01, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
5841 |
જાણો દિલ્હીથી મુંબઈ સુધીના લેટેસ્ટ રેટ
સપ્ટેમ્બરની શરૂઆતમાં એટલે આજથી LPG ગેસ સિલિન્ડર સસ્તો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં રૃ. 51.50 સુધીનો ઘટાડો કર્યો છે. આ વખતે પણ માત્ર 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તાજેતરના ઘટાડા પછી, હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ઘટીને 1580 રૂપિયા થઈ ગયો છે. ઓગસ્ટ મહિનામાં પણ તેની કિંમતમાં ઘટાડો થયો હતો. જોકે, 14 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે સ્થિર છે. આ ફેરફાર પછી, 1 સપ્ટેમ્બર 2025થી નવી કિંમતો લાગુ કરવામાં આવી છે.
IOCL દ્વારા વેબસાઇટ પર અપડેટ કરાયેલા નવા ભાવ મુજબ, 1 સપ્ટેમ્બરના ઘટાડા પછી, નવી દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1631.50 રૂપિયાથી ઘટીને 1580 થઈ ગઈ છે. કોલકાતામાં 1734.50 થી ધટીને હવે 1684 રૂપિયામાં મળશે. મુંબઈમાં પણ 1582.50 ઘટીને 1531.50 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ચેન્નાઈમાં સિલિન્ડરની કિંમત 1789 રૂપિયાથી ઘટીને 1738 રૂપિયા થઈ ગઈ છે.
ઉલ્લેખનિય છે કે, ઓઇલ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે અને ત્યારબાદ નવા દર જાહેર કરવામાં આવે છે.