08, સપ્ટેમ્બર 2025
3465 |
નવી દિલ્હી, તાજેતરમાં જીએસટી દરોમાં થયેલા ફેરફારને લીધે ટીવી-ફ્રિજથી લઈને નાની કાર સુધીની ઘણી ચીજાે દેશમાં સસ્તી થવા જઈ રહી છે, જે દેશના નાગરિક માટે આનંદના સમાચાર કહેવાય. જાેકે, આ ફેરફાર સાથે જ જીએસટી કાઉન્સિલે મોટો ર્નિણય લઈ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ દ્વારા વસૂલાતી ડિલિવરી ફી પર ૧૮ ટકા જીએસટી લગાવવાનો નિયમ લાગુ કર્યો છે, જેને લીધે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થશે.
આ બદલાવથી ઝોમેટો, સ્વિગી સહિતની કંપનીઓ પર અંદાજે ૧૮૦થી ૨૦૦ કરોડનો વધારાનો નાણાકીય ભાર આવી શકે છે, જેના કારણે તેમણે તેમની વ્યવસાયિક વ્યૂહરચનામાં બદલાવ લાવવો પડી શકે એમ છે.
અત્યાર સુધી ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી એપ્સે ડિલિવરી ફી પર જીએસટી ચૂકવવો પડતો ન હતો, તેની જવાબદારી ડિલિવરી પાર્ટનરની ગણાતી હતી. હવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલ દ્વારા સ્થાનિક ઈ-કોમર્સ ડિલિવરી સેવાઓને સીજીએસટી કાયદાની કલમ ૯(૫) હેઠળ લાવી દેવામાં આવી છે, જેને લીધે હવે ઇ-કોમર્સ ઓપરેટરે ડિલિવરી ફી પર સીધો કર વસૂલવો પડશે. તાજેતરની સ્પષ્ટતા બાદ પ્લેટફોર્મે તેને પોતાની આવક માનીને ટેક્સ ચૂકવવો પડશે. ડિલિવરી ફી પર જીએસટી માટે પ્લેટફોર્મ જવાબદાર ગણાય કે નહીં, એ મુદ્દે લાંબા સમયથી સ્પષ્ટતાની રાહ જાેવાતી હતી. આ જાહેરાત સાથે એ ચર્ચાનો અંત આવ્યો છે. ઝોમેટો અને સ્વિગી તાજેતરમાં નફાની સ્થિતિએ પહોંચ્યા હતા.