10, સપ્ટેમ્બર 2025
લખનૌ |
3168 |
યુપી પોલીસ મુખ્યાલયમાં એક ખાસ કંટ્રોલ રૂમ સ્થાપિત, હેલ્પલાઇન નંબર જાહેર
નેપાળમાં આ અસ્થિરતાની અસર હવે ઉત્તર પ્રદેશના સરહદી જિલ્લાઓમાં જોવા મળી રહી છે. નેપાળની સરહદે આવેલા બહરાઇચ, શ્રાવસ્તી, લખીમપુર અને મહારાજગંજને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નેપાળની સરહદે આવેલા જિલ્લાઓ વેપાર, અભ્યાસ અને દૈનિક અવરજવરને કારણે હંમેશા સંવેદનશીલ રહ્યા છે. આ જ કારણ છે કે ઉત્તર પ્રદેશ સરકારે ત્વરીત પગલાં લીધા છે અને નેપાળ સરહદ પર સુરક્ષા વધુ કડક કરી છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના પોલીસ મહાનિર્દેશક રાજીવ કૃષ્ણાને નેપાળ સાથેની સરહદ પર 24 કલાક પોલીસને એલર્ટ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ સાથે સરહદી જિલ્લાઓમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે, સરહદી ચોકીઓ મજબૂત કરવામાં આવી છે અને સુરક્ષા એજન્સીઓને દરેક નાની-મોટી માહિતી પર સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે.
સરહદી વિસ્તારોમાં તૈનાત સૈનિકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક કાર્યવાહી કરે આ માટે, ક્વિક રિએક્શન ટીમ સક્રિય કરવામાં આવી છે. આ ઉપરાંત, ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી દરેક પ્રવૃત્તિ પર નજર રાખી શકાય.
નેપાળમાં ચાલી રહેલા અશાંતિને કારણે, મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ફસાયા છે. જેમાં વેપારીઓ, વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ અને પ્રવાસીઓનો સમાવેશ થાય છે. તેમની સલામતી અને પરત ફરવા માટે લખનૌમાં યુપી પોલીસ મુખ્યાલયમાં એક ખાસ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે.