રાષ્ટ્રીય સમાચાર

 • રાષ્ટ્રીય

  કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ડખ્ખા, એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટઃ કેરળ કોંગ્રેસમાં ભડકો

  તિરુવનંતપુરમ્‌-કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ડખ્ખા શાંત થવાનું નામ નથી લેતા. રાજસ્થાન અને પંજાબ બાદ હવે પાર્ટી દક્ષિણ મોર્ચા પર પણ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. કેરલ કોંગ્રેસના એક વર્ગનું કહેવુ છે કે, હાઈકમાન તરફથી તેમને નજરઅંદાજ અને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે. ૨ મેના રોજ કેરલ વિધાન પરિષદની ચૂંટણીમાં પરિણામ જાહેર થયા અને કોંગ્રેસ પાર્ટીએ ભૂંડી હારનો સામનો કરવો પડ્યો. ત્યાર બાદ પાર્ટી હાઈકમાને એક્શન લેતા પ્રદેશ અધ્યક્ષ એ. રામચંગ્રન ઉપરાંત વિપક્ષના નેતા રમેશ ચેન્નિથલાને પદ પરથી હટાવી દીધા હતા.હાઈકમાનની એક્શન બાદ રમેશ ચેન્નિથલાના સમર્થકો ભડકી ગયા અને હવે તેમણે આરોપ લગાવ્યો છે કે, ભલે તેમને પદ પરથી હટાવી દેવામાં આવે, પણ વિદાય સન્માનજનક નથી રહી. સમર્થકોનું કહેવુ છે કે, તેમને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવા માટે એપોઈંટમેન્ટ પણ નથી મળતી. કેરલમાં શરૂ થયેલા આ રાજકીય સંકટ બાદ કોંગ્રેસ પ્રભારી તારિક અનવરે રાજ્યના ધારાસભ્યો, સાંસદો અને સંગઠન નેતાઓ સાથે વાતચીત કરી છે. જણાવી દઈએ કે, કેરલમાં ચેન્નીથલાની જગ્યા પર વીડી સતીશનને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. જ્યારે કે. સુધાકરણને પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપવામાં આવી છે.
  વધુ વાંચો
 • રાષ્ટ્રીય

  પીએમ મોદી વિવાટેક પરિષદના મુખ્ય અતિથી બનશે, આવતીકાલે કરશે સંબોધન

  દિલ્હી- વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સાંજે 4 વાગ્યે વિવાટેક સંમેલનની પાંચમી આવૃત્તિને મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરશે. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) એ મંગળવારે એક નિવેદનમાં આ માહિતી આપી. પીએમઓએ કહ્યું કે, વડા પ્રધાન આ પરિષદમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લેશે. આ સંમેલન 16 થી 19 જૂન દરમિયાન યોજાવાની છે.ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, સ્પેનિશ વડા પ્રધાન પેડ્રો સાંચેઝ અને યુરોપના વિવિધ દેશોના પ્રધાનો અને સંસદસભ્યો પણ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓમાં છે. આ કાર્યક્રમમાં એપલના સીઇઓ ટિમ કૂક, ફેસબુકના પ્રમુખ અને સીઇઓ માર્ક ઝકરબર્ગ અને માઇક્રોસના પ્રમુખ બ્રાડ સ્મિથ, કોર્પોરેટ જગતના અન્ય લોકો પણ ઉપસ્થિત રહેશે. યુરોપની સૌથી મોટી ડિજિટલ અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ વિવાટેક 2016 થી દર વર્ષે પેરિસમાં યોજાઇ રહી છે. જાહેરાત અને માર્કેટિંગ જગતની અગ્રણી કંપની પબ્લિસિસ ગ્રુપ અને અગ્રણી ફ્રેન્ચ મીડિયા જૂથ લેસ ઇકોઝ દ્વારા સંયુક્ત રીતે તેનું આયોજન કરવામાં આવ્યું છે.
  વધુ વાંચો
 • રાષ્ટ્રીય

  ભારતીય સેના માં નેપાળી મહિલાઓ ની ભરતી પ્રક્રિયા શરુ કરાઈ

  દિલ્હી- ભારતીય સેનાએ આર્મી પોલીસમાં નેપાળી મહિલાઓની ભરતી હાથ ધરી છે. આ ઘોષણા એવા સમયે કરવામાં આવી છે, જ્યારે નેપાળી યુવાનોને સેનામાંથી હાંકી કાઢવાની માંગ કરવામાં આવી રહી છે. સૈન્ય વતી કહેવામાં આવ્યું છે કે તેઓ નેપાળી લોકોની ભરતી ચાલુ રાખવા માંગે છે જેથી નેપાળી નાગરિકો સેનાના ક્ષેત્રમાં વિસ્તરણ મેળવી શકે. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, લાયક છોકરીઓ આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. ધારાધોરણ મુજબ, ફક્ત તે 10 મી પાસ છોકરીઓ જ અરજી કરી શકે છે, જેમની ઉંમર 16 થી 21 વર્ષ છે એટલે કે તેમનો જન્મ 01 ઓક્ટોબર 2000 થી 01 એપ્રિલ 2004 ની વચ્ચે થયો હોવો જોઈએ. તેમજ લંબાઈ 152 સે.મી.હોવી જરૂરી છે. અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ છે. વીર નારીઓ ની વયમર્યાદા 30 વર્ષ છે. જેઓ આ માપદંડને પૂર્ણ કરે છે તેમને વધુ પસંદગી પ્રક્રિયા માટે અંબાલા, લખનઉ, જબલપુર, પુના, બેગગામ અને શિલોંગ મોકલવામાં આવશે.ભારતીય સેનાના કર્મચારીઓ, વીર નારીઓ અથવા જેમના પિતાની ફરજ દરમિયાન અવસાન થયું છે, તેમની દીકરીઓ ને લેખિત પરીક્ષામાં 20 ગ્રેસ ગુણ આપવામાં આવશે. નોંધનીય છે કે,નેપાળ અને ભારત વચ્ચેની સંધિ મુજબ ભારતીય સેનામાં એક અલગ ગોરખા રેજિમેન્ટ છે.જેમાં 32 હજારથી વધુ નેપાળી નાગરિકો કાર્યરત છે.
  વધુ વાંચો
 • રાષ્ટ્રીય

  LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટાવતા ચિરાગ પાસવાને પાંચ સાંસદોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

  દિલ્હી-લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી ચિરાગ પાસવાનને હટાવવામાં આવ્યા છે. ચિરાગને હટાવ્યા બાદ સૂરજ ભાન સિંહને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીએ સૂરજ ભાનસિંહને રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક માટે ચૂંટણી યોજવાનો હવાલો પણ આપ્યો છે. બીજી તરફ, ગુસ્સે ભરાયેલા ચિરાગના સમર્થકોએ લોક જનશક્તિ પાર્ટીની ઓફિસમાં ઘૂસીને સાંસદ પશુપતિ પારસનું મોં કાળું કરી ચિરાગ પાસવાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. બીજી તરફ, રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી તેમને હટાવવાના નિર્ણય પર, ચિરાગ પાસવાને લોક જનશક્તિ પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવી હતી અને પાંચેય બળવાખોર સાંસદોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.
  વધુ વાંચો