કચ્છ સમાચાર

 • ટ્રાવેલ

  કચ્છનુ એક માત્ર રમણીય બીચ માંડવી

  વડોદરા-રોજીંદા જીવનથી દરેક માણસ કંટાળે છે અને પછી તે કોઇ એવી જગ્યાએ જવા માંગે છે જ્યા શાંતિ હોય જ્યા તે પોતાના પરિવાર મિત્ર સાથે સમય વિતાવી શકે. તે માટે દરીયાઇ બીચએ સૌથી આરામદાયર જગ્યા છે જ્યા તમે પોતાના પરિવાર-મિત્રો સાથે મજા માણી શકો. ગુજરાતને 1600 કિમી લાંબો દરીયા કિનારો મળ્યે છે જેના કારણે આતંરરાષ્ટ્રીય વેપાર પણ સારો ચાલે છે અને  સારા બીચ પણ આવેલા છે. તેમાનાો એક બીચ જે કચ્છનો માંડવી બીચઅરબી સમુદ્રની નજીક સ્થિત, માંડવી બીચ સંપૂર્ણ આનંદ અને શાંતિ આપનાર છે. પરંતુ, ઉછળતાં મોજા સાથે રમત સાથે, કેમ્પિંગ સાહસોની સાથે, આ બીચ કોઈપણ પ્રકારની સહેલગાહ માટે યોગ્ય છે- તે તમારા પરિવાર અથવા મિત્રો સાથે હોઇ શકે. આ બીચ પરથી સૂર્યાસ્ત જોવો જ્યારે તે પ્રકાશથી થતી સોનેરી રેતી જોવાનો પણ એક આલહાદ્ક આનાંદ છે. બીચની આજુબાજુ મજાર-એ-નૂરાની, રોહા કિલ્લો, કચ્છનો રણ, શ્રી ભદ્રેશ્વર જૈન મંદિર જોવા લાયક સ્થળો છે. માંડવી બીચ પર પહોંચવાના ઘણા રસ્તા છે જેમાં તમે ભુજથી બસ અથવા  ટ્રેન લઇ શકોવ છો અથવા તો જો તમારી પાસે કાર છે એ બેસ્ટ સવારી છે
  વધુ વાંચો
 • અન્ય

  કચ્છ: ભચાઉની ધરા 3.4ની ભુકંપના આંચકાથી ધ્રુજી

  ભુજ, ગતમાસથી એકાએક વાગડ ફોલ્ટ સક્રિય બની હોઈ આ વિસ્તારમાં કંપનોનું પ્રમાણ એકાએક ઉચકાયું છે. સતત અનુભવાઈ રહેલા આંચકાઓના લીધે લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગત સાંજે ભચાઉ નજીક કેન્દ્રબિંદુ ધરાવતો રીકટર સ્કેલ પર ૩.૪ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ ભચાઉથી ર૮ કિ.મી. દુર ભુર્ગભમાં ૧૯ કિ.મી. ઉંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતો રીકટર સ્કેલ પર ૩.૪ની તીવ્રતાનું કંપન ગત સાંજે ૭ઃર૪ કલાકે અનુભવાયું હતું. તો આજે પરોઢે ૩ઃ૪૬ કલાકે દુધઈ નજીક ૧.૪ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
  વધુ વાંચો
 • ક્રાઈમ વોચ

  કચ્છ: શાપરમાં ધાર્મિક લાગણી દુભાવતો વિડિયો વાયરલ કરનાર 2 ઝડપાયા

  કચ્છ,કેન્દ્ર સરકાર દ્વારા ચાઇનીઝ ૫૯ એપ પર પ્રતિબંધ લગાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટિકટોકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે શાપર-વેરાવળમાં ગત ર૮મીના રોજ સર્વોદય હાઉસીંગ બાજુમાં ખાદી ગ્રામ ઉઘોગ વાળી જગ્યાની બાજુમાં આવેલા શિવ મંદીરમાં બે શખ્સોએ મૂર્તિને પાટુ મારી ખંડિત કરી ટીકટોક બનાવી વિડીયો સોશ્યિલ મીડીયામા વાયરલ કરનાર બન્ને શખ્સોની શાપર પોલીસે ધરપકડ કરી હતી. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર વેરાવળમાં સર્વોદય હાઉસીંગ બાજુમાં ખાદી ગ્રામ ઉઘોગ વાળી જગ્યાએ આવેલા શિવજીના મંદિરમાં બે શખ્સોએ ટિકટોક વિડીયો બનાવવા માટે મૂર્તિને પાટુ મારી ખંડીત કરતો વીડીયો બનાવી જયેશ જીવણ ચુડાસમા અને દિનેશ ભીમા મહીડા નામના શખ્સોએ સોશ્યિલ મિડીયામાં વિડીયો વાયરલ કર્યો હતો. ધાર્મિક લાગણી દુભાતા વિડીયો વાયરલ કરનાર બન્ને શખ્સો શાપર બુઘ્ધનગરના હોવાનું જાણવા મળતા શાપર પોલીસે બન્ને વિરુઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટિકટોક એપ બંધ થયાના બે દિવસ અગાઉ જ જયેશ અને દિનેશે ધાર્મિક લાગણી દુભાવતો વિડિયો બનાવી વાયરલ કરવાનો ગુનો નોંધી બન્નેની અટકાયત કરી છે.
  વધુ વાંચો
 • અન્ય

  સૌરાષ્ટ્ર કચ્છમાં કોરોના બેકાબૂ: ૫૯ કેસ મુન્દ્રામાં વૃધ્ધાનું મોત

  રાજકોટ,કોરોનાનું સંક્રમણ હવે સ્થાનિક સ્તરે વધી રહ્યું છે. લોકોની સાવચેતીના અભાવે અને બહારના જિલ્લા અને રાજ્યમાંથી આવતા લોકોના કારણે કોરોનાના કેસમાં દિન-પ્રતિદીન વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને બે દિવસમાં કોરોનાના કેસ સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિ ઝડપથી વધતા કુલ ૫૯ પોઝિટિવ કેસ અને ૧ વૃધ્ધાનું મોત નિપજ્યાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લો સુપર સ્પ્રેડર બનતા બે દિવસમાં ૧૪ કેસ નોંધાયા છે. જયારે જૂનાગઢમાં ૧૨, કચ્છમાં ૧૦, અમરેલીમાં ૧૦, ગીર સોમનાથ જિલ્લામાં ૪, જામકંડોરણા તાલુકામાં ૪, જેતપુરમાં ૨ અને દ્વારકા જિલ્લામાં બે કેસ આવતા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનું આરોગ્ય તંત્ર ઉંધા માથે લાગ્યું છે. કેટલાંક વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરી સેનિટાઇઝર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
  વધુ વાંચો