હાઈકોર્ટના આદેશ બાદ પોલીસની જરાંગેને નોટિસ, આઝાદ મેદાન ખાલી કરો...
02, સપ્ટેમ્બર 2025 મુંબઈ   |   5148   |  

રસ્તાઓ ખાલી કરવાનો આદેશ, પ્રદર્શનકારીઓ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શનની શરતોનું ઉલ્લંઘન

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈને ચાલી રહેલા આંદોલનમાં સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવ વધ્યો છે. ત્યારે મંગળવારે, ઉપવાસના પાંચમા દિવસે, મુંબઈ પોલીસે આંદોલનકારી નેતા મનોજ જરાંગે પાટીલને આઝાદ મેદાન ખાલી કરવા નોટિસ આપી. ઉપરાંત, હાઈકોર્ટે પણ પ્રદર્શનકારીઓને બપોર સુધીમાં રસ્તાઓ ખાલી કરવાનો આદેશ આપ્યો છે, જેનું પાલન કરવાની અપીલ જરાંગેએ પોતાના સમર્થકોને કરી છે. આ મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હાઈકોર્ટના આદેશોનું પાલન કરવાની ખાતરી આપી છે. જરાંગેએ અગાઉ અનામત વગર પાછા ન ફરવાનો અને પાણી પીવાનું પણ બંધ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો, જેનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

મુંબઈ પોલીસે મનોજ જરાંગેને આઝાદ મેદાન ખાલી કરવા માટે નોટિસ આપી છે. પોલીસનું કહેવું છે કે આઝાદ મેદાનમાં માત્ર 5000 લોકોને જ પરવાનગી આપવામાં આવી હતી, જ્યારે અહીં વધુ લોકો એકઠા થયા છે. પ્રદર્શનકારીઓના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે. આ ઉપરાંત, ઘણા લોકો શરતોનું ઉલ્લંઘન કરીને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કરી ચૂક્યા છે. તેથી, મનોજ જરાંગે પાટીલને આપવામાં આવેલી પરવાનગી રદ કરવામાં આવી રહી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution