08, સપ્ટેમ્બર 2025
3564 |
નવી દિલ્હી, દરેક ઘરમાં વપરાતા દૂધના ભાવ ટૂંક સમયમાં ઘટવાના છે. સરકારે તાજેતરમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં ર્નિણય લીધો છે કે પેકેજ્ડ દૂધને ૫% જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવશે. આ ર્નિણય લાગુ થતાં જ દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક બ્રાન્ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્કાલિક રાહત મળશે. જીએસટીની આ મુક્તિનો સીધો ફાયદો સામાન્ય ગ્રાહકોને થશે, કારણ કે દૂધ પરનો ૫% કર દૂર કરવામાં આવશે. આ પગલાનો ઉદ્દેશ્ય વધતી જતી મોંઘવારી વચ્ચે દૂધ જેવી આવશ્યક વસ્તુને વધુ સસ્તું બનાવવાનો છે, જેથી દરેક પરિવારને સસ્તું અને ગુણવત્તાયુક્ત દૂધ મળી શકે.
અમૂલ ઉત્પાદનોમાં ફુલ ક્રીમ દૂધ અમૂલ ગોલ્ડની કિંમત લગભગ રૂપિયા ૬૯ પ્રતિ લિટર છે, જ્યારે ટોન્ડ દૂધ રૂપિયા ૫૭ પ્રતિ લિટરમાં વેચાય છે. તેવી જ રીતે, મધર ડેરીનું ફુલ ક્રીમ દૂધ રૂપિયા ૬૯ અને ટોન્ડ દૂધ લગભગ રૂપિયા ૫૭માં મળે છે. ભેંસ અને ગાયના દૂધના ભાવ પણ રૂપિયા ૫૦-૭૫ની વચ્ચે છે.
સરકારની યોજના મુજબ, દૂધના ભાવમાં પ્રતિ લિટર લગભગ રૂપિયા ૩થી રૂપિયા ૪નો ઘટાડો થશે. ઉદાહરણ તરીકે, અમૂલ ગોલ્ડનો ભાવ લગભગ રૂપિયા ૬૫-૬૬ સુધી થઇ જશે, જ્યારે મધર ડેરીના ફુલ ક્રીમ દૂધના ભાવ પણ આ જ રેન્જમાં આવવાની ધારણા છે. ટોન્ડ દૂધ અને ભેંસના દૂધ પર પણ આવી જ રાહત જાેવા મળશે. સરકારનો આ ર્નિણય ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫થી અમલમાં આવશે. આ પછી અમૂલ અને મધર ડેરી સહિત અન્ય પેકેજ્ડ દૂધ ઉત્પાદનોના ભાવ નવા જીએસટી ફ્રી દરે નક્કી કરવામાં આવશે, જેનાથી બજારમાં દૂધના ભાવ ઝડપથી ઘટશે.
કયા પ્રકારનું દૂધ સસ્તું થશે ?
• અમૂલ ગોલ્ડ (ફુલ ક્રીમ) - રૂપિયા ૬૯ થી ૬૫-૬૬ થશે
• અમૂલ ફ્રેશ (ટોન્ડ મિલ્ક) - રૂપિયા ૫૭ થી ૫૪-૫૫ થશે
• અમૂલ ટી સ્પેશિયલ -રૂપિયા ૬૩ થી ૫૯-૬૦ થશે
• ભેંસનું દૂધ - રૂપિયા ૭૫ થી ૭૧-૭૨ થશે
• ગાયનું દૂધ - રૂપિયા ૫૮ થી ૫૫-૫૭ થશે
• મધર ડેરી ફુલ ક્રીમ - રૂપિયા ૬૯ થી ૬૫-૬૬ થશે
• મધર ડેરી ટોન્ડ મિલ્ક - રૂપિયા ૫૭ થી ૫૫-૫૬ થશે
• મધર ડેરી ભેંસનું દૂધ -રૂપિયા ૭૪ થી ૭૧ થશે
• મધર ડેરી ગાયનું દૂધ - રૂપિયા ૫૯ થી ૫૬-૫૭ થશે