લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2026 |
24948
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચિપ બનાવતી અમેરિકન દિગ્ગજ કંપની એનવીડિયાએ ભારતમાં કામ કરતાં તેના કર્મચારીઓ માટે ખજાનો ખોલી દીધો છે. ભારતમાં કંપનીના અંદાજે ૧૦,૦૦૦ કર્મચારીઓ છે. જેમાંથી મોટાભાગના લોકોને જેન્સન સ્પેશિયલ સ્ટોક ગ્રાન્ટ હેઠળ શેરના રૂપમાં મોટું બોનસ મળ્યું છે.
કર્મચારીઓને મળનારી આ બોનસની રકમ ૫ લાખ રૂપિયાથી લઈને ૧ કરોડ રૂપિયા સુધીની છે. આ રકમ આગામી ૪ વર્ષમાં ધીમે-ધીમે હપ્તાવાર કર્મચારીઓને મળશે. આ સ્પેશિયલ ગ્રાન્ટ અંતર્ગત કર્મચારીઓને તેમના શરૂઆતના રેસ્ટ્રિક્ટેડ સ્ટોક યુનિટ્સના વધારાના ૨૫ ટકા શેર મળ્યા છે.
આ રકમ ચાર વર્ષના ગાળામાં આપવામાં આવશે. તેની કિંમત ૮૯૮.૨ ડૉલરના સરેરાશ શેર ભાવ પર નક્કી કરવામાં આવી છે. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૪થી ૬.૨૫ ટકાના પ્રથમ હપ્તા સાથે તેની શરૂઆત થઈ ચૂકી છે. હવે વર્ષ ૨૦૨૮ સુધી દર ત્રિમાસિક ગાળે તેના હપ્તા આપવામાં આવશે. એનવીડિયામાં કામ કરતાં એન્જિનિયરોની સેલરી અને પેકેજ હાલમાં આઇટી સેક્ટરમાં ચર્ચાનો વિષય છે. ટોપ એન્જિનિયર્સને સ્ટોક ઍવૉર્ડ્સ સાથે તેમનો વાર્ષિક પગાર ૨થી ૩ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે