ફેશન એન્ડ બ્યુટી સમાચાર

 • ફેશન એન્ડ બ્યુટી

  વાળમાં ડાઈ કે કલર કર્યા બાદ લગાવો આ હેલ્ધી હેરપેક!

  આજના સમયમાં નાની ઉંમરે સફેદ વાળ થવાની સમસ્યા એટલી હદે વધી ગઈ છે કે તેનાથી બચવા મોટાભાગની મહિલાઓ અને પુરૂષો વાળમાં હેર ડાઈ કે કલર લગાવે છે. સાથે જ ઘણાં લોકો વાળમાં બ્લીચ પણ કરતા હોય છે. વારંવાર આવા કેમિકલ્સ વાળમાં લગાવવાથી વાળ ખરાબ થઈ જાય છે અને તેની શાઈન જતી રહે છે. ફ્રિઝી અને ડેમેજ થવા લાગે છે અને મૂળથી નબળાં થઈને ખરવા પણ લાગે છે. પણ તમારી આ તમામ સમસ્યાઓનું સોલ્યૂશન એક હેરપેકમાં લઈને આવ્યા છે. આ પેક કેમિકલ્સથી થતી ખરાબ અસરને રોકશે અને વાળને જડમૂળથી મજબૂત બનાવશે. 1 કેળુ 4 ચમચી દહીં 1 ઈંડુ 4 ચમચી એલોવેરા જેલ 4 ચમચી ઓલિવ ઓઈલ 2 ચમચી કેસ્ટર ઓઈલ બનાવવા અને લગાવવાની રીત સૌથી પહેલાં ઉપર જણાવેલી તમામ વસ્તુઓ એક બાઉલમાં કાઢી લો અને બરાબર મિક્સ કરી લો. હવે તમારા વાળમાં આ પેક સારી રીતે લગાવી દો. વાળના સેક્શન કરતાં સ્કેલ્પમાં બરાબર આ પેક લગાવો. પછી વાળ બાંધી શાવર કેપ પહેરી લો. અડધાથી એક કલાક સુધી આ પેક વાળમાં રાખી પછી વાળમાં શેમ્પૂ કરી વાળ ધોઈ લો. ફાયદા આ હેરપેકમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો રહેલાં છે જે તમારા વાળને નરિશ કરે છે. સાથે જ વાળને ડિટોક્સ પણ કરે છે. આ પેક લગાવવાથી ડાઈ કે કલર કરેલાં વાળ ડેમેજ થતાં નથી અને હેલ્ધી રહે છે. વાળનું મોઈશ્ચર જળવાય છે અને વાળ એકદમ મજબૂત બને છે. સાથે જ આ પેક રેગ્યુલર સપ્તાહમાં એકવાર લગાવવાથી વાળ લાંબા, જાડા અને ડેન્ડ્રફ ફ્રી થાય છે. આ પેકમાં વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન છે જે વાળ માટે જરૂરી છે.
  વધુ વાંચો
 • ફેશન એન્ડ બ્યુટી

  આમળાનો આ રીતે કરશો ઉપયોગ તો સ્કીન અને વાળ બંનેમાં જોવા મળશે ચમત્કાર!

