એશિયા કપમાં ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે
18, સપ્ટેમ્બર 2025 દુબઈ   |   2376   |  

આગામી રવિવાર 21મી સપ્ટેમ્બરના રોજ મેચ રમાશે

પાકિસ્તાન અને યુએઈ વચ્ચે બુધવારે રમાયેલી એશિયા કપની 10મી મેચમાં પાકિસ્તાને 41 રનથી જીત મેળવી હતી. આ જીત સાથે પાકિસ્તાન સુપર ફોર માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે યુએઈની સફર હવે પૂરી થઈ ગઈ છે. ભારતીય ટીમ અને પાકિસ્તાન ગ્રુપ Aમાંથી ક્વોલિફાય થયા છે. આનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી ટક્કરનો માર્ગ મોકળો થઈ ગયો છે. બંને ટીમો વચ્ચે આગામી મેચ રવિવાર (21મી સપ્ટેમ્બર)ના રોજ દુબઈમાં રમાશે.

આ વખતે એશિયા કપમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો. આ ટીમોને બે અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. દરેક ગ્રુપમાંથી કુલ ચાર ટીમોને સુપર ફોર માટે પસંદ કરવાની હતી. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, યુએઈ અને ઓમાનનો સમાવેશ થતો હતો. ભારત તેની બંને શરૂઆતની મેચ જીતીને સુપર ફોર માટે ક્વોલિફાય થઈ ગયું હતું. ઓમાન પહેલાથી જ બહાર થઈ ગયું છે. પાકિસ્તાન અને યુએઈ પ્લેઓફ માટે જોરદાર સ્પર્ધામાં હતા. જોકે, પાકિસ્તાન આ મેચ જીતી ગયું છે અને હવે તેનો સામનો ભારત સાથે થશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution