બૉલીવુડ સમાચાર

 • સિનેમા

  કાજોલની ફિલ્મ 'ત્રિભંગા' જાન્યુઆરીમાં ઓનલાઈન થશે રિલીઝ

  મુંબઈ  કાજોલની 'ત્રિભંગા' જાન્યુઆરીમાં ઓનલાઈન રિલીઝ થવાની છે. આ ફિલ્મને રેણુકા શહાણેએ ડિરેકટ કરી છે. આ ફિલ્મમાં કાજોલની સાથે તન્વી આઝમી અને મિથિલા પાર્કર પણ જોવા મળશે. કાજોલ ઈન્સ્ટા લાઈવમાં તેના ફેન્સને જણાવ્યું હતું કે તે ખૂબ જ ઉત્સાહથી 2020 પુરું થાય અને 2021ની શરૂઆત થાય એની રાહ જોઈ રહી છે. ફેન્સે તેને તેની આવનારી ફિલ્મ વિશે સવાલ પૂછયા હતા. એનો જવાબ આપતાં કાજોલે કહ્યું હતું કે 'મારી આગામી ફિલ્મ 'ત્રિભંગા' જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે. એમાં 3 મહિલાઓની સ્ટોરી પર પ્રકાશ પાડવામાં આવશે. આ ફિલ્મ કરતી વખતે મને ખૂબ સારો અનુભવ મળ્યો હતો. રેણુકા પ્રશંસનીય ડિરેકટર છે. એથી તમને સૌને આ ફિલ્મ દેખાડવા માટે હું આતુર છું. આશા રાખું છું કે ફેબ્રુઆરીમાં મારી પાસે તમારા માટે કહેવા માટે કંઈક ખાસ હશે. એને લઈને ખૂબ એકસાઈટેડ છું.'
  વધુ વાંચો
 • સિનેમા

  ટ્વીટર યૂઝ કરવામાં આ અભિનેતાએ અક્ષય કુમાર અને શાહરૂખ ખાનને પાછળ છોડ્યા

  મુંબઇ બોલિવૂડ સ્ટાર્સ તેના ફેન્સના ટચમાં રહેવા માટે હાલ ટ્વિટરનો સૌથી વધુ યુઝ કરી રહ્યા છે. કોરોના મહામારી દરમ્યાન સૌથી વધુ ટ્વિટર યુઝ કરવાની બાબતમાં સોનુ સૂદનું નામ પહેલી હરોળમાં આવ્યું છે, જેણે શાહરુખ ખાન, અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સને ટ્વિટર એન્ગેજમેન્ટમાં પાછળ રાખી દીધા છે. સોશિયલ મીડિયા એનાલિટિક્સ ફર્મ 'ટ્વિટિટ' દ્વારા ઓક્ટોબરના એનાલિસિસનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં સોનુ સૂદ ચોથા નંબર પર છે. ટ્વિટિટ દ્વારા જે કેટેગરીઝની વચ્ચે આ એનાલિસિસ કરવામાં આવ્યું તેમાં રાજકારણી, જર્નલિસ્ટ, બિઝનેસ લીડર્સ, ફાઉન્ડર અને ઇન્વેસ્ટર્સ, ખેલાડી, શેફ, લેખક, કોમેડિયન અને મૂવી સ્ટાર્સ સામેલ હતા. વડાપ્રધાન મોદી આ લિસ્ટમાં સૌથી ટોપ પર છે. બીજા નંબર પર રાહુલ ગાંધી છે. ત્રીજા પર વિરાટ કોહલી અને ચોથા નંબર પર સોનુ છે. શાહરુખ ખાનના ટ્વિટર પર 41.3 મિલિયન ફોલોઅર્સ છે જ્યારે સોનુના માત્ર 4.6 મિલિયન એટલે કે શાહરુખના ફોલોઅર્સનો દસમો ભાગ. તેમ છતાં સોનુએ 2.4 મિલિયન એન્ગેજમેન્ટ સાથે બોલિવૂડ સ્ટાર્સના લિસ્ટમાં ટોપ પર છે. સોનુની વાત કરીએ તો તે પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે સતત ટ્વિટર યુઝ કરી રહ્યો છે. શાહરુખ ખાન માત્ર મૂવી સ્ટાર્સવાળા લિસ્ટમાં 7.3 લાખ એન્ગેજમેન્ટ સાથે બીજા નંબર પર જ્યારે અક્ષય કુમાર 6.72 લાખ એન્ગેજમેન્ટ સાથે ત્રીજા નંબર પર છે. અનુપમ ખેર 4.2 લાખ એન્ગેજમેન્ટ સાથે ચોથા નંબર પર અને રિતેશ દેશમુખ 4.2 લાખ એન્ગેજમેન્ટ સાથે પાંચમા નંબર પર છે. પૂજા હેગડે ટોપ 10માં સામેલ છે અને તેનું એન્ગેજમેન્ટ 2.51 લાખ છે.
  વધુ વાંચો
 • સિનેમા

  દિગ્ગજ અભિનેતા અને થિયેટર પર્સનાલિટી વિશ્વ મોહન બડોલાનું બીમારીના કારણે નિધન

  મુંબઇ દિગ્ગજ અભિનેતા અને થિયેટર પર્સનાલિટી વિશ્વ મોહન બડોલાનું 23 નવેમ્બર 2020ના રોજ ઉંમર સંબંધિત બીમારીના કારણે નિધન થયું. આ પ્રખ્યાત કલાકારે ઘણી ફિલ્મો, ટેલિવિઝન સિરિયલો અને સૌથી વધારે થિયેટરમાં કામ કર્યું છે. લોકપ્રિય ટીવી એક્ટર વરુણ બડોલા, ચરિત્ર અભિનેત્રી અલકા કૌશલ અને RJ કાલિંદી તેમનાં સંતાનો છે. વિશ્વ મોહન બડોલાના મૃત્યુના સમાચારની પુષ્ટિ તેમની પુત્રવધૂ અને દીકરા વરુણ બડોલાની પત્ની રાજેશ્વરી સચદેવે કરી. તેમના અવસાનથી પરિવાર આઘાતમાં છે અને પરિવારે શોક વ્યક્ત કરતાં કહ્યું, 'તેમના જવાથી અમને ઘણી મોટી ખોટ પડી છે.' વિશ્વ મોહન બડોલાએ શોબિઝની દુનિયામાં દાયકાઓ સુધી કામ કર્યું. અભિનય અને થિયેટરના ક્ષેત્રમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. તેમણે 'સ્વદેશ', 'જોધા અકબર', 'પ્રેમ રતન ધન પાયો', અને 'લગે રહો મુન્ના ભાઈ' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. 2018માં તેઓ તબ્બુ સ્ટારર ફિલ્મ ‘મિસિંગ’માં જોવા મળ્યા હતા. તે ઉપરાંત તેઓ અક્ષય કુમાર અભિનિત 'જોલી LLB 2'માં અને 'જલપરીઃ ધ ડેઝર્ટ મરમેડ'માં દેખાયા હતા. તેમના મૃત્યુથી જે ખોટ પડી છે તે ક્યારેય પૂરી નહીં થઈ શકે.
  વધુ વાંચો
 • સિનેમા

  નેહા કક્કર બાદ વધુ એક સિંગર લગ્ન કરવા જઇ રહ્યો છે,જાણો કોણ છે?

  મુંબઇ પાછલા દિવસોમાં સિંગર નેહા કક્કર અને રોહનપ્રીત સિંહના લગ્ન બાદ વધુ એક બોલિવૂડના ફેમસ કમ્પોઝર, સિંગર કપલ સચેત ટંડન અને પરંપરા ઠાકુર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ફિલ્મ કબીર સિંહના સોન્ગ 'બેખયાલી, મેરે સોહનેયા' અને પતિ, પત્ની ઔર વોના સોન્ગ 'દિલબરા' જેવા ગીતો માટે જાણીતા આ કપલ પોતાની 4 વર્ષની પ્રોફેશનલ રિલેશનશીપને આગળ લઈ જઈ રહ્યા છે. સચેત અને પરંપરા સૌથી પહેલીવાર એક રિયાલિટી શોમાં કન્ટેસ્ટન્ટ્સ તરીકે 2015માં મળ્યા હતા. હવે કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના લોકોની ઉપસ્થિતિમાં જ આ બંનેના લગ્ન 27મી નવેમ્બર 2020માં દિલ્હીમાં થશે. આ બંનેના એક નિકટના મિત્રએ જણાવ્યું કે સચેત અને પરંપરા પાછલા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ લગ્નના લગ્નની કોઈને ખબર નહોતી. હકીકતમાં આ વાત ત્યારે ખુલીને સામે આવી ગઈ જ્યારે લગ્ન માટે પસંદ કરેલા કેટલાક કપડાની તસવીરનો પરંપરાએ સચેતને મોકલવાની જગ્યાએ મિત્રોના ગ્રુપમાં મોકલી દીધી. આ બાદથી જ બધા લોકોને બંનેના લગ્ન વિશે માલુમ પડ્યું. સચેત અને પરંપરાની જોડી માત્ર પ્રોફેશનલ જ નહીં પરંતુ પર્સનલ સ્તર પણ લોકો ખૂબ પસંદ કરે છે.
  વધુ વાંચો