  શિયાળાની સીઝનમાં વાળમાં ખોડો થવો, વાળ ખરવા વગેરે જેવી સમસ્યા થયા કરે છે. આ સમસ્યામાં રાહત મેળવવા માટે લોકો બજારમાં મળતાં વિવિધ પ્રકારના તેલ વાળમાં લગાવે છે. પણ ઘરે તૈયાર કરેલું આમળાનું તેલ વાળમાં લગાવવા જેવું છે. આમળાનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળા ખાવાની સાથે સાથે બોડી પર લગાવવાથી ફાયદો આપે છે. એમાં રહેલ કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, મેગ્નેશિયમ, આયરન, વિટામીન સી વગેરે તમારી સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને એમાં મળી આવતા એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ વાળ માટે ખૂબ ફાયદાકારક છે. ચહેરા પર થતા પિંપલ્સથી લઇને રિંકલ્સ સુધી આમળાનો ઉપયોગ ખૂબ જ ફાયદો આપે છે.  સ્કીન માટે આમળાનો રસ ફાયદાકારક :આમળાનો રસ સ્કીન પર લગાવવાથી તમને ખૂબ જ ફાયદો મળે છે. આ તમારી ડેડ સ્કીન સેલ્સને સાફ કરીને નવી સ્કીન લાવવામાં મદદ કરે છે. આમળાનો ઉપયોગ ચહેરા પર કરવા માટે સૌથી પહેલા એક વાટકીમાં 2 ટેબલસ્પૂન આમળાનો રસ અને એલોવેરા જેલ લઇ લો. બંનેને યોગ્ય રીતે મિક્સ કરો. તૈયાર પેસ્ટને ચહેરા અને ગરદન પર 15-20 મીનિટ સુધી લગાવો. લગાવ્યા બાદ નવશેકા પાણીથી ચહેરાને ધોઇ નાંખો. વાળ માટે છે ઉપયોગી :વાળમાં આમળાનો રસ લગાવવાથી એને પોષણ મળે છે, જેનાથી તમારા વાળ નેચરલ રીતે મજબૂત થાય છે. મજબૂતીની સાથે સાથે આ વાળને ખોડો, ખણ, ઉંમર પહેલા સફેદી જેવી પરેશાનીઓથી બચાવીને રાખે છે. વાળ માટે આમળાનો પેક બનાવવા માટે એક બાઉલમાં 2 ટેબલસ્પૂન શિકાકાઇ, 1 ચમચી અરીઠા, 1 ચમચી એલોવેરા જેલ અને મુલ્તાની માટી નાંખો. હવે એમાં થોડો આમળાનો રસ નાંખીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. તૈયાર હેર માસ્કને સ્કાલ્પથી સતત એક કલાક માટે મૂકી રાખો. આ પેક વાળને સિલ્કી, સૉફ્ટ કરવાની સાથે સાથે કાળા અને ગાઢ કરવામાં મદદ કરશે.
  વધુ વાંચો
 • ફેશન એન્ડ બ્યુટી

  રસોડાની માત્ર 2 વસ્તુ રોજ લગાવશો તો ચહેરો બનશે રૂપ રૂપનો અંબાર!

  અત્યારે દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેના કારણે લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. પણ શું તમે જાણો છો કે ઘરમાં રહીને તમે તમારી સ્કિનને હેલ્ધી બનાવી શકો છો. જી હાં, અત્યારે તમે ઘરની બહાર નથી નીકળતા જેથી તડકો, પ્રદૂષણ, મેકઅપ વગેરેથી તમારી સ્કિન દૂર રહે છે. જેથી આવામાં ઘરેલૂ ઉપાયથી જ સ્કિનને હેલ્ધી, ગ્લોઈંગ અને ગોરી રાખી શકાય છે. આજે અમે તમને લીંબુ અને મધનો બેસ્ટ ઉપાય જણાવીશું. સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવા માટે લીંબુ અને મધ એક બેસ્ટ નેચરલ નુસખો છે. આ બંનેના મિશ્રણથી બનેલા ફેસપેકનો ઉપયોગ રેગ્યુલર કરવાથી સ્કિનને ઘણાં બધાં લાભ મળે છએ. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેના કારણે સ્કિન પરથી ટેનિંગ દૂર થાય છે અને કરચલીઓ પણ ઓછી થવા લાગે છે. સાથે જ આ બંનેનું મિશ્રણ સ્કિનને ગોરી કરવામાં પણ મદદ કરે છે.   આ રીતે બનાવો ફેસપેક મધ અને લીંબુના મિશ્રણમાં સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવા સહિત ગ્લોઈંગ બનાવવાના પણ ગુણ છે. તેની મદદથી તમે ઘરે જ ફેસપેક બનાવીને ઉપયોગ કરી શકો છો. તેના માટે 1 ચમચી મધમાં લીંબુના રસના 4-5 ટીપાં મિક્સ કરવા. પેક બનાવવા માટે તેને બરાબર મિક્સ કરી લેવું. હવે આ પેકને ચહેરા પર લગાવી 15 મિનિટ સુધી રહેવા દો અને પછી પાણીથી ચહેરો ધોઈ લો. થોડાં જ દિવસોમાં તમને સ્કિન પર અસર દેખાવા લાગશે. આ ઉપાય સપ્તાહમાં બેવાર કરવો. ફાયદા : આ ઉપાયથી સ્કિનમાં નેચરલ ગ્લો આવશે.  આ એક બેસ્ટ નેચરલ મોઈશ્ચરાઈઝર તરીકે પણ કામ આવશે.  આનાથી સ્કિનનું ખોવાયેલું મોઈશ્ચર પાછું આવે છે.  આને લગાવવાથી સ્કિન અંદરથી ક્લિન થાય છે. આ સ્કિનની બ્રાઈટનેસ વધારી રંગ એકદમ ગોરો કરવામાં મદદ કરે છે.
  વધુ વાંચો
 • ફેશન એન્ડ બ્યુટી

