સુરેન્દ્રનગર સમાચાર

 • ગુજરાત

  લિંબડી સબજેલમાં 39 કેદી 1 પોલીસને કોરોના ખોઝીટીવ, પોલીસ બેડામાં ચકચાર

  સુરેન્દ્રનગર-લીંબડીમાં 35 કેદીની ક્ષમતા ધરાવતી સબ જેલમાં 52 ઠુસ્યા છે. જેમાંથી 39 કેદી અને 1 કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની માહિતી આપવા ના.કલેકટર, મામલતદાર અને આરોગ્ય અધિકારીએ મૌન રાખ્યું હતું. ત્યારે લીંમડી સબજેલમાં એકસાથે અને એક જ દિવસમાં 39 કેદીઓને કોરોનાવાયરસ ના પોઝિટિવ લક્ષણો દેખાતા હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લા ની લીમડી સબજેલ માં 39 આરોપીઓ કોરોના સંક્રમિત ઉપરાંત જેલ માં ફરજ બજાવનાર પોલીસ કોન્સ્ટેબલનો રિપોર્ટ પણ કોરોના પોઝીટીવ આવ્યો 35ની ક્ષમતાવાળી લીંબડી સબજેલમાં 52માંથી 39 કેદી, 1 કોન્સ્ટેબલને કોરોના સંક્રમિત થયો છે. ત્યારે જીલ્લામાં 24 કલાકમાં 61 નવા કોરોના ના પોઝીટીવ કેસો નોંધાયા હતાં. જિલ્લામાં  કોરોનાના 61 કેસ સામે આવ્યા છે. જેમાં લીંબડી જેલમાં 40, થાનમાં 18 અને ધ્રાંગધ્રામાં 3 કેસ નોંધાયા છે. 
  વધુ વાંચો
 • ગુજરાત

  સુરેન્દ્રનગર: ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં ભોગાવો નદીમાં પૂર, બ્રિજ પર પાણી ફરી વળતાં માર્ગો બંધ

  સુરેન્દ્રનગર- સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં 2 ઇંચથી લઇને 7 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેને કારણે આખો જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં ભોગાવો નદીમાં પૂર આવ્યા છે. ભોગાવો નદીમાં પૂર આવતાં સુરેન્દ્રનગર શહેરના અનેક કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેને કારણે આ કોઝવે પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. જીલ્લા પંચાયતથી સર્કીટ હાઉસ, રાજથી રતનપર , જોરાવરનગર કોઝવે તરફનો રોડ, આટૅસ કોલેજથી જોરાવરનગર તરફનો રોડ બંધ અને જીઆઈડીસીથી વઢવાણ તરફનો રોડ બંધ થઈ ગયો છે. જેને કારણે સ્થાનિકોને અવર-જવરમાં તકલીફ પડી રહી છે.  સુરેન્દ્રનગર જિલ્લામાં ગત 24 કલાકમાં બે ઇંચતી 7 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેને કારણે આખા જિલ્લામાં પાણી પાણી થઈ ગયું છે. લખતર તાલુકામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં 7 ઇંચ, થાનગઢમાં પોણા સાત ઇંચ, 6.3 ઇંચ, સાયલામાં 4.5 ઇંચ, ધ્રાંગધ્રા, 4 ઇંચ, લીંબડીમાં પોણા ચાર ઇંચ, ચોટીલામાં સાડા 3 ઇંચ, દસાડામાં 2.5 ઇંચ, ચુડામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
  વધુ વાંચો
 • ગુજરાત

  સુરેન્દ્રનગર જિલ્લાના ભારે વરસાદ મોટા ભાગના ગામ બન્યા સંપર્ક વિહોણાં

  સુરેન્દ્રનગર- લખતરના ઢાંકી ગામે જવાના તમામ રસ્તા પૂરના પાણીમાં ડૂબી જતા ઢાંકી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. વરસાદને કારણે પાણી ફરી વળ્યા છે. લખતર તાલુકાના ઢાંકી ગામ ફરતા ઉમઇ નદીના પૂરના પાણી ફરી વળતા ઢાંકી ગામ સંપર્ક વિહોણું બની ગયું છે, ત્યારે લીલાપુર અને છારદ ગામ તરફથી ઢાંકી આવવાના રસ્તે ઉમઇ નદીના પાણી ફરતા તમામ રસ્તા બંધ થઈ ગયા છે. ગામ સંપર્ક વિહોણું થઈ ગયું હોય સરકારી તંત્ર દ્વારા યોગ્ય પગલા લઈ સહાય કરાય તે અત્યંત જરૂરી છે. ભારે વરસાદને પગલે લખતર તાલુકાનું કારેલા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સુરેન્દ્રનગરના લખતરમાં 8 ઇંચ જેટલો વરસાદ તૂટી પડતાં તાલુકો પાણી-પાણી થઈ ગયો છે. કારેલા ગામ જવાના કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તા બંધ થયા છે. વઢવાણ પાસે આવેલા વરસાણી ગામ બેટમાં ફેરવાયું છે. વરસાણી ગામ પાસે કોઝવે પર પાણી આવ્યું છે. ગામની આસપાસ પણ પાણી ભરાયાં છે. લીંબડી લખતર સ્ટેટ હાઈવે પર તાવી નજીક પાણી ભરાયા છે. હાઈવે પર આવેલ કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું છે. વરસાદ બંધ થવા છતાં પાણી નથી ઓસરી રહ્યા. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, બ્રીજ ન હોવાને કારણે પાણી ભરાઈ રહ્યા છે. તાવી આસપાસ ખેતરો પણ બેટમા ફેરવાયા છે. કપાસ,એરંડા , તલ સહીતના પાકને નુકશાન થયું છે. 20થી વધુ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. લખતર અને વઢવાણમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે ગામને જોડતુ કાચુ નાળુ તૂટ્યુ છે. ગ્રામજનોને અવર જવરમાં પરેશાની થઈ રહી છે. લખતરના તલસાણા ગામે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે. જેના કારણે ગામમાં પ્રવેશવાનો માર્ગ બંધ થઈ ગયો છે. ઉમઈ નદી બે કાંઠે વહી રહી છે. લખતરનું તલસાણા ગામ બેટમા ફેરવાયું છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, ધરતીપુત્રોમાં ખુશી

  સુરેન્દ્રનગર- ગુજરાતમાં 4 દિવસની વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના લખતર, ધ્રાંગધ્રા, મુળી, લીંબડી, સાયલા, પાટડી સહિતના તાલુકાઓમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશી છવાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદના આકડાં મુજબ દસાડા- 26 મી.મી, વઢવાણ -18 મી.મી., મુળી 07 મી.મી, લીંબડી -13, મી.મી.ચુડા-13 મી.મી, થાન - 20, મી.મી.ચોટીલા - 16 મી.મી.લખતર - 09 મી.મી.ધ્રાંગધ્રા - 19 મી.મી.સાયલા - 09 મી.મી. વરસાદ નોંધાયો છે.
  વધુ વાંચો