સુભગ સમન્વય જાેવા મળતો હતો. અગ્રણીઓએ સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.”બી.એ.પી.એસના વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપસ્વામીએ જણાવ્યું, “ગાંધીનગર અને દિલ્લી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ પ્રમુખસ્વામી મહારાજનું કલા કુશળતા અને સૂઝના ઉત્તમ ઉદાહરણ છે, કારણકે અક્ષરધામના બાંધકામમાં કણ કણમાં તેમનાં અમૂલ્ય સૂચનો અને માર્ગદર્શન રહેલાં છે, જેમાં અક્ષરધામમાં વપરાયેલો પત્થર હોય કે કળશ, ઘુમ્મટ હોય કે પરિક્રમા, મૂર્તિઓ અને સિંહાસન વગેરે તમામ બાબતોમાં પ્રમુખસ્વામી મહારાજે માર્ગદર્શન આપેલું છે. અક્ષરધામનાં દર્શન કરીને સૌ સ્વીકારે છે કે ભગવાનના આશીર્વાદ અને શક્તિ સિવાય આ કાર્ય શક્ય જ નથી.”બી.એ.પી.એસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને ગાંધીનગર - દિલ્લી અક્ષરધામ નિર્માણની તથા હાલ નિર્માણાધીન ન્યૂજર્સી અક્ષરધામની મુખ્ય જવાબદારી સંભાળનાર વરિષ્ઠ સંત પૂ. ઈશ્વરચરણસ્વામીએ જણાવ્યું, યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે ‘યમુના કિનારે મંદિર બનાવવું છે ‘ અને પ્રમુખસ્વામી મહારાજે અથાગ પુરુષાર્થ કરીને એ સંકલ્પ પૂર્ણ કર્યો છે. અમેરિકાના રોબિન્સવિલમાં અક્ષરધામ નિર્માણનો સંકલ્પ પ્રમુખસ્વામી મહારાજે કર્યો હતો અને ૯૪ વર્ષની જૈફ વયે પણ અને નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ અમેરિકા જઈને શિખરબદ્ધ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા અને અક્ષરધામ મંદિરનું ખાત મુહુર્ત કર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરીને સનાતન હિંદુ ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી દીધો છે. અમેરિકામાં આવનારી પેઢીઓને હિન્દુ ધર્મ શું છે અને હિન્દુ સંસ્કૃતિ શું છે તેનો પરિચય રોબિન્સવિલ અક્ષરધામના દર્શન કરીને થશે કારણકે આ અક્ષરધામ હિન્દુ ધર્મનું ગૌરવ અને પ્રતિક બનવાનું છે.”રૉબિન્સવિલ, ન્યૂજર્સીના મેયર માનનીય ડેવિડ ફ્રેડ દ્વારા ન્યૂજર્સીમાં નિર્માણાધીન અક્ષરધામના સર્જન માટે અને પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિડિયો સંદેશ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગેરકાયદે બાંધકામો ફી ભરી કાયદેસર કરાશે મંત્રી

  ગાંધીનગર, રાજ્યની વિવિધ જીઆઇડીસીઓમાં ઔદ્યોગિક એકમો દ્વારા કરાયેલા બિનઅધિકૃત બાંધકામને કાયદેસરતા બક્ષવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી નીતિ જાહેર કરવામાં આવી છે. જેના અંતર્ગત રાજ્યની જીઆઇડીસીમાં થયેલા બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો ર્નિણય કરાયો છે. જેમાં ૫૦ ચો.મી.થી લઈને ૩૦૦ચો.મી.થી વધુ કદના બાંધકામો નિયત દર લઈ કાયદેસરતા આપવામાં આવશે. રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજયમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જીઆઈડીસીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો છે. જેમાં ૫૦ ચો.મી.થી લઈને ૩૦૦ચો.મી.થી વધુ કદના બાંધકામોને નિયત દર (ઇમ્પેક્ટ ફી) લઈને તેને નિયમિત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન રાજ્યની જીઆઇડીસીઓમાં ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા કરાયેલા બિનઅધિકૃત બાંધકામોને કાયદેસરતા આપવા રાજ્ય સરકારે નવી નીતિ અમલી બનાવી છે. આ નીતિની ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે,પીએમ નરેન્દ્ર મોદીના “આત્મ ર્નિભર ભારત”ના સપનાને સાકાર કરવા ગુજરાતે પણ “આત્મ ર્નિભર ગુજરાત” થકી “આત્મ-ર્નિભર ભારત”ના નિર્માણનું સપનું સેવ્યું છે. જેને સાકાર કરવામાં આ ર્નિણય મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાત આજે પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશભરમાં મોખરે રહ્યું છે, જેના પરિણામે રોલ મોડલ ગુજરાતમાં વૈશ્વિક રોકાણકારો આજે મીટ માંડીને બેઠા છે. જે માત્રને માત્ર રાજ્ય સરકારની પારદર્શી અને ટેકનોસેવી નીતિઓને પરિણામે શક્ય બન્યું છે. રાજયમાં આવા ઉદ્યોગો થકી સ્થાનિક રોજગારીનું વધુને વધુ સર્જન થાય એ આશયથી આ નીતિ અમલી કરાશે. રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જીઆઇડીસીની રચના કરાઇ હતી, પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જીઆઇડીસી વસાહતમાં અનઅધિકૃત બાંધકામના બનાવો વધવા પામ્યા છે. આ પ્રકારના બાંધકામ દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ, રોજગારી અને સંલગ્ન રોકાણ ઉપર નકારાત્મક અસર થવા પામે છે. જેથી આ બાબતો ધ્યાને લઇને જીઆઇડીસી દ્વારા આવા અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો ર્નિણય કરાયો છે, જે આગામી ચાર મહિના સુધી અમલમાં રહેશે. જીઆઇડીસીએ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકોને પુષ્કળ તકો આપી મહત્વની ભૂમિકા અદા કરી છે. ગુજરાતમાં હાલમાં ૨૨૦ કરતાં પણ વધુ ઔદ્યોગિક વસાહતો કાર્યરત છે. જેમાં ૭૦,૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે, આ તમામને આ નીતિનો લાભ મળશે. રાજપૂતે જણાવ્યું હતું કે, આ નવી નીતિના અમલથી જીઆઈડીસીમાં ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મી થી વધુ કદના બિનઅધિકૃત બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ દર રહેણાંક માટે અમલી રહેશે, જ્યારે રહેણાંક ઉપરાંત બીજા વપરાશ માટે બે ગણા દર ફાળવણીદાર દ્વારા ચૂકવવાનો રહેશે. આ નીતિ અંતર્ગત રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે કોમન પ્લોટમાં જમીન વપરાશના ૫૦% સુધીનું બાંધકામ નિયમિત કરવામાં આવશે. તેમજ વપરાશમાં ફેરફાર (ઝ્રરટ્ઠહખ્તી ર્ક ેજી) તથા મકાનની વધારાની ઉંચાઇ નિયમિત કરવાની જાેગવાઇ રખાઈ નથી. આ ઉપરાંત રહેણાંક વપરાશ માટે ખૂટતાં પાર્કિગ માટે જે તે વસાહતના ફાળવણી દરના ૧૫% તથા રહેણાંક સિવાય અન્ય વપરાશ માટે ફાળવણી દરના ૩૦%ના દરે દંડ વસૂલવામાં આવશે. રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે સી-જીડીસીઆર-૨૦૧૭ના ડી-૯ વર્ગ મુજબ મળતાં મહત્તમ એફએસઆઇથી ૫૦% વધારે તથા ઔદ્યોગિક વપરાશ માટે ૩૩% વધારે એફ.એસ.આઇ. નિયમિત કરવાની જાેગવાઇ પણ કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષ ૧૯૬૨માં જીઆઇડીસીની સ્થાપના થયા પછી અત્યાર સુધી ગુજરાત રાજયના ઔદ્યોગિક વિકાસમાં જીઆઇડીસીનો મહત્વનો ફાળો રહ્યો છે. આજે ગુજરાત કેમિકલ, પેટ્રોકેમિકલ, ઓટો, ફાર્માશ્યુટીકલ, એન્જીનિયરિંગ, ટેક્ષટાઇલ અને જવેલરી જેવા ઉદ્યોગોમાં બીજા રાજયોની સરખામણીમાં આગળ છે. ત્યારે આવા ઉદ્યોગકારો માટે આ નવી નીતિ પ્રેરક બળ પુરૂ પાડશે.જાેખમી અને હાનિકારક ઉદ્યોગો માટે આ નીતિ લાગુ નહીં પડે ઉદ્યોગ મંત્રી રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નવી જાહેર કરાયેલી આ નીતિ (જાેગવાઇઓ) જાેખમી અને હાનિકારક  ઉદ્યોગોને લાગુ પડશે નહિ. એટલું જ નહીં, પ્લોટની બહાર કરાયેલા કોઇ પણ પ્રકારના બિનઅધિકૃત બાંધકામને પણ નિયમિત કરવામાં આવશે નહીં. ચાર મહિનામાં અરજી કરવાની રહેશે તેમણે જણાવ્યું હતું કે, અરજદાર દ્વારા નિયત નમૂનામાં અને નિયત પદ્ધતિથી આ નીતિના પરિપત્ર થયાના ચાર મહિનાની અંદર અરજી કરવાની રહેશે. આ વિનિયમો કાયમી નથી તથા આ પરિપત્રની તારીખથી અગાઉ કરેલા બાંધકામ ઉપર જ લાગુ પડશે. કેટલા બાંધકામ માટે કેટલી ફી ભરવી પડશે રાજપૂતે નિયત કરાયેલા દરોની વિગતો કહ્યું હતું કે, કુલ બાંધકામ ૫૦ ચો.મી. સુધીનું બાંધકામ નિયત કરવા માટે રૂા.૩૦૦૦ની ફી ભરવાની રહેશે. એ જ રીતે કુલ બાંધકામ ૫૦ ચો.મી.થી વધુ અને ૧૦૦ ચો.મી. સુધી હોય તો રૂા. ૩૦૦૦ વત્તા વધારાના રૂા.૩૦૦૦/, કુલ બાંધકામ ૧૦૦ ચો.મી.થી વધુ અને ૨૦૦ ચો.મી સુધી હોય તો રૂા.૬૦૦૦/ પ્લસ વધારાના રૂા.૬૦૦૦/, જાે કુલ બાંધકામ ૨૦૦ ચો.મી.થી વધુ અને ૩૦૦ ચો.મી સુધી હોય તો રૂા. ૧૨૦૦૦/ પ્લસ વધારાના રૂા.૬૦૦૦/ ભરવાના રહેશે. તેમજ કુલ બાંધકામ ૩૦૦ ચો.મી.થી વધુ માટે રૂા.૧૮૦૦૦/ પ્લસ વધારાના રૂા.૧૫૦/ પ્રતિ ચો.મી. લેખે ૩૦૦ ચો.મી.થી વધારાના વિસ્તાર માટે ભરવાના રહેશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  મેટ્રો સ્ટેશન પરના એસ્કેલેટર્સ બંધ રાખવાનો ર્નિણય

  અમદાવાદ, શહેરમાં મેટ્રો ટ્રેન શરુ થયાને ત્રણ મહિના થવા આવ્યા છે. જાેકે, હજુય મેટ્રોને ધાર્યો પ્રતિસાદ નથી મળી રહ્યો. પીક-અવર્સને બાદ કરતા મેટ્રો ટ્રેનો મોટાભાગે ખાલી જ જાેવા મળી રહી છે. તેવામાં સત્તાધીશો દ્વારા મેટ્રોના ખર્ચા ઓછા કરવા માટે લગભગ તમામ સ્ટેશનો પર એસ્કેલેટર્સ તેમજ લિફ્ટ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. મેટ્રોના અધિકારીઓનું માનીએ તો ૧૫ વર્ષના ગાળામાં મુસાફરોની સંખ્યા કેટલી વધશે તેનું આકલન કરીને એસ્કેલેટર્સ સહિતની સુવિધા ઉભી કરાઈ હતી. વળી, મેટ્રોમાં પ્રવાસ કરતા મોટાભાગના લોકો એસ્કેલેટર્સ વાપરતા પણ ના હોવાનો એક અધિકારીએ દાવો કર્યો હતો.અમદાવાદમાં ઓક્ટોબર મહિનાની શરુઆતમાં જ મેટ્રો ટ્રેનને સામાન્ય જનતા માટે ખૂલ્લી મુકવામાં આવી હતી. હાલ શહેરમાં વાસણા એપીએમસીથી મોટેરા અને વસ્ત્રાલથી થલતેજ વચ્ચે મેટ્રો દોડે છે. અમદાવાદનો મેટ્રો રુટ કુલ ૩૨ કિલોમીટર લાંબો છે. જાેકે, સર્વિસ ચાલુ થઈ ગઈ હોવા છતાંય હજુ સુધી સાબરમતી, થલતેજ તેમજ કાંકરિયા મેટ્રો સ્ટેશન શરુ નથી થઈ શક્યા. એટલું જ નહીં, મેટ્રોનો ટાઈમિંગ પણ સવારે નવથી રાત્રે આઠ વાગ્યા સુધીનો જ છે. મતલબ કે, અમદાવાદમાં મેટ્રો રોજના ૧૨ કલાક પણ નથી દોડતી. એક તરફ મેટ્રો ટ્રેન ચલાવવા માટે રોજનો ખર્ચો કરોડોમાં આવે છે તો બીજી તરફ, ટિકિટ પેટે મેટ્રોને માંડ સાડા પાંચ લાખ રુપિયાની રોજની આવક મળે છે. રવિવાર કે રજાના દિવસોમાં મેટ્રોમાં ૫૫ હજાર જેટલા પેસેન્જર મુસાફરી કરે છે, પરંતુ સામાન્ય દિવસોમાં આ આંકડો ૩૫ હજાર કરતા પણ ઓછો છે. હાલ શહેરમાં દોડતી મેટ્રોની ફ્રિકવન્સી પણ ૩૦ મિનિટની છે, મતલબ કે જાે પેસેન્જર એક ટ્રેન ચૂકી જાય તો બીજી ટ્રેન માટે તેને અડધો કલાક રાહ જાેવી પડે છે. જેનાથી મુસાફરોને ખાસ્સી અગવડતા પડી રહી છે. એટલું જ નહીં, મેટ્રો જે સ્ટેશન પર ઉતારે છે ત્યાંથી પેસેન્જરને જે ચોક્કસ જગ્યા પર પહોંચવાનું છે તેની કનેક્ટિવિટી પણ યોગ્ય રીતે ઉપલબ્ધ નથી. જેના કારણે અનેક લોકો મેટ્રોમાં પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. એટલું જ નહીં, પાર્કિંગ ફેસિલિટી ના હોવાના કારણે પણ ઘણા લોકો માટે મેટ્રો સ્ટેશન પહોંચવું અઘરું બની જાય છે. સૂત્રોનું માનીએ તો, શરુઆતના સમયમાં કેટલાક મેટ્રો સ્ટેશનો પર પ્રોપર્ટીને નુક્સાન પણ કરવામાં આવ્યું હતું. આખરે મેટ્રો સ્ટેશનોને ચોખ્ખા રાખવા માટે પાન-મસાલાની પિચકારીઓ મારવા ઉપરાંત મેટ્રોની સંપત્તિને નુક્સાન પહોંચાડવા આકરો દંડ વસૂલ કરવાનું શરુ કરવામાં આવ્યું હતું.
  વધુ વાંચો
 • ગુજરાત

  ૪૦ છાત્રાલયો, શિક્ષણ સંકુલો વર્ષે ૨૨,૫૦૦ વિદ્યાર્થીઓને ઉજ્જ્‌વળ કારકિર્દી આપે છે

  અમદાવાદ,વ્યક્તિ અને રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષણના મહત્ત્વથી પ્રમુખસ્વામી મહારાજ સુપરિચિત હતા. તેમાં પણ સંસ્કાર યુક્ત શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે તેમણે વિરાટ કાર્ય આદર્યું હતું. બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાની વિશ્વસ્તરે ફેલાયેલી અનેક શિક્ષણસેવાઓ વિદ્યાર્થીઓમાં લક્ષણયુક્ત શિક્ષણનું સિંચન કરે છે. ૧૯૬૫ માં વિદ્યાનગર ખાતે પ્રથમ છાત્રાલયની સ્થાપનારૂપી શિક્ષણપ્રવૃત્તિનું નાનું બીજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં વિશાળ વટવૃક્ષ બની ગયું છે. મ્છઁજી ના વિદ્વાન સંત પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ ‘સંસ્કારયુક્ત શિક્ષણનો યજ્ઞઃ પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજે કરેલ શિક્ષણસેવાઓ વિષે વક્તવ્ય આપ્યું.ત્યારબાદ ‘સંસ્કારયુક્ત શિક્ષણનું અભિયાન ઃ પ્રમુખસ્વામી મહારાજ ’ વિષયક વિડિયો દર્શાવવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  નળ સરોવરના કાંઠે રૂપકડાં ગગન વિહારીઓનો મેળાવડો

  અમદાવાદની નજીક આવેલા વન વિભાગ હસ્તકના નળ સરોવરમાં દેશ વિદેશના રૂપકડાં ગગનવિહારીઓનો મેળાવડો જામ્યો છે. સરોવરના ર્નિમળ જળ કાંઠે આવી પહોંચેલાં શિશિરના વિદેશી અતિથિઓ સ્થાનિકો તેમજ સરોવરની મુલાકાતે આવતા સહેલાણીઓના હૃદયમાં પણ આનંદ ભાવ પેદા કરી રહ્યા છે. નળ સરોવર કાંઠે હાલે રાજહંસ, ગાજ હંસ, કુંજ, લાલ ચાંચ કારચિયા,ભગતડુ, ગયનો,સારસ,સફેદ ઢોક સહિતના પક્ષીઓએ પોતાના આશિયાના ઉભા કર્યા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  અડાલજ નજીક સ્પીડ બ્રેકર ઉપર બાઈક કુદતા રાણીપના બે પિતરાઈએ જીવ ગુમાવ્યા

  ગાંધીનગર, ગાંધીનગરના ઉવારસદ - વાવોલ હાઇવે પર બમ્પ કૂદીને બાઈક તળાવના ગરનાળા સાથેની આર.સી.સીની પાળીએ અથડાતાં બાઈક સવાર ત્રણ પિતરાઈ ભાઈઓ પૈકી બેનાં ગંભીર ઈજાઓ થવાથી કરૂણ મોત નિપજ્યા છે. આ અંગે અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદના રાણીપ મુખીવાસમાં રહેતો કેયૂર ઉર્ફે કુલદીપ અંબાલાલ વાઘેલા (ઠાકોર) ગઇ કાલ રાત્રીના આશરે સાડા દશેક વાગ્યાની આસપાસ તેના કુટુંબી ભાઇઓ વિશાલ જશુભાઇ ઠાકોર(ઉ. વ. ૨૪)તથા જય મહેશકુમાર ઠાકોર (ઉ.વ. ૨૦) સાથે ઉવારસદ ગામે લીલી વાડી જાેગણી માતાના મંદિરે દર્શન કરવા માટે બાઈક ઉપર નીકળ્યા હતા. એ વખતે બાઈક વિશાલ ચલાવતો હતો. એ દરમ્યાન ત્રણેય રાણીપ થઇ ચાંદખેડા થઇ અડાલજ થઇ ઉવારસદ - વાવોલ હાઇવે રોડ તરફ જઇ રહ્યા હતા. ત્યારે ઉવારસદ તળાવ સામે આવેલ ગરનાળા પહેલા બમ્પ આવતા વિશાલ ઠાકોરે બાઇકના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેનાં કારણે બાઈક રોડની બાજુમાં ગરનાળાની સાથે બનાવેલ આર.સી.સી.ની પાળી સાથે અથડાયુ હતું. આ અકસ્માત થતાં જ ત્રણેય જણાં બાઈક સાથે ફેંકાઈને રોડ ઉપર પટકાયા હતા. જેમાં વિશાલ અર્ધ બેભાન થઈ ગયો હતો જયારે જય બેભાન હાલતમાં રોડ પર પડ્યો હતો. જ્યારે કેયૂરને શરીરે સામાન્ય ઈજાઓ થવા પામી હતી. આ દરમ્યાન કોઈ રાહદારીએ ફોન કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ પહોંચી ગઈ હતી. અને તપાસીને જયને મૃત જાહેર કર્યો હતો. બાદમાં કેયૂર અને વિશાલને ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે વિશાલને પણ મૃત જાહેર કર્યો હતો. અને કેયૂરને પ્રાથમિક સારવાર આપી રજા આપી દીધી હતી. આ બનાવની જાણ થતાં અડાલજ પોલીસ પહોંચી ગઈ હતી. અને બંને મૃતકના પોસ્ટ મોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં કોરોના ગાઈડનો અમલ

  પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આજથી કોરોના ગાઈડ લાઇનનું પાલન અને અમલ કરાવવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે પણ અવારનવાર કહેવામાં આવી રહ્યું છે. પ્રમુખસ્વામી નગર ૬૦૦ એકરમાં ફેલાયેલું જેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને માસ્ક ફરજિયાત પહેરે તે માટે સ્વયમ સેવકો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીના પગલે શતાબ્દીમાં પણ ગાઈડ લાઇન અમલમાં આવી છે. જેમાં ખાસ કરીને જે પણ હારી ભક્તો આવે છે તે માસ્ક પહેરીને આવે અને ખાસ જે લોકોને શરદી ખાંસી છે તેવા લોકો આ મહોત્સવમાં આવે નહીં તે માટે પણ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  લ્યો બોલો ! ગાંધીનગર મનપાના સેનિટેશન અધિકારી તેમના સાહેબને પણ ગણકારતા નથી

  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સફાઈ માટે મહિને કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. શહેરના નવા-જૂના વિસ્તારમાં આંતરિક રસ્તા, કોમનપ્લોટ્‌સ સહિતના મુખ્ય રસ્તાઓ સહિત તમામ વિસ્તારની દૈનિક સફાઈ માટે તંત્ર દ્વારા એજન્સીઓને કામ સોંપેેલું છે. જાેકે શહેરના મુખ્ય માર્ગોને બાદ કરતાં અનેક સ્થળે સફાઈ બાબતે ધાંધિયા ચાલતા હોય છે. ત્યારે આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શહેરની સફાઈ અને સેનિટેશનની કામગીરીને નિરિક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી રૂબરૂ મુલાકાતોના દોર શરૂ કરાયો હતો. થોડા દિવસ પહેલાં જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો. વાવોલ, કોલવડા, પેથાપુર સહિતના વિસ્તારમાં ગયેલા કમિશનરને કચરો દેખાયો હતો. જેને પગલે કમિશનર દ્વારા સેનિટેશનના અધિકારીઓ અને એજન્સીના માણસોને બોલાવીને ઉધડો લીધો હોવાનું કહેવાય છે. જેમાં કમિશનર દ્વારા શહેરની સફાઈ બાબતે ચાલતી લાલિયાવાડી ચલાવી નહીં હોવાનું કહીં દેવાયું હતું. જાેકે મ્યુનિસિપલ કમિશનરના રાઉન્ડ અને ઉધડા બાદ પણ શહેરની સફાઈમાં ધાંધિયા ચાલુ જ છે. જેમાં વાવોલ અને કોલવડાના અનેક વિસ્તારમાં હજુ પૂરેપૂરી સફાઈ થઈ નથી.
  વધુ વાંચો
 • ગુજરાત

  ૩૨ હજાર પ્રા. શાળામાં માસ્ક પહેરવાનો મૌખિક આદેશ

  ગાંધીનગર, કોરોનાના ઉત્પતિ દેશ ચીનમાં ફરી વખત કોરોનાએ માથું ઊંચક્યું છે. ત્યારે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને લઈને સરકાર દ્વારા પગલાં ભરવાનું આરંભી રાજ્યની ૩૨ હજારથી વધુ પ્રા.શાળાઓમાં વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા માટે મૌખિક સૂચનાઓ અપાઈ છે. જાે કે આ અંગે સરકાર દ્વારા કોઈ લેખિતમાં પરિપત્ર કે સૂચના અપાઈ ન હોવાનું શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યુ હતું.ચીન, બ્રાઝિલ સહિતના ૧૦ જેટલા દેશોમાં કોરોનાનું ફરી સંક્રમણ જાેવા મળ્યું છે, તેને અનુલક્ષીને સરકાર પણ સાવચેત થઈ ગઈ છે. સરકાર દ્વારા નાગરિકોને કેન્દ્ર સરકારની કોરોનાની માર્ગદર્શિકાને અનુસરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ નાગરિકોએ પણ પોતપોતાની રીતે સ્વૈચ્છિક રીતે ફરીથી માસ્ક પહેરવાનું શરૂ કરી દેવાયું છે. ત્યારે શાળાએ જતાં બાળકો કોરોનાના સંક્રમણમાં ન સપડાય તે માટે સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કાર્યવાહી આરંભી દીધી છે. સરકાર દ્વારા રાજ્યની ૩૨ હજારથી વધુ પ્રાથમિક શાળાઓમાં કોરોનાની માર્ગદર્શિકાને અનુસરવા માટેના મૌખિક આદેશો કરાયા છે. જેમાં આરોગ્ય વિભાગે જાહેર કરેલી કોરોનાની માર્ગદર્શિકાને અનુસરવા માટે વિવિધ જિલ્લાઓના શિક્ષણાધિકારીઓ દ્વારા તેમના જિલ્લાની શાળાઓને સૂચનાઓ અપાઈ છે. જેમાં શાળાઓને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની મૌખિક સૂચનાની સાથોસાથ શાળાઓમાં બાળકોની ૫૦ ટકા સંખ્યા રાખવાની પણ ભલામણ કરાઇ છે. શિક્ષણ વિભાગે કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી ઃ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર રાજ્યની ૩૨ હજાર પ્રાથમિક શાળાઓમાં કોરોનાનિ માર્ગદર્શિકાનું પાલન કરાવવા અંગેની સૂચનાઓ અંગે રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર સાથે વાત કરતાં જનસત્તા લોકસત્તાને જણાવ્યુ હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા કોઈ શાળાઓને માસ્ક ફરજિયાત કે શાળાઓમાં ૫૦ ટકા બાળકોની હાજરી અંગે કોઈ પરિપત્ર કરાયો નથી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે આરોગ્ય વિભાગે સૂચના આપી છે. તેનું પાલન કરાવવા માટે જે તે જિલ્લા કલેકટર કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કરાયો હશે તે મુજબ સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં અમલ કરાવશે. માર્ગદર્શિકાના પાલન માટે શિક્ષણ વિભાગની જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના શિક્ષણાધિકારી દ્વારા આ માર્ગદર્શિકાનું પાલન કરાવવા માટે પરિપત્ર કરાશે શાળાઓમાં માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરાવાશે રાજ્યની ૩૨ હજાર પ્રાથમિક શાળાઓમાં કોરોના માર્ગદર્શિકાનું પાલન કરાવાશે શાળાઓમાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરે, ટોળાં એકઠાં ન થાય તે માટે શાળાઓને ધ્યાન આપવા ડીઈઓની સૂચના
  વધુ વાંચો
 • ગુજરાત

  ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીની વેબસાઈટ જ અપડેટ નથી

  અમદાવાદ સરકાર ગામડાઓમાં વિકાસ થયો હોવાની જાેરશોરથી જાહેર કરી રહ્યું છે,ત્યારે જેમના માથે રાજ્યભરના ગામડાઓનો વિકાસ કરવાની જવાબદારી છે,તેવા ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીની વેબ સાઈટ વર્ષોથી અપડેટ કરવામાં આવી નથી.જેને કારણે ગ્‌્રામ્ય વિસ્તારના વપરાશકર્તાઓને સચોટ અને અપડેટ જાણકારી પ્રાપ્ત થઈ શકતી નથી.જ્યારે કોઈપણ યોજના કે કામોમાં ઓન લાઈન ફરીયાદ કરવાથી વંચિત રહેતા હોવાની લાગણી ગ્રામ્ય વિસ્તારોમાં જાેવા મળી રહી છે. ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરી દ્વારા ગ્રામીણ લોકોના ઉત્કર્ષ માટે ગ્રામીણ ગરીબો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરી શકાય તે માટે તાલીમો,સેમિનારો,નવતર કાર્યક્રમો અને કાર્યશાળાઓના આયોજન દ્વારા ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ સાથે સંકળાયેલ કર્મયોગીઓ અને પદાધિકારીઓની સંવેદનશીલતા અને ક્ષમતાનો વિકાસ કરવાનો આશય રાખવામાં આવ્યો હતો.જેમાં સ્વચ્છ ભારત મિશન, મનરેગા ક્ષમતા અને કૌશલ્ય વર્ધન તાલીમો સહિત અનેક યોજનાઓમાં તાલીમો આપીને જે તે ગ્રામ વિકાસ અને પંચાયતી રાજના કર્મચારીઓને ગ્રામના વિકાસ માટે સજ્જ કરવાની જવાબદારી સોંપવામાં આવેલ છે.જાે કે જમીની સ્તરે આ કામગીરી કરવામાં આવી રહી છે કે કેમ તેવા સવાલો ગ્રામ વિકાસ કમિશ્નરની વેબ સાઈટ જાેઈને ઉઠી રહ્યા છે. અનેક જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ થઈ રહેલા કામો જેવા કે સ્વચ્છ ભારત મિશન,મનરેગા,પ્રધાનમંત્રી આવાસ યોજના, કૃષિ સિંચાઈ,સાંસદ આદર્શ ગ્રામ યોજના સહિતની યોજનાઓમાં ગેરરીતિઓ થતી રહી હોવાની બુમો ઉઠતી રહી છે.ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીની વેબ સાઈટ આઉટ ઓફ ડેટ હોવાને કારણે તમામ યોજનાઓ,અંદાજપંત્ર,એક્શન પ્લાન સહિત ઓન લાઈન ફરીયાદ જેવી સેવાઓનો લાભ સામાન્ય નાગરીકો લઈ શકતા નથી.ત્યારે આ બાબતે સત્વરે ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરી સાથે સાથે અમદાવાદ સહિત મોટાભાગની જિલ્લા પંચાયતો દ્વારા પણ પોતાની વેબ સાઈટ અપ ટુ ડેટ રાખે આવે તે ગ્રામીણ વિકાસ માટે આવશ્યક છે.ઓન લાઈન ફરીયાદ ઃ તમારી ફરીયાદ યોગ્ય દિશામાં ??? અમદાવાદ ઃ ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીની વેબ સાઈટ ઉપર કોઈપણ ગામના નાગરિકને જાે કોઈ ફરીયાદ હોય તો ઓન લાઈન ફરીયાદ કરી શકે તેવી વ્યવસ્થા મુકવામાં તો આવી છે.જાે કે ચાર વર્ષથી વેબ સાઈટ અપડેટ કરવામાં આવતી નથી,ત્યારે ઓન લાઈન ફરીયાદ યોગ્ય દિશામાં કેવી રીતે જઈ શકે તેવા સવાલો અસ્થાને નથી.ગ્રામીણ વિસ્તારના લોકો અને ગરીબોને મનરેગા,આવાસ અને એસ.બી.એમ.હેઠળ શૌચાલય યોજનાઓની ફરીયાદ સ્થાનિક જિલ્લા કક્ષાએ કોઈ સાંભળતુ નથી. છેલ્લે ર૦૧૮-૧૯માં એક્શન પ્લાન પછી કોઈ એક્શન નહિ ! અમદાવાદ  ગ્રામ વિકાસ કમિશ્નર કચેરી દ્વારા છેલ્લે ર૦૧૮-૧૯માં વિવિધ કામગીરી સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક્શન પ્લાન બનાવ્યો હતો.જાે કે ત્યારબાદ આ એક્શન પ્લાનની શું સ્થિતિ છે,તે બાબતની કોઈપણ જાણકારી વેબ સાઈટ ઉપર મુકવામાં આવી નથી.જ્યારે નવી કોઈ કામગીરી અંગે પણ જાણકારી આપવામાં આવી નથી.સ્વચ્છ ભારત મિશન હેઠળની કામગીરી અત્યારે ક્યા સ્ટેજમાં ચાલી રહી છે તે બાબતે પણ વપરાશકર્તા જાણી શકતા નથી.
  વધુ વાંચો
 • ગુજરાત

  ૧૮૧ના શપથ  રામ અને બંધારણના નામે સોગંદવિધિ

  ગાંધીનગર, વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા તમામ સભ્યોની આજે ગાંધીનગર ખાતે શપથ વિધિ યોજાઈ હતી. આ શપથ વિધિ કાર્યક્રમમાં રાજ્યના તમામ ૧૮૨ સભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. ચૂંટાયેલા તમામ ધારાસભ્યોએ પોતાની આગવી શૈલીમાં ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ૧૫ મી વિધાનસભાનું પ્રથમ સત્ર આવતી કાલે એક દિવસનું સત્ર મળશે. આ સત્રની પ્રથમ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાઘ્યક્ષની ચૂંટણી યોજાશે, જ્યારે બીજી બેઠકમાં રાજ્યપાલ દ્વારા સંબોધન કરવામાં આવશે. આ ઉપરાંત આ બેઠકમાં રાજ્યમાં ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતના વિધયક ૨૦૨૨ને પસાર કરવામાં આવશે. આજે સવારે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલને શપથ લેવડાવ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલ અને મુખ્યમંત્રીએ યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી. વિધાનસભાના પ્રોટેમ્પ્ટ સ્પીકર તરીકે યોગેશ પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ તેમણે વિધાનસભા ખાતે તમામે તમામ ૧૮૧ ધારાસભ્યોને ધારાસભ્ય પદના શપથ લેવરાવ્યા હતા. જેમાં ભાજપના ૧૫૬ સભ્યએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. જ્યારે કોંગ્રેસના ૧૭ સભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. તો આમ આદમી પાર્ટીના ૫ અને અપક્ષના ૩ ધારાસભ્યએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા.રામ અને બંધારણના સોંગધ ખાઈને શપથ લેવાયા ચૂંટાયેલા તમામ સભ્યના શપથ વિધિ સમારોહમાં પંચમહાલની કાલોલ બેઠકના ભાજપના ચૂંટાયેલા સભ્ય ફતેસિંહ ચૌહાણ ચર્ચામાં રહ્યા હતા. રાજ્યના ચૂંટાયેલા તમામ સભ્યોએ ઈશ્વરના સોંગધ લઈને શપથ લીધા હતા. જાે કે, કાલોલના ચૂંટાયેલા સભ્ય ફતેસિંહ ચૌહાણે રામના નામે સોંગધ લીધા હતા. આમ વિધાનસભામાં ફરી રામના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે બાબત ચર્ચાનો મુદ્દો બન્યો હતો. તો વડગામ બેઠક પરથી વિજેતા થયેલા કોંગ્રેસના જિગ્નેશ મેવાણીએ બંધારણના સોંગધ ખાઈને શપથ લીધા હતા. ૧૧ સભ્યોએ સંસ્કૃતમાં શપથ લીધા વિધાનસભામાં આજે શપથવિધિ દરમિયાન ૧૧ એવા સભ્ય હતા કે, જેમને સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા. જેમાં ૯ પુરુષ સભ્યએ ધારાસભ્યના શપથ લીધા હતા અને ૨ મહિલા સભ્યએ સંસ્કૃત ભાષામાં ધારાસભ્યના શપથ લીધા હતા. જેમણે ગુજરાતીના સ્થાને સંસ્કૃતમાં શપથ લેવાનું યોગ્ય માન્યું હતું. તેમાં દર્શિતા શાહ, દર્શના દેશમુખ, અનિરુદ્ધ દવે, અનિકેત ઠાકર, કિરીટ પટેલ, અમિત ઠાકર, દિનેશ કુશવાહ, અર્જુન મોઢવાડિયા, પદ્યુમન વાજા, શંભુનાથ ટુંડિયા અને કનેયાલાલ કિશોરીએ સંસ્કૃતમાં શપથ લીધા હતા. પૂર્ણેશ મોદીએ હિન્દીમાં શપથ લીધા આજે વિધાનસભામાં પૂર્ણેશ મોદીએ ધારાસભ્ય પદના શપથ ગુજરાતી ભાષાના સ્થાને હિન્દી ભાષામાં શપથ લીધા હતાં. આમ પણ પૂર્ણેશ મોદી હિન્દી ભાષાને વધુ પ્રાધાન્ય આપે છે. અગાઉ પણ વિધાનસભામાં પૂર્ણેશ મોદીએ અનેક વાર હિન્દી ભાષામાં નિવેદનો કર્યા હતા. પૂર્ણેશ મોદીએ વિધાનસભામાં પોતાની વાતને હિન્દીમાં રજૂ કરી હતી. આજે શપથ વિધિમાં પણ હિન્દી ભાષાને મહત્વ આપીને હિન્દીમાં જ શપથ લેવાનું પસંદ કર્યું હતું. શંકર ચૌધરીએ વિધાનસભા અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી વિધાનસભાના અધ્યક્ષ પદ માટે શંકર ચૌધરીને ભાજપના ઉમેદવાર જાહેર કરાયા છે. ત્યારે શંકર ચૌધરીએ ધારાસભ્ય પદના શપથ લીધા બાદ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ તેમણે અધ્યક્ષ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક ૧૫૬ બેઠકો મેળવી છે. ત્યારે આવતીકાલે ૧૫ મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળી રહ્યું છે. જેના અંતર્ગત આજે વિધાનસભાના પ્રોટેમ્પ્ટ સ્પીકર યોગેશ પટેલ દ્વારા બાકીના તમામ ૧૮૧ ધારાસભ્યોને ધારાસભ્યપદના શપથ લેવડાવ્યા હતા. ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ પદના ઉમેદવાર એવા શંકર ચૌધરી આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. જ્યાં થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ ભાજપ પક્ષના પ્રાથમિક સભ્ય પદ પરથી પોતાનું રાજીનામું આપ્યું હતું.શંકર ચૌધરીએ કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને પોતાનું રાજીનામું આપ્યું હતું. આ અવસરે પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતી શિયાળ,પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર તેમજ પ્રદેશના મહામંત્રીઓ, હોદ્દેદારો તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યા બાદ શંકર ચૌધરીએ પક્ષ-સરકારના અગ્રણીઓની હાજરીમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  કોરોના બાદ પ્રથમ વખત રાજ્યના ચાર શહેરોમાં પતંગોત્સવનું આયોજન

  ગાંધીનગર, કોરોનાની મહામારીના કાળ બાદ પ્રથમ વખત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ચાર શહેરોમાં પતંગ મહોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-૨૦૨૩ આગામી તા. ૮ જાન્યુઆરીથી લઈને તા. ૧૪ જાન્યુઆરી દરમિયાન યોજાશે. જેમાં દેશના વિવિધ રાજયોના પતંગબાજાે ઉપરાંત વિદેશી પતંગબાજાે પણ ભાગ લેશે. બે વર્ષ બાદ યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને લઈને રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક બેઠકો મેળવીને ફરી એક વખત સત્તા સંભાળી છે ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પ્રથમ કોરોના બાદ રાજયમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આગામી તા. ૮ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન રાજયમાં પતંગોત્સવ યોજાશે. આ પતંગોત્સવ રાજ્યના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં યોજવામાં આવશે. જેમાં અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાના પતંગોત્સવનું સાબરમતી રિવરફ્રન્ટ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે વડોદરામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પતંગ ઉત્સવ આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે રાજકોટ અને સુરતમાં પણ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગની બેઠકમાં રાજયમાં આ વર્ષે પતંગોત્સવનું આયોજન કરવા અંગે ચર્ચા-વિચારણા કરાઇ હતી. જેમાં આ વર્ષે યોજાનાર પતંગોત્સવમાં ભાગ લેવા માટે દુનિયાના ૭૦ દેશોને આમંત્રણ આપવામાં આવશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગુજરાતની દરીયાઈ પટ્ટીમાં ૨૨ મરિન પોલીસ સ્ટેશન

  હર્ષજિત જાની, દેશના સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં અન્ય રાજયોની સરખામણીમાં ઓછા મરીન સ્ટેશન પોલીસ સ્ટેશન છે. જ્યારે દરિયા કિનારાના પેટ્રોલિંગ માટેની નિયત કરાયેલી બોટની સંખ્યા કરતાં બે બોટ ઓછી છે, તેમાં પણ ૨૫ ટકા જેટલી બોટ સતત મેઈન્ટેનન્સમાં રહેતી હોય છે. સરકાર દ્વારા નિયત કરાયેલા સ્ટાફની સામે ૨૦૦ કર્મીઓની હજુ પણ ઘટ જાેવા મળી રહી છે. જેના કારણે દરિયા કિનારાની સુરક્ષામાં કચાશ રહેતી હોવાની વિગતો સામે આવી છે. દેશમાં સૌથી વધુ લાંબો ૧૬૦૦ કિલોમીટરનો વિશાળ દરિયાકિનારો ગુજરાત પાસે છે. આ ૧૬૦૦ કિલોમીટરના વિશાળ દરિયા કિનારાની સુરક્ષા માટે ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત મરિન સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી)ની રચના કરવામાં આવી છે. જેના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયા કાંઠાની સુરક્ષાને લઈને ૨૨ મરીન પોલીસ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. આ ૨૨ મરિન પોલીસની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા હાલમાં ૯૦૦ પોલીસ કર્મીઓનો સ્ટાફ તહેનાત કરાયો છે. આ ઉપરાંત દરિયાઈ વિસ્તારના પેટ્રોલિંગ માટે નિયત કરાયેલી ૩૧ બોટની સામે ૨૯ બોટની ફાળવણી કરાયેલી છે. આ બોટોને ચલાવવા માટે સરકાર દ્વારા ૧૧૭ ક્રૂ મેમ્બરની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકિનારાની સુરક્ષા માટે ૨૯ બોટ દ્વારા પોલીસ તંત્રના ૯૦૦ કર્મીઓ ઉપરાંત ૧૧૭ ક્રૂ મેમ્બર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.ગુજરાતનાં દરિયા કિનારાની સુરક્ષા માટે ગુજરાત મરિન સ્ટેટ રિઝર્વ પોલીસ દ્વારા નિયત કરાયેલી ૩૧ બોટની સામે હાલમાં માત્ર ૨૯ બોટ ઉપલબ્ધ છે. આ તમામ ૨૯ બોટ અંદાજિત દસ વર્ષ એટલે કે, એક દાયકા કરતાં જૂની છે. આ તમામ બોટમાંથી સતત આઠથી દસ બોટ મેઈન્ટેન્સ (રિપેરિંગ) માટે રહેતી હોય છે. જેના કારણે રાજ્યના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાના પેટ્રોલિંગ માટે મરિન પોલીસ પાસે ફક્ત ૧૮થી ૧૯ બોટ જ ઉપલબ્ધ હોય છે. જેના કારણે કેટલાક મરિન પોલીસ સ્ટેશન પાસે ત્રણ ત્રણ મહિના સુધી એક પણ બોટ ઉપલબ્ધ રહેતી ન હોવાનું પણ જાણવા મળ્યું છે. દેશના વિવિધ રાજ્યોના દરિયા કિનારાના વિસ્તાર અને તેની સુરક્ષા માટેના સંબધિત રાજ્યઓમાં પોલીસ સ્ટેશનની સંખ્યા તેની માહિતી આ મુજબ છે. જેમાં સૌથી વધુ લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે છે. પરંતુ દરિયા કિનારાના ક્ષેત્રને જાેતાં સૌથી ઓછા પોલીસ સ્ટેશન ગુજરાતમાં જાેવા મળી રહ્યા છે. જેમાં ગુજરાતમાં ૧૬૦૦ કિલોમીટર દરિયા કિનારા માટે ૨૨ પોલીસ સ્ટેશન, કર્ણાટકમાં ૩૨૦ કિલોમીટર દરિયા કિનારા માટે ૬૨ પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્રમાં ૭૨૦ કિલોમીટર દરિયા કિનારા સામે ૪૪ પોલીસ સ્ટેશન છે. તો તામિલનાડુમાં ૧૦૭૬ કિલોમીટરના દરિયા કિનારા સામે ૪૨ પોલીસ સ્ટેશન, ઓડિસામાં ૪૮૫ કિલોમીટર દરિયા કિનારા સામે ૧૮ પોલીસ સ્ટેશન અને કેરલમાં ૫૮૦ કિલોમીટર દરિયા કિનારા સામે ૧૮ પોલીસ સ્ટેશન કાર્યરત હોવાની વિગતો મળી છે.મરિન પોલીસ પાસેની તમામ ૨૯ બોટનું રજિસ્ટ્રેશન થયેલું છે ડીઆઈજી નિલેષ જાજડિયા ગુજરાત મરિન પોલીસ (કોસ્ટલ સિક્યુરિટી)ના ડેપ્યુટી ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ (ડીઆઈજી) નિલેષ જાજડિયાએ જણાવ્યુ હતું કે, રાજયના દરિયાકિનારાની સુરક્ષા માટે ૨૨ મરિન પોલીસમાં ૯૦૦થી વધુ પોલીસ કર્મીનો સ્ટાફ કાર્યરત છે. જ્યારે મરિન પોલીસ પાસે ૨૯ બોટ કાર્યરત છે, આ તમામ બોટનું રજિસ્ટ્રેશન કરાવાયેલું છે. મરિન પોલીસની બોટ પૈકીની સરેરાશ ૨૫ ટકા જેટલી બોટ રિપેરિંગ માટે રહેતી હોય છે. ડીઆઈજી નિલેષ જાજડિયાએ વધુમાં જણાવ્યુ હતું કે, મરિન પોલીસ પાસે ૯૦૦ પોલીસ કર્મીઓ ઉપરાંત બોટ ચલાવવા માટે અગાઉ ફક્ત ૬૦ જ ક્રૂ મેમ્બર હતા, જે વધીને હવે ૧૧૭ ક્રૂ મેમ્બર કાર્યરત છે. મરિન પોલીસની કામગીરી ગુજરાત મરિન સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી) ખાસ કરીને જ્યારે મરીન પોલીસ દરિયામાં પેટ્રોલિંગમાં વ્યસ્ત હોય એવી કટોકટીની સ્થિતિમાં પોતાની કામગીરી કરી રહી છે. મરિન એસઆરપીને આઠ જૂથમાં વહેંચવામાં આવી છે. જેનું નેતૃત્વ ડીઆઈજી રેન્કના અધિકારી મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર તરીકેનું પદ સંભાળી રહ્યા છે. તેને પોલીસ અધિક્ષક દ્વારા મદદ કરાય છે, જેનું પદ મરિન સેક્ટર કમાન્ડર તરીકે છે અને ત્યારબાદ ડેપ્યુટીઓ મરિન સેક્ટર લીડર તરીકે કાર્યરત છે. તેમની નીચે આઠ પોલીસ ઇન્સ્પેક્ટર છે, દરેક જૂથનું નેતૃત્વ કરે છે. દરેક જૂથમાં પાંચ એકમો છે, જેનું નેતૃત્વ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી કરી રહ્યા છે. તેમની નીચે હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ મરિન કમાન્ડો તરીકે કાર્ય કરી રહ્યા છે. વિવિધ એજન્સીઓ દ્વારા દરિયાઇ વિસ્તારનું પેટ્રોલિંગ કરાય છે દરિયા કિનારાની સુરક્ષા માટે સરકાર દ્વારા વિવિધ એજન્સીઓના પેટ્રોલિંગ માટેની સીમા નક્કી કરવામાં આવી છે. જેમાં કિનારાથી ૧૦ કિમી સુધીના વિસ્તારમાં મરિન પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે. જ્યારે દરિયા કિનારાથી ૧૦ કિમી દૂરથી ૫૦ કિમી સુધીના વિસ્તારમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવે છે. જ્યારે દરિયા કિનારાથી ૫૦ કિમી દૂરથી આંતરરાષ્ટ્રીય જળ સીમા સુધીના પેટ્રોલિંગની કામગીરી ઇન્ડિયન નેવી દ્વારા કરવામાં આવે છે. દરિયા કિનારો પોલીસ સ્ટેશન ગુજરાત ૧૬૦૦ કિમી ૨૨ કર્ણાટક ૩૨૦ કિમી ૬૨ મહારાષ્ટ્ર ૭૨૦ કિમી ૪૪ તામિલનાડુ ૧૦૭૬ કિમી ૪૨ ઓડિસા ૪૮૫ કિમી ૧૮ કેરલ ૫૮૦ કિમી ૧૮
  વધુ વાંચો
 • ગુજરાત

  રાજ્યભરમાં બિલાવલ ભુટ્ટોનો ભાજપ દ્વારા વિરોધ

  ગાંધીનગર, પાકિસ્તાનના વિદેશી મંત્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં વાંધાજનક ટિપ્પણીનો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. જે અન્વયે આજે સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચાર, પૂતળા દહન અને આવેદન પત્ર આપવામાં આવ્યા હતા. ભાજપના પ્રદેશ સહિતના હોદ્દેદારો, અગ્રણીઓ, ચૂંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ, સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ પાકિસ્તાન વિદેશ મંત્રીની ટિપ્પણી અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનની હાલત ભિખારી કરતાં વધુ ખરાબ છે.પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કરેલી ટીપ્પણીને લઈને આજે સમગ્ર રાજયભરમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આ ટીપ્પણીને લઈને આજે ગુજરાતભરમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરાયા હતા. આ મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સોશિયલ મીડિયા ટિ્‌વટર પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, પાકિસ્તાનની હાલત ભીખારી કરતાં પણ ખરાબ છે, તેમાં તે આવી ગયું છે. વિદેશોમાં પોતાના વિદેશ મંત્રાલયો પણ વેચી રહ્યું છે. પોતાના દેશના ગધેડાઓને વેચીને ગુજરાન ચલાવવાના પ્રયાસો કરી રહ્યા છે. એ જ બતાવે છે કે તેની આર્થિક સ્થિતિ કેટલી બધી નબળી છે. અને તેના કારણો એ છે કે, આંતકવાદીઓને પ્રોત્સાહિત કરવા, તેમને આશરો આપવો. પાટિલે ટિ્‌વટર દ્વારા વધુમાં જણાવ્યુ હતું કે, પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટો આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે એલફેલ બોલવાનાં પ્રયાસો કરે છે. જેને કારણે લોકોને પાકિસ્તાન પ્રત્યે તિરસ્કારની ભાવના આવે છે. આતંકવાદીઓને આશરો આપી-પ્રોત્સાહિત કરી સાપને ઘરમાં પાળવાનો ડંખ પાકિસ્તાનને લાગ્યો છે. આપણાં દેશની સંસ્કૃતિ કહે છે કે આપણો પડોશી દેશ મજબૂત હોવો જાેઇએ. પણ કમનસીબે આપણો પડોશી દેશ આતંકવાદીઓને પ્રોત્સાહિત કરતો અને આર્થિક રીતે ક્ષિણ સ્થિતિમાં મૂકાયેલો દેશ છે. જેના કારણે હું પાકિસ્તાનના વિદેશ મંત્રી વિષે કઈ વિશેષ કહેવા માંગતો નથી. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં ભાજપના કાર્યકરો દ્વારા આજે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટોનો વિરોધ કરાયો હતો. જેમાં અમદાવાદ શહેરના આરટીઓ સર્કલ ખાતે ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ અને અમિત શાહ તેમજ પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતાં. ભાજપ નેતાઓ અને આગેવાનો દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર પણ કરાયા હતા. આ ઉપરાંત રાજકોટમાં શહેર ભાજપ દ્વારા બિલાવલ ભૂટ્ટોનું પૂતળા દહન પણ કરાયું હતું. ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું. પાકિસ્તાની વિદેશ મંત્રીની ટિપ્પણીના વિરોધમાં રાજયપાલને આવેદન અપાયું આજ રોજ ગાંધીનગર શહેર ભાજપ- યુવા મોરચા દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા યુનાઈટેડ નેશન્સ સિક્યોલિટી કાઉન્સીલ માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરાયો હતો. તેના વિરોધમાં ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ, ગાંધીનગર મેયર હીતેશ મકવાણા, ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટ, શહેર મહામંત્રી ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રદેશ મહામંત્રી રજની પટેલ, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ, મેયર હિતેશ મકવાણા, શહેર પ્રમુખ રૂચીર ભટ્ટ, મહામંત્રી ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના હોદ્દેદારો દ્વારા આજે રાજ્યપાલને મળીને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કરાયો હતો. ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા પથિકાશ્રમ પાસે ભુટ્ટોના પુતળાનું દહન કરાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિષે પાકિસ્તાની વિદેશ મંત્રી દ્વારા કરાયેલી હિન ટિપ્પણીના વિરોધમાં ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. તેમજ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પણ અપાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા કરાયેલી હિન ટિપ્પણીના વિરોધમાં ગાંધીનગર જિલ્લા ભાજપા દ્વારા આજે ગાંધીનગરના પથિકાશ્રમ પાસે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં પાકિસ્તાનના વિરોધમાં વિવિધ સૂત્રોચાર અને પ્લેકાર્ડ દર્શાવી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલ પટેલ, મહામંત્રી રાજુ પટેલ સહિત જિલ્લા તેમજ મંડલ ભાજપા સંગઠનના હોદેદારો અને કાર્યકર્તાઓ જાેડાયા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે અપશબ્દો બોલી અપમાન કર્યું છે. કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરી, પૂતળા દહન કરવામાં આવ્યું તથા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
  વધુ વાંચો
 • ગુજરાત

  અમદાવાદમાં સતત બીજા દિવસે વડાપ્રધાન મોદીનો મેગા રોડ શો

  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીનો અમદાવાદમાં સતત બીજા દિવસે મેગા રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીને જાેવા માટે લોકો મોટી સંખ્યામાં રસ્તા પર જાેવા મળી રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીનો રોડ શો શાહીબાગથી શરુ થયો હતો. રાત્રે સરસપુરમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ નગરદેવી ભદ્રકાળી માતાનાં દર્શન કર્યા હતા. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું હતું. અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીએ નરોડાથી ચાંદખેડા ગામ સુધી અમદાવાદ શહેર અને ગાંધીનગરની એક કુલ ૧૪ બેઠકને આવરતો ૫૪ કિમીનો લાંબો રોડ શો કર્યો હતો. આજે સતત બીજા દિવસે પણ અમદાવાદમાં પીએમ મોદી રોડ શો કરી રહ્યા હતા. તેઓ એરપોર્ટથી વાયા શાહીબાગ તેઓ લાલદરવાજા ભદ્રના કિલ્લા પહોંચ્યા હતા. જ્યાં તેઓ આજે નગરદેવી ભદ્રકાળીનાં દર્શન કર્યા હતા. ત્યારબાદ માતાજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સતત બીજા દિવસે પણ રોડ શો યોજ્યો છે. શહેરના શાહીબાગથી સારંગપુર સુધી રોડ શો યોજ્યો છે. રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું છે. કોટ વિસ્તારમાં ભાજપને મજબુત કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ રોડ શો યોજ્યો.
  વધુ વાંચો
 • ગુજરાત

  અડાલજના બંગલામાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત

  ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે પૂર્વ બાતમીના આધારે અડાલજ બાલાપીર દરગાહની સામે આવેલા વૈભવી બંગલામાં દરોડો પાડીને વિપુલ માત્રામાં વિદેશી દારૂની પેટીઓનો જથ્થો ઝડપી પાડવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે ચૂંટણી ટાણે મતદારોને રીઝવવા માટે કોઈ રાજકીય પાર્ટીના ઈશારે અત્રેના બંગલામાં દારૂ ઉતારવામાં આવ્યો હોવાનો પોલીસ બેડામાં ગણગણાટ પણ શરૂ થવા માંડ્યો છે. તો હાલમાં પોલીસ દારૂના જથ્થાની ગણતરીમાં જાેતરાઈ ચૂકી છે. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી પાંચમી ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ રોકવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ - ૧ ની ટીમના પીઆઈ દિવાનસિંહ વાળા ટીમ સાથે અડાલજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી મળી હતી કે, અડાલજ બાલાપીર દરગાહની સામે આવેલા એક વૈભવી બંગલામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. એલસીબીની ટીમે આયોજન પૂર્વક બાતમી વાળા બંગલામાં દરોડો પાડયો હતો. જ્યાં અંદરનું દ્રશ્ય જાેઈ એલસીબીની ટીમ ચોંકી ઉઠી હતી. કેમ કે રૂમમાં વિદેશી દારૃની પેટીઓનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો. હાલમાં એલસીબીની ટીમે દારૂની પેટીઓની ગણતરી શરૂ કરી છે. કહેવાઈ રહ્યું છે કે અંદાજીત ૪૮૦ જેટલી પેટીમાં વિદેશી દારૃના કવાર્ટર છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડાની કાર્યવાહી ચાલુ છે. એકવાર ગણતરી થઈ ગયા પછી પેટીઓનો ચોક્ક્‌સ આંકડો જાણવા મળશે. જાે કે પોલીસ બેડામાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ કોઈ રાજકીય પાર્ટીએ મતદારોને રીઝવવા માટે દારૂનો વિપુલ માત્રામાં જથ્થો ઉતાર્યો હોવો જાેઈએ. ત્યારે બંગલામાંથી આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવતા અડાલજ પીઆઈ સામે પણ કડક પગલાં લેવાય તેવું નકારી શકાય એમ નથી. આ અંગે એલસીબીનાં વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં બંગલો વિશાલ પ્રમોદભાઈ પટેલનો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉપરાંત સિદ્ધાર્થ સુરેશભાઈ પટેલની પણ સંડોવણી બહાર આવી છે. જેને અડાલજ ખાતે અંબિકા ટાયરની દુકાન હોવાની વિગતો મળી છે. બંને આરોપીઓ વોન્ટેડ છે. ત્યારે સિદ્ધાર્થ એક રાજકીય પાર્ટીના ઉમેદવાર સાથે સારો એવો ઘરોબો ધરાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  અટલ બ્રિજ નાગરિકો માટે પહેલી પસંદ બન્યો  દસ લાખથી વધુ સહેલાણીઓ આવ્યા

  અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જાેડનારો આઇકોનિક ફૂટઓવરબ્રિજ એટલે અટલબ્રિજનું તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૨એ ઉદ્‌ઘાટન કરાયું હતું. અટલબ્રિજને તેના ઉદ્‌ઘાટન બાદ બે દિવસ માટે લોકો માટે ખુલ્લો મુકાયો હતો, જાેકે તે દરમિયાન પાન-મસાલાના અનેક વ્યસનીઓએ ઠેરઠેર પિચકારી મારીને અટલબ્રિજની નયનરમ્યતાને ડાઘ લગાડતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ૩૧ ઓગસ્ટથી અટલબ્રિજનો લહાવો લેવા માટે ટિકિટના દર નક્કી કર્યા છે એટલે અટલબ્રિજની લટાર મારવા માટે હવે પુખ્ત વયના લોકો માટે રૂ. ૩૦ અને ૧૨ વર્ષથી વધુ વયનાં બાળકો માટે રૂ. ૧૫ એન્ટ્રી ફી રખાઈ છે. તમામ મુલાકાતીઓને અટલબ્રિજ માટે તંત્ર દ્વારા ૩૦ મિનિટ ફાળવાઈ છે, તેમ છતાં આ અટલબ્રિજે લોકોમાં ભારે ઘેલું લગાડ્યું છે. એક પ્રકારે અટલબ્રિજ મ્યુનિ.નો કમાઉ દીકરો પુરવાર થયો છે, કેમ કે અત્યાર સુધીમાં અટલબ્રિજની એન્ટ્રી ફીથી મ્યુનિ. તિજાેરીમાં રૂ. ૩.૧૦ કરોડથી વધુ નાણાં ઠલવાઈ ચૂક્યાં છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા રૂ. ૭૪ કરોડના ખર્ચે આઇકોનિક અટલબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની ડિઝાઇનમાં ગુજરાતના પતંગોત્સવને સાંકળી લેવાયો છે. દેશમાં પ્રથમ એવા આ ફૂટઓવરબ્રિજનું વજન ૨૧૦૦ ટન છે અને તેમાં આરસીસીનું ફ્લોરિંગ હોઈ સ્ટેનલેસ સ્ટીલ તેમજ ગ્લાસની રેલિંગ બનાવવામાં આવી છે. અટલબ્રિજની એન્ટ્રી ફી રૂ. ૩૦ હોવા છતાં અમદાવાદીઓએ તેને પહેલા દિવસથી એટલે કે ૩૧ ઓગસ્ટથી ઊમળકાથી વધાવી લીધો છે. તે દિવસે ૧૭,૬૨૯ મુલાકાતીઓ અટલબ્રિજ નિહાળવા આવ્યા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  અમરેલીમાં અચરજ પમાડે તેવી રાજકીય ઘટના બની

  ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અમરેલીમાં એક અચરજ પમાડે તેવી રાજકીય બની હતી. જેમાં કોંગ્રેસના નેતા અને અમરેલી બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી આજે ભાજપ કાર્યાલય પર પહોંચી ગયા હતા અને ભાજપના નેતાઓ સાથે ચાની ચૂસકી લગાવી હતી. જાે કે આ ઘટનાએ નાગરિકોનું દિલ જીતી લીધું હતું. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અમરેલીમાં એક રાજકીય ઘટના બની હતી, ખેલદિલીની ભાવનાને ઉજાગર કરતી આ ઘટનાએ લોકોનું દિલ જીતી લીધું છે. સૌરાષ્ટ્રની અમરેલી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી, ભાજપમાંથી કૌશિક વેકરિયા અને આમ આદમી પાર્ટી-’આપ’માંથી રવિ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે એટલે કે મંગળવારે કોંગ્રેસના નેતા અને ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક અમરેલી ભાજપના કાર્યાલય પહોંચી ગયા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  કરચોરો સામે તવાઈ  એટીએસ અને જીએસટીનું રાજ્યવ્યાપી સર્ચ ઓપરેશન

  અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરતા ખળભળાટ સર્જાયો છે. ચૂંટણી અગાઉ રાજ્યમાં દેશવિરોધી પ્રવૃત્તિ અને આર્થિક નુકસાન પહોંચાડતા લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં દરોડા પડ્યાં છે. ટીમોએ દ્વારા તપાસ હાથધરાઈ છે. ટેક્સ ચોરી મામલે રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અમદાવાદ, ગાંધીધામ અને સુરત તેમજ ભરૂચ અને વડોદરામાં પણ તપાસ હાથ ધરાઈ છે. રાજ્યના અમદાવાદ, ગાંધીધામ, સુરત, ભરૂચ અને વડોદરામાં ટીમોએ દ્વારા તપાસ હાથધરવામાં આવી છે. ટેક્સ ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખોટી રીતે આઈટીસી મેળવવાના કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કરચોરીમાં ખૂબ મોટાપાયે દસ્તાવેજ જપ્ત કરાયા હતા. અમદાવાદમાંથી ૧૪, વડોદરામાંથી ૧૨, સુરતમાં ૯, ભાવનગરમાં ૩, ગાંધીધામમાં ૨ અને રાજકોટમાં ૧ સહિત ૪૧ બોગસ પેઢીઓ ઝડપાઇ હતી. આ બોગસ બિલિંગના કૌભાંડમાં ભાવનગર બોગસ બિલિંગનું એપી સેન્ટર ઊભરાઇ આવ્યું હતું. જાેકે તમને જણાવી દઇએ કે, આ સમગ્ર કૌભાંડની કડી  તપાસમાંથી મળી હતી.૧૨ નવેમ્બરના રોજ રાજ્યમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. રાજ્યભરમાં અલગ અલગ ૧૪૦થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ટીમો દ્વારા અમદાવાદ, સુરત, ભરૂચ, જામનગર અને ભાવનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. એકસાથે ૧૪૦થી વધુ સ્થળો પર તપાસ ચાલી હતી. એવા પણ સમાચાર સામે આવી રહ્યા હતા કે આ મામલે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી ૯૦થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  રાવણના નામે રાજ્યમાં રાજકીય રમખાણ

  ગાંધીનગર ગુજરાતમાં જેમ જેમ ચૂંટણીનો માહોલ જામતો જાય છે, તેમ તેમ રાજકીય નેતાઓ દ્વારા કરાયેલા નિવેદનો પણ લોકોમાં ચર્ચાસ્પદ બની રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં છવાઈ જવા નેતાઓ કે ઉમેદવારો મર્યાદા વટાવી જતા હોય છે અને હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરેલું નિવેદન ભારે ચર્ચાનો વિષય બન્યો ગયો છે. આ અંગે ભાજપ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ ગુજરાતની ચૂંટણીનું દબાણ સહન કરી શકતા નથી. તેમજ આ નિવેદનથી પીએમનું નહીં ગુજરાત અને સમગ્ર દેશનું અપમાન છે તેવું જણાવાયું છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચાલતા પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેએ વધુ એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિવેદન આપ્યું છે. સોમવારે અમદાવાદમાં એક જાહેરસભા દરમિયાન ખડગેએ કહ્યું હતું કે, ‘શું મોદી પાસે રાવણની જેમ ૧૦૦ મોઢાં છે? મને સમજાતું નથી.’ જ્યારે આ અગાઉ ગત રવિવારે સુરત ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન એક જાહેરસભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પોતાને અસ્પૃશ્ય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જુઠ્ઠાણાંના સરદાર ગણાવ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે સાંજે બહેરામપુરા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા. જેમાં ખડગેએ જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી દરેક સમયે પોતાના વિશે વાતો કરે છે. દરેક મુદ્દા પર તેઓ કહે છે કે મોદીનો દેખાવ જાેઈને મત આપો. લોકો તમારો ચહેરો કેટલી વાર જુએ? કાઉન્સિલરની ચૂંટણીમાં જુઓ તમારો ચહેરો, ધારાસભ્ય (વિધાનસભા)ની ચૂંટણીમાં જુઓ તમારો ચહેરો, સાંસદ (લોકસભા)ની ચૂંટણીમાં પણ તમારો ચહેરો જુઓ. દરેક જગ્યાએ તમારો ચહેરો જુઓ, તમારા કેટલા ચહેરા છે, શું તમારી પાસે રાવણ જેવા ૧૦૦ ચહેરા છે? કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, પીએમ મોદી કામ પર કેમ કંઈ બોલતા નથી. ભાજપમાં માત્ર જુમલા જ છે. આ જુમલા એવી રીતે બોલે છે કે જે જૂઠાણાંની ઉપર જ છે. તેઓ માત્ર જૂઠું બોલે છે. કહેવામાં આવ્યું હતું કે, વાર્ષિક ૨ કરોડ નોકરીઓ આપવામાં આવશે. ગુજરાતમાં કોઈને રોજગારી મળી? મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીને ઉદઘાટન કરવાની આદત છે. કોઈએ કંઈ પણ તૈયાર કર્યું હોય તો ચૂનો, કલર લગાવીને તેનું ઉદઘાટન કરે છે. ત્યારે તેઓ કહે છે કે, આ મારું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેએ આ અગાઉ રવિવારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીને જુઠ્ઠાણાના સરદાર ગણાવ્યા હતા. ખડગેએ જણાવ્યું હતું કે, મોદી પોતાને ગરીબ કહીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરે છે. તેઓ પોતાની જાતને ગરીબ કહે છે, પણ હું તો અછૂત છું, મારી સાથે તો કોઈ ચા પણ પીતું નથી. ખડગે ચૂંટણીનું દબાણ સહન નથી કરી શકતા  માલવિયા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પીએમ મોદી અંગે કરેલા નિવેદન અંગે ભાજપ દ્વારા વળતો પ્રહાર કરાયો હતો. જે અંગે ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું દબાણ સહન કરી શકતા નથી. જેના કારણે આવા નિવેદનો કરી રહ્યા છે. ગુજરાત અને દેશનું અપમાન  સંબિત પાત્રા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પીએમ મોદી પરના નિવેદન અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં પાત્રાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘રાવણ’ કહેવા એ ઘોર અપમાન છે. સૌ પ્રથમ કોંગ્રેસના ચીફ હતા ત્યારે સોનિયા ગાંધીએ મોદીને ‘મોતના સોદાગર’ કહ્યા હતા. છેવટે આ લોકોને શું મળે છે? કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમને ‘રાવણ’ કહ્યા છે. આવી ભાષાનો ઉપયોગ કોંગ્રેસ તેની માનસિકતાને દર્શાવે છે. આ માત્ર મોદીજીનું જ નહીં, પરંતુ ગુજરાત અને સમગ્ર દેશનું અપમાન છે. આ માત્ર ખડગેનું નિવેદન નથી, સોનિયા અને રાહુલનું પણ નિવેદન છે તેમ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ જણાવ્યું હતું.
  વધુ વાંચો
 • ગુજરાત

  કેન્દ્રીય સુરક્ષા દળોની ૬૦૦થી વધુ કંપનીઓ સ્ટેન્ડ ટુ

  ગાંધીનગર,ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ એકશનમાં આવી ગયુ છે. સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા બળના જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય સુરક્ષા બળોની ૬૦૦થી વધુ કંપનીઓ ખડેપગે રાખવામાં આવી છે. હજુ ચૂંટણી સુધીમાં વધુ ૧૦૦ કંપનીઓ આવશે. તો ગુજરાતમાં સર્વેલન્સ-સ્કવૉડના ૪૨ હજારથી વધુ જવાનો મુકાયા છે. ચૂંટણીમાં સંવેદનશીલ કેન્દ્રો પર જવાનો ફરજ બજાવશે. ચૂંટણી પ્રક્રીયા પૂર્ણ થાય ત્યાં સુધી સર્વેલન્સની કામગીરી કરશે. મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણીપંચ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બંને તબક્કાની ચૂંટણીમાં ૧૬ હજારથી વધુ મતદાન મથકો સંવેદનશીલ છે. ૨૦૨૨માં ૫૧,૭૮૨ મથકોમાંથી ૧૬ હજારથી વધુ સંવેદનશીલ જાહેર કરાયા છે.સંવેદનશીલ-અતિ સંવેદનશીલ મથકોમાં પેરામીલીટ્રી ફોર્સ તહેનાત કરાશે. સંવેદનશીલ મથકો પર પોલીસ અને પેરામીલીટ્રી ફોર્સના જવાનો તહેનાત રહેશે. પ્રથમ તબક્કામાં ૮૯ અને બીજા તબક્કામાં ૯૩ બેઠકોની ચૂંટણી યોજાશે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ૧ હજાર ૫૧૮ મતદાન મથકો વધ્યા છે. ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી ૮ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં ૮૯ બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો પર મતદાન થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આપ જાેરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા છે. જાે કે આ તમામમાં ભાજપના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ વડાપ્રધાન મોદી કરી રહ્યા છે. ગુજરાતમાં ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ પુરતો સમય આપવાનો ર્નિણય લીધો છે. વડાપ્રધાન ગુજરાતમાં ૨૫ રેલી કરીને પ્રચાર કરવાના છે, તેમની રેલીઓ માટેના આયોજન થઇ ગયા છે. કાર્યક્રમ માટેની તૈયારીઓ પણ પૂરજાેશમાં ચાલી રહી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  એસડીએમ આત્મહત્યા કેસ  પરિવારની સીબીઆઈતપાસની માંગ

  અમદાવાદ, પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલની આત્મહત્યા કેસમાં પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી છે. ગુજરાત ચૂંટણી પહેલા પ્રાંત અધિકારીનાં આપઘાતને કારણે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે પરિવાર પોતાની વ્યથા જણાવતા કહે છે કે, સ્થાનિક પોલીસ નહીં પરંતુ કોઇ સ્વતંત્ર એજન્સી તપાસ કરે તેવી અપીલ છે. પરિવારે જણાવ્યું કે, આપઘાતનાં સમાચાર મળ્યાંનાં માત્ર દોઢ જ કલાકમાં પોલીસે ફટાફટ તપાસ કરી લીધી હતી. આ સાથે મૃતકનાં પત્ની જણાવે છે કે, આપઘાત પહેલા જ પતિએ વીડિયો કોલ કરીને મારી અને પુત્ર સાથે વાત કરી હતી. પતિ તણાવમાં લાગતા ન હતા.પરિવારની ગેરહાજરીમાં મકાનમાં તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત પરિવાર જુએ તે પહેલા જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવામાં આવ્યા હતા. આપઘાતનાં દિવસે જ સવારે વીડિયો કોલમાં પત્નીને પતિ તણાવમાં લાગ્યા ન હતા. મૃતકનાં પત્નીએ પતિ સાથે વીડિયો કોલમાં થયેલી વાત અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, મંગળવારે સવારે ૬.૧૫ની આસપાસ વાત થઇ હતી. આખી રાત કામ કરીને હાલ જ ઓફિસથી ઘરે આવ્યા હોવાનું જણાવ્યુ હતુ. ૯.૧૫ કલાકે તેમનો ફોન આવ્યો હતો. થોડીનારમાં વીડિયો કોલ કરીને અમારી સાથે વાત કરી હતી. આ પાંચેક મિનિટની વાતમાં કોઇ ટેન્શન દેખાતુ ન હતુ. પરિવારે આ અંગે વધુ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ કે, તે આત્મહત્યા ક્યારેય ન કરી શકે.અમને સ્થાનિક પોલીસ ઉપર ભરોસો નથી. તેમના પર ચોક્કસ પોલિટિકલ પ્રેશર રહ્યું હશે. અમારા પરિવારનો એકમાત્ર સહારો છીનવાઇ ગયો છે. અમે ન્યાય માટે વડાપ્રધાન સુધી જવું પડે તો જઇશું. આ ઉપરાંત પણ તેમણે સ્થાનિક પોલીસ અંગે જણાવ્યુ કે, ઘરના લોકો ઘરે પહોંચે તે પહેલા જ તેમને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યા હતા. ઘરને પણ સીલ કર્યું ન હતુ. જેથી લોકોની અવરજવર પણ વધી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  ઘાટલોડિયામાં ભૂપેન્દ્ર પટેલનો રોડ શો

  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય ઘાટલોડિયામાં રોડ શો નીકળ્યો હતો. મેમનગરના સુભાષ ચોકથી બોડકદેવ સુધી ભવ્ય રોડ શોમાં મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. ઘાટલોડિયા વિધાનસભામાં અંદાજિત ૧૨ કિમી કરતાં લાંબો રોડ શોમા તેમને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જાેડાયા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  ભાજપએ મોંઘવારીનો ‘મ’ ગાયબ કર્યો  શર્મા

  ગાંધીનગર, ગુજરાતની સાડા છ કરોડની જનતાની ઈચ્છાઓ અને આકાંક્ષાઓને પૂરી કરવા કોંગ્રેસ દ્વારા જન ઘોષણા પત્ર જાહેર કર્યું છે તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ ભાજપના સંકલ્પ પત્રને દગા પત્ર ગણાવ્યું હતું. ભાજપના સંકલ્પ પત્રમાંથી મોંઘવારીનો ‘મ‘ ગાયબ થઈ ગયો છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસ દ્વારા અપાયેલા વચનોને સરકાર બનતાની સાથે પૂરા કરવામાં આવશે. કોંગ્રેસે છેલ્લા છ મહિનાથી લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નોથી માહિતગાર થઈને ૫૦ લાખ કોલ્સ, ૭ લાખ પ્રતિભાવો, ૧૦ હજાર ઈન્ટરવ્યૂ, ૧૮૨ મતવિસ્તારમાં, ૫૦૦૦ ગામડાઓ આવરીને ૬૫ લાખ જનતા સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાઈને ગુજરાતની ૬.૫ કરોડની જનતાની ઈચ્છા અને આકાંશાઓને સંતોષવા માટે “જન ઘોષણા પત્ર - ૨૦૨૨” રજૂ કર્યું છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું. ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પરિવર્તનના ઉત્સવમાં સહભાગી સૌ ગુજરાતીઓને “જન ઘોષણા પત્ર - ૨૦૨૨” ના દરેક વચનોને ફળીભૂત કરવા કટિબદ્ધ છે. ગુજરાતની ઈકોનોમી એક ટ્રીલિયન ડોલરની વાત કરનારા લોકોને એક ટ્રીલિયન પાછળ કેટલા શૂન્ય હોય તે પણ નથી. 
  વધુ વાંચો
 • ગુજરાત

  મહિલાઓ અને ગરીબો માટે ભાજપા દ્વારા વચનોની લ્હાણી

  ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આજે ગાંધીનગર સ્થિત પાર્ટી કાર્યાલય કમલમમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ગુજરાત જીતી લેવા ભાજપ, કોંગ્રેસ અને આપ ચૂંટણી રણે ચડી છે. ત્રણેય પાર્ટીઓ દ્વારા હાલમાં આખા ગુજરાતમાં ધમધોકાર પ્રચાર કરાઈ રહ્યો છે. આ દરમિયાન ભાજપે સૌથી પહેલા તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ભાજપે ચૂંટણી ઢંઢેરાને સંકલ્પ પત્ર એવું નામ આપ્યું છે. ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા અને સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ગાંધીનગર સ્થિત પાર્ટી કાર્યાલય કમલમમાં ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. સંકલ્પ પત્ર ૨૦૨૨માં ભાજપે ખેતી, આરોગ્ય, યુવા રોજગારી પર વિશેષ ધ્યાન આપવાની જાહેરાત કરી છે. આ સંકલ્પ પત્ર અનુસાર, પાંચ વર્ષમાં ૨૦ લાખ યુવાનોને રોજગારી આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત ભાજપ કૃષિ ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓ માટે ૧૦ હજાર કરોડના બજેટ ફાળવવાનો પણ સંકલ્પ કર્યો છે. ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં મહિલા અને છોકરીઓને લઈને પણ એક મોટી જાહેરાત કરી છે. ભાજપે કહ્યું કે જાે તે સત્તા પર આવશે તો વરિષ્ઠ મહિલાઓને બસમાં મફત મુસાફરીની સુવિધા આપશે. છોકરીઓ માટે એક મહત્વની જાહેરાત કરતા ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું કે, કેજીથી પીજી સુધી છોકરીઓને મફત શિક્ષણ આપવાનું પણ અમારુ વચન છે. ભાજપે પાંચ વર્ષમાં મહિલાઓ માટે ૧ લાખથી વધુ નોકરીઓનુ પણ વચન આપ્યું છે.ભાજપના સંકલ્પ પત્રની મહત્વપૂર્ણ વાત • ખેતી, આરોગ્ય, યુવા રોજગારી પર વિશેષ ધ્યાન અપાયું • પાંચ વર્ષમાં ૨૦ લાખ યુવાનોને રોજગારી અપાશે • કૃષિ ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓ માટે ૧૦ હજાર કરોડના બજેટનો સંકલ્પ • ખેડ઼ૂત મંડળીઓ, છઁસ્ઝ્ર ને મજબૂત કરવી, કોલ્ડ સ્ટોરેજ બનાવવાનો સંકલ્પ • સિંચાઈના નટવર્કને મજબૂત કરવા ૨૫ હજાર કરોડના બજેટનો સંકલ્પ • અગ્રેસર એગ્રીકલ્ચર, અગ્રેસર યુવા, અગ્રેસર આરોગ્ય, અગ્રેસર સમરસ વિકાસ ભાજપનો સંકલ્પ • વરિષ્ઠ મહિલાઓ માટે બસની મફત મુસાફરી • સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ગ્રીડ હાઈવે બનાવવાનું વચન • ગરીબોને ૪ વખત ખાદ્ય તેલ અપાશે • આયુષ્યમાન ભારત યોજનાની સહાય પાંચ લાખથી વધારીને ૧૦ લાખ કરવાનું વચન • ગૌશાળા માટે ૫૦૦ કરોડનુ વધારાનું બજેટ • દ્વારકામાં આધ્યાત્મિક કેન્દ્ર બનાવવાનું વચન • કેજીથી પીજી સુધી છોકરીઓને મફત શિક્ષણ • શ્રમિકોને ૨ લાખ રૂપિયાની લોન અપાશે • યુનિફોર્મ સિવિલ કોડ માટે બનાવેલ કમિટીની ભલામણો લાગુ કરાશે • કટ્ટરવાદને દૂર કરવા માટે સ્પેશ્યલ સેલ બનાવવામાં આવશે • જાહેર સંપત્તિને અસામાજિક તત્વો દ્વારા નુકસાન કરાશે તો તેમના સામે એક્શન લેવા માટે કાયદો બનાવામાં આવશે • ગુજરાતને ૧ ટ્રિલિયન ઈકોનોમી બનાવવામાં આવશે. ગુજરાતમાં ૧૬૩૦ કિમી લાંબો પરિક્રમા પથ બનાવવામાં આવશે • ગુજરાતની ધરતી પર જ ઓલિમ્પિક્સ થાય તે માટે વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે • દ્વારકામાં શ્રીકૃષ્ણની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવશે, ખાસ ગેલેરી પણ બનાવવામાં આવશે • દ્ભય્થી લઈને ઁય્ સુધી દીકરીઓને મફત શિક્ષણ અપાશે, ૯થી ૧૨ની વિદ્યાર્થિનીઓને સાઇકલ અપાશે, ૧ લાખ સરકારી નોકરી મહિલાઓને અપાશે. • આર્થિક રીતે પછાત બહેનોને ઈ-સ્કૂટર અપાશે • વ્હાલી દીકરી યોજના હેઠળ ૧.૫ લાખની સહાય અપાશે • સિનિયર સીટીઝન મહિલાઓ ફ્રીમાં બસ મુસાફરી કરી શકશે • આદિવાસીના સામાજિક આર્થિક વિકાસ માટે વનબંધુ યોજના હેઠળ ૧ લાખ કરોડનો ખર્ચ કરાશે • સિવિલ ૈએવિએશનમાં ર્દ્ગં.૧ આપણું ગુજરાત બનશે, સૌથી વધુ સંખ્યામાં ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ એરપોર્ટને કાયર્ન્વિત કરાશે • ૮૦,૦૦૦ કરોડના રોકાણના લક્ષ્ય સાથે શ્યામજી કૃષ્ણ વર્મા રિન્યૂએબલ એનર્જી મિશન શરૂ કરાશે • ૧,૦૦૦ કરોડથી વધુના ખર્ચે પોલીસ ફોર્સનું આધુનિકીકરણ કરવામાં આવશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ચુંટણીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ મતદાન કર્યું

  ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ શાહીબાગ ખાતે મતદાન કર્યું હતું. ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ખડે પગે રહેનારા પોલીસ કર્મીઓ માટે ચૂંટણી પંચે બેલેટ પેપરથી મતદાન કરાવવાની સુવિધા ઉભી કરી છે જેને કારણે ચૂંટણી ફરજ દરમિયાન પોલીસ કર્મી પણ મતદાનથી વંચિત ન રહે તે માટે આજે પોલીસ કર્મીઓએ શાહીબાગ ખાતે પોતાનો મત આપ્યો હતો. અન્ય સ્થળોએ પણ તેની સુવિધા કરવામાં આવી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગિફ્ટ સિટીનો પાયો નાખ્યો ત્યારે મજાક કરનાર ચૂપ  મોદી

  ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં એટલો વિકાસ થયો છે કે, શહેર અને ગામડાને જુદું ન પાડી શકાય. આગામી દિવસોમાં ગાંધીનગર અને દહેગામ ટ્‌વીન સિટી બનશે, તેમજ ગાંધીનગર અને કલોલ પણ ટ્‌વીન સિટી બનશે. જેના કારણે દહેગામ, ગાંધીનગર અને કલોલનો ત્રિકોણ સમગ્ર દેશમાં વિકાસના નામે ઓળખાશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના દહેગામ ખાતે જનસભાને સંબોધતા જણાવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે, ગિફ્ટ સિટીનો પાયો નાખ્યો ત્યારે કોંગ્રેસીઓ મારી મજાક ઉડાવતા હતા. હવે તેમની બધાની બોલતી બંધ થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગાંધીનગરના દહેગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું હતું કે, દહેગામને અભિનંદન આપવા આવ્યો છું. ભર બપોરે આટલી મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને વટ પાડી દીધો છે.પીએમ મોદીએ કહ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષના આ અમૃતકાળમાં પહેલી ચૂંટણી છે. આ ચૂંટણી આગામી પાંચ વર્ષ માટેની ચૂંટણી નથી, પરંતુ આગામી ૨૫ વર્ષ પછીનું ગુજરાત કેવું હશે? તેના માટેની છે. સમૃદ્ધ દેશોના માપદંડોમાં ગુજરાત આગળ હોય તેના માટે આપણે કામ કરવાનું છે. મોદીએ કહ્યું હતું કે, આજે ગુજરાતે જે ૨૦ વર્ષમાં જે કર્યું છે, તેમાં આત્મસાદ કરી મૂળભૂત વિકાસ કરી અગ્રણી રાજ્ય તરીકે ઉભું થયું છે. પહેલી વખત મુખ્યમંત્રી બન્યો ત્યારે લોકોએ સાંજે વાળું સમયે વીજળી માટે માંગણી કરી હતી. આજે સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક વીજળી મળે છે. ઘરે ઘરે નળથી જળ અને સિંચાઇ માટે પાણી પોહચાડ્યું છે. સુજલામ સુફલામ ઉપરાંત દેશભરમાં અમૃત સરોવર બનાવી રહ્યા છીએ. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થા આજે ૫માં ક્રમે છે, મને દિલ્હી મોકલ્યો ત્યારે ભારત ૧૦ નંબર પર હતું. ૨૫૦ વર્ષ જેમણે આપણી ઉપર રાજ કર્યું તેમને પાછળ છોડ્યા તેનો આનંદ છે, પણ હવે અર્થવ્યવસ્થામાં એકથી ત્રણમાં પહોંચવાનું છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગાંધીનગર અને દહેગામ ટ્‌વીન સિટી હશે. ગાંધીનગર અને કલોલ પણ ટ્‌વીન સિટી બનશે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જે કોઈ નોકરી માટે આવશે તે રહેવા માટે દહેગામ અને કલોલમાં જ રહેવા આવશે. આમ ગાંધીનગર, દહેગામ, ગાંધીનગર અને કલોલ આ ત્રિકોણ દેશભરમાં વિકાસના નામે ઓળખાશે.ગાંધીનગર જિલ્લામાં શહેર અને ગામડાને જુદા ન પાડી શકાય એટલો વિકાસ થયો છે. મારી એક વાત લખી રાખજાે કે, હવે એ દિવસ દૂર નહીં હોય જ્યારે ગાંધીનગર અને દહેગામ ટિ્‌વન સિટી હશે અને ગાંધીનગર અને કલોલ પણ ટિ્‌વન સિટી હશે અને સ્થિતિ એવી હશે કે દહેગામ, કલોલ અને ગાંધીનગર આ ત્રિકોણ આખા ગુજરાતની આર્થિક ગતિવિધીને દોડાવનારું મોટું કેન્દ્ર બની જશે. આગામી સમયમાં ધોલેરામાં વિમાન બનશે  વડાપ્રધાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં દરેક પાર્ટી ચૂંટણીમાં જીતવા માટે પ્રચાર કરી રહી છે. ભાજપના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે.ગુજરાતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં દરેક પાર્ટી ચૂંટણીમાં જીતવા માટે પ્રચાર કરી રહી છે. ભાજપના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી પણ હાલ ગુજરાતના પ્રવાસે આવેલા છે. તેમણે બાવળામાં ભાષણ આપતી વખતે જણાવ્યં કે ધોલેરામાં આગામી સમયમાં વિમાનો બનશે. વધુમાં તેમણે જણાવ્ચું કે, ગુજરાતના વિકાસ માટે તમારે ભાજપને જીતાડવાની છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ‘આગમી સમયમાં સુરેન્દ્રનગર સુધી ઔદ્યોગિક પટ્ટો બની જશે. આ સાથે સાથે ધોલેરા હિન્દુસ્તાનનું ધમધમતું કેન્દ્ર બની જશે.’ બાવળામાં ભાષણ આપતી વખતે પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે સાથે તેમણે ભાજપની સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની પણ વાત કરી હતી. ભાજપના નેતાઓ દ્વારા અત્યારે ભારે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી પણ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના પ્રવાસે આવી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગુજરાતમાં ભાજપને ફાયદો કરાવવા માટે આપનો ચૂંટણી પ્રચાર બ્રાર

  ગાંધીનગર, આમ આદમી પાર્ટીએ ભાજપની ‘બી’ ટીમ છે અને તેઓ હિમાચલ છોડીને માત્ર ગુજરાતની અંદર ભાજપને ફાયદો કરાવવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે તેમ પંજાબ કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય અમરિન્દરસિંઘ રાજા બ્રારે જણાવ્યું હતું.પંજાબમાં આમ આદમી પાર્ટીએ આપેલા વાયદાઓનું પાલન નથી થઈ રહ્યું. પંજાબમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ૮૦ ના દસક જેવી સ્થિતિ જાેવા મળી રહી હોવાનો પણ અમરિન્દરસિંઘેકર્યો હતો.ગુજરાતની મુલાકાતે આવેલા પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, ધારાસભ્ય અમરિન્દરસિંઘ રાજા બ્રારે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ભાજપની ‘બી’ ટીમ છે. પંજાબના મુખ્યમંત્રી વારંવાર અહીં આવે છે, પંજાબથી કરોડો રૂપિયાની જાહેરાતો કરાઈ રહી છે. પંજાબથી ચૂંટણી પ્રચાર માટે પેઈડ વર્કર મોકલવામાં આવી રહ્યાં છે. બ્રારે વધુમાં જણાવ્યું હતું કે, આ જ પ્રમાણે દિલ્હીની અંદર પણ અરવિંદ કેજરીવાલ સરકાર માત્રને માત્ર ખોટા વાયદાઓનો વેપાર કરી રહી છે. દિલ્હીની ચૂંટણી વખતે એવું કહેવામાં આવ્યું હતું કે, પંજાબના લીધે દિલ્હીમાં પ્રદૂષણ થાય છે અને અમે આ પ્રદૂષણની સમસ્યાનું સમાધાન કરી દીધુ છે. દિલ્હીમાં સફાઈ ઉપર ૬૮ લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે અને તેની જાહેરાત માટે ૨૩ કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. આજે દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાના લીધે શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીને એક એડવર્ડટાઈઝ કંપનીની જેમચલાવી રહ્યાં છે.બ્રારે વધુમાં કહ્યું હતું કે, આજે પંજાબમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતી ૮૦ના દસક જેવી થઈ ગઈ છે. સિધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરાઈ. હિંદુત્વવાદી નેતાની હત્યા કરવામાં આવી. કાળી માતાના મંદિર ઉપર હુમલો કરાયો. આજે આઈ.બી.ના કાર્યાલય ઉપર હેન્ડ ગ્રેનેડ હુમલો કરાય છે. દિલ્હીનો ગેંગસ્ટર લોરેન્સ બીશનોઈ તિહાડ જેલમાંથી બે હજાર ગુંડાઓના નેટવર્કથી આખુ ખંડણીનું ગેરકાયદેસર તંત્ર ચલાવી રહ્યો છે. આજ વ્યક્તિના માણસોએ સિઘુ મુસેવાલાની હત્યા કરી હતી. પંજાબમાં છેલ્લા ૨૧ દિવસમાં ૧૯ મર્ડર થયા છે. આજે હવે પંજાબમાં આઝાદીના નારા અને ખાલિસ્તાનના નારા પણ લગાવી રહ્યાં છે. મને પણ ઈન્દિરા ગાંધીની જે રીતે હત્યા થઈ હતી તે રીતે મારી નાખવાની ધમકી અપાઈ છે. આજે પંજાબના વેપારીઓને ગુંડાઓ કનડી રહ્યાં છે અને તેમની જાનની સુરક્ષા માટે તેઓ ૧૦ થી ૨૦ લાખની ખંડણી ચુકવી રહ્યાં છે. જે પ્રમાણે આ બધી બાબતો પર પંજાબ પોલીસ નિષ્ક્રીય છે એ જ રીતે કેન્દ્રીય એજન્સીઓ પણ આંખ આડા કાન કરી રહી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  મોરબી પુલકાંડના મૃતકોને દસ લાખ ચૂકવો  હાઈકોર્ટ

