અમદાવાદ સમાચાર

 • ગુજરાત

  ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાર દિવસ સુધી સાર્વત્રિક વરસાદની સંભાવના

  અમદાવાદ-હવામાન વિભાગની આગાહી અનુસાર 24 જુલાઈને શનિવારથી ગુજરાત તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દિવ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ કચ્છમાં પણ વરસાદની સંભાવના છે.25, 26 અને 27 જુલાઈએ કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ આવવાની શક્યતા છે. 28 જુલાઈએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ અને કચ્છમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર છે, પણ બાકીના વિસ્તારો હજુ પણ કોરાકટ છે. સૌરાષ્ટ્ર અને અમદાવાદ જિલ્લામાં તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદ અંધારેલો રહે છે, આ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ આવતો નથી. છેલ્લા પાંચ દિવસથી વરસાદ નથી. વાદળ છાયા વાતાવરણ વચ્ચે બફારાને કારણે લોકો કંટાળી ગયા છે. ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા છે. વાવણી થયા બાદ બીજી વખત વરસાદ આવે તો પાક સારો થાય તેમ છે. હવે હવામાન વિભાગે આગાહી મુજબ આગામી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર મચાવનાર, Delta  બાદ કપ્પા વેરીયન્ટનો ગુજરાતમાં પણ પગ પેસારા

  અમદાવાદ-રાજ્યભર સહિત વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યા બાદ તેના અલગ અલગ વેરિન્ટ સામે આવ્યા છે. ત્યારે ડેલ્ટા, ડેલ્ટા બાદ હવે કપ્પા વેરિન્ટનો ગુજરાતમાં પ્રવેશ થયો છે. હાલ ગુજરાતમાંથી મહેસાણા, તલોદ અને ગોધરામાંથી કપ્પા વેરિએન્ટના ત્રણ કેસ મળી આવ્યા છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુનાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે આઠ શંકાસ્પદ સેમ્પલ મોકલ્યાં હતાં જેમાંથી બે સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ જાેવા મળ્યો હતો. અગાઉ મે મહિનામાં પણ એક સેમ્પલમાં કપ્પા વાઇરસ જાેવા મળ્યો હતો. આ વાયરસ ખૂબ જ ઘાતક તેને લઇને વૈશ્વિક સ્તરે રિસર્ચ થઇ રહ્યું છે. પરંતુ હજુ કોઈ મહત્વના તારણો મળ્યા નથી. અગાઉ એપ્રિલ મહિનામાં જે સેમ્પલ મોકલવામાં આવ્યા હતાં જેમાં ૩૨ કેસ ડેલ્ટા વેરિયન્ટના અને એક કેસ ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો જાેવા મળ્યો હતો. મે મહિનામાં સાબરકાંઠાના તલોદ તાલુકામાંથી અને જૂનમાં ગોધરામાંથી અને મહેસાણાના એક-એક દર્દી કપ્પા વેરિયન્ટથી સંક્રમિત હોવાનું નિદાન થયું હતું. આ બન્ને દર્દીની સારવાર અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના ડેલ્ટ વેરિએન્ટ પ્રથમ કેસ ભારતમાંથી જ મળી આવ્યો હતો. તે જ પ્રમાણે કપ્પા વેરિએન્ટના કેસ પણ અહીં જ મળી આવ્યા છે.
  વધુ વાંચો
 • શિક્ષણ

  સોમવારથી સ્કૂલો શરૂ થશે પણ વાલીઓમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને ભય, ઓડ ઈવન પધ્ધતિથી બાળકોને અપાશે શિક્ષણ

  અમદાવાદ-ધોરણ 12ના વર્ગ બાદ હવે ધોરણ 9 થી 11 ના વર્ગ શરૂ કરવા સરકારે મંજૂરી આપી છે. ધોરણ 9 થી 11 ના વર્ગ શરૂ કરવાની જાહેરાત થતા જ સ્કૂલો દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. લાંબા સમય બાદ સ્કૂલ શરૂ થતી હોવાથી સ્કૂલમાં સાફ સફાઈ અને સેનિટાઈઝેશન કરવાની શરૂઆત થઈ ગઈ છે. બીજી બાજુ કોરોનાના ડર વચ્ચે ચિંતિત વાલીઓ પોતાના બાળકો શિક્ષણમાં નબળા ના રહે તે માટે મજબૂરીમાં સ્કૂલે મોકલવા તૈયાર થયાં છે. ઉલ્લેખનિય છે કે, કોરોનાની ત્રીજી લહેરની ભીતી સેવાઈ રહી છે, વાલીઓમાં બાળકોને સ્કુલે મોકલવાનો ડર દેખાઈ રહ્યો છે, જોકે, ઓડ ઈવન પધ્ધતિથી જ બાળકોને ભણાવવામાં આવશે. કેટલાક વાલીઓના મનમાં કોરોનાનો ડર તો છે પરંતુ સારું શિક્ષણ મળે તે માટે બાળકોને ઓફલાઇન સ્કૂલમાં મોકલશે. બાળકો સ્કૂલમાં જાય ત્યારે સ્કૂલ દ્વારા પણ નિયમોનું પાલન કરાવવા આવશે. પરંતુ બેઠક વ્યવસ્થા અને અન્ય સાવચેતી રાખવામાં આવે તો બાળકોના હિતમાં રહેશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  રાજ્યની સુરક્ષા અને કલ્યાણ એ સર્વોચ્ય કાનૂન છે: જસ્ટિસ બેલા ત્રિવેદી

  અમદાવાદ-ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે પારસી સમુદાયે કરેલી એક અરજીને નકારી કાઢી છે. જેમાં સમુદાયે કોર્ટમાં રજૂઆત કરી હતી કે જે પણ વ્યક્તિ અમારા સમુદાયના મૃત્યુ પામે છે તેમણે પારસી રીત અને રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવા દેવાંમાં આવે જે અરજી પર જસ્ટિસ બેલા ત્રિવેદીએ નકારી કાઢી હતી અને કહ્યું હતું કે રાજ્યની સુરક્ષા અને કલ્યાણએ સર્વોચ્ય કાનૂન છે. સુપ્રીમ કોર્ટે કાવડ યાત્રાનું પણ ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું છે કે નાગરિકોના સ્વાસ્થ અને તેમના જીવન ના અધિકાર સર્વોપરી છે આની તમામ ભાવનાઓ આ મૌલિક અધિકારને આધીન છે. કોરોનાકાળમાં જે પણ નિર્દેશો અને ગાઈડ લાઇન સ્વાસ્થ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે તેના થી પારસી સમુદાયના મૌલિક અધિકારોનું કોઈ ઉલ્લંઘન થતું નથી. જોકે આ અરજીમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે પારસી સમુદાયના મૃત્યુ પામેલા લોકોને અંતિમ સંસ્કાર કરવામાં આવે કા તો તેમની દફનવિહી કરવામાં આવે એવો એક ઓપ્શન સિલેક્ટ કરવા માટે કહેવામા આવ્યું હતું જેથી ધાર્મિક લાગણીઓ દુભાય છે. 
  વધુ વાંચો