અમેરિકાના પેન્સિલવેનિયામાં અંધાધૂંધ ફાયરીંગ, 3 પોલીસકર્મીની હત્યા
18, સપ્ટેમ્બર 2025 પેન્સિલવેનિયા   |   2178   |  

ઘરેલુ ઝગડાની તપાસમાં ગયેલી પોલીસ પર ફાયરીંગ, શંકાસ્પદનું એન્કાઉન્ટર

અમેરિકાના પેન્સિલવેનિયામાં પોલીસ અને એક બંદૂકધારી વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ પોલીસ અધિકારીઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. આ ઘટના કોડોરસ ટાઉનશીપમાં બની હતી.જોકે, ફાયરીંગ કરનારા શંકાસ્પદનું એન્કાઉન્ટમાં મોત નિપજ્યું છે.

રાજ્ય પોલીસ કમિશનરે જણાવ્યું કે, પોલીસે ઘરેલુ ઝઘડાની તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અચાનક બંદૂકધારીએ પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી જેમાં બંદૂકધારી માર્યો ગયો.

ઘાયલ થયેલા બે અધિકારીઓને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર છે. અધિકારીઓએ હુમલાખોરની ઓળખ જાહેર કરી નથી, કે ન તો મૃત્યુ પામેલા પોલીસ અધિકારીઓ કઈ એજન્સીના હતા તે જણાવ્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution