ધર્મ સમાચાર

 • રાજકીય

  ગુજરાતમાં લવ-જેહાદ વિરૂદ્ધના કાનૂનનું શું થયું, જાણો અહીં

  ગાંધીનગર-એડવોકેટ્સ સહિતના કાનૂની નિષ્ણાતોને હાલ તૂરંત લવ-જેહાદ રોકવાનો કાનૂન લાગુ કરવો સંગત ન લાગતાં, રાજ્ય સરકારે તેને હમણાં અભરાઈએ ચડાવી દેવાનો નિર્ણય કર્યો છે. અંતરંગ સૂત્રોના જણાવ્યાનુસાર, આ કાનૂન બાબતે પ્રતિકૂળ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો હોવાને લીધે આગામી પહેલી માર્ચથી શરૂ થનારા વિધાનસભાના બજેટસત્ર દરમિયાન સરકાર તેને ગૃહમાં નહીં લાવે. ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવી સરકારોએ આ કાનૂન લાગુ કરી દીધો ત્યારબાદ ગુજરાત સરકારે પણ એ ખરડાને વિધાનસભામાંથી પસાર કરવાનો વિચાર કર્યો હતો. રાજ્યમાં ધર્માંતરણ વિરુદ્ધનો કાનૂન અસ્તિત્વમાં જ છે, જે અંતર્ગત છેતરપિંડીથી ભોળવીને કે ધાક-ધમકી આપીને ધર્માંતરણ પ્રેરવું એ ગુનો બને છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ દ્વારા જે કાનૂન લાગુ કરાયો છે, તેના પર અભિપ્રાય લઈ લેવાય એમ ગોઠવીને સરકારે આ પહેલાં કાનૂન, ગૃહ અને ધારાસભાકીય અને સંસદીય બાબતોના મંત્રાલયને આ બાબતે પ્રસ્તાવ મોકલ્યો હતો. સરકારે આ મંત્રાલયોને આ પસાર થયેલા કાનૂનોને જોઈ જવા અને રાજ્યમાં હાલમાં જે અસ્તિત્વ ધરાવે છે, એ ધર્માંતરણના કાનૂનને બદલવાની કે પછી તેમાં સુધારો કરવાની કોઈ જરૂર છે કે કેમ, એ બાબતે અભિપ્રાય આપવા જણાવ્યું હતું. પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે, એડવોકેટો અને સરકારના નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે, હાલના કાનૂનમાં કોઈ ફેરફાર કરવો જરૂરી નથી તેમજ, નવો કાનૂન પણ જેમ છે તેમ લાગુ કરી શકાય એમ નથી, તેથી હાલના સમયમાં આ કાનૂનને વિધાનસભામાં લાવવાનો વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો.  
  વધુ વાંચો
 • રાષ્ટ્રીય

  રામમંદિર માટે એક કરોડ કયા સાધુએ આપ્યા

  લખનૌ-જનસામાન્યની આંખો પહોળી થઈ જાય એવા એક કિસ્સામાં દાયકાઓથી હિમાલયમાં રહીને સાધના કરતા અને દિલમાં રામમંદિરના નિર્માણની ઝંખના રાખતા એક સાધુએ રામમંદિરના નિર્માણ માટે એક કરોડ રૂપિયાનો ચેક લખી આપ્યો હતો.ઋષિકેશની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખાતે સાધુ શંકરદાસ પહોંચ્યા ત્યારે બેંક મેનેજરને જરાય ખ્યાલ નહોતો કે, તેમનો ઈરાદો શું હતો, પરંતુ હાલ 83 વર્ષના અને છેલ્લા 6 દાયકાથી હિમાલયમાં આકરી તપશ્ચર્યા કરી રહેલા શંકરદાસે જ્યારે પોતાનો ત્યાં આવવાનો મકસદ કીધો તો તેઓ પણ દંગ રહી ગયા હતા. આ સાધુએ જીવનભર પાઈ-પાઈ એક કરીને આજદીન સુધી રૂપિયા 1 કરોડથી વધારેની રકમ ભેગી કરી હતી અને હવે જ્યારે રામમંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે તેમણે એ રકમ મંદિર નિર્માણમાં ફાળા તરીકે આપી દેવાની ખ્વાહિશ બતાવી હતી. બેંક મેનેજરે તેમની વિગત પૂછીને ખાતું ચેક કર્યું તો એકદમ સાચું હતું કે તેમના ખાતામાં એટલી રકમ હતી જ અને તેઓ એક કરોડ રુપિયાનો ચેક લખે તેેે બેંક સ્વીકારવા તૈયાર હતી. બેંક મેનેજરે આ ચેકનો સ્વીકાર કરીને તેને રામમંદિર ટ્રસ્ટ જમા કરીને રસીદ આપી હતી. આ સાધુએ કહ્યું હતું કે, તેમણે તો આ રકમ ગુપ્ત દાન તરીકે જ આપવી હતી પણ, તેઓ લોકોને સંદેશો આપવા માંગતા હતા કે, એક સંત જો આટલી મોટી રકમ આપી શકે તો, સામાન્ય જન જરૂરથી કંઈક યોગદાન તો કરી જ શકે.  
  વધુ વાંચો
 • રાષ્ટ્રીય

  એમેઝોન પ્રાઈમ સરકારને આજે શેનો જવાબ આપશે, અહીં જાણો

  મુંબઈ-એમેઝોન પ્રાઈમ પાસે કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે વિવાદાસ્પદ વેબ સિરિઝ તાંડવ બાબતે જવાબ માંગ્યો છે. વેબ પોર્ટલે આ સિરિઝની સામગ્રી યાને કન્ટેન્ટ બાબતે સરકારને આજે જવાબ આપવાનો છે.  અનેક સામાજીક સંગઠનો અને ભાજપના નેતાઓ જેના પર પ્રતિબંધ મુકવાની માંગ કરી રહ્યા છે, એ 'તાંડવ' વેબ સિરીઝ રિલીઝ થતાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો છે. દરમિયાનમાં રવિવારે આ સિરિઝ સામે મુંબઈમાં ફરિયાદ નોંધાતાં અને માહિતી પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખીને ફરિયાદ મોકલાતાં  માહિતી પ્રસારણ મંત્રાલય ખાતું સક્રિય થઈ ગયું છે અને  'તાંડવ' વેબ સિરીઝ અંગે એમેઝોન પાસેથી સ્પષ્ટતા માંગી છે. મંત્રાલયે એમેઝોન પ્રાઈમને આજે એટલે કે સોમવારે 'તાંડવ' વેબ સિરિઝના કન્ટેન્ટ અંગે જવાબ આપવા કહ્યું છે. તાંડવ સિરિઝનો વિવાદ શું છે શુક્રવારે અભિનેતા સૈફ અલી ખાન-ડિમ્પલ કાપડિયા અને અલી ઝીશાન આયુબ સ્ટારર વેબ સિરીઝ 'તાંડવ' રિલીઝ થઈ છે. આ સિરીઝમાં કેટલાક સીન રિલીઝ થયા બાદ ઘણા લોકો વાંધા નોંધાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વિભાગે 'તાંડવ' સામે વિરોધનો મત એકઠો કરવાનું શરૂ કર્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સિરીઝમાં ઝીશાન આયુબે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે. આને કારણે,બોયકોટ તાંડવ ટ્રેન્ડ કરાવવામાં આવી રહ્યું છે.મુંબઈમાં ભાજપના નેતાની ફરીયાદભાજપ સાંસદ મનોજ કોટકે કહ્યું છે કે, આ સિરીઝ દ્વારા હિન્દુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ સિરીઝના મેકર્સ અને એક્ટર્સ સામે કેસ નોંધવામાં આવે. તેમણે આ મામલે માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પણ પત્ર લખ્યો હતો. જેમાં સિરીઝ પર એક્શન લેવાની વાત કરવામાં આવી છે. આ પહેલા મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય રામ કદમે સૈફ અલી ખાન પર નિશાન સાધતા કહ્યું હતું કે તે ફરી એકવાર વેબ સીરીઝનો ભાગ બન્યા છે જેમાં હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. આ અંગે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.શું છે વિવાદનું કારણ 'તાંડવ'ના કેટલાંક દ્રશ્યો બાબતે લોકોએ સોશિયલ મીડિયા પર જોરદાર વાંધો ઉઠાવ્યો છે.ઝીશાન આયુબનો વીડિયો શેર કરીને 'તાંડવ' વેબ સિરિઝનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં આયુબ ભગવાન શિવ બનીને અભિનય કરી રહ્યો છે. તે વીડિયોમાં ઝીશાન કેમ્પસના વિદ્યાર્થીઓની આઝાદીની વાત કરી રહ્યો છે. તે કહી રહ્યો છે કે આ વિદ્યાર્થીઓને દેશમાં રહીને સ્વતંત્રતા જોઈએ છે, દેશમાંથી સ્વતંત્રતા નથી જોઈતી. પોલિટિકલ ડ્રામા પર આધારિત 'તાંડવ'માં મુખ્ય ભૂમિકામાં ઘણા મોટા કલાકારો છે જેમાં સૈફ અલી ખાન, ઝિશાન આયુબ સાથે ડિમ્પલ કાપડિયા, દિનો મોરિયા, તિગ્માંશુ ધુલિયા, સુનીલ ગ્રોવર અને ગૌહર ખાન છે. આ વેબ સિરીઝને ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી છે. હાલમાં સોમવારે માહિતી પ્રસારણ મંત્રાલયે એમેઝોન પાસે જવાબ માંગ્યો છે.
  વધુ વાંચો
 • ધર્મ જ્યોતિષ

  જો આજે જન્માષ્ટમી ઉજવી રહ્યા છો, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

  11 અને 12 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. 11 ઓગસ્ટે દેશના કેટલાક સ્થળોએ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. 11 ઓગસ્ટના રોજ જગન્નાથ પુરી, બનારસ અને ઉજ્જૈનમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે મથુરામાં આવતીકાલે એટલે કે 12 ઓગસ્ટે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેઓ 11 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યા છે તેમના માટે આ પૂજાનો સમય હશે પંચંગ મુજબ 11 ઓગસ્ટ મંગળવારે અષ્ટમીની તારીખ સવારે 9.6 વાગ્યે શરૂ થાય છે. અષ્ટમીની તારીખ 11 Augustગસ્ટ 16 મિનિટ 12 ઓગસ્ટની રહેશે. તેથી, આજે પૂજા કરતી વખતે આ વિશેષ ધ્યાન રાખો. મોટાભાગની જગ્યાએ 12 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ પાછળનો એકમાત્ર કારણ આ દિવસે વિશેષ યોગ છે. જે 27 વર્ષ પછી ફરીથી બનાવવામાં આવી રહી છે. 1993 પછી જન્માષ્ટમી પર પહેલીવાર બુધ્ષ્ટમી અને સર્વાર્થ સિધ્ધિ યોગની રચના કરવામાં આવી રહી છે. તે જ સમયે, 12 ઓગસ્ટ વૈષ્ણવ જન્માષ્ટમી માટે શુભ માનવામાં આવી રહ્યું છે. પંચંગ મુજબ ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસનાનો શુભ સમય બુધવારે રાત્રે 05.30 થી બપોરે 12.45 સુધી રાખવામાં આવ્યો છે.
  વધુ વાંચો