ખેડા સમાચાર

 • ગુજરાત

  કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ, ગુજરાતના આ પ્રવાસન સ્થળ પર લોકોની ઉમટી ભીડ

  ખેડા-પ્રવાસન સ્થળ ઉપર વધતી ભીડને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસ અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી. તેમ છતાં જાણે કે કોરોનાની ત્રીજી લહેરને લોકોએ આમંત્રણ આપવાનું નક્કી જ કરી લીધું હોય તેમ વીકએન્ડમાં લોકો પ્રવાસન સ્થળ ઉપર ઉમટી પડતા હોય છે. ત્યારે આજે ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે પણ કંઈક આવા જ દ્રશ્યો જાેવા મળ્યા હતા.કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. એવામાં કોરોનાની બીજી લહેરનો કહેર ઓછો થતા જ કોરોનાનો ભય રહ્યો ન હોય તેમ મોટી સંખ્યામાં પ્રવાસન સ્થળો પર લોકો ઉમટી રહ્યા છે. ખેડા જિલ્લાના પ્રવાસન સ્થળ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી રહી છે અને કોરોના ગાઈડલાઈનનો ભંગ તેમજ ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોવાના દ્રશ્યો જાેવા મળી રહ્યા છે.ખેડા જિલ્લાના ગળતેશ્વર પાસે મહિસાગર નદીના કિનારે મોટી સંખ્યામાં લોકોની ભીડ જાેવા મળી રહી છે. ગળતેશ્વરમાં મહીસાગર લોકમાતા નદીમાં મોટી સંખ્યામાં સ્નાન કરી ગરમીમાં રાહત મેળવતા નજરે પડ્યા હતા. જ્યાં ગઈ કાલે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો મહીસાગર નદીમાં નાહવાની મજા માણતા જાેવા મળ્યા જે આવનારા સમયમાં ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે તેમ છે. પ્રવાસન સ્થળ ઉપર વધતી ભીડને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસ અગાઉ જ ચિંતા વ્યક્ત કરી હતી. તેમ છતાં જાણે કે કોરોનાની ત્રીજી વેવને લોકોએ આમંત્રણ આપવાનું નક્કી જ કર્યું હોય તેમ વીકએન્ડમાં લોકો પ્રવાસન સ્થળ પર ઉમટી પડ્યા હતા. ત્યારે આ દૃશ્યોને જાેતાં પ્રશાસને આ પરિસ્થિતિની નોંધ લેવાની જરૂર છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની જરૂર છે જેથી આવા પ્રવાસન સ્થળ ઉપર પ્રવાસીઓ આવતા અટકે અને સંભવિત કોરોનાની ત્રીજી લહેરને આવવાથી રોકી શકાય.
  વધુ વાંચો
 • ગુજરાત

  ખેડા જીલ્લાના આ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું, તંત્ર હરકતમાં આવ્યું

  ખેડા- જીલ્લાના મુખ્ય મથક નડીયાદ બાદ માતર તાલુકાના સંધણા ગામમાં પણ એક કોલેરાનો કેસ મળી આવ્યો છે.જેને લઈ કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરાયુ છે. ગામમાં રોગચાળો ફેલાવા પાછળ ગ્રામ પંચાયતની બેદરકાર કામગીરી સામે આવી છે.ગામમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય ફેલાયું છે.આરોગ્ય કેન્દ્રની બહાર જ ગંદકી જોવા મળી રહી છે તેમજ ગામમાં દૂષિત પાણીની પણ સમસ્યા છે. ગામમાં કોલેરાનો એક કેસ આવતા તાત્‍કાલિક જિલ્‍લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેએ ગંભીરતા સમજી ગામની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ તાત્‍કાલિક કાર્યવાહી કરી સમગ્ર સંધાણા ગામમાં જરૂરી પગલા લીધા હતા. તાત્કાલિક પગલાં સ્વરૂપે સંધાણા ગામમાં સફાઈ,પાણીના નિકાલ અને ફોગિંગ સહિતની કામગીરી આરંભી દેવામાં આવી હતી. રોગચાળો નિયંત્રિત કરવા આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં દરેક વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.સાથે જ આશા બહેનોની મદદથી કોલેરાના બચાવના પગલાની જાણકારી આપવામાં આવી રહી છે. ખેડા જીલ્લાના માતર તાલુકાના સંધાણા ગામને જાહેરનામું પાડી જીલ્લા કલેકટર દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે.ગામમાં કોલેરાનો એક કેસ મળી આવતા તંત્ર દોડતું થયું છે.તેમજ ગામમાં રોગચાળો નિયંત્રિત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  માતરના ધારાસભ્ય અને અર્ધનગ્ન સ્ત્રીઓ સહિત ૨૬ ઝડપાયા

  ગોધરા, પંચમહાલ જિલ્લાના શિવરાજપુરમાં આવેલા જીમીરા રિસોર્ટમાં માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જુગાર રમતા ઝડપાઇ જતાં અટકાયત કરાઇ હતી. પોલીસના દરોડા બાદ ધારાસભ્યની સાથે ૧૯ પુરુષ અને ૭ મહિલાની પણ અટકાયત કરવામાં આવી છે. આજે શુક્રવારે અન્ય ૧૫૦ જેટલાં મોટામાથાઓ પણ જુગાર રમવા આવવાના હતા પણ એ અગાઉ પોલીસ ત્રાટકતા સૌ સુન્ન થઇ ગયા હતા.પંચમહાલ જિલ્લાના શિવરાજપુર નજીક આવેલા જીમીરા રિસોર્ટમાં વિદેશી મશીનો પર મોટાપાયે જુગાર રમવાનું આયોજન કરવામાં આવ્યું છે એવી પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે અચાનક રેડ કરતા ૧૫ ખાનદાન નબીરોઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા છે. ઝડપાયેલામાં માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી પણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે દરોડા દરમિયાન વિદેશી બનાવટની દારૂની નવ બોટલો પણ કબ્જે કરી હતી. આ લોકો પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે કબ્જે લીધો છે.પોલીસે પાડેલા દરોડાના પગલે ભારે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો પ્રજાએ જેને મતો આપી ભાજપના ધારાસભ્ય તરીકે ચુંટાયેલા છે એવા ખેડા જીલ્લાના માતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેસરીસિંહ જુગાર રમતા પોલીસના હાથે રંગેહાથ ઝડપાતા રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે આ સાથે પોલીસના હાથે ઝડપાયેલા લોકો દારૂ પાર્ટી પણ કરી રહ્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.જુગાર રમવામાં કયા કયા ખાનદાની નબીરાઓ સામેલ છે તે પોલીસ ફરીયાદ બાદ જ બહાર આવશે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. રીસોર્ટનો મુખ્ય માલિક કોણ છે, જુગારનો મુખ્ય સુત્રધાર કોણ છે. જે ૧૫ જેટલા લોકો છે તે ક્યાંના ખાનદાની નબીરા છે અને કેટલા સમય થી આ પ્રકારે જુગાર રમાડવામાં આવતો હતો તે દિશામાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગુજરાતના આ સુપ્રસિદ્ધ મંદિર દ્વારા પ્રસાદના ભાવમાં કરાયો વધારો, ભાવ વધારો કરાતા ભાવિકોમાં નારાજગી

  ખેડા-જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ રણછોડરાયજીના પ્રસાદમાં વધારો કરવામાં આવ્યો છે. ડાકોર રણછોડરાયજી મંદિર પ્રસાશન દ્વારા મંદિરના પ્રસાદીના લાડુના ભાવમાં વધારો કરાયો છે. મંદિર તંત્ર દ્વારા કોરોના મહામારી પહેલા પ્રસાદના લાડુના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે ભાવ વધારા મામલે વિવાદ થતા ભાવ વધારો પાછો ખેંચાયો હતો. મંદિર ખાતે અત્યાર સુધી ભાવિકોને રૂપિયા 10 લેખે જોઈએ તેટલા લાડુ આપવામાં આવતા હતા. હવે મંદિર તંત્ર દ્વારા નવા ભાવ વધારા મુજબ એક લાડુના રૂપિયા10, બે લાડુના 20 ,ત્રણ લાડુના રૂપિયા 50 અને 6 લાડુના રૂપિયા 100 ભાવ નક્કી કરવામાં આવ્યા છે. રોજેરોજ વિવિધ ચીજવસ્તુઓના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મોંઘો પરિવહન ખર્ચ કરી ડાકોર ખાતે દર્શને પહોંચેલા ભાવિકોએ હવે પ્રસાદી માટે પણ વધારે ખર્ચ કરવો પડશે, જેને લઈ ભાવિકોમાં નારાજગી જોવા મળી હતી.
  વધુ વાંચો