18, સપ્ટેમ્બર 2025
બરેલી |
2277 |
યુપી પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા, દિશાના પિતાએ યોગી આદિત્યનાથનો આભાર માન્યો
યુપીના બરેલીમાં દિશા પટનીના ઘરે ફાયરિંગ કરનાર બંને આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરાયા છે. 48 કલાકમાં જ નોઇડાની એસટીએફ અને યુપી પોલીસની સંયુક્ત ટીમ દ્વારા બંને આરોપીઓને અથ઼ડામણમાં ઠાર માર્યા છે. જે બાદ અભિનેત્રીના પિતા અને પૂર્વ ડિએસપી જગદીશ પટની અને સીએમ યોગી આદિત્યનાથનો આભાર માન્યો છે.
અભિનેત્રી દિશા પટણીના પિતાએ વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેઓ કહી તેમણે કહ્યું કે, યુપી સીએમ યોગી આદિત્યનાથએ પોતાની તરફથી તથા સમગ્ર પરિવાર તરફથી આભાર માનુ છું. જેવુ તેમણે મને કહ્યું હતું તેવુ જ આટલા ઓછા સમયમાં આરોપીઓને શોધીને આવી કડક કાર્યવાહી કરી. મે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત ચીત કરીને તેમનો આભાર માન્યો છે. તેમના નેતૃત્વમાં યુપી સરકાર અને યુપી પોલીસ ભય મુક્ત સમાજની કલ્પનાને પૂર્ણ રીતે સાકાર કરી રહી છે.
ઉલ્લેખનિય છે કે, 12 સપ્ટેમ્બરના રોજ લગભગ 3:45 વાગ્યે, બે બાઇક સવાર હુમલાખોરોએ બરેલીમાં દિશા પટનીના ઘરે લગભગ નવ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ, ગેંગે સોશિયલ મીડિયા પર જવાબદારી સ્વીકારી હતી.