usમાં સસ્તી દવાઓ માટે વેબસાઇટ લૉન્ચ કરાશે : ૮૦૦% સુધી ખર્ચ ઘટશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જાન્યુઆરી 2026  |   4554


વોશિંગ્ટન ડીસી, ટ્રમ્પ વહીવટીતંત્ર આ મહિને ‘ટ્રમ્પ ઇટ’ નામની એક નવી સરકારી વેબસાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા દર્દીઓ દવા કંપનીઓ પાસેથી સીધા ઓછા ભાવે દવાઓ ખરીદી શકશે. વહીવટીતંત્રનો દાવો છે કે આ પહેલથી અમેરિકામાં લોકોના દવા ખર્ચમાં ૮૦૦% સુધીનો ઘટાડો થશે. રિપોર્ટ મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્રે ગયા વર્ષે સપ્ટેમ્બરથી અત્યાર સુધી ૧૬ મોટી દવા કંપનીઓ સાથે કરારો કર્યા છે. આ કરારોને ‘મોસ્ટ ફેવર્ડ નેશન’ ડીલ્સ કહેવામાં આવે છે. બદલામાં દવા કંપનીઓને ૩ વર્ષ સુધી આયાતી દવાઓ પર ટેરિફમાંથી મુક્તિ મળશે.

આ યોજના ચૂંટણીના વચનો અને ‘અમેરિકા ફર્સ્ટ’ હેલ્થ પોલિસી સાથે સંકળાયેલી માનવામાં આવે છે. ટ્રમ્પનું કહેવું છે કે અન્ય ધનિક દેશો અમેરિકામાં બનેલી દવાઓ ઓછી કિંમતે ખરીદે છે, જ્યારે અમેરિકનોને તેના માટે ત્રણ ગણી વધુ કિંમત ચૂકવવી પડે છે. આ કાર્યક્રમ સુનિશ્ચિત કરશે કે દવા કંપનીઓ તે જ ભાવે દવાઓ વેચે જે બાકીના દેશોમાં મળી રહી છે. અમેરિકન કંપનીઓએ ઓછી કિંમતો પર દવા વેચવી પડશે.

અમેરિકન કંપનીઓ દવાઓના રિસર્ચ, ટેસ્ટિંગ, ફેક્ટરી પાછળ કરોડો-અબજાે રૂપિયા ખર્ચે છે. દુનિયાભરમાં આ દવા વેચાય છે. અમેરિકામાં આ દવા ખૂબ મોંઘી છે, જ્યારે યુરોપ, કેનેડા, જાપાન જેવા શ્રીમંત દેશોમાં તે જ દવા ખૂબ સસ્તી મળે છે. ખરેખરમાં, તે દેશોની સરકાર ઓછી કિંમતે દવા ખરીદવાની માગ કરે છે અને જાે તેમ ન કરવામાં આવે તો ડીલ રોકવાનું જાેખમ રહે છે. બજાર ગુમાવવાના ડરથી કંપનીઓ ઓછી કિંમતે દવાઓ પૂરી પાડે છે. ટ્રમ્પનું માનવું છે કે અમેરિકન લોકોના પૈસાથી જ નવી દવાઓ બને છે. વિદેશી દેશો ઓછા પૈસા આપીને તેનો ફાયદો ઉઠાવે છે. ટ્રમ્પના મતે તેઓ અમેરિકાની મહેનત પર ‘ફ્રી રાઇડ’ કરે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution