પંચમહાલ સમાચાર

 • અન્ય

  બોડેલીમાં કોરોનાને હાર આપી સાત દર્દીઓ સાજા થતાં ઉત્સાહ

  બોડેલી, તા.૬ બોડેલીની બોડેલી - ઢોકલીયા પબ્લક હોસ્પટલ ખાતેનાં કોવિડ ૧૯ સેન્ટરમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ ૯ કોરોના દર્દીઓ પૈકી સાત દર્દીઓએ કોરોના સામે લડી કોરોના ને મ્હાત આપતા અધિકારીઓ અને હોસ્પટલના સ્ટાફ દ્વારા દર્દીઓને તાળીઓના ગડગડાટ થી વધાવી લઈ વિદાઈ આપવામાં આવી હતી. જેમને વિદાય અપાઇ તેમાં પીનલબેન દિલીપભાઈ પટેલ - કોસીન્દ્રા, દ્રષ્ટબેન જશુભાઇ પટેલ - કોસીન્દ્રા , કિંજલબેન વિનોદભાઈ બારીયા- જેસીંગપુરા, પ્રવીણભાઈ પ્રતાપભાઈ રાઠવા -શાંતાનગર ,અલીપુરા, ધ્રુવ અશ્વનભાઈ પટેલ - સામ્રાજ્ય સોસાયટી, અલીપુરા, જીગ્નેશભાઈ રમેશભાઈ બારીયા- ધોળીવાવ, સંખેડાનાં સુરેખાબેન સુરેશભાઈ સુથારનો સમાવેશ થાય છે. છોટાઉદેપુરના કોરોના પોઝિટિવ દર્દી ને તાવ આવતા તેઓને પ્રાથમિક સારવાર અર્થે બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ ખાનગી શ્રીજી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યા હતા. તેઓની તબિયત વધુ લથડતા ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો હતો. 
  વધુ વાંચો
 • અન્ય

  બહારથી આવતા ફેરીયાઓને પ્રવેશબંધી સંદર્ભમાં આવેદનપત્ર

  ગોધરા, તા.૩૦ કાલોલ તાલુકાના એરાલ ગામના સ્થાનિક યુવકોએ મંગળવારે પંચાયતના સરપંચ તલાટીને આવેદન આપી રજુઆત કરી હતી કે હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીને પગલે ગામમાં બહાર ગામથી આવતા શાકભાજી, ફળફળાદિ અને કટલરીની ચીઝવસ્તુઓ લઈને આવતા અજાણ્યા ફેરીયાઓ પણ કોરોના સ્પ્રેડર હોઈ શકે છે. જેથી ગામની સુરક્ષાને પ્રાધાન્ય આપી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે પંચાયત તંત્ર દ્વારા બહારથી કોઈપણ અનિચ્છનીય ફેરિયાઓ કે ઈસમો સામે પ્રવેશ-નિષેધ કરવામાં આવે તેવી લોકમાંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકા વિસ્તારમાં કોરોના સંક્રમણનો સૌથી પહેલો કેસ એરાલ ગામમાં જ નોંધાયો હતો જે હાલ તો કોરોના સારવારને અંતે કોરોનાથી મુક્ત છે, તેમ છતાં ગામમાં બીજો કેસ પ્રકાશમાં ના આવે તેવી તકેદારીના ભાગરુપે અસરકારક પગલાં લેવાની માગણી કરી હતી.
  વધુ વાંચો
 • અન્ય

  શહેરા અને હાલોલ જીઆઇડીસી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

  શહેરા, તા.૩૦      જિલ્લા સમાહર્તા અમિત અરોરાની સૂચના અન્વયે શહેરા તાલુકા આરોગ્ય અધિકારી ડો ભરત ગઢવીના માર્ગદર્શન હેઠળ શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને હાલોલ જી.આઈ.ડી.સી માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રકારના કેમ્પ યોજવા નો હેતુ એટલો જ છે કે સગર્ભા મહિલાઓ, કુપોષિત બાળકો જેમનામાં લોહીનું પ્રમાણ ઓછું છે અથવા તો અકસ્માત સમયે ઇજાગ્રસ્ત વ્યક્તિને લોહીની તાતી જરૂર ઉભી થતી હોય છે ત્યારે કામ લાગે. મંગળવારના રોજ શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે ૧૦ વાગ્યે શરૂ થયેલા કેમ્પમાં બપોરના ૪ વાગ્યા સુધીમાં ૬૮ જેટલા બ્લડ યુનિટ એકત્રિત થયા હતા તો હાલોલ જી.આઈ.ડી.સી.માં પણ ૧૮ જેટલા બ્લડ યુનિટ મળી કુલ ૮૬ જેટલા બ્લડ યુનિટ એકત્રિત થયા હતા. કેમ્પ દરમિયાન સોસીયલ ડિસ્ટનસિંગ ની જાળવણી પર પૂરો ભાર મૂકવામાં આવ્યો હતો.કેમ્પમાં સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો અશ્વિન રાઠોડ ઉપસ્થિત રહયા હતા જ્યારે કે જિલ્લામાં થી જિલ્લા આરોગ્ય અધિકારી ડો સુરેન્દ્ર જૈન ની ખાસ ઉપસ્થિતિ રહી હતી અને પ્રયાસને આવકારવામાં આવ્યો હતો.
  વધુ વાંચો
 • અન્ય

