યુપીઆઈથી હવે દરરોજ દશ લાખ સુધીની ખરીદી કરી શકાશે
15, સપ્ટેમ્બર 2025 2079   |  

નવી દિલ્હી: આ ફેરફાર ફક્ત અમુક કેટેગરીઓમાં પર્સન-ટુ-મર્ચેન્ટ વ્યવહારો માટે કરાયો છે. પર્સન-ટુ-પર્સન વ્યવહારો માટેની લિમિટ પહેલાંની જેમ રૂ.૧ લાખ રહેશે. આ ફેરફાર ફક્ત અમુક કેટેગરીઓમાં પર્સન-ટુ-મર્ચેન્ટ વ્યવહારો માટે કરાયો છે. પર્સન-ટુ-પર્સન વ્યવહારો માટેની લિમિટ પહેલાંની જેમ રૂ.૧ લાખ રહેશે. યુપીઆઈ યુઝર્સ આજથી, એટલે કે ૧૫ સપ્ટેમ્બરથી એક દિવસમાં ૧૦ લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી શકશે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ પર્સન-ટુ-મર્ચેન્ટ ચુકવણીની ઘણી કેટેગરીઓમાં દૈનિક લિમિટ ૨ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરી છે. આ ર્નિણયથી વીમા, રોકાણ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ જેવા મોટા વ્યવહારો પણ કરી શકાશે. આજથી યુપીઆઈ પેમેન્ટ મર્યાદામાં કયા ફેરફારો કરવામાં આવ્યા છે

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ૧ ઓક્ટોબર, ૨૦૨૫થીયુપીઆઈમાં પીયર-ટુ-પીયર દ્વારા પૈસા કલેક્ટ રિક્વેસ્ટ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આનો અર્થ એ થયો કે હવે કોઈ વ્યક્તિ યુપીઆઈદ્વારા પૈસા માગવા માટે બીજી વ્યક્તિને રિક્વેસ્ટ મોકલી શકશે નહીં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution