રમત ગમત સમાચાર

 • રમત ગમત

  રમતોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન

  ઈંગ્લેન્ડમાં પ્રોજેક્ટ રી-સ્ટાર્ટ અંતર્ગત પ્રીમિયર લીગ 17 જૂનથી શરૂ થઈ છે. જેમાં ખેલાડીઓને તમામ નિયમ જણાવાયા હતા. તેમ છતાં વોટર બ્રેક અને ગોલ સેલિબ્રેશન દરમિયાન ખેલાડીઓ નિયમનું પાલન કરતા જોવા મળ્યા નથી. લીગના આયોજકોને પહેલા જ કહી દેવાયું છે કે અનાવશ્યક સંપર્ક ઓછો કરો. હવે પ્રીમિયર લીગનીતમામ 20 ક્લબોને સરકારે ચેતવણી આપી છે કે, ખેલાડી અને કોચ વોટર બ્રેક અને ગોલની ઉજવણી કરતા સમયે નિયમોનું પાલન નથી કરી રહ્યા.  હંગરી ગ્રાંપ્રી ફોર્મ્યુલા-1 રેસ રવિવારે યોજાવાની છે. ત્યાંની સરકારે ફોર્મ્યુલા વન ડ્રાઈવર અને ટીમોને આદેશ આપ્યો છે કે, તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું સખતાઈથી પાલન કરે. જો તેઓ આમ કરતા નથી તો જેલની સજા થઈ શકે છે. સાથે જ રૂ.13 લાખનો દંડ થઈ શકે છે.ઈંગ્લેન્ડ-વિન્ડીઝ પ્રથમ ટેસ્ટમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયું નથી. વિન્ડીઝ ટીમના કેપ્ટન જેસન હોલ્ટરે જ્યારે પણ ડીઆરએસનો ઉપયોગ કર્યો, ટીમના ખેલાડી સાથે ઊભેલા દેખાયા હતા, હાઈ-ફાઈવ કરતા રહ્યા અને એક-બીજાની પીઠ થાબડતા રહ્યા. જ્યારે કે, આઈસીસીએ ગાઈડલાઈનમાં કહ્યું હતું કે, ખેલાડી અને અમ્પાયર દરેક સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. ખેલાડી ટ્રેનિંગ દરમિયાન પણ એક-બીજાથી દોઢ મીટરનું અંતર જાળવે.  
  વધુ વાંચો
 • રમત ગમત

  ઇંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર સિટી પર બે વર્ષનો પ્રતિબંધ હટાવાયો 

  કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) એ માન્ચેસ્ટર સિટીનો બે વર્ષનો પ્રતિબંધ હટાવ્યો છે. હવે ટીમ યુરોપિયન ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરી શકે છે. CASએ જોકે ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ પર 85 કરોડનો દંડ લાદવાનો નિર્ણય લીધો છે. સિટી પર 2012થી 2016 વચ્ચે નાણાકીય ફેર પ્લેના નિયમોનું ઉલ્લંઘન કરવા યુરોપિયન ફૂટબોલ એસોસિએશન દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્લબે કોર્ટમાં અપીલ કરી હતી. પ્રતિબંધ હટાવવા આવતા સિટી 2020-21માં ચેમ્પિયન્સ લીગમાં રમી શકશે. EPLની વર્તમાન સીઝનમાં ટીમ બીજા સ્થાને છે. ચેમ્પિયન્સ લીગની વર્તમાન સીઝનમાં રાઉન્ડ-16ના બીજા લેગમાં સિટી પોતાના હોમ ગ્રાઉન્ડ પર 7 ઓગસ્ટના રોજ રિયલ મેડ્રિડ સામે રમશે. CASએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે માન્ચેસ્ટર સિટી ક્લબ સામેના આરોપો સાબિત થયા નથી. તપાસમાં સહકાર ન આપવાનો આરોપ ગંભીર માનવામાં આવ્યો હતો, પરંતુ આ કારણોસર ક્લબ પર બે વર્ષનો પ્રતિબંધ યોગ્ય નથી.
  વધુ વાંચો
 • રમત ગમત

   ક્રિકેટર અને યુપીના કેબીનેટ પ્રધાન ચેતન ચૌહાણ કોરોના પોઝિટિવ

  દેશભરમાં કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હવે સમાચાર આવી રહ્યા છે કે સાબિક હિન્દુસ્તાની ક્રિકેટર અને તાજેતરમાં યુપી સરકારના કેબિનેટનું પદ સંભાળી ચૂકેલા ચેબક ચૌહાણ (ચેતન ચૌહાણ) કોરોના સકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ તેમના પરિવારના સભ્યોની કોવિડ ટેસ્ટ માટે નમૂના લેવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે ચેતન ચૌહાણ પહેલા ઉત્તર પ્રદેશ સરકારના અન્ય બે વજીરો પણ કોરોનાની પકડમાં આવી ગયા છે. તાજેતરમાં જ આયુષ પ્રધાન ધરમ સિંહ સૈની પણ ઉત્તર પ્રદેશ સરકારમાં કોરોના પોઝિટિવ મળ્યાં હતાં. આ પછી તેની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી અને તેણે વાયરસને પણ હરાવી દીધો હતો. તે જ સમયે, અન્ય કેબીનેટ પ્રધાન રાજેન્દ્ર પ્રતાપ સિંહ પણ કોરોનાની પકડમાં આવી ગયા છે, જેની હાલ સારવાર કરવામાં આવી રહી છે.આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના યોગી હુકુમતે 13 જુલાઇના રોજ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમિયાન કોરોના વાયરસને હરાવવા માટે રાજ્યમાં ફરી એક વાર લોકડાઉન લગાવી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સફાઇ અને સેનિટાઈઝેશનની કામગીરી કરવામાં આવશે
  વધુ વાંચો
 • રમત ગમત

  સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ગ્રાઉન્ડમેન રસીકભાઈ મકવાણાનું નિધન

  રસીકભાઈ મકવાણાએ 1980ના દાયકાની શરૂઆતમાં આ જવાબદારીની શરૂઆત કરી હતી. રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂઆતમાં ઘણી વન-ડે ઇન્ટરનેશનલ મેચો રમાઈ છે તો ત્યાર બાદ નવા બંધાયેલા એસસીએ સ્ટેડિયમ ખાતે પણ ટેસ્ટ, વન-ડે અને ટી20 ઉપરાંત સેંક઼ો ફર્સ્ટ ક્લાસ મેચો રમાઈચૂકી છે. છેલ્લે રાજકોટમાં રણજી ટ્રોફીની ફાઇનલ મેચ રમાઈ હતી જે જીતીને સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીમાં પહેલી વાર ચેમ્પિયન બની હતી.આ તમામ મેચમાં વિકેટ બનાવવાની જવાબદારી રસીકભાઈને સોપવામાં આવતી હતી. છેલ્લા ઘણા દાયકાઓથી રાજકોટમાં કોઈ પણ ફર્સ્ટ ક્લાસ મેચ કે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાય તો તે માટેની પિચ તૈયાર કરવાની જવાબદારી રસીકભાઈ મકવાણાને સોંપવામાં આવતી હતી. કસીકભાઈનું સોમવારે સવારે નિધન થયું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન અને તેના સર્વેસર્વા નિરંજનભાઈ શાહે તેમને અંજલિ અર્પણ કરી હતી.  રસીકભાઈ બીસીસીઆઈ દ્વારા મેચ ક્યુરેટર માટે યોજાતા વિવિધ સેમિનારમાં પણ ભાગ લેતા રહ્યા હતા અને તેઓ પિચ વિશે ઉંડુ જ્ઞાન ધરાવતા હતા. રસીકભાઈનો પુત્ર કમલેશ મકવાણા સૌરાષ્ટ્રનો મહત્વનો બોલર છે. તેણે રણજી ટ્રોફીમાં 200 કરતાં વધારે વિકેટો પણ લીઘેલી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટની પ્રગતિના રસીકભાઈ જીવંત સાક્ષી રહ્યા હતા. 
  વધુ વાંચો