  અમદાવાદ, મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં હાઈકોર્ટે સુઓમોટો લીધા બાદ આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારે આપેલા વળતર સામે હાઈકોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરીને દસ લાખ વળતર આપવા સરકારને સૂચન કર્યુ છે. હાઇકોર્ટે નોંધ્યુ છે કે મૃતકોના પરિવારને ૪ લાખનું વળતર એ પૂરતું નથી.. ઘણા એવા લોકોએ જીવ ગુમાવ્યા છે કે જેમના પરિવારનો તેઓ આધાર હતા, બની શકે છે કે જે ઘરના એક માત્ર કમાનાર વ્યક્તિ હોઈ શકે છે. હાઈકોર્ટે પ્રાથમિક રીતે કહ્યું હતું કે, સરકારે ઓછામાં ઓછું ૧૦ લાખ વળતર ચૂંકવવું જાેઈએ.મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, મૃતકોની જ્ઞાતિ જાતિ જાણવાની સરકારને કઇ જરૂરિયાત ઉભી થઇ છે. તમામ મૃતકો સમાન રીતે જ ગણાય. માતા અને પિતા બંને ગુજરી ગયા હોય એવા બાળકોને પ્રતિ મહિને ૩ હજારનું વળતર સરકાર ચૂકવશે તેમ જણાવતાં હાઈકોર્ટે કહ્યું કે, ૩૦૦૦માં બાળકના સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકો પણ નહીં આવે, વળતર પૂરતું નથી.સરકાર વતી એડવોકેટ જનરલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબીના રાજવી પરિવારે તમામ મૃતકોને ૧ લાખ વળતર ચૂકવ્યું છે. માતા પિતા બંને ગુજરી ગયા હોય એવા કુલ ૭ બાળકો છે. જેમને મુખ્યમંત્રી રાહત કોષ, પ્રધાનમંત્રી રાહત કોષ અને ખાનગી દાતાઓ થકી મળેલા દાનમાં પ્રતિ બાળકને ૩૭ લાખ રૂપિયા ચૂકવવાશે. આમાં અદાણી ફાઉન્ડેશન તરફથી પ્રતિ બાળક ૨૫ લાખ અપાયા છે.કોર્ટનો હુકમ છે.હાઇકોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, જાે ઘાયલ થનાર વ્યક્તિને મોટી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય, ત્યાં રાજ્ય સરકાર તરત પગલાં લે અને તેમને યોગ્ય સારવાર અપાવે.હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે ઓરેવા ગ્રુપના સંચાલકો સામે શું પગલા લેવાયા? હાઈકોર્ટે સખત વલણ અપનાવીને મોરબી નગર પાલિકાને પૂછ્યું... સાડા પાંચ વર્ષ સુધી કોઈ એગ્રિમેન્ટ વિના ઑરેવા ગ્રુપને બ્રિજને વાપરવા કેમ દીધો? શા માટે પાંચ પાંચ વર્ષ સુધી ચૂપ રહ્યા.ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો હતો કે જીૈં્‌ની તપાસનો રિપોર્ટ કોર્ટમાં સીલ કવરમાં રજૂ કરવામાં આવે. જીૈં્‌ની તપાસ યોગ્ય ન લાગે તો હાઇકોર્ટ અન્ય એજન્સીને તપાસ સોંપી દેશે. હાઈકોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, બ્રીજની મરામત માટેના કોન્ટ્રાક્ટ અને એ અંગેના પત્ર વ્યવહારમાં મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપને ટિકિટના ભાવમાં જ રસ હોય એવું તેમની વચ્ચેના પત્ર વ્યવહારથી ફલિત થાય છે. બ્રીજની દશા અને જાેખમ મુદ્દે ચિંતા ના હોય એવું પણ દેખાઈ આવે છે. આટલી મોટી દુર્ઘટના બાદ પણ મોરબી નગરપાલિકાને સુપર સીડ કેમ નથી કરી? જાે સરકાર પોતાની સત્તા નહીં વાપરે તો કોર્ટ રીટ ઈશ્યુ કરશે. સુઓમોટોની વધુ સુનાવણી નવી સરકાર બનશે ત્યારે હાથ ધરાશે. એટલે કે આગામી સુનાવણી૧૨ ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. રાજ્ય સરકારને હાઇકોર્ટે સણસણતા સવાલ કર્યા “રાજ્ય સરકાર એટલી બધી ઉદાર હતી કે આ સંબંધે કોઈ ટેન્ડર જ બહાર ન પાડ્યું અને સીધેસીધી કામની બક્ષિસ આપી દીધી. મોરબીની નગરપાલિકા એક સરકારી સંસ્થા છે અને તેણે પણ ફરજચૂક કરી હતી. શું મોરબી નગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, ૧૯૬૩નું પાલન કર્યું હતું કે નહીં તેવો પણ ધારદાર સવાલ કર્યો હતો. આના પરિણામે ૧૩૫ લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મોત થયાં હતાં,” એવી કોર્ટે આજના ઓર્ડરમાં નોંધ કરી હતી. હવે આગામી બુધવારે આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકાએ અજંતા બ્રાન્ડથી ઘડિયાળો બનાવતા ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલનો ૧૫ વર્ષનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો. ગુજરાતના તમામ બ્રિજના સર્વે કરાવો હાઇકોર્ટ મોરબી જેવી કોઇ બીજી દુર્ઘટના ન સર્જાય અને નિર્દોષ નાગરિકોના જાન ન જાય તે માટે સુઓમોટો સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારને હુકમ કર્યો હતો અને કહ્યું હતું કે, રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરવામાં આવે અને તમામ બ્રિજ યુઝ કરવા માટે ફિટ છે એ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવે. જે બ્રિજમાં મરમ્મત કરવાની હોય એ તત્કાલ કરવામાં આવે. ૧૦ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  કમલમ્‌માં પીએમ, સીએમ, અને સીઆરની ગુફતેગુ

  ગાંધીનગર વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ગુજરાત આવેલા પીએમ મોદીએ રાજભવન જતાં પૂર્વે અચાનક પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમની મુલાકાત લઈને સીએમ. પ્રદેશ પ્રમુખ સહિતના પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. કમલમ ખાતેની અચાનક મુલાકાતમાં પક્ષના નેતાઓ સાથે વિધાનસભાની ચૂંટણીની પ્રવર્તમાન સ્થિતિને લઈને નવી રણનીતિ સંદર્ભે ચર્ચા કરી હતી. મોદી ગયા બાદ કમલમ ખાતે સીએમ, પ્રદેશ પ્રમુખ અને ગૃહ રાજ્ય મંત્રીએ પણ બેઠક યોજી હતી.ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અન્ય રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રિય મંત્રીઓએ પ્રચાર અર્થે ગુજરાતમાં ધામા નાખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગઇકાલે ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે. ગઇકાલે દક્ષિણ ગુજરાતના વાપીમાં રોડ શો કર્યા બાદ આજે સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવના દર્શન કરીને વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં જન સભાને સંબોધી હતી. પીએમ મોદી બોટાદથી અમદાવાદ એરપોર્ટ આવીને ગાંધીનગર રાજભવન ખાતે જવાના હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ ભવન જતાં પૂર્વે અમદાવાદ એરપોર્ટથી સીધા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી સંગઠન રત્નાકર પાંડે, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સહિતના પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં વિધનસભાની ચૂંટણીને લઈને પક્ષની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમજ હાલના સંજાેગોને ધ્યાનમાં રાખીને ચૂંટણીની નવી રણનીતિ અંગે ચર્ચા કરી હતી.પીએમ નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં સભા સંબોધ્યા બાદ ઓચિંતાની બેઠક માટે ગાંધીનગર કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. ગાંધીનગર કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સી. આર. પાટિલ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના આગમન અગાઉ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ મોટા નેતાઓ કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. સાત બળવાખોરો ભાજપમાંથી સસ્પેન્ડ ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતાં શિસ્ત બદ્ધ ગણાતી ભાજપના જ સાત આગેવાનો અને પૂર્વ ધારાસભ્યોએ બંડ પોકાર્યું હતું. અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જે અંગે પક્ષ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં સાત નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આટલા વર્ષો બાદ ભાજપમાં વિરોધનો સૂર જાેવા મળ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત અનેક આગેવાનો અને પૂર્વ ધારાસભ્યોને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી ન હતી. પાર્ટી દ્વારા ટિકિટ ન મળતાં ભાજપના આગેવાનો અને પૂર્વ ધારાસભ્યોમાં નારાજગી પ્રસરી હતી.જેના કારણે અનેક સ્થળોએ ભાજપમાં વિરોધનાં સૂર ઉઠવા પામ્યા હતા. આ નારાજ આગેવાનો અને પૂર્વ ધારાસભ્યો પૈકીનાં સાત જેટલાએ પક્ષથી નારાજ થઈને બળવાખોર બન્યા હતા. એટલું જ નહીં, પક્ષના ઉમેદવારની સામે જ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો ર્નિણય કર્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રાજુલા ખાતેથી કરણ બારૈયાએ, ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ બેઠક પરથી ઉદય શાહ, જૂનાગઢ જિલ્લાની કેશોદ બેઠક પરથી અરવિંદ લાડાણીએ, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા બેઠક પરથી છત્રસિંહ ગુંજારિયાએ, રાજકોટ જિલ્લાની રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભરત ચાવડાએ, નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પરથી હર્ષદ વસાવાએ અને વલસાડ જિલ્લાની પારડી બેઠક પરથી કેતન પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોધાવીને પક્ષની શિસ્તના ધજિયા ઉડાડયા હતા. જેના કારણે પક્ષના મોવડીમંડળ દ્વારા તેની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી. જેના અંતર્ગત આજે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ દ્વારા આ તમામ નેતાઓ અને પૂર્વ ધારાસભ્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ દ્વારા બળવો કરનારા આ તમામ બંડખોર નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  વિધાનસભાની ચૂંટણીને લઈને રાહુલ ગાંધી આજે ગુજરાતમાં

  ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં તેઓ દક્ષિણ ગુજરાતનાં સુરત જિલ્લાના મહુવા ખાતે અને સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે જાહેર સભાને સંબોધન કરશે. કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને નેતા રાહુલ ગાંધી હાલમાં ‘ભારત જાેડો યાત્રા’ અંતર્ગત દક્ષિણ ભારતથી શરૂ કરેલી પદ યાત્રા મહારાષ્ટ્ર પહોંચી છે. ત્યારે રાહુલ ગાંધી આવતીકાલે ‘ભારત જાેડો યાત્રા’માંથી વિરામ લઈને આવતી કાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે જનસભાનું આયોજન કરાયું છે. જેમાં રાહુલ ગાંધી સૌપ્રથમ સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામ પાસે પાંચ કાકડા ખાતે બપોરે એક કલાકે જનસભાને સંબોધન કરશે. ત્યાર બાદ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાન ખાતે એક જનસભાને સંબોધન કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના પ્રચાર માટે ગાંધી પરિવારમાંથી રાહુલ ગાંધી સૌપ્રથમ ગુજરાત આવી રહ્યા છે.કોંગ્રેસમાં કકળાટ વિરોધીઓએ કમાની સ્ટાઇલમાં ખેડાવાલાનો ફોટો શેર કર્યો અમદાવાદ અમદાવાદની જમાલપુર ખાડીયા વિધાનસભા પરથી કોંગ્રેસે ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપી છે. પરંતુ આ બેઠક પરથી શાહનવાઝ શેખે પણ ટિકિટ માંગી હતી. શાહનવાઝ માટે યુથ કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ ઓફિસમાં વિરોધ પણ કર્યો હતો છતાં ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપતા શાહનવાઝ જૂથના કાર્યકરોએ સોશિયલ મીડિયામાં કમાના નામનું ગ્રૂપ બનાવ્યું છે. જેમાં ઇમરાન ખેડાવાલાનો ફોટો રાખવામાં આવ્યો છે. જમાલપુર ખાડીયા વિધાનસભા પરથી શાહનવાઝને ટિકિટ ના મળતા જ તેમના જૂથના કાર્યકરોએ અગાઉથી જ ઇમરાન ખેડાવાલા વિરુદ્ધમાં પ્રચાર કરવાનું નક્કી કર્યું હતું. તે મુજબ હવે સોશિયલ મીડિયામાં પણ ઇમરાન ખેડવાલા વિરુદ્ધમાં પ્રચાર શરૂ કર્યા છે. વોટ્‌સએપમાં એક ગ્રૂપ બનાવ્યું છે. આ ગ્રુપનું નામ કમાને ગાંડો કરવાનો છે રાખવામાં આવ્યું છે. તથા ગ્રુપના પ્રોફાઈલ ફોટોમાં ઇમરાન ખેડાવાલાનો ફોટો રાખવામાં આવ્યો છે. આ ગ્રુપમાં શાહનવાઝ જૂથના કાર્યકરોએ ઇમરાન ખેડાવાલા વિરુદ્ધ ટિપ્પણી શરૂ કરી છે. ઇમરાન ખેડાવાલા વિરુદ્ધમાં મેસેજ કરવામાં આવી રહ્યા છે. આ ગ્રૂપ ઇમરાન ખેડાવાલા વિરુદ્ધમાં જ પ્રચાર કરવા માત્ર બનાવવામાં આવ્યું હોવાથી ગ્રુપમાં માત્ર ઇમરાન ખેડાવાલાના વિરોધીઓને જ રાખવામાં આવ્યા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  મુસ્લિમો અંગેનું નિવેદન ઃ ચંદનજી સામે ચૂંટણી પંચમાં ભાજપની ફરિયાદ

  ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ સિધ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના વિડીયોના ટિ્‌વટના આરોપનો જવાબ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલ સિધ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનાં વિડીયોના ટિ્‌વટનો મામલે ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે આ મારો વિડીયો જૂનો અને એડિટ કરેલો છે. મુખ્યમંત્રીએ મારા વિડીયો ટિ્‌વટ કરવાની જગ્યાએ મોરબી હોનારત, સિદ્ધપુર મા સરકારી કોલેજ નથી, રોજગારી નથી તેનું કેમ ટ્‌વીટ કરતા નથી. હિંદુ ધર્મ, મુસ્લિમ ધર્મ સાથે અથડાય એ માટે આવા વિડીયો ટિ્‌વટ કરવામાં આવે છે. આવા વિડીયો ટિ્‌વટ કરવાથી ગુજરાતની જનતા માફ નહીં કરે. જનતા ચૂંટણીમાં જવાબ આપશે. આ વિડિઓ જિલ્લા પંચાયતની ચૂંટણીના સમયનો આ વિડિઓ છે. તેમ જણાવ્યું હતું. ત્યારે હાલતો ટ્‌વીટ વિડિઓ મામલે સિદ્ધપુરનું રાજકારણ ગરમાઈ ગયું છે. ઝ્રસ્એ ટિ્‌વટ કરેલા વીડિયો અંગે સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, બે સમાજ વચ્ચે ઝઘડા કરાવવા માટે આ વીડિયો વાયરલ કરાયો છે. હારનો ડર હોવાના કારણે મારો વીડિયો વાયરલ કરાયો છે. આ વીડિયો જિલ્લા પંચાયતની ચૂંટણી સમયનો છે. ચંદનજી ઠાકોરે રાજ્ય સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સિદ્ધપુરની સરસ્વતી નદીમાં કેમ પાણી નાખતા નથી? સિદ્ધપુરમાં કેમ એક પણ કોલેજ બનાવાઈ નથી? મોરબીના હોનારત મામલે કેમ ટિ્‌વટ ન કરાયું? સતત વધતી મોંઘવારી પર કેમ ટિ્‌વટ કરતા નથી? કોંગ્રેસના સિદ્ધપુરથી ઉમેદવાર ચંદનજી ઠાકોરનો મુસ્લિમો અંગેના નિવેદનનો વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસ ઉમેદવારના શબ્દોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શરમજનક શબ્દો ગણાવ્યા છે. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે, હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ વળી છે. કોંગ્રેસને ખબર હોવી જાેઈએ કે તેને હારથી કોઈ નહીં બચાવી શકે. સિદ્ધપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકારે જે નિવેદન આપ્યુ તે વાયરલ થયુ છે. તેમણે કહ્યું હતું કે, ‘આપણે તેમને કંઈક નવું કરવા માટે વોટ આપ્યો હતો, પરંતુ તેમણે વોટ આપીને છેતરાયા છીએ, કોઈએ એકને છેતર્યો હોય તો ઠીક છે, પરંતુ તેમણે આખા દેશને ખાડામાં નાખી દીધો છે. દેશને કોઈ જ બચાવી શકે છે તો માત્ર મુસ્લિમ સમાજ જ બચાવી શકે છે અને કોંગ્રેસ પાર્ટી જાે કોઈ બચાવી શકે તો તે મુસ્લિમ પાર્ટી બચાવી શકે છે. હું આનું એક જ ઉદાહરણ આપું, એનઆરસીના મુદ્દે મારા સોનિયા ગાંધી, મારા રાહુલ ગાંધી અને મારી પ્રિયંકા ગાંધી, ૧૮ પ્રકારના પક્ષો હતા, પરંતુ એક પક્ષે મુસ્લિમ સમાજ માટે આજીજી કરી નથી તે મુસ્લિમ સમાજની તરફેણમાં નથી. આ એક માત્ર પક્ષ છે જે તમારા માર્ગે ચાલે છે, તમારું રક્ષણ કરે છે, સમગ્ર દેશમાં તમારા સમુદાયનું રક્ષણ કરે છે. આ ભારતીય જનતા પાર્ટીએ તમને ખલેલ પહોંચાડવાનું કામ કર્યું. ટ્રીપલ તલાકનો મુદ્દો ઉઠાવ્યો અને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા, ટ્રિપલ તલાક હટાવ્યો. કોંગ્રેસની સરકારમાં કમિટીને હજ પર જવા માટે સબસિડી મળતી હતી, ભારતીય જનતા પાર્ટીની ગડબડને કારણે આ સબસિડી જતી રહી. લઘુમતી સંસ્થાઓને પણ સબસિડી આપવામાં આવતી હતી જે છોકરાઓને ભણાવવા મળી હતી જે પણ બંધ કરી દીધી.ચંદનજી ઠાકોર સામે ભાજપની પાટણ ચૂંટણી અધિકારીને ફરિયાદ ચંદનજી ઠાકોરના મુસ્લિમો અંગેના નિવેદનનો વિડિયો વાઇરલ થયાં બાદ હવે ભાજપ એક્શ’માં આવ્યુ છે. જે અંતર્ગત હવે ભારતીય જનતા પાર્ટીને સિધ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે આચારંસંહિતા ભંગની ફરિયાદ કરી છે. પાટણ કલેક્ટર અને જીલ્લા ચૂંટણી અધિકારીને એક ફરિયાદ કરતો પત્ર પાઠવ્યો છે જેમાં તમામ પુરાવાઓ રજૂક્યા છે તેમજ આ ઉમેદાર સામે પગલાં લેવાની માંગણી કરી.
  વધુ વાંચો
 • ગુજરાત

  ઐસીતૈસી હાટકેશ્વરનો ફોર-લેન ફ્લાયઓવર બ્રિજ જર્જરિત

  અમદાવાદ, તાજેતરમાં જ મોરબીમાં જે હોનારત સર્જાઈ તેના ઘા હજી રુઝાયા નથી. જે લોકોએ તે દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો તેમના પરિવારના લોકો તો આજીવન આ ગોઝારી ઘટનાને નહીં ભૂલી શકે. આ ઘટના પછી સરકારની લાપરવાહીની ખૂબ ટીકા થઈ રહી છે. પરંતુ સરકાર જાણે એક દુર્ઘટના પરથી સબક શીખવાના મૂડમાં હોય તેમ લાગી નથી રહ્યું. અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ ફોર-લેન ફ્લાયઓવરનું ઉદ્‌ઘાટન ૨૦૨૦માં કરવામાં આવ્યુ હતું. પરંતુ ગણતરીના વર્ષોમાં તે બ્રિજ જર્જરિત થઈ ગયો છે. ૫૦ કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ફ્લાયઓવર ટ્રકોનું ભારણ ઉઠાવવા માટે સક્ષમ નથી. જેના પરિણામે ટ્રાફિકના લોડ તેમજ બ્રિજ સુપરસ્ટ્રક્ચરના વજનને ટ્રાન્સફર કરતી સ્ટ્રક્ચરલ ડિવાઈસને નુકસાન પહોંચ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાછલા થોડા દિવસોમાં સ્ટ્રક્ચરને સપોર્ટ કરવા માટે પાલખો મૂકવામાં આવી છે તેમજ ડેમેજ થયેલી પેટ બેરિંગને રિપ્લેસ કરવામાં આવી રહી છે. હાટકેશ્વરનો આ ફ્લાયઓવર સીટીએમ અને ખોખરા વિસ્તારને જાેડે છે. આ પહેલા પણ બ્રિજ પર ભૂવા પડી ગયા હતા અને ૨૦૨૧માં તેનું સમારકામ થયુ હતું. છસ્ઝ્રના એક ઉચ્ચ અધિકારી જણાવે છે કે, દિવાળી સમયે સૌથી પહેલા તો ડેમેજની જાણકારી મળી હતી. ત્યારપછી પાલખની મદદથી સુપરસ્ટ્રક્ચરને સપોર્ટ આપવામાં આવ્યો છે. અત્યારે પણ સમારકામ ચાલી રહ્યું છે. જ્યારે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે બ્રિજ ટ્રકનું વજન કેમ ઉઠાવી ના શક્યો તો જણાવ્યું કે, વડોદરા એક્સપ્રેસવે પરથી ઘણી ભારે ભરખમ સામાન ધરાવતી ટ્રકો શહેરમાં પ્રવેશ કરે છે અને તેઓ કાંકરિયા નજીક આવેલા રેલવે યાર્ડ પાસે જતી હોય છે. હાટકેશ્વર ફ્લાયઓવરની રચના ૮૦ ટન ટ્રકનો ભાર ઉઠાવી શકે તે પ્રમાણેની કરવામાં નથી આવી.પરંતુ જ્યારે પૂછવામાં આવ્યં કે જ્યારે બ્રિજની ડિઝાઈન મંજૂર કરવામાં આવી ત્યારે એએમસીના સુપરવાઈઝિંગ એન્જિનિયરો તેમજ ડિઝાઈન કન્સલ્ટન્ટે ભારે વાહનોની અવરજવર બાબતે વિચાર નહોતો કર્યો? ત્યારે કોઈ જવાબ આપવામાં નહોતો આવ્યો. અધિકારીએ જણાવ્યું કે, આ ડેમેજનું કારણ જાણવા માટે ઈન્ટરનલ ઈન્ક્‌વાયરી કરવામાં શરુ કરવામાં આવી છે. હજી અમે વિજિલન્સ ડિપાર્ટમેન્ટને પણ તેમાં સામેલ નથી કર્યો.
  વધુ વાંચો
 • ગુજરાત

  મોદી નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે  હિમંત બિસ્વા

  અમદાવાદ, દિલ્હીની શ્રદ્ધા વોકરની હૃદયદ્રાવક હત્યાના પડઘા ગુજરાત ચૂંટણીમાં પણ પડવા લાગ્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કચ્છમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે, જાે દેશમાં કોઈ મજબૂત નેતા ન હોત તો આફતાબ દરેક શહેરમાં પેદા થશે અને આપણે આપણા સમાજની રક્ષા નહીં કરી શકીશું. શર્મા એ વાત પર ભાર મૂકી રહ્યા હતા કે, નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં ત્રીજાે કાર્યકાળ આપવાની જરૂર છે. હિમંત શર્માએ આ હત્યાનું વિવરણ આપતા તેને લવ જિહાદ ગણાવ્યું હતું. શર્માએ કહ્યું કે, આફતાબ શ્રદ્ધા બહેનને મુંબઈથી લાવ્યો અને લવ જિહાદના નામ પર તેના ૩૫ ટૂકડા કરી નાખ્યા. અને મૃતદેહને ક્યાં રાખ્યો? ફ્રિઝમાં. જ્યારે શ્રદ્ધાનો મૃતદેહ ફ્રિઝમાં હતો ત્યારે તે વધુ એક મહિલાને ઘરે લાવ્યો હતો અને તેને ડેટ કરવાનું શરૂ કરી દીધું. શર્માએ આગળ કહ્યું કે, જાે દેશમાં એક શક્તિશાળી નેતા નહી હોય જે રાષ્ટ્રને પોતાની માતા માને છે તો આવા આફતાબ દરેક શહેરમાં પેદા થશે. આપણે આપણા સમાજની રક્ષા નહીં કરી શકીશું. તેમણે આગળ કહ્યું કે, એટલા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, નરેન્દ્ર મોદીને ૨૦૨૪માં ત્રીજી વખત ફરીથી પીએમ બનાવવામાં આવે. શ્રદ્ધા અને આફતાબ બંને કોલ સેન્ટરમાં નોકરી કરતા હતા. બંને મુંબઈથી દિલ્હી આવી ગયા હતા અને આફતાબે તેની હત્યા કરી નાખી. તેણે તેનું ગળુ દબાવીને હત્યા કરી નાખી અને ત્યારબાદ તેના શરીરના ૩૫ ટુકડા કરી નાખ્યા અને તેને એક ફ્રિઝમાં રાખી દીધા હતા. અને તેને અલગ-અલગ ઠેકાણે ફેંક્યા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  સૌરાષ્ટ્ર અને કચ્છની ૫૪ બેઠકો પર ત્રિકોણિયો જંગ ખેલાશે

  અમદાવાદ, વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ફટકો પડ્યો હતો, તે બેઠકો ૨૦૨૨માં પરત મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાેકે, આ વર્ષે આમ આદમી પાર્ટી જે જાેશ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે તેને જાેતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રિકોણિયો જંગ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. જે બેઠકો ભાજપે ગુમાવી છે તેને ફરી પ્રાપ્ત કરવા માટે આ ચૂંટણીમાં મહેનત કરવામાં આવી છે અને ઉમેદવારોની પસંદગીમાં પણ મહત્વની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પહેલા તબક્કામાં ૮૯ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જેમાંથી સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે રસાકસી જાેવા મળી શકે છે. જાેકે, ચૂંટણીમાં શું થાય છે તે તો પરિણામના દિવસે જ ખબર પડી શકે છે. આ વર્ષે ભાજપે પોતાના સિનિયર નેતાઓને ઘરે બેસાડીને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપી છે ત્યારે અંદરો-અંદર અસંતોષની લાગણી સાથે એવી દલીલ થઈ રહી છે કે આ પ્રયોગ કરાયો છે તેની સામે સ્થાનિક કાર્યકરોમાં નિરાશા છે. જાેકે, આ નિરાશા કેવી છે અને કેટલી છે તે આગામી ૮ ડિસેમ્બરે બહાર આવી જશે. આ વખતે ૨૦૧૭ની જેમ ભાજપ સામે પાટીદાર, ઓબીસી જેવા આંદોલનો નથી પરંતુ એન્ટી-ઈન્કમ્બની અસર થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જાેકે, ભાજપને વિશ્વાસ છે કે લોકો પાર્ટીના કામોથી ખુશ છે અને મતદારો ફરી એકવાર ગુજરાતમાં કમળ ખીલવશે.હાઇપ્રોફાઇલ ઉમેદવારોના ફોર્મ ભરાવવા નેતાઓ પહોંચ્યા સૌરાષ્ટ્રભરમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. આજે ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી જેને કારણે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા હતા. ભાજપ ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો કે જેમને પાર્ટીએ મેન્ડેટ આપી દીધો હતો તેમણે ફોર્મ ભરી દીધા હતા જ્યારે પાર્ટીઓએ ટિકિટ ન આપતાં કેટલાંક દિગ્ગજ નેતાઓએ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી આ ઉપરાંત છેલ્લી ઘડીએ પાર્ટીની અદલબદલ પણ જાેવા મળી હતી. સૌરાષ્ટ્રમાં જે હાઇપ્રોફાઇલ બેઠકો હતી તેમાં નેતાઓની હાજરી નજેર પડી હતી જેમાં જામનગરની બેઠક પરથી રિવાબા સાથે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ ઉપસ્થિત હતાં. તો વળી આપના ઇશુદાન ગઢવી અને આપના મુખ્યમંત્રી પદના ચહેરાએ પણ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ખંભાળિયામાં ફોર્મ ભર્યુ હતું. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંડવી અનિરૂધ્ધ અને અબસાડામાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહને ફોર્મ ભરાવીને જાહેર સભા યોજી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો

  ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોમાં અવર જવર ચાલી રહી છે, તેમાં ખાસ કરીને કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાવાનો સિલસિલો વધી ગયો છે. આજે કોંગ્રેસના વધુ એક નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો છે. પૂર્વ ધારાસભ્ય બારિયાએ પણ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને વિકાસની રાજનીતિ નો રાગ આલાપ્યો હતો.કોંગ્રેસના વધુ એક નેતાએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જાેડાયા છે. પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા મહેન્દ્રસિંહ બારિયાએ આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જાેડાઈને કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. મહેન્દ્રસિંહ બારિયા તેમના સમર્થકો સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપમાં જાેડાયા હતા. આ અવસરે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે તેમને કેસરિયો ખેસ અને કેસરી ટોપી પહેરાવીને પક્ષમાં તેમનું સ્વાગત કર્યું હતું. પ્રાંતિજન પૂર્વ ધારાસભ્ય બારિયા સાથે હડમતીયા, ઉંછા, છાડરદા ગ્રામ પંચાયત સહિત વિવિધ ગામના સરપંચો, કોંગ્રેસના આગેવાન, સહકારી આગેવાનો પણ પણ ભાજપમાં જાેડાયા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  સરકારે ખાતા પરત લીધા બાદ બંને મંત્રીઓની ચેમ્બરમાં સોપો પડી ગયો

  ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના બે મંત્રીઓ પાસેથી મહત્વના ખાતાને પરત ખેંચી લેવાયા બાદ આજે સચિવાલયમાં આ બંને મંત્રીઓની ચેમ્બરમાં સોંપો પડી ગયેલો જાેવા મળ્યો હતો. એટલું જ નહીં, આ બંને મંત્રીઓની તક્તીમાંથી પરત ખેંચી લેવાયા વિભાગના નામ પણ હટાવી દેવાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમના મંત્રીમંડળના બે સિનિયર મંત્રીઓ પાસેથી મહત્વના વિભાગ છીનવી લેવાની ઘટના શનિવારે બની હતી. આ ઘટના બાદ સચિવાલયમાં આજે પ્રથમ સોમવાર હતો. સામાન્ય રીતે સ્વર્ણિમ સંકુલ ૧ ખાતે સૌથી વધારે ભીડનો જમાવડો આ બંને સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીને ત્યાં જાેવા મળતો હતો. સપ્તાહના પ્રારંભમાં સોમવાર હોય કે મંગળવાર, નાગરિકોની મુલાકાતના સમયે આ બંને મંત્રીઓની ચેમ્બરમાં ઊભા રહેવાની પણ જગ્યા મળી શકતી ન હતી. કારણ કે, આ બંને સિનિયર મંત્રીઓ પાસે એવા વિભાગ હતા, જે સીધા જ નાગરિકોને સ્પર્શતા મહત્વના વિભાગો હતા. જાે કે, ભૂપેન્દ્ર પટેલ દ્વારા કોઈ અગમ્ય કારણોસર આ બંને મંત્રી પાસેથી તેમના મહત્વના એવા વિભાગ છિનવી લેવાયા બાદ આજે સોમવારે આ બંને મંત્રીઓની ચેમ્બરમાં સોંપો પડી ગયેલો જાેવા મળ્યો હતો. આ બંને મંત્રીઓની ચેમ્બર અને ઓફિસ નાગરિકોની ભીડથી ઉભરાતી હતી, તે ચેમ્બરમાં આજે કોઈ પ્રજાજન જાેવા મળતો ન હતો.
  વધુ વાંચો

અમદાવાદ સમાચાર

ગાંધીનગર સમાચાર

મહેસાણા સમાચાર

પાટણ સમાચાર

બનાસકાંઠા સમાચાર

સાબરકાંઠા સમાચાર