લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, મે 2026 |
3663
દેશમાં મોંઘવારીનું દબાણ હવે ઝડપથી વધતું દેખાઈ રહ્યું છે. એપ્રિલ ૨૦૨૬માં દેશનો જથ્થાબંધ મોંઘવારી દર એટલે કે WPI વધીને ૮.૩૦ ટકા પર પહોંચી ગયો છે. જ્યારે માર્ચમાં આ આંકડો ૩.૮૮ ટકા હતો. આ છેલ્લા ૪૨ મહિના એટલે કે અંદાજે સાડા ત્રણ વર્ષનું સૌથી ઊંચું સ્તર માનવામાં આવી રહ્યું છે, જેનાથી આગામી સમયમાં રોજબરોજની ચીજવસ્તુઓની કિંમતો પર વધુ અસર પડી શકે છે.
આ વધારામાં સૌથી મોટું યોગદાન ઇંધણ સેક્ટરનું રહ્યું છે. Fuel & Power મોંઘવારી માર્ચના ૧.૦૫ ટકાથી ઉછળીને એપ્રિલમાં ૨૪.૭૧ ટકા સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે, કાચા તેલની જથ્થાબંધ મોંઘવારી ૮૮ ટકાથી ઉપર નોંધાઈ છે.
પેટ્રોલની કિંમતોમાં ૩૨.૪૦ ટકા અને ડીઝલમાં ૨૫.૧૯ ટકાના વધારાએ પણ મોંઘવારીના દબાણને વધુ વધારી દીધું છે. LPGકિંમતોમાં પણ ૧૦.૯૨ ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડાઓથી સ્પષ્ટ જણાય છે કે, સામાન્ય લોકો પર મોંઘવારીનું દબાણ સતત વધી રહ્યું છે.
પ્રાઈમરી આર્ટિકલ્સની મોંઘવારી માર્ચના ૬.૩૬ ટકાથી વધીને એપ્રિલમાં ૯.૧૭ ટકા થઈ ગઈ. મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સમાં મોંઘવારી ૩.૩૯ ટકાથી વધીને ૪.૬૨ ટકા રહી.
સરકારે અત્યાર સુધી પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ LPG કિંમતોને સ્થિર રાખી છે જેથી સામાન્ય લોકોને રાહત મળી શકે. જાેકે, કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જાે વૈશ્વિક સ્તરે તેલની કિંમતો સ્થિર નહીં થાય, તો આગામી મહિનાઓમાં જથ્થાબંધ અને છૂટક મોંઘવારી બંને પર દબાણ વધી શકે છે.
એપ્રિલમાં છૂટક મોંઘવારી વધીને ૩.૪૮% થઈ હતી
એપ્રિલમાં છૂટક મોંઘવારી વધીને ૩.૪૮% પર પહોંચી ગઈ છે. આ પહેલા માર્ચમાં તે ૩.૪૦% હતી. મોંઘવારી વધવાનું સૌથી મોટું કારણ ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો છે. ફૂડ ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને ૪.૨૦% પર પહોંચી ગયું. માર્ચમાં આ આંકડો ૩.૮૭% હતો.
(WPIની સામાન્ય માણસ પર શું અસર થાય?
જથ્થાબંધ મોંઘવારી લાંબા સમય સુધી વધતી રહે છે, તો ઉત્પાદકો તેનો બોજ ગ્રાહકો પર નાખે છે. સરકાર ફક્ત ટેક્સ દ્વારા WPIને નિયંત્રિત કરી શકે છે. જેમ કે, ક્રૂડમાં તીવ્ર વધારાથી સરકારે ઈંધણ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જાેકે, સરકાર ટેક્સ કપાત એક મર્યાદામાં જ ઓછી કરી શકે છે. WPIમાં મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક, રબર જેવા ફેક્ટરી સંબંધિત સામાનનું વધુ વેઈટેજ હોય છે.
જથ્થાબંધ ફુગાવો એટલે શું? પ્રાથમિક વસ્તુઓ, જેનું વેઇટેજ ૨૨.૬૨% છે. ફ્યુઅલ અને પાવરનું વેઇટેજ ૧૩.૧૫% અને મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનું વેઇટેજ સૌથી વધુ ૬૪.૨૩% છે. પ્રાથમિક વસ્તુઓના ચાર ભાગ છે. ૧. ખાદ્ય પદાર્થો જેમ કે અનાજ, ઘઉં, શાકભાજી, ૨. બિન-ખાદ્ય પદાર્થોમાં તેલીબિયાંનો સમાવેશ થાય છે, ૩. મિનરલ્સ, ૪. ક્રૂડ પેટ્રોલિયમ