સિનેમા સમાચાર

 • સિનેમા

  ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝનાં દિગ્ગજ કલાકાર હસમુખ ભાવસારનું નિધન

  અમદાવાદ-ગુજરાતી અભિનય જગતથી દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના જાણીતા દિગ્ગજ કલાકાર અને એક ડાળના પંખી જેવી પ્રસિદ્ધ ગુજરાતી સિરિયલોમાં કામ કરનાર કલાકાર હસમુખ ભાવસારનું નિધન થયું છે. હસમુખ ભાવસારનું નિધન થતા સમગ્ર ઇન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજું ફરીવળ્યું છે. આપને જણાવી દઈએ કે, હસમુખ ભાવસારે અનેક ગુજરાતી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. એક ડાળના પંખી તેમજ ભલા ભુસાના ભેદભરમ જેવી સિરિયલોમાં કામ કર્યું હતું. આ સિવાય તેમને છેલ્લી સિરિયલ 'મામાનું ઘર કેટલે'માં પણ કામ કર્યું છે.તેઓ તેમના ઘેઘૂર અવાજ માટે જાણીતા હતા. તેઓએ અનેક ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા હતા.
  વધુ વાંચો
 • સિનેમા

  શાહરૂખે પોતાની ટીમ KKRનું ફેન એન્થમ ગીત રજૂ કર્યું,દેખાયો નવા લૂકમાં

  મુંબઇ બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન બે વર્ષ પછી રૂપેરી પડદે પાછા ફર્યા છે. શાહરૂખ ખાને પોતાની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સનું ફેન એન્થમ ગીત રજૂ કર્યું છે. કેકેઆરના આ એથંમ (KKR Theme Song 2020)માં પણ શાહરૂખ ખાન નજરે પડી રહ્યા છે. આ દ્વારા શાહરૂખ ખાને પોતાના ફેન્સને એક નાનકડી ટ્રીટ આપી છે. જો કે શાહરૂખના ફેન્સ હવે તેના આવનારા પ્રોજેક્ટની જાહેરાતની રાહ જોઇ રહ્યા છે. 2 વર્ષ પછી મોટા પડદા પર શાહરૂખ ખાનનો નવો લૂક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છેગીતનું ટાઇટલ લાફાઓ (Laphao) ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યું છે, જેનો અર્થ બંગાળી ભાષામાં કૂદકો લગાવવા એમ થાય છે. મેચ દરમિયાન, ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે તેમણે આવી કેપ પણ પહેરી હતી. ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શાહરૂખ ખાન પોતાના નવો લૂક અને હેરસ્ટાઇલને છુપાવવા માટે હૂડ અને કેપ પહેરી રાખે છે. કદાચ પોતાની નવી હેરસ્ટાઇલ છુપાવવા માટે શાહરૂખ ખાન દુબઈમાં મેચમાં પણ કેપ પહેરેલો જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે કિંગ ખાને તેની આગામી ફિલ્મ માટે આ નવો લૂક કર્યો છે. જો કે, તસવીરો સાફ સામે નથી આવી રહી. હવે પહેલીવાર શાહરૂખની સંપૂર્ણ ઝલક આ ગીતમાં જોવા મળી છે.  એવા સમાચાર પણ આવ્યા છે કે શાહરૂખ ખાન નવેમ્બરથી તેની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છે. જોકે શાહરૂખે હજી તેના આગામી પ્રોજેક્ટ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તે ટૂંક સમયમાં સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'પઠાણ'માં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત અભિનેત્રી દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ નજરે પડશે.
  વધુ વાંચો
 • સિનેમા

  રશ્મિ દેસાઇના દુર્ગા લૂક જોઇને ફેન્સ થયા ઘાયલ,લાલ સાડીમાં દેખાઇ આર્કષક

  મુંબઇ બિગ બોસ 13 પછી ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઇ સતત ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં અનેક લોકો તેની સુંદરતાના કાયલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયામાં હાલ રશ્મિ ખૂબ જ એક્ટિવ છે અને સમાચારોમાં પણ તે તેની નીતનવી તસવીરોના કારણે ચર્ચામાં છે. હાલ નવરાત્રી અને દુર્ગા પૂજા જેવા તહેવારોની સમય ચાલી રહ્યો છે. ત્યારે અનેક સેલેબ્રિટી ફેસ્ટિવલ લૂક પણ શેર કરી રહ્યા છે. તેવામાં નવરાત્રી અને દુર્ગાપૂજાને લઇને રશ્મિએ બોંગ અવતારમાં ફોટો પડાવ્યા હતા. જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યા હતા. લાલ બંગડી, સિંદૂર અને ડાર્ક લાલ લિપસ્ટિકવાળી સાથે લાલ રંગની સાડીમાં રશ્મિ દેસાઇની આ તસવીરો લોકોને તેના દિવાના બનાવી રહી છે. વળી તેણે તેના નાકમાં મોટી નથણી પણ પહેરી છે. કેટલીક તસવીરોમાં તેણે હાથમાં ધૂનચી કે ધૂપદાની પકડેલી છે. રશ્મિની આ તસવીરો સોશિયલ મીડિયા પર તાબડતોડ વાયરલ થઈ રહી છે. રશ્મિના ચાહકોને તેની આ તસવીરો ખૂબ ગમી રહી છે. રશ્મિ દેસાઇનો આ બંગાળી દુર્ગા પૂજાવાળો લૂક લોકોને ખૂબ જ ગમી રહ્યો છે. બીગ બોસ પછી રશ્મિના સોશિયલ મીડિયામાં ફેન ફોલોઇંગ પણ વધ્યું છે.
  વધુ વાંચો
 • સિનેમા

  ડ્રગ્સ કેસ : વધુ એક અભિનેતાનું નામ આવ્યુ સામે,NCBએ ધરપકડ  માટે સર્ચ ઓપરેશન કર્યું શરૂ 

  મુંબઇસુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સ એંગલ સામે આવ્યો છે અને ત્યારથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આ કેસની તપાસ કરે છે. થોડાં સમય પહેલા જ અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલાના ભાઈ અગિસિલાઓસ તથા ડિરેક્ટર સાહિલ કોહલીની પૂછપરછમાં એક એક્ટરનું નામ સામે આવ્યું છે. NCBએ એક્ટરની ધરપકડ કરવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. NCBના રડાર પર આ એક્ટર છે. તેણે ડ્રગ્સની ખરીદી તથા ડ્રગ્સ લીધું હોવાનું માનવામાં આવે છે. NCBના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એક્ટરને એજન્સીએ સમન્સ પાઠવી દીધું છે. જોકે, NCBએ હજી સુધી તે એક્ટરના નામની ચોખવટ કરી નથી. NCBના અધિકારીઓ મુંબઈના રહેણાંક વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. NCBના અધિકારીઓ સુશાંત સિંહ રાજપૂત કેસ હેઠળ આની તપાસ કરી રહ્યા છે. આ કેસમાં રિયા ચક્રવર્તીને મુખ્ય આરોપી બનાવવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં થોડાં દિવસ પહેલા અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલાના 30 વર્ષીય ભાઈ અગિસિલાઓસની NCBએ ધરપકડ કરી હતી. તે હજી પણ NCBની કસ્ટડીમાં છે. તેની પર અનેક ડ્રગ્સ પેડલર્સ સાથે સંબંધો હોવાનો આક્ષેપ છે. NCBને શંકા છે કે અગિસિલાઓસ ડ્રગ્સ ચેન ચલાવતો હતો અને તે હેઠળ તે સિન્થેટિક ડ્રગ્સને સાઉથ ઈસ્ટ એશિયા તથા આફ્રિકામાં ઓપરેટ કરતાં લોકોને એક્સપોર્ટ કરતો હતો. ઉલ્લેખનીય છે કે અગિસિલાઓસ મૂળ આફ્રિકાનો છે. NCBના અધિકારીઓને અગિસિલાઓસ પાસેથી હશીષ તથા એલ્પ્રાઝોલમની ટેબ્લેટ્સ મળી આવી હતી. થોડાં દિવસો પહેલા જ NCBએ પ્રોડક્શન હાઉસના કેટલાંક ફિલ્મ ડિરેક્ટર્સ તથા અધિકારીઓને સમન્સ મોકલ્યું હતું.બોલિવૂડમાં ડ્રગ્સ એંગલની તપાસમાં NCBએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ, શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી હતી.
  વધુ વાંચો