છોટા ઉદયપુર સમાચાર

 • ગુજરાત

  મધ્ય ગુજરાતના આ જીલ્લામાં  સામાન્ય વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી

  છોટાઉદ્દેપુર-છોટાઉદેપુર જિલ્લો મધ્ય પ્રદેશના અડીને આવેલા આદિવાસી જિલ્લો છે અહીં ગરીબ આદિવાસી લોકો ખેતી કરીને જીવન ગુજરાત ચલાવે છે હાલ ચોમાસાની સીઝન ચાલતી હોય ચાલુ વર્ષે વરસાદની અછત વર્તાઇ છે એના લીધે ગરીબ ખેડૂત બિયારણ ખાતર મોંઘા ભાવનું લાવતા હોય છે. આવા સંજોગોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા ભરાઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને આ વરસાદ જિલ્લામાં મોટા ભાગમાં થતા ખેડૂતોનું જ મોંઘું બિયારણ છે જે બિયારણ નુકસાન થતાં અટકી જવા પામ્યું હતું હાલ છોટાઉદેપુર જિલ્લામાં મુખ્યત્વે કપાસ તુવર ડાંગર મકાઈ નો મુખ્ય પાક ખેડૂતો દ્વારા કરવામાં આવે છે આ પાકને સામાન્ય વરસાદ થતા ખેતીમાં જીવતદાન મળી ગયું છે હાલવરસાદ થતા ખેડૂતો ખેતીકામમાં જોતરાયા હતા. જીલ્લામાં સામાન્ય વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
  વધુ વાંચો
 • ગુજરાત

  છોટાઉદેપુરના છુછાપરા ગામ નજીક અકસ્માત,કારનો કુચ્ચો વળી ગયો,4નાં મોત

  છોટાઉદેપુર-હાલ કુદરતી આફત ઓછી હોય તેવામાં અકસ્માતનાં સમાચાર સૌને વિચલિત કરી દે છે...મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યા આસપાસ એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.વાત છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીકની છે.જ્યાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતને પગલે આસપાસથી સ્થાનિકો દોડી આવ્યા હતા, જેમણે બચાવ કામગીરી હાથ ધરી હતી તથા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.છોટાઉદેપુરના છુછાપુરા પાસે સર્જાયેલા અકસ્માતમાં કારના બોનેટના ભાગે ભારે નુકસાન થયું હતું. આગળનો ભાગ કચડાઈ ગયો હતો, જેથી કારમાં સવાર મૃતકોના મૃતદેહો કાઢવા માટે દરવાજા તોડવાની ફરજ પડી હતી. દરવાજા તોડીને સ્થાનિકોએ મૃતદેહો બહાર કાઢ્યા હતા, સાથે જ રાહત કામગીરી માટે તથા કારને દૂર ખસેડવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી.મધ્યપ્રદેશ પાસિંગની (એમપી 10 સીએ 6938) હ્યુન્ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા કારનો મધરાતે એક્સિડન્ટ સર્જાયો હતો, જેમાં મૃતકોમાં મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના આ તમામ મૃતકો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે ઘટનાસ્થળે વધુ તપાસ હાથ ધરી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  પાવી જેતપુર ઓરસંગ નદીમાંથી ત્રણ દીવસથી ગુમ થયેલ યુવાનની લાશ મળી

  પાવી જેતપુરપાવી જેતપુર તાલુકાના હીરપરી ગામનો ત્રણ દીવસથી ગુમ થયેલો યુવાનની ઓરસંગ નદીના પૂલ નીચેથી લાશ મળી આવી છે.પ્રાપ્ત માહીતી અનુસાર પાવી જેતપુર તાલુકાના હીરપરી ગામનો યુવાન અશ્વિન રાઠવા સાસરીમા સામાજિક પ્રસંગમાં જવાનું કહીને નીકળ્યો હતો, નદીના પુલ ઉપરથી જવાના બદલે નદીના રસ્તે ગયો હતો પરંતુ સાંજ સુધી ત્યાં ન પહોચતા ઘરવાળાઓ ચિંતામાં મુકાઇ ગયા હતા. છેલ્લા ત્રણ દીવસથી ગુમ થઈ ગયો. ગઇકાલે સાંજે પાવી જેતપુર ગામના એક આગેવાન નદીના પુલ ઉપર રોજિંદા ક્રમાનુસાર ફરવા ગયા ત્યારે પુલના પીલ્લર પાસે લાશ જોતાં પોલીસને જાણ કરી હતી.પાવી જેતપુર પોલીસે ઘટના સ્થળે પહોચી લાશનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ માટે મોકલી જાણવાજોગ ફરીયાદ દાખલ કરી હતી.જોકે હિરપરી ગામનો યુવક ગુમ થયા અંગે કોઈ માહિતી, અરજી કે ફરિયાદ પાવી જેતપુર પોલીસને કરવામાં ન આવી હોવાનું પી.એસ.આઈ.એ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
  વધુ વાંચો
 • ગુજરાત

  છોટા ઉદેપુરમાં પ્રેમ કરવા બદલ તાલીબાની સજા,યુવક-યુવતીને ઝાડ સાથે બાંધીને માર માર્યો

  છોટા ઉદેપુર આજે સમગ્ર દેશમાં ગુજરાત એક મોડેલ છે..પરંતુ ગુજરાતના આદિવાસી વિસ્તાર એવા છોટા ઉદેપુરમાં એવા તાલીબાની કિસ્સા સામે આવે છે કે લોકો વિચારતા થઇ જાય છે...હાલમાં જ એક યુવક-યુવતીને માર મારતાનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં રાજ્યનાં મુખ્યમંત્રીએ નોંધ લીધી હતી.પરંતુ ફરી જ એવી ઘટના સામે આવી છે.તમે જોઇને ચોંકી જશો...એક વિડીયો વાયરલ થયો છે.જેમાં એક યુવતી અને યુવકને ઝાડ સાથે બાંધીને માર મારી રહ્યા છે.યુવતીને પ્રેમ કરવા બદલ આ તાલીબાની સજા મળી રહી છે.એક યુવાન અને એક યુવતીને ઝાડ સાથે નિર્દયતાથી બાંધીને માર મારવાનો વીડિયો વાયરલ થયો છે.આદિજાતિ વિસ્તારોમાં તાલિબાન દ્વારા આવી સજાની ઘટનાઓમાં વધારો થયો છે.એકલા છેલ્લા એક મહિનામાં આદિવાસી વિસ્તારોમાં ત્રણથી ચાર કેસ નોંધાયા છે.જો કે છોટા ઉદેપુર જિલ્લા પોલીસે અત્યાચાર કરનારા 9 લોકો સામે ગુનો નોંધ્યો છે.
  વધુ વાંચો