  લુણાવાડા પાલિકાના પ્રમુખ જયેન્દ્રસિંહને પ્રમુખ અને સભ્યપદેથી દૂર કરવાના હુકમથી ખળભળાટ

  ગોધરા,તા.૩૦ લુણાવાડા શહેરના સર્વાગી વિકાસ અને પ્રજાજનોના સાર્વત્રિક હીત અને સુખાકારીઓ માટે સરકાર દ્વારા આપવામાં આવેલ કરોડો રૂપિયાની ગ્રાંન્ટ જાણે કે પોતાના અંગત વિકાસ માટે આવતી હોવાના એકહથ્થું ભ્રષ્ટ્રચારી વહિવટમાં માહેર બહુચર્ચિત એવા લુણાવાડા પાલીકાના પ્રમુખ જયેન્દ્રસીંહ સોલંકીને સહભાગીદારીની નંદન આર્કેડના વ્યાપારી ફાયદા માટે સરકારની ગ્રાંન્ટમાંથી આર.સી.સી.રોડ બનાવી દેવાના અભરખાઓ સામે ગુજરાત સરકારના મ્યુનિસિપાલીટી વહીવટી કમિશ્નરે પ્રમુખ જયેન્દ્રસીંહ સોલંકીને પ્રમુખ પદે અને સભ્યપદેથી દુર કરવાનો હુકમ કરતા લુણાવાડા શહેર તેમજ પાલીકાના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે! જયારે લુણાવાડા પાલીકા પ્રમુખ અને સભ્યપદ ગુમાવવાના રાજય સરકારના હુકમથી જયેન્દ્રસીંહ સોલંકીની છાવણીમાં જબરદસ્ત સોંપો પડી જવા પામ્યો છે. સાથો સાથ પ્રમુખ સાહેબના આ એકહથ્થુ ભ્રષ્ટ્રચારી વહીવટના વિકાસ કાર્યોમાં સાથ સહકાર આપનારા કેટલાંક કર્મચારીઓમાં પણ ગુજરાત સરકારના મ્યુનિસિપાલીટી વહીવટી કમિશ્નરના ભ્રષ્ટ્રચાર સામેના આકરા તેવર જેવા આદેશથી ભારે ભયની ચર્ચાઓ શરૂ થવા પામી હોવાનો માહૌલ લુણાવાડા પાલીકા કચેરીના સંકુલમાં દેખાવાનો શરૂ થયો છે. ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી પણ કાયદાના સકંજામાં આવશે તેવી ચર્ચા શરૂ ગુજરાત સરકારના મ્યુનિસિપાલીટી કમિશ્નરે અંગત વ્યાપારના ફાયદાઓ માટે સરકારી ગ્રાંટના નાણાંમાંથી સુવિધાઓના ડામો કરવા બદલ કોંગ્રેસ શાસિત લુણાવાડા ન.પાલીકાના પ્રમુખ જયેન્દ્રસીંહ સોલંકીને હોદ્દાના દુરઉપયોગ બદલ પ્રમુખપદે અને સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાનો આકરો આદેશ ફરમાવ્યો છે, ત્યારે પ્રમુખ જયેન્દ્રસીંહ સોલંકીના આ ભ્રષ્ટ્રચારના કાર્યોમાં સાથ - સહકાર આપીને લાખ્ખો રૂપિયાના ધડાધડ ચેકો આપનાર લુણાવાડા પાલીકાના ચીફ ઓફીસર પ્રણવ ચૌધરી સામે પણ સરકારી ગ્રાંટના દુર ઉપયોગ કરવા બદલ ગાંધીનગર ખાતેથી હવે શિક્ષાત્મક પગલા ભરવામાં આવે આ શકયતાઓની ચર્ચાઓ સમાંતરે શરૂ થવા પામી છે.
  વધુ વાંચો

ટુંક સમય માં અપડેટ કરીશું.... રાહ જુઓ