18, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
2574 |
ઇ20 પેટ્રોલ વાહનો માટે સલામત હોવાનો દાવો
કેન્દ્રીય મંત્રી હરદીપસિંઘ પુરીએ ગળવારે જૈવિક ઇંધણ ના કારણે ઓટોમોબાઇલ એન્જિનને નુકસાન થતું હોવાના દાવાને ફગાવી દીધો છે. અને જણાવ્યું હતું કે ૨૦ ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરવો તે પર્યાવરણની રીતે સલામત છે. પુરીએ જણાવ્યું હતું કે જૈવિક ઇંધણ વાહનો માટે નુકસાનકારક હોવાની ફરતી વાતો તદ્દન ખોટી છે.
પેટ્રોલમાં મિશ્રિત કરવામાં આવતું ૨૦ ટકા ઇથેનોલ શેરડી કે ખાદ્ય પદાર્થમાંથી મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ સલામત છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેશના લગભગ ૯૦ હજારથી પણ વધારે પેટ્રોલ પમ્પ ઇ૨૦ પેટ્રોલનું વેચાણ કરે છે. તેમા ૮૦ ટકા પેટ્રોલ અને ૨૦ ટકા ઇથેનોલ હોય છે. કેટલાક મોટરિસ્ટોએ ફરિયાદ કરી છે કે તેના લીધે જૂના વાહનો પર અસર પડે છે.
આ પ્રકારે ચાલતી ગૂંચવણમાં કાર ઉત્પાદકોએ કહ્યું હતુ કે, ઇ૨૦ ફ્યુઅલ જૂના વાહનોમાં ચાલે કે નહીં તેની ચકાસણી થઈ નથી, પરંતુ તેના પછી તેઓએ જણાવ્યું હતું કે તેનો ઉપયોગ સલામત છે.
પુરી અને તેમના મંત્રાલયે ઇ૨૦ પેટ્રોલ અંગેના ડરના પાયાવિહીન ગણાવ્યો હતો, પરંતુ જણાવ્યું હતું કે જૂના વાહનોએ થોડા રબર પાર્ટસ બદલવા પડશે અને ગાસ્કેટ્સ બદલવી પડશે જે સરળ પ્રક્રિયા છે.
પુરીએ મંગળવારે જણાવ્યું હતું કે ૨૦૧૪ સુધીમાં દેશમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલની ટકાવારી ૧.૪ ટકા હતી. હવે તેમા આ ટકાવારી વધારીને ૨૦ ટકા સુધી લઈ જવાઈ છે. અમે હાલમાં તેમાં કોઈ મોટો વધારો કરવાનું આયોજન ધરાવી રહ્યા નથી.