  કાળા ચારકોલથી નીખરી ઉઠશે ત્વચા, બજારમાંથી ખરીદવાની જગ્યાએ ઘરે જ બનાવો

  જો તમે વિચારતા હોવ કે ચારકોલ (લાકડાનો કોલસો)નો ઉપયોગ બાર્બેક્યૂમાં થાય છે, તો ફરી વિચારજો, ખાસ કરીને એક્ટિવેટેડ ઘણા સ્કીન પ્રોબ્લેમ્સને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. આ નેચરલ બ્ટૂટી ટીમટમેન્ટ હજારો વર્ષોથી કલીનસર તરીકે ખીલ કે ફોલ્લી જેવી સમસ્યામાંથી મુક્તિ મેળવવા વપરાય છે. એક્ટીવેટેડ ચારકોલ બોન ચાર, નારિયેળની છાલ, પીટ, પેટ્રોલિયમ કોક, કોલસો, ઓલિવ પીટ્સ, વાંસ કે સૉ ડસ્ટમાંથી બને છે. આ સમાન્ય રીતે કાળા ઝીણા પાવડર ફોર્મમાં હોય છે, જે સામન્ય ચારકોલ પર ઊંચા તાપમાને કિરણોત્સર્ગી પ્રક્રિયા થાય છે ત્યારે બને છે. નોંધનીય છે કે દરરોજ ચારકોલનો સ્કીન પર ઉપયોગ કરવો હાનિકારક સાબિત થાય છે. એક્ટિવેટેલ ચારકોલ સ્કીનમાંથી અશુદ્ધિઓ ખેંચી લે છે. હવાના પ્રદુષણથી સ્કીનને થયેલા નુકસાન ફાયદાકારક છે. ચારકોલ સ્કીન પર લગાવવાથી ત્વચાના છિદ્રોમાંથી અશુદ્ધિઓ દૂર થાય છે, ઓઈલી સ્કીનમાંથી રાહત થાય, એકને દૂર કરવામાં મદદરૂપ, ડીપ ક્લિનસર, ઘા પર લગાવવાથી રાહત મળે, ત્વચામાંથી ઝેરી અને હાનિકારક તત્વોને દૂર કરે ડેંડ્રફ દૂર કરવામાં ઉપયોગી છે. ચારકોલ માસ્ક: અહીં તમને ચારકોલ માસ્ક બનાવવાની એક રીત બતાવીશું, જે ઓઈલી સ્કીનમાંથી મુક્તિ અપાવશે. સામગ્રી:1 ટેબલ સ્પૂન એક્ટિવેટેડ ચારકોલ પાવડર,1 ટેબલ સ્પૂન મુલતાની માટી,પેસ્ટ બનાવવા માટે ગ્રીન ટી રીત: એક બાઉલમાં એક્ટિવેટેડ ચારકોલ પાવડર, મુલતાની માટી અને ગ્રીન ટી મિક્સ કરો. સૌપ્રથમ એક્ટિવેટેડ ચારકોલ પાવડરને બાઉલમાં લો પછી તેમાં એક ટેબલ સ્પૂન મુલતાની માટી ઉમેરી ઉકાળેલી ગ્રીન ટીને ઉમેરી પેસ્ટ બનાવી લો. જો પેસ્ટ જાડી હોય તો ગ્રીન ટી ઉમેરી શકો છો. બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો. પછી ચારકોલ માસ્કને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. આંખના ભાગને છોડીને માસ્કનું જાડું લેયર તમારી સ્કીન પર કરો. ભીના કોટન કે કપડાંથી ધીમેથી માસ્કને લૂછી લો. બાદમાં સ્કીનને રીહાઈડ્રેટ કરવા ઓઈલ ફ્રી મોઈશ્ચરાઈઝર લગાવો. આ ટ્રીટમેંટને દિવસમાં બે વખત લગાવો.  ખોડો દૂર કરવા માટે ફાયદારૂપ: એક્ટિવેટેડ ચારકોલની કેપસૂલ અથવા એક ટેબલ સ્પૂન એક્ટિવેટેડ ચારકોલને તમારા રેગ્યૂલર શેંપૂમાં એડ કરો અને સ્કાલ્પમાં હળવા હાથે લગાવો. જો તમારા વાળ આછા ભૂખરા રંગના હશે તો ચારકોલનો કાળો રંગ કાઢવા તમારે થોડી વધારે વાર વાળ ધોવા પડશે. થોડા અઠવાડિયામાં જ તમને તમારા વાળમાં ફર્ક જોવા મળશે.
  વધુ વાંચો