મહેસાણા સમાચાર

 • અન્ય

  મહેસાણા જિલ્લામાં વધુ 23 પોઝિટિવ કેસ, 2નાં મોત

  મહેસાણા -મહેસાણા શહેર સહિત જિલ્લાને કોરાના વાયરસનો ભરડો સતત વધુને વધુ કસાઈ રહ્યો હોય તેમ સોમવારે પણ જિલ્લામાં શહેરી વિસ્તારમાં ૧૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬ મળીને વધુ ૨૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ઉપરાંત મહેસાણાનાં ૮૫ વર્ષિય મહિલાનું ધારપુર હોસ્પિટલમાં જ્યારે કડીના ૬૫ વર્ષિય પુરૂષનું ગાંધીનગર GMERS હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જે સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૫૩૦ થઈ ગઈ છે તો કોરોનાથી ૩૭ દર્દીઓ મોતને ભેટ્યાં છે અને ૨૯૯ દર્દીઓ કોરોનામુક્ત પણ થયાં છે. હાલમાં કુલ ૧૯૪ દર્દીઓ એક્ટિવ કેસ તરીકે સારવાર હેઠળ છે.  જિલ્લામાં સોમવારે નોંધાયેલા ૨૩ પોઝિટિવ કેસમાં મહેસાણા શહેરના ૧૦ વર્ષના એક બાળખ સહિત ૯ કેસ છે, જ્યારે મહેસાણા તાલુકાના પુનાસણનો એક યુવાન અને દેદિયાસણ જીઆઈડીસીમાં એક આધેડ સંક્રમિત થયા છે. ઉપરાંત કડી શહેરમાં પાંચ, વિસનગર શહેરમાં એક મહિલા અને તાલુકાના કમાણા ગામનાં મહિલા, વિજાપુર શહેરમાં એક ૩૮ વર્ષિય પુરૂષ તથા તાલુકાના કુકરવાડાના ૬૨ વર્ષિય પુરૂષ, ઊંઝાના ૩૦ વર્ષિય યુવાન અને ૫૧ વર્ષિય આધેડ પુરૂષ, બહુચરાજીના ૪૨ વર્ષિય પુરૂષ અને જોટાણાના ચાલાસણનાં ૭૫ વર્ષિય મહિલા કોરોના સંક્રમિત થયાં છે. મહેસાણા શહેર સહિત જિલ્લામા કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.
  વધુ વાંચો
 • ક્રાઈમ વોચ

  ધનાલી પાટિયા નજીક ટ્રેલરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવર-ક્લિનરનાં મોત

  મહેસાણા,તા.૧૩  અમદાવાદ- મહેસાણા હાઇવે પર ધનાલી પાટિયા નજીક વહેલી સવારે રોડ પર ઉભેલા ટ્રેલરની પાછળ ટ્રક ઘુસી જતા ડ્રાઇવર અને ક્લિનરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ટ્રકની કેબિનનો ખુડદો બોલી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બંન્નેના મૃતદેહો બહાર કાઢવા માટે ટ્રકની કેબિનનાં પતરા કાપવા પડ્યા હતા. મહેસાણા હાઇવે પર ધનાલી પાટિયા નજીક ઓનેટ હોટલ સામે અમદાવાદથી મહેસાણા તરફ આવી રહેલું મલ્ટી એક્સલ ટ્રેલર રોડ સાઇડ પર ઉભુ હતું. વહેલી સવારે ટ્રક ટ્રક ટ્રેલરની પાછળ અથડાયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક અથડાવાનાં કારણે વિશાળકાય ટ્રેલર પણ ૨૦-૨૫ ફુટ ઘસડાયું હતું. ઘટનામાં ટ્રકના ચાલક જોગાસિંહ જાટ (ઉં.વ ૪૦) ક્લીનર ભુરતસિંહ જાટ (ઉ.વ ૪૦)નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. અકસ્માત અંગે માહિતી મળતાની સાથે જ લાઘણજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ક્રેન વડે ટ્રક અને ટ્રેક્ટરને છુટા પાડ્યા હતા. બંન્નેના મૃતદેહો બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ટ્રકચાલક વિરુદ્‌ધ કેસ દાખલ કરીને આગળની તપાસ આદરી છે. 
  વધુ વાંચો
 • અન્ય

  મહેસાણાના મેઉ ગામમાં ગેસ કૌભાંડ ઝડપાયું, 24 સિલિન્ડર જપ્ત કરાયા

  મહેસાણા-મહેસાણા તાલુકાના મેઉ ગામે રાજદીપ એજન્સી દ્વારા ગ્રાહકોને ગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવે છે. જાેકે ગામ લોકોને ગેસ સિલિન્ડરમાં નિયત વજન કરતા ઓછો ગેસ આવતો હોવાની આશંકા વ્યકત કરી હતી. ગામ લોકોએ પ્રાથમિક રીતે તપાસતા ગેસ ઓછો હોવાનું માલુમ પડતા મહેસાણા તોલ માપ અધિકારીને જાણ કરવામાં આવી હતી.મહેસાણાના મેઉ ગામમાં ગેસ કૌભાંડ ઝડપાયુંતોલમાપ વિભાગની ટીમે મેઉ ગામે દોડી આવી તપાસ હાથ ધરી હતી. ગામમાં પહોંચેલ તોલમાપની ટીમે સિલિન્ડર ધારકોની મૌખિક ફરિયાદ સાંભળી તેમને આપવામાં આવેલ સીલબંધ ગેસની બોટલોનું પ્રમાણિત વજન કાંટા પર વજન કરવામાં આવ્યું હતું.મહેસાણાના મેઉ ગામમાં ગેસ કૌભાંડ ઝડપાયુંમહેસાણાના મેઉ ગામમાં ગેસ કૌભાંડ ઝડપાયુંજેમાં ૨૩ જેટલા સિલિન્ડરમાં ૨.૯ કિલો થી ૩ કિલો સુધી ઓછો ગેસ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને પગલે તોલમાપ વિભાગે ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા જલદીપ ગેસ સેજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ ૨૪ જેટલા સિલિનડર જપ્ત કરવામાં આવ્યા છે. 
  વધુ વાંચો
 • ક્રાઈમ વોચ

  પાટણમાં રૂ.૫૦ હજાર લૂંટીને ભાગેલા ઇરાની ગેંગના ૨ મહેસાણાથી પકડાયા

  મહેસાણા,તા.૬ પાટણમાં બેંકમાં નાણાં ભરવા જઇ રહેલા જગદીશભાઇ કાચવાળાને ત્યાં કામ કરતા પશાભાઇ રાવળ બેંકમાં ભરવા રૂ.૬૦ હજાર લઇને જતા હતા.દરમિયાનમાં પોલીસની ઓળખ આપી બે શખ્સોએ તેમને ચેક કરવાના બહાને રૂ.૫૦ હજારનું બંડલ શેરવી બાઇક પર ભાગ્યા હતા. દરમિયાનમાં મહેસાણા એલસીબી પીઆઇ આર.જી.ચૌધરી, એએસઆઇ ચતુરભાઇ,મનુભાએ બંનેને પૂછપરછ કરતાં તે હસનીઅલી અલીઇરાની રહે.શીવાજીનગર રોડ, અને જાફર હુસેન ઇજ્જત હુસેનઅલી ઇરાની રહે.શીવાજી નગર, જિ.ભીંડની પાસેથી જડતી લેતાં રોકડ રૂ.૧૩,૭૦૦ મળ્યા હતા.ઝડપાયેલા બંને મહારાષ્ટ્રના ઇરાની ગેંગના સાગરીતો હોવાનું બહારઆવ્યું છે.
  વધુ વાંચો