09, સપ્ટેમ્બર 2025
મુંબઈ |
3861 |
કોંગ્રેસના નેતા અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાતમાં આ મુદ્દે ચર્ચા થયાની શક્યતાં
મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. જેનાકારણે રાજકીય ગરમાવા વચ્ચે રાજકિય ગતીવિધીઓ પણ તેજ બની છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ વિજય વાડેટ્ટીવાર, બાળાસાહેબ થોરાટ અને અમીન પટેલે સોમવારે શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે મળ્યા હતા. જોકે, આ બેઠકમાં એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન મહા વિકાસ આઘાડીમાં MNSનો સમાવેશ કરવા કે ન કરવા અંગે પણ ચર્ચા થઈ હતી.
કોંગ્રેસના નેતાઓએ ઠાકરે સાથે શિવસેના (UBT) અને MNSના સંભવિત જોડાણ વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા પદ માટે કોંગ્રેસના દાવા અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી અંગે ચર્ચા કરી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી શિવસેના (UBT) અને MNS વચ્ચેના રાજકીય જોડાણ અંગે ચર્ચા વધુ તેજ બની છે.મહાવિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના કોંગ્રેસ અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસનો સમાવેશ થાય છે. તેથી જો મનસે જેવા પક્ષને આ મહાવિકાસ આઘાડીમાં સમાવવા હોય તો અન્ય બંને ઘટક પક્ષો સાથે ચર્ચા કરીને નિર્ણય લેવો પડશે.
જો ઉદ્ધવ ઠાકરે મનસે સાથે જોડાણ કરવા માંગે છે, તો તેમણે મહા વિકાસ આઘાડીમાં પણ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી પડશે. કોંગ્રેસના નેતાઓએ એમ પણ કહ્યું છે કે કોંગ્રેસ મનસેને સામેલ કરવા માટે સંમત છે કે નહીં તે અંગે નિર્ણય દિલ્હીમાં પાર્ટીના નેતાઓ સાથે વાતચીત બાદ લેવામાં આવશે. કોંગ્રેસ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પદ માટે દાવો કરશે અને સતેજ પાટિલની નિમણૂક થાય તેવી સંભાવના છે.
ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ, કોંગ્રેસના નેતાઓએ વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદે સાથે પરિષદમાં વિપક્ષના નેતા ની નિમણૂક અંગે ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી વરિષ્ઠ ધારાસભ્ય સતેજ પાટિલનું નામ આગળ મૂકવા જઈ રહી છે. વિરોધી પક્ષ અને શિવસેના (UBT) નેતા અંબાદાસ દાનવેનો કાર્યકાળ ગયા મહિને પૂરો થયો ત્યારથી વિપક્ષનું નેતા પદ ખાલી છે.
વાડેટ્ટીવારે કહ્યું કે ફક્ત વિધાન પરિષદનું પદ જ નહીં વિધાનસભામાં વિપક્ષ વિરોધી પક્ષનું પદ પણ ખાલી છે.