10, સપ્ટેમ્બર 2025
વોશિગ્ટન |
3465 |
મોદીએ કહ્યું- અમે નેચરલ પાર્ટનર, વાતચીતથી ઘણી અપેક્ષાઓ...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે વોશિંગ્ટન અને દિલ્હી વચ્ચે ચાલી રહેલી વેપાર વાતચીત સફળ પરિણામ તરફ જશે. તેમણે કહ્યું કે તેઓ આગામી અઠવાડિયામાં તેમના ખૂબ જ સારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવા આતુર છે.
ઉલ્લેખનિય છે કે, રશિયાના તેલ અને ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ જ સારા મિત્ર ગણાવ્યા છે. PM મોદીએ પણ આનો જવાબ આપ્યો છે.તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકા નજીકના મિત્રો અને નેચરલ પાર્ટનર છે. PM મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે, ભારત અને અમેરિકા નજીકના મિત્રો અને નેચરલ પાર્ટનર છે. મને ખાતરી છે કે અમારી વેપાર વાતચીત ભારત-અમેરિકા ભાગીદારીની અમર્યાદિત શક્યતાઓનો માર્ગ ખોલશે. અમારી ટીમો શક્ય તેટલી વહેલી તકે આ દિશામાં ચર્ચા કરવા માટે કામ કરી રહી છે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરવા માટે પણ આશાવાદી છું.