ટેલિવુડ સમાચાર

 • સિનેમા

  મારે ફિલ્મ અથવા તો વેબ-સિરીઝ ડિરેક્ટ કરવી છે : ધર્મેશ યેલાન્ડે

  મુંબઈ-ડાન્સરમાંથી ઍક્ટર બનેલા ધર્મેશ યેલાન્ડેએ હવે ફિલ્મ અથવા તો વેબ-સિરીઝને ડિરેક્ટ કરવી છે. ધર્મેશ પહેલાં વડોદરામાં ઉસળ-પાંઉ વેચતો હતો અને ૨૦૦૯માં તે ટીવી પર ડાન્સ રિયલિટી શો 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' દ્વારા ખૂબ જ જાણીતો બની ગયો હતો. ૨૦૧૦માં આવેલી 'તીસ માર ખાન'માં તેણે પહેલી વાર ડાન્સ કોરિયોગ્રાફી કરી હતી. જોકે 'એબીસીડી' દ્વારા તે ઍક્ટર પણ બની ગયો હતો અને તેણે ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું છે. જોકે હવે તેની ઇચ્છા ડિરેક્ટર બનવાની છે. આ વિશે વાત કરતાં ધર્મેશે કહ્યું હતું કે 'હું હંમેશાં એવું વિચારતો હતો કે હું ડાન્સમાં જ આગળ વધીશ એથી મેં ડાન્સ-શોમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ હું ફેમસ બન્યો અને મેં કોરિયોગ્રાફી કરી. હું ઍક્ટર પણ બન્યો અને મેં વિચારવાનું બંધ કરી દીધું. મને જે પસંદ પડે અને મારી પાસે જે હશે એ હું કરીશ એવું મેં નક્કી કરી લીધું હતું. હવે મારે ફિલ્મ અથવા તો વેબ-સિરીઝ ડિરેક્ટ કરવી છે. હું હાલમાં સ્ક્રિપ્ટ લખી રહ્યો છું અને મને લાગે છે કે એ આવતા વર્ષ સુધીમાં પૂરી થશે. આ વિશે હું વધુ વાત કરી શકું એમ નથી.'
  વધુ વાંચો
 • સિનેમા

  એરપોર્ટ પર વ્હીલચેરમાં કેમ જોવા મળ્યો હતો કપિલ શર્મા? અહીં જાણો કારણ

  મુંબઈકોમેડી કિંગ કપિલ શર્મા 22 ફેબ્રુઆરીના રોજ મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેરમાં બેઠેલો જોવા મળ્યો હતો. કપિલને આ રીતે જોતાં ચાહકોને ચિંતા થઈ હતી. તે સમયે કપિલને શું થયું છે તે વાત સામે આવી નહોતી. જોકે, હાલમાં જ કપિલે પોતાને શું થયું હોવાની વાત કરી હતી. વેબ પોર્ટલ સ્પોટબોય સાથેની વાતચીતમાં કપિલ શર્માએ કહ્યું હતું, 'જીમ દરમિયાન મને પીઠમાં ઈજા થઈ હતી. થોડાં દિવસમાં હું સાજો થઈ જઈશ. તમારી ચિંતા માટે આભાર.'ફોટોગ્રાફર્સ કપિલની તસવીર ક્લિક કરતાં હોય છે અને તેની તબિયત અંગે પૂછતા હોય છે. ફોટોગ્રાફર્સે પૂછ્યું હતું, 'કપિલ સર કેમ છો? સર વીડિયો લઈ રહ્યાં છીએ.' આટલું સાંભળીને કપિલે કહ્યું હતું, 'ઓય, પાછળ હટો તમે તમામ લોકો.' ત્યારબાદ ફોટોગ્રાફર્સ કહે છે, 'ઓકે સર. થેંક્યૂ સર.' કપિલ ગુસ્સે થઈને આગળ વધે છે અને કહે છે, 'ઉલ્લુના પઠ્ઠા.' તેની આ વાત સાંભળીને ફોટોગ્રાફર્સ કહે છે, 'સર, રેકોર્ડ થઈ ગયું છે.' તો કપિલ કહે છે, 'હા તમે રેકોર્ડ કરી લો, તમે ખરાબ વર્તન કરતાં રહો.' કપિલનું વર્તન જોઈને છેલ્લે ફોટોગ્રાફર્સ કહે છે, 'સર તમે વિનંતી કરી હોત તો અમે પાછળ હટી જાત.'​​​
  વધુ વાંચો
 • સિનેમા

  ટીવી સ્ટાર ગુરમીત ચૌધરીએ એશિયામાં હાંસલ કરી આ સિદ્ધિ

  મુંબઇટેલિવિઝનના રામ એટલે કે ગુરમીત ચૌધરીનો જન્મ 22 ફેબ્રુઆરી 1984 ના રોજ બિહારના ભાગલપુરમાં થયો હતો. 2008 માં, તે રામાયણમાં દેખાયા, જેમાં તેમની પત્ની દેબીના બેનરજીએ સીતાની ભૂમિકા ભજવી હતી. ગુરમીત અભિનેતાની સાથે માર્શલ આર્ટિસ્ટ પણ છે. આ સાથે, તે સેક્સિસ્ટ એશિયન મેન એલાઇવની ટોચની 10 યાદીમાં શામેલ થયા છે. આ યાદીમાં તે 8 માં ક્રમે હતો. રામાયણ સિવાય તેમણે ગીત-હુઈ સબસે પરઇ અને પુનર્વિવાહ માં પણ કામ કર્યું છે. તેમણે ફોક્સ સ્ટુડિયોની સાયકોલોજિકલ થ્રિલર ખામોશીયાનથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ સિવાય તે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જાની પાંચમી સિઝનના વિજેતા પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેમણે દેબીના બેનર્જી સાથે નચ બલિયે 6 માં ભાગ લીધો હતો. આ શોમાં બંને ફર્સ્ટ રનર્સ અપ હતા. ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીની પહેલી મુલાકાત 2006 માં મુંબઈમાં ટેલેન્ટ સ્પર્ધા દરમિયાન થઈ હતી, જ્યાં ગુરમીત ચૌધરી મુંબઇથી અને દેબિના બેનર્જી કોલકાતાથી ચૂંટાયા હતા. આ પછી, તેમની મુલાકાત મુંબઈમાં થઈ જ્યારે દેબીના બેનર્જી તેની અભિનય કારકીર્દિ માટે મુંબઈ શિફ્ટ થઈ. ગુરમીત ચૌધરી દેબીના બેનર્જીના રૂમમેટના બોયફ્રેન્ડનો મિત્ર હતા. ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીના લગ્ન વર્ષ 2011 માં થયા હતા, પરંતુ બાદમાં ગુરમીત ચૌધરીએ ખુલાસો કર્યો હતો કે બંનેના લગ્ન 2006 માં થયા હતા અને તેમના પરિવારોને તે જાણ નહોતી. આ લગ્ન કરાવવામાં તેના મિત્રોએ તેમને મદદ કરી હતી.
  વધુ વાંચો
 • સિનેમા

  મુંબઈ એરપોર્ટ પર ફોટોગ્રાફર પર ભડકી ઉઠ્યો કપિલ શર્મા,જાણો શું કહ્યું

  મુંબઇસ્ટેન્ડઅપ કોમેડિયન કપિલ શર્માનું ચોંકાવનારું વર્તન સામે આવ્યું છે. કપિલ શર્માને સોમવારે મુંબઈ એરપોર્ટ પર વ્હીલ ચેર પર લઈ જવામાં આવી રહ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફોટોગ્રાફરોને અપશબ્દો કહી રહ્યો છે. કપિલ શર્માને સોમવારે મુંબઈ એરપોર્ટ પર વ્હીલ ચેર પર લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર ફોટોગ્રાફર કપિલને વ્હીલચેરમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેના ફોટો ખેંચવા લાગ્યા હતા. કપિલ આ ફોટોગ્રાફર્સને જોઈને ગુસ્સે ભરાયો હતો. કપિલે ફોટોગ્રાફરને કહ્યું કે અહીંથી જતા રહો. આ પછી, જ્યારે ફોટોગ્રાફરો બાજુ તરફ વળે છે, ત્યારે કપિલે એક ફોટોગ્રાફરને કહ્યું ‘ઉલ્લું કે પઠ્ઠે’ કહી દીધું.કપિલના આ અપશબ્દો સાંભળીને એક કેમેરામેને કહ્યું, ” સર થેન્ક યુ, આ રેકોર્ડ થઈ ગયું છે.” આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે અને કપિલના આ વીડિયો પર હવે યુઝર્સ તેને ખૂબ ટ્રોલ કરી રહ્યાં છે. એક યુઝર્સે કહ્યું, ” આટલું બધું ઘમંડ તો મોટા સ્ટારને પણ હોતું નથી, લાગે છે સફળતા મગજમાં ચડી ગઈ છે.” અન્ય એક યુઝર્સે કહ્યું, “કપિલના માણસો તમને આ વીડિયો હટાવવાનું કહેશે, પણ તમે આ વીડિયો હટાવાતા નહીં”સ્ટેન્ડઅપ કોમેડિયન કપિલ શર્મા ટેલીવિઝન પર ઓનસ્ક્રીન-ખુબ સારા લાગે છે પણ એમનો વાસ્તવિક સ્વભાવ તદ્દન વિપરીત છે. કપિલ શર્મા તેના ક્રોધી સ્વભાવને લઈને અનેકવાર વિવાદમાં રહ્યા છે. આગાઉ એક એર હોસ્ટેસ સાથે ગેરવર્તણૂંક કર્યાનો વિવાદ પણ વકર્યો હતો. જેની કોમેડીના દેશ અને દુનિયામાં આટલા બધા ચાહકો હોય તેનું આવું વર્તન જોઈને સૌ કોઈ ચોંકી જાય છે, પણ આજકાલ દુનિયામાં આ જ ક્રમ ચાલી રહ્યો છે. લોકોના એક નહીં અનેક ચહેરાઓ હોય છે, જે યોગ્ય સમયે સામે આવે છે.
  વધુ વાંચો