લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, નવેમ્બર 2025 |
ઈસ્લામાબાદ |
21879
પગાર નહી મળતા એન્જિનિયર્સે વિમાનોનું ચક્કાજામ કર્યું
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ ગંભીર સંકટમાં આવી છે, કારણ કે એરક્રાફ્ટ એન્જિનિયર્સે ફ્લાઇટ્સ માટે 'એરવર્દીનેસ ક્લિયરન્સ આપવાનું બંધ કરી દેતા પાકિસ્તાનમાં એરલાઇનની ઉડાન સંપૂર્ણપણે થંભી ગઈ છે. સોમવાર રાત્રે 8 વાગ્યા પછી કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રવાના થઈ નથી. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ, અત્યાર સુધીમાં 12 જેટલી નિર્ધારિત ઉડાન પ્રભાવિત થઈ છે અને ઉમરાહ યાત્રીઓ સહિત સેંકડો મુસાફરો ઇસ્લામાબાદ, કરાચી અને લાહોર જેવા મુખ્ય એરપોર્ટ્સ પર ફસાયેલા છે.
સોસાયટી ઓફ એરક્રાફ્ટ એન્જિનિયર્સ ઓફ પાકિસ્તાન એ જાહેરાત કરી છે કે જ્યાં સુધી એરલાઇન CEO પોતાનું વલણ નહીં બદલે, ત્યાં સુધી તેમના સભ્યો કામ પર પરત નહીં ફરે, યુનિયનનો આરોપ છે કે મેનેજમેન્ટ બે મહિનાથી તેમની ફરિયાદોને અવગણી રહ્યું છે. એન્જિનિયર્સને છેલ્લા આઠ વર્ષથી પગાર વધારો મળ્યો નથી અને તેમના પર સ્પેરપાર્ટ્સની ભારે અછત હોવા છતાં ફ્લાઇટ્સને ક્લિયર કરવા માટે દબાણ કરાઈ રહ્યંન છે. યુનિયને સ્પષ્ટ કર્યું કે, 'મુસાફરોની જિંદગી જોખમમાં મૂકીને મેનેજમેન્ટના આદેશોનું પાલન કરવું શક્ય નથી.
બીજી તરફ, PIAના સીઇઓએ આ હડતાળને ગેરકાયદેસર જાહેર કરી છે અને સ્પષ્ટ કર્યું કે તે પાકિસ્તાન એસેન્શિયલ સર્વિસેઝ એક્ટ 1952નું ઉલ્લંઘન છે. તેમણે આરોપ લગાવ્યો કે હડતાળનો મુખ્ય હેતુ એરલાઇનની ચાલી રહેલી ખાનગીકરણની પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાનો છે.