09, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
3465 |
તહેવારો પહેલાનો આ નિર્ણય થી ઓટો ક્ષેત્રને વધુ વેગ મળે તેવી શક્યતાં
ઓટોમોબાઈલ કંપનીઓએ જીએસટી દરમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને તાત્કાલિક આપવાનું શરૂ કર્યું છે. જેઅંતર્ગત, પેસેન્જર અને કોમર્શિયલ વાહનોના ભાવમાં મોટો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. ઓટો ક્ષેત્રની મોટાભાગની કંપનીઓ કારની કિંમતમાં ૩૦,૦૦૦ થી ૭.૮ લાખ સુધીનો ઘટાડો કર્યો છે. જોકે, સરકાર દ્વારા આગામી તહેવારો પૂર્વે જીએસટીમાં ધટાડાનો આ નિર્ણયના કારણે ઓટો ક્ષેત્રને વધુ વેગ મળે તેવી શક્યતા છે.
જીએસટી દરમાં ઘટાડા બાદ ઓટો ક્ષેત્ર માટે વર્ષની સૌથી મોટી વેચાણ સીઝન શરૂ થવાની છે. વાહનોની કિંમતમાં ઘટાડો વેચાણને મોટો વેગ આપી શકે છે. દરમાં ઘટાડા બાદ વાહનો વધુ સસ્તા પહેલી વાર કાર અને ટુ-વ્હીલર ખરીદનારાઓને મોટી રાહત થશે.કોમર્શિયલ વાહનોના ભાવમાં ઘટાડો થવાથી ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ અને ફ્લીટ ઓપરેટરોને રાહત મળશે, જેઓ હાલમાં વધતા ઇંધણ ખર્ચને કારણે દબાણનો સામનો કરી રહ્યા છે.
સરકારે નાના વાહનો પર ટેક્સ અંગે મોટો નિર્ણય લીધો છે. જેનાથી હવે ૪ મીટર સુધીની લંબાઈવાળા વાહનો અને પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને એલપીજી એન્જિન પર ટેક્સનો બોજ ઓછો થશે. અગાઉ, ૨૮ ટકાં GST ની સાથે, આ વાહનો પર વળતર સેસ પણ ચૂકવવો પડતો હતો.