બિઝનેસ સમાચાર
-
મહિલા દિવસ પર Google એ કરી આ ચેલેન્જની જાહેરાત
- 08, માર્ચ 2021 04:37 PM
- 4065 comments
- 4199 Views
દિલ્હી-સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે. દરેક મહિલાઓની ભૂમિકા અને તેની કામગીરીને પોતાની રીતે સન્માનિત કરી રહ્યા છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. એવું એક પણ ક્ષેત્ર નથી કે જેમાં મહિલાઓની હાજરી ન હોય. આ દિવસે ટેક ઇન્ડસ્ટ્રીઝની દિગ્ગજ કંપની માનવામાં આવતી 'ગુગલ' દ્વારા પણ મહિલાઓ અને યુવતીઓ માટે એક મહત્વની જાહેરાત કરી છે. Googleના સુંદર પિચાઈએ આજે જાહેરાત કરી હતી કે 'આજે અમે મહિલાઓ અને યુવતિઓ માટે ગ્લોબલ ઈમ્પેકટ ચેલેન્જની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.' અમે સામાજિક ઉદ્યોગોને 25 મિલિયન અમેરિકન ડોલર અનુદાન આપીશું. જે મહિલાઓને આર્થિક સમાનતા સહિતના લાભ આપવામાં મદદરૂપ થશે. મહિલા દિવસ ગૂગલે મહિલાઓ સન્માન પ્રદર્શિત કરતું ખાસ ડૂડલ બનાવ્યું છે. ડૂડલમાં એક એનિમેટેડ વીડિયો બનાવીને શેર કરવામાં આવ્યો છે. જેના માધ્યમથી જાણકારી આપવામાં આવી છે કે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. એવરેસ્ટ સર કરવાથી લઈને આજે દેશનું નેતૃત્વ પણ કરી રહી છે. સિવાય એન્જિનિયર, વૈજ્ઞાનિક, ડૉક્ટર, લેખક સહિત દરેક ક્ષેત્રમાં મહિલાઓએ પોતાની કાબેલિયતને પ્રદર્શિત કરી છે. આ થોડીક જ સેકન્ડના આ વીડિયોમાં મહિલાઓની ઉપલબ્ધિને ખાસ અંદાજમાં રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યોવધુ વાંચો -
વિલ કૈથાર્ટે એન્ડ ટુ એન્ડ એન્ક્રીપ્શનની તરફેણ કરી: વોટ્સએપ નવુ સમાધાન ગોતશે
- 08, માર્ચ 2021 03:45 PM
- 7370 comments
- 7479 Views
દિલ્હી- વિલ કૈથાર્ટએ સોશ્યલ મીડીયાને લઇને ભારત સરકારની નવી નિયામાવલી ઉપર વાત કરતા જણાવેલ કે કંપની નવા સમાધાન સાથે આગળ આવશે. જેથી ખોટી સૂચના ઉપર અંકુશ લાગે અને એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન પ્રણાલી પણ પ્રભાવીત નહીં થાય. તેમણે વધુમાં જણાવેલ કે કોઇ પણ મેસેજના ઉદગમનો પતો લગાવવાનો વિચાર ખોટી સુચનાઓના પ્રસારના કારણે સામે આવ્યો છે. એન્ક્રીપશનને લઇને ભારતની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. વોટસએપે એન્ક્રીપશન ઉપર ચિંતા જાહેર કરી છે. કેન્દ્ર સરકારે હાલમાં જ નવા આઇટી નિયમ જાહેર કરી કોઇ પણ મેસેજીંગ એપને કોઇ પણ પ્રકારના આપત્તીજનક સંદેશને પહેલીવાર મોકલનાર યુઝરની માહિતી આપવી અનિવાર્ય કરી છે.વધુ વાંચો -
ટિ્વટરના સીઇઓ જૈક ડોર્સીની 5 શબ્દોની ટિ્વટની હરાજી થઇ
- 08, માર્ચ 2021 03:35 PM
- 9352 comments
- 7729 Views
દિલ્હી-ટ્વીટરના કો-ફાઉન્ડર અને સીઈઓ જૈક ડોર્સીની ૫ શબ્દોની એક ટ્વીટની હરાજી થઈ રહી છે. આ ટ્વીટને ખરીદવા માટે ૧૮.૨ કરોડ રૂપિયા સુધીની બોલી લાગી ચુકી છે. હકીકતે તે ડોર્સી દ્વારા કરવામાં આવેલી ટ્વીટર પરની પહેલી પોસ્ટ હતી. ૨૧ માર્ચ, ૨૦૦૬ના રોજ કરવામાં આવેલી આ ટ્વીટમાં તેમણે પોતે ટ્વીટર એકાઉન્ટ તૈયાર કરી રહ્યા છે એમ લખ્યું હતું. ટ્વીટ વેચતી એક વેબસાઈટ દ્વારા ડોર્સીની ટ્વીટની હરાજી થઈ રહી છે. તેને ખરીદનાર વ્યક્તિને ડોર્સીના ઓટોગ્રાફ સાથે ટ્વીટનું સર્ટિફિકેટ આપવામાં આવશે. ડોર્સીની ટ્વીટની સૌથી ઉંચી બોલી ૧૮.૨ કરોડ રૂપિયા લાગી છે. મલેશિયાની એક કંપની બ્રિજ ઓરકેલના સીઈઓ સીના ઈસ્તવીએ ડોર્સીની ટ્વીટ માટે આટલી ઉંચી રકમ બોલી છે. તેના પહેલા અન્ય એક વ્યક્તિએ ટ્વીટ માટે ૧૪.૬ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.ડોર્સીની પહેલી ટ્વીટ ખરીદવાનો મતલબ છે કે ખરીદનાર પાસે તે ટ્વીટનું ડિજિટલ સર્ટિફિકેટ હશે. વર્તમાન સમયમાં વચ્ર્યુઅલ વસ્તુઓના ખરીદ-વેચાણનું ચલન ખૂબ જ વધી ગયું છે. થોડા દિવસો પહેલા ૧૦ સેકન્ડની એક વીડિયો ક્લિપ ૪૮.૨ કરોડ રૂપિયામાં વેચાઈ હતી. ડોર્સીની ટ્વીટ વેચાઈ ગયા બાદ પણ સોશિયલ મીડિયામાં સામાન્ય લોકો માટે ઉપલબ્ધ રહેશે. આ ટ્વીટ ક્યાં સુધી ઓનલાઈન ઉપલબ્ધ રહેશે તે ડોર્સી અને ટ્વીટર નક્કી કરશે.વધુ વાંચો -
સીંગતેલના ભાવમાં કડાકો યથાવત, 5 દિવસમાં 35 રૂપિયા ઘટ્યા
- 08, માર્ચ 2021 02:48 PM
- 8095 comments
- 1042 Views
અમદાવાદ-ગત ચોમાસામાં ભારે વરસાદ અને મગફળીની અનુરૂપ વરસાદ વરસતા મગફળીના બમણાં ઉત્પાદન થયું હતું આમ છતાં સિંગતેલના ભાવમાં તેલ મિલરોએ શરુઆતથી જ ગત વર્ષની સાપેક્ષે ડબ્બે રૂા. ૪૦૦ થી ૫૦૦ ઉંચા ભાવ કરી દીધા હતા જેમાં ફરી એકવાર નજીવા ઘટાડાનું વલણ જાેવા મળ્યું છે. ગત પાંચ દિવસમાં ૧૫ કિલોના નવા ડબ્બાના ભાવમાં રૂા. ૩૫ નો ઘટાડો નોંધાયો છે. ગત તા. ૨૬ ફેબ્રુઆરીએ રૂા. ૨૪૭૦ થી ૨૫૨૦ ના મહત્તમ ભાવે પહોંચેલ તેલના ડબ્બાનો ભાવ આજે વધુ રૂા.૧૦ ઘટ્યો છે. હવે સીંગતેલના ભાવનો રૂા. ૩૪૩૫૩૫ થી ૨૪૮૫માં સોદા થયા હતા. આ સાથે તો કપાસિયા તેલ ઉલટું પાંચ દિવસમાં રૂા.૧૦ મોંઘુ થયું છે અને તેનો મહત્તમ ભાવ રૂા.૧૯૬૫ થી ૧૯૯૫ રહ્યો છે.જાે સિંગતેલના ભાવ રૂા. ૨૨૦૦ થી નીચે જાય તો તેની ઘરાકી પણ વધવાની પૂરી શક્યતા છે અને તેમાંય કપાસિયા તેલના ભાવ ઉંચા હોય તો ઘર વપરાશ માટે લોકો પહેલી પસંદગી સિંગતેલને આપે તેવી શકયતા છે. સિંગતેલની નિકાસના પગલે બેફામ ભાવવધારી દેવાયા છે પરંતુ જ્યા નિકાસ થાય છે ત્યાં સીંગતેલ પેદા થવા લાગતા કે માંગ ઘટવાથી સ્થાનિક માંગ ટેકો આપતી હોય છે અને સ્થાનિક માંગ તેના અસહ્ય ઉંચા ભાવ થી લાંબા ગાળા માટે ઘટી જતી હોય છે, કપાસિયા તેલનું ચલણ સીંગતેલ મોંઘુ થતા જ વધ્યું છે. મહત્વનું છે કે જે રીતે ગત વર્ષે સારા વરસાદને કારણે મગફળીની મબલખ આવક થઈ છે જેને કારણે સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો હોવો જાેઈએ પરંતુ મગફળીની મબલખ આવક હોવા છતાં પણ સિંગતેલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા હતા જાેકે છેલ્લા પાંચ દિવસથી ડિઝલના ભાવમાં ઘટાડો નોંધાતા આશા સેવાઇ રહી છે કે આવનારા દિવસોમાં પણ સિંગતેલના ભાવ ઘટી શકે છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- ભારત - ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦
- ભારત - ઈંગ્લેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૧
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