દેવભૂમિ દ્વારકા સમાચાર

 • ગુજરાત

  ભગવાન દ્વારકાધીશની આરતી દરમિયાન ભક્તોને પ્રવેશ આપવામાં આવશે

  દેવભૂમિ દ્વારકા- ભગવાન દ્વારકાધીશની આરતી દરમિયાન ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવારો દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરને મૌખિક રજૂઆત કરતા જિલ્લા કલેક્ટર નરેન્દ્ર મીનાએ સોશિયલ ડિસટન્સની સાથે ટ્રાયલ બેઝ પર ભગવાન દ્વારકાધીશની મુખ્ય ચાર આરતી દરમિયાન ભક્તોને આવવાની છૂટ આપી છે. જો કે, આ અંગે જિલ્લા કલેકટર દ્વારા કોઈપણ જાતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. જિલ્લામાં કોરોનાના 64 જેટલા એક્ટિવ કેસ છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  જામનગર-દ્વારકા જિલ્લામાં ત્રણ દિવસ સર્વત્ર મેઘમહેર

  જામનગર-જામનગર જિલ્લામાં પડેલા વરસાદના કારણે નદી-નાળાઓમાં ફરીથી ૫ર આવ્યા હતાં અને જામનગર જિલ્લાના કુલ ૧૬ ડેમો ફરીથી ઓવરફ્લો થયા છે. જેમાં છ જળાશયોના પાટિયા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે પણ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે અને હવામાન ખાતા દ્વારા ભારે પવન સાથે વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે ત્રણ દિવસ દરમિયાન રહી રહીને ધીમી ધારે વરસાદ પડ્યો હતો. જેમાં જામનગરમાં ર૭ મી.મી., જોડિયામાં ૯૦ મી.મી., ધ્રોળમાં પર મી.મી., કાલાવડમાં ૧૦૧ મી.મી., લાલપુરમાં ૧૧ર મી.મી. અને જામજોધપુરમાં ૧ર૭ મી.મી. વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતાં. છેલ્લા ત્રણ દિવસમાં જામનગર તાલુકાના વસઈમાં ૪ર મી.મી., લાખાબાવળમાં ૧પ મી.મી., મોટી બાણુંગારમાં ૧૦ મી.મી., ફલ્લામાં ૩૩ મી.મી., જામવંથલીમાં પ૦ મી.મી., ધુતારપુરમાં ર૦ મી.મી., અલિયાબાડામાં ૪ર મી.મી., દરેડમાં ૪ર મી.મી. જેટલો વરસાદ પડ્યો હતો. જોડિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. જેમાં બાલંભામાં ૧ર૬ મી.મી., હડિયાણામાં ૩૦ મી.મી. અને પીઠડમાં ૬૦ મી.મી. વરસાદ વરસ્યો હતો. ધ્રોળ તાલુકાના લતીપુરમાં ૩૭ મી.મી., જાલિયા દેવાણીમાં ૪૦ મી.મી. અને લૈયારામાં ૪પ મી.મી.વરસાદ પડ્યો હતો. કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. જેમાં નિકાવામાં ૮પ મી.મી., ખેરડીમાં ૧૩૦ મી.મી., ભ. બેરાજામાં ૭પ મી.મી., નવાગામમાં ૭૦ મી.મી., મોટા પાંચદેવડામાં ૧૧૦ મી.મી., મોટા વડાળામાં ૮૦ મી.મી. જેટલો વરસાદ પડ્યો હતો. મોટા પાંચદેવડામાં પડેલા વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જામજોધપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં સાર્વત્રિક વરસાદ થતા રસ્તા પરપાણી ભરાઈ ગયા હતાં. જેમાં સમાણામાં ૬પ મી.મી શેઠવડાળામાં ૭૬ મી.મી., જામવાડીમાં ૧૦ર મી.મી. (૪ ઈંચ), વાંસજાળિયામાં ૧રપ (પાંચ ઈંચ), ધુનડામાં ૧૩૧ મી.મી. (સવાપાંચ ઈંચ), ધ્રાફામાં ૮૦ મી.મી., પરડવામાં ૭પ મી.મી. વરસાદ છેલ્લા ત્રણ દિવસમાં પડ્યો હતો. લાલપુર તાલુકામાં પણ ગત ત્રણ દિવસમાં સારો વરસાદ નોંધાયો છે. જેમાં પીપરટોડામાં ૯૦ મી.મી., પરડવામાં પર મી.મી., ભણગોરમાં ૧૪૧ મી.મી., મોટાખડબામાં ૧૩૦ મી.મી., મોડપરમાં પ૦ મી.મી. અને ડબાસંગમાં ૭૬ મી.મી. વરસાદ પડ્યો હતો. ભણગોર અને મોટાખડબામાં પડેલા વધુ વરસાદના પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં.
  વધુ વાંચો
 • ગુજરાત

  દ્વારકાના માલેતા ગામના 3 યુવાનો ભંગ નદીમાં તણાયા, 1નો બચાવ

  દેવભૂમિ દ્વારકા- જિલ્લાના માલેતા ગામના ત્રણ યુવાનો આઝાદી પર્વની ઉજવણી કર્યા બાદ હડમતીયા નજીકના ભંગ નદીના કોઝવે ઉપર પસાર થતી નદીના પાણીમાં સામે કાંઠે જવા માટે નીકળ્યા હતા, ત્યારે ભંગ નદીના ધસમસતા પ્રવાહમાં પ્રથમ એક યુવાન તણાઈ રહ્યો હતો, ત્યારે બીજા બે યુવાનો તેને બચાવવા જતા કમનસીબે ત્રણેય યુવાનો તણાઈ ગયા હતા. જેમાં સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરતા એન.ડી.આર.એફ.ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ તણાઈ ગયેલા ત્રણ યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં એક યુવાન બચી ગયો હતો. જ્યારે અન્ય બે યુવાનો તણાઇ ગયા હતા.
  વધુ વાંચો
 • ગુજરાત

  કોરોના ગ્રહણ વચ્ચે જન્માષ્ટમીએ ભગવાનના દર્શન દુર્લભ: મંદિરોના દ્વાર બંધ

  રાજકોટ-આ વર્ષે કોરોના મહામારીએ દરેક તહેવારોને ગ્રહણ લગાડયુ છે ત્યારે ખાસ શ્રાણસમાસના તહેવારોની ઉજવણી પણ આ વર્ષે કોરોના મહામારીને પગલે ફીકી પડી છે. સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. આ વર્ષે સાતમ-આઠમ નિમિતે મંદિરોમાં ભાવિકોની ભીડ ન થાય તે માટે સૌરાષ્ટ્રના કેટલાક મુખ્ય મંદિરો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સંક્રમણનો ફેલાયો ન વધે તે માટે જે-તે મંદિરોના સંતા-મહંતોને ટ્રસ્ટીઓ દ્વારા મંદિરો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં દ્વારકાધીશ મંદિર તા.૧૦થી ચાર દિવસ, વીરપુર જલારામ મંદિર તા.૮થી ૧૨ દિવસ અને ખોડલધામ મંદિર તા.૯થી આઠ દિવસ બંધ રહેશે. જો કે સોમનાથ મંદિર દર્શનાથીઓ માટે ખુલ્લુ જ રહેશે કોરોના સંક્રમણ ફેલાવાના ભયને પગલે જન્માષ્ટમી ઉત્સવ દરમિયાન ત્રણ દિવસ દ્વારકાધીશ મંદિરમાં ભાવિકો માટે પ્રવેશ નિર્ષેધ કરાયો છે દરવર્ષે કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારમાં લાખોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા ઉમટી પડતા હોય છે. ત્યારે આ વર્ષે જિલ્લા કલેકટરે ખાસ જાહેરનામુ બહાર પાડીને તકેદારીના ભાગરૂપે જન્માષ્ટમી દરમિયાન તા.૧૦થી ૧૩ સુધી યાત્રિકોને દર્શન માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે. સુપ્રધ્ધિ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર પણ તા.૮થી ૨૦ સુધી ૧૨ દિવસ બંધ રાખવાનો નિર્ણય મંદિરના નાદિપતી રધુરામ બાપાએ કર્યો છે. તેમજ ખોડલધામ મંદિર પણ આગામી તહેવારોમાં તા.૯થી ૧૬ સુધી એટલે કે ૮ દિવસ બંધ રહેશે માત્ર પુજારી પરિવાર અને સંતો મહંતો દ્વારા પુજા-આરતી કરવામાં આવશે. ભાવિકો માટે મંદિરો બંધ રહેશે.
  વધુ વાંચો