રૂપિયાના રક્ષણ માટે સરકારનો માસ્ટર પ્લાન   :રૂપિયાને મજબૂત કરવા RBI  મોંઘવારીનો ડોઝ પ્રજાને આપશે?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2026  |   2376

ડોલર સામે રૂપિયામાં આવી રહેલા રેકોર્ડબ્રેક ઘટાડાએ ભારતીય રિઝર્વ બેન્ક (ઇમ્ૈં)ની ચિંતાઓ વધારી દીધી છે. રૂપિયાના આ ઘટાડાને રોકવા અને દેશની અર્થવ્યવસ્થાને સ્થિરતા આપવા માટે RBI   હવે કેટલાક કડક પગલાં ઉઠાવી શકે છે, જેમાં વ્યાજદરોમાં વધારો કરવો પણ સામેલ છે. એક રિપોર્ટ અનુસાર, RBI   ગવર્નર સંજય મલ્હોત્રા સહિતના ટોચના અધિકારીઓએ હાલના દિવસોમાં આ મામલે મહત્ત્વની બેઠકો કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકોમાં રૂપિયાની સ્થિતિ સંભાળવા માટે વ્યાજદરો વધારવાથી લઈને વિદેશી રોકાણકારો પાસેથી ડોલર એકઠા કરવા જેવા તમામ કડક વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે.

આ સપ્તાહે રૂપિયો ડોલરની સામે તેના ઐતિહાસિક નીચલા સ્તરેથી ગગડીને પ્રતિ ડોલર આશરે ૯૭ના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. રૂપિયાની આ નબળાઈને રોકવા માટે રેપો રેટમાં વધારો કરવાનો વિકલ્પ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે અને ઇમ્ૈં આ બાબત પર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહી છે. આમ તો RBI  ની આગામી એમપીસી  બેઠક ૫ જૂનથી શરૂ થવાની છે, પરંતુ કટોકટીની ગંભીરતાને જાેતા રિઝર્વ બેન્ક નક્કી કરેલા કાર્યક્રમ પહેલા પણ ઇમરજન્સી મીટિંગ બોલાવીને રેટ્સમાં ફેરફાર કરી શકે છે. આ પહેલા પણ મે ૨૦૨૨માં RBI  નક્કી કરેલા શિડ્યુલથી અલગ જઈને અચાનક વ્યાજદરો વધારી ચૂકી છે.

જાે RBI   દ્વારા વ્યાજદરોમાં વધારો કરવામાં આવશે, તો દેશની બેન્કોને કેન્દ્રીય બેન્ક પાસેથી મોંઘા દરે ધિરાણ મળશે. પરિણામે, કોમર્શિયલ બેન્કો પણ સામાન્ય જનતા માટે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના વ્યાજદરો વધારી દેશે. બેન્કોે દ્વારા વ્યાજદર વધારવાના કારણે સામાન્ય માણસ પર માસિક ઈસ્ૈંનો બોજ સીધો વધી જશે, જેનાથી લોન લેવી વધુ મોંઘી બનશે. રૂપિયાના મૂલ્યમાં અપેક્ષા કરતાં ખૂબ જ ઝડપી ઘટાડો થઈ રહ્યો છે. જાે કે, આપણા દેશની આર્થિક સ્થિતિ અને બેન્કિંગ સિસ્ટમ સંપૂર્ણપણે મજબૂત અને સ્થિર છે, છતાં વૈશ્વિક દબાણના કારણે આ મજબૂતી એક્સચેન્જ રેટમાં દેખાઈ રહી નથી. આ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઇમ્ૈં વર્ષ ૨૦૧૩ના ટેપર ટેન્ટ્રમ સંકટ સમયના ફોર્મ્યુલાને ફરીથી અપનાવવા પર ગંભીર વિચારણા કરી રહી છે. તે સમયે પણ રૂપિયાના ગગડતા મૂલ્યને બચાવવા માટે, વિદેશી ચલણનો પ્રવાહ વધારવાના આશયથી સ્થાનિક બેન્કો દ્વારા વિશેષ નોન રેસિડેન્શિયલ ઈન્ડીયન  ડિપોઝિટ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. રૂપિયાની સ્થિતિ સુધારવા માટે દેશના વિદેશી મુદ્રા ભંડારને વધારવો ખૂબ જ મહત્ત્વનો છે અને તેના માટે RBI   આ વખતે મોટા પાયે ફંડ એકત્રિત કરવાની પ્લાનિંગ કરી રહી છે.

 રૂપિયો ૯૭ને પાર જશે? કેન્દ્રની દેશવાસીઓને અપીલ

એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં ગોયલે જણાવ્યું કે, ‘અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. સરકારના તમામ વિભાગો એક ટીમ તરીકે કામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં યોગ્ય પગલાં લેવામાં આવશે. મંત્રીને પૂછવામાં આવ્યું કે શું સરકાર કરંટ એકાઉન્ટ ડેફિસિટ પરનું દબાણ ઘટાડવા માટે બિન-જરૂરી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે? ત્યારે તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. ગોયલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, હાલમાં આયાત પર પ્રતિબંધ મૂકવાની કોઈ યોજના નથી. પરંતુ અમે દેશના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આયાત પર ર્નિભર હોય તેવી વસ્તુઓ પર થતાં ખર્ચ અંગે વધુ જાગૃત બને.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution