મોંઘવારીનો ડેઈલી ડોઝ : દેશમાં પેટ્રોલના ભાવની સૅન્ચૂરી!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, મે 2026  |   1980

સોમવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને તેલ કંપનીઓએ હવે વધુ આયાતનો બોજ સામાન્ય લોકો પર હપ્તામાં નાખવાનું શરૂ કર્યું છે. આજે પેટ્રોલમાં ૨.૬૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૨.૭૧ રૂપિયા પ્રતિ લિટર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લાં ૧૧ દિવસમાં ચોથી વખત છે. દિલ્હીમાં પેટ્રોલ રૂ.૨.૬૧ મોંઘુ થઈને પ્રતિ લિટર ૧૦૨.૫૨ પર પહોંચી ગયું છે. ડીઝલ રૂ.૨.૭૧ વધીને પ્રતિ લિટર રૂ.૯૫.૨૦ પર પહોંચી ગયું છે. સૌથી નોંધપાત્ર વધારો એ છે કે છેલ્લા ૧૧ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ચોથી વખત વધારો છે. પહેલો વધારો ૧૫ મેના રોજ લગભગ ૩ રૂપિયાનો, પછી ૧૯ મેના રોજ લગભગ રૂ.૯૦નો, ફરી ૨૩ મેના રોજ લગભગ રૂ.૯૦નો અને હવે ફરી ૨૫ મેના રોજ નોંધપાત્ર વધારો થયો છે. એકંદરે, છેલ્લા ૧૦ દિવસમાં પેટ્રોલ રૂ.૭.૩૫ અને ડીઝલ રૂ.૭.૫૩ પ્રતિ લિટર મોંઘુ થયું છે. આ ભાવ વધારા સાથે, ડીઝલ, જે અગાઉ દિલ્હીમાં પ્રતિ લિટર રૂ.૯૨ .૪૯ હતું, તે હવે આજથી રૂ.૯૫.૨૦ પ્રતિ લિટરના ભાવે વેચાશે. આનો અર્થ એ થયો કે ડીઝલ પ્રતિ લિટર રૂ.૨.૭૧ મોંઘુ થયું છે. એ જ રીતે, પેટ્રોલ, જે અગાઉ રૂ.૯૯.૫૧ પ્રતિ લિટર હતું, તે આજે ૨૫ મેના રોજ વધીને રૂ.૧૦૨.૧૨ પ્રતિ લિટર થયું છે. મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ રૂ.૧૧૧.૨૧ પ્રતિ લિટર છે, જે ગઈકાલના રૂ.૧૦૮.૪૫ કરતા થોડો વધારે છે. અહીં પેટ્રોલનો સૌથી ઓછો ભાવ ૬ મેના રોજ રૂ.૧૦૩ પ્રતિ લિટર હતો. ગાંધીનગરમાં ડીઝલનો ભાવ રૂ.૯૮.૧૩ પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ રૂ.૧૦૨.૦૧ પ્રતિ લિટર થયો હતો. આ સાથએ ગુજરાતમાં પણ ઈંધણના ભાવલોકોને દઝાડી રહ્યાં છે

 ક્રૂડ ઑઇલના ભાવમાં ૫ ટકા સુધીનો ઘટાડો!

અમેરિકા અને ઈરાન વચ્ચે સોદાની વધતી આશાઓ વચ્ચે સોમવારે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો જાેવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ સોમવારે ૨૫ મેના રોજ બે અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચી ગયા હતા. સોમવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ૪.૩૬% ઘટીને ૯૯.૦૩ પ્રતિ બેરલ થયું. ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ઓઇલના ભાવ ૪.૪૫, અથવા ૪.૬૧% ઘટીને ૯૨.૧૫ પ્રતિ બેરલ થયા. ક્રૂડ ઓઇલ ઉપરાંત, કુદરતી ગેસના ભાવ ૨.૮૯૧ પ્રતિ એમએમબી પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે ૦.૦૧૬ અથવા ૦.૫૫% થી થોડો ઓછો હતો.

ફ્યૂઅલ ડ્યૂટી ઘટાડતાં સરકાર પર એક લાખ કરોડનો બોજ : ર્નિમલા સીતારામનનો દાવો

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા વચ્ચે કેન્દ્રીય નાણા મંત્રી ર્નિમલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે, ફ્યૂલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાને કારણે સરકારને આશરે ૧ લાખ કરોડની આવકનું નુકસાન વેઠવું પડશે. વધુમાં નાણા મંત્રી સીતારામને નકારાત્મક વાતાવરણ ઊભું કરનારા લોકોની ટીકાકારોની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, નકારાત્મક વલણ ધરાવતા કેટલાક લોકો દેશમાં નિરાશાવાદ ફેલાવી રહ્યા છે, પરંતુ સરકારે શબ્દો અને કામથી લોકોને આત્મવિશ્વાસ આપવો પડશે. નાણા મંત્રીએ કહ્યું હતું કે, સામાન્ય પ્રજા અને ઉદ્યોગોને મોંઘવારીના મારથી બચાવવા માટે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર ૧૦ રૂપિયાનો ઘટાડો કરી દીધો છે.

પેટ્રોલ-ડીઝલનો ક્યારે કેટલો ભાવ વધ્યો?

• ૧૯ મે : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૯૦ પૈસાનો વધારો

• ૨૩ મે : પેટ્રોલમાં ૮૭ પૈસા અને ડીઝલમાં ૯૧ પૈસા પ્રતિ લિટરનો વધારો

• ૨૫ મે : પેટ્રોલ ૨.૬૧ અને ડીઝલ ૨.૭૧ રૂપિયા પ્રતિ લિટરનો વધારો

પેટ્રોલ અને ડીઝલ

૧૦ થી ૧૫ રૂપિયા સસ્તું થઈ શકે

પેટ્રોલ અને ડીઝલ૧૦ થી ૧૫ રૂપિયા સસ્તું થઈ શકે

છેલ્લા ૧૦ દિવસમાં આ ચોથી વખત છે જ્યારે બંને ઇંધણના ભાવમાં તીવ્ર વધારો થયો છે, જેનાથી ગ્રાહકો અને વેપારીઓની મુશ્કેલીઓ વધી છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (ઝ્ર્ૈં) એ આ સતત વધતી જતી ફુગાવામાંથી તાત્કાલિક રાહત મેળવવાની માંગ કરી છે. ઝ્ર્ૈં ચેરમેન બ્રિજેશ ગોયલે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીને પત્ર લખીને તમામ રાજ્યના નાણામંત્રીઓની તાત્કાલિક બેઠક બોલાવવા વિનંતી કરી છે. ગોયલે આગામી ત્રણ મહિના માટે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ પર ફ્લેટ ૫% ફછ્ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી ગ્રાહકોને પ્રતિ લિટર રૂ.૧૦ થી રૂ.૧૫ ની રાહત મળશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution