10, સપ્ટેમ્બર 2025
વડોદરા |
2277 |
જવેલરીમાં ૯૦ ટકાનો ઘટાડો
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના કારણે હીરાની નિકાસ પર ગંભીર અસર પડી છે.ભારતની કુલ નિકાસમાં હીરાનો એક તૃતીયાંશ હિસ્સો છે, જેમાંથી 70% વેપાર પર અસર જોવા મળી છે. સોનાના વધતા ભાવથી રાજસ્થાનના હીરા અને ઝવેરાત ઉદ્યોગને બમણું નુકસાન થયું છે. ખાસ કરીને રાજ્યની પરંપરાગત કલા જેવી કે જડાઉ, મીણા અને કુંદનના ઉદ્યોગમાં 10 થી 15% સુધી ઘટાડો નોંધાયો છે. ઉદ્યોગપતિ શંકરલાલ શર્માએ જણાવ્યું કે જયપુરથી અમેરિકામાં હીરા સહિત 200 થી વધુ પ્રકારના કિંમતી અને અર્ધ-કિંમતી પથ્થરો નિકાસ કરવામાં આવે છે, પરંતુ ટેરિફને કારણે ઓર્ડરમાં 70% ઘટાડો થયો છે, જ્યારે સ્ટડેડ જ્વેલરીના ઓર્ડરમાં તો 90% સુધી ઘટાડો થયો છે.જયપુર જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ રાજુ મેંગોડીવાલાના જણાવ્યા મુજબ તાજેતરના ટેરિફને કારણે ભારતના હીરા ઉદ્યોગ પર ગંભીર અસર થઈ છે. સોનાના વધતા ભાવને કારણે રાજસ્થાનના હીરા અને ઝવેરાત ઉદ્યોગને બમણું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખાસ કરીને પરંપરાગત કલા જેવી કે જડાઉ, મીણા અને કુંદનના ઉદ્યોગોમાં 10થી 15% સુધીનો ઘટાડો નોંધાયો છે.જયપુરથી અમેરિકામાં હીરા સહિત 200થી વધુ પ્રકારના કિંમતી અને અર્ધ-કિંમતી પથ્થરો નિકાસ કરવામાં આવે છે, પરંતુ ટેરિફના પ્રભાવથી ઓર્ડરમાં 70% ઘટાડો થયો છે, જ્યારે સ્ટડેડ જ્વેલરીના ઓર્ડરમાં તો 90% સુધી ઘટાડો નોંધાયો છે.