૯૬૦૦ કેમેરા શહેર પર નજર રાખશે, આ માત્ર પ્રૉજેક્ટ નથી, સુરક્ષાની ગેરંટી છે : હર્ષ સંઘવી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, માર્ચ 2026  |   વડોદરા   |   2871

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નર્મદા નદી પર નવા બ્રિજ સહિત ૫૩૮ કરોડનાં કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ ૫૩૮ કરોડના ૫૫ જેટલા વિવિધ વિકાસના કામો અને પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતુ. તેમણે કહ્યુ હતુ કે, આ ૫૩૮ કરોડના પ્રોજેક્ટ માત્ર આંકડા નથી. પરંતુ વડોદરાની સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુખાકારી માટે સરકારની અકબંધ ગેરેન્ટી છે. લોકો સાથે મળીને વડોદરાના સુરક્ષિત, ડેવલપમેન્ટ અને સુખાકારી માટેની ગેરેન્ટીનો ઉત્તમ નમૂનો એટલે વડોદરા છે. તેમણે વિશ્વાસ પ્રોજેક્ટ’થી શહેરમાં અદ્યતન સર્વેલન્સ નેટવર્ક મજબૂત બનશે અને પોલીસ હાઉસિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રામ-શહેરી વિકાસ કાર્યોને વેગ મળશે તેમ કહ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીએ વડોદરા શહેર પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરામાં અદ્યતન સીસીટીવી કેમેરા નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે, જેમાં સ્માર્ટ સિટીના ૧૯૨૨, વિશ્વાસ-૨ અંતર્ગત ૬૫૭ મળીને ૨૬૦૮ કેમેરા અંતતર્ગત જે જે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં લાગ્યા છે. તે પોલીસ સ્ટેશનમાંથી પણ મોનિટરીંગ થશે. ઉપરાંત ૭૦૦ રોડ સાઈડના સોસાયટીઓ તેમજ કોમર્શીયલ હોય તેવા કેમેરા પણ નેટવર્ક સાથે જાેડવામાં આવ્યા છે. આમ ૯૬૦૦ કેમેરાઓને ઈન્ટીગ્રેટેડ સિસ્ટમ સાથે જાેડવામાં આવ્યા છે. જેના કારણે વધુ ઝડપથી ગુનાઓ ઉકેલવામાં સફળતા મળશે. તેમણે ભવિષ્યમાં આ તમામને એઆઈ સીસ્ટમ સાથે જાેડીને એઆઈ ઈન્ટીગ્રેટેડ સિસ્ટમના માધ્યમથી ફેસ ડિટેક્શન હોય કે પછી નંબર પ્લેટ ડિટેક્ટ કરવાની હોય કે ગુનેગારોને ડિટેક્ટ કરવાના હોય આ બધા વિષયોને એકજ પ્રોજેક્ટ અંતર્ગત ઈન્ટીગ્રેટેડ સિસ્ટમના માધ્યમથી ચલાવવામાં આવશે.તેમણે કહ્યુ કે, વડોદરા જિલ્લાના વિકાસ માટે પણ વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં માર્ગ-મકાન, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામોનો સમાવેશ થાય છે. ખાસ કરીને નર્મદા નદી પરનો મહત્વપૂર્ણ બ્રિજ જે કરજણ તાલુકાના મોટી કોરલ અને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ સુધીનું નિર્માણ કરવામાં આવશે, જેને કારણે ૫૫ કિમીનું અંતર ઘટીને માત્ર ૫ કિમી જેટલું થઈ જશે. અને ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા જેવા પ્રકલ્પો વિસ્તારના લોકો માટે લાભદાયી સાબિત થશે. અંતમાં તેમણે નાગરિકોને આ સુવિધાઓનું સંરક્ષણ કરવા અને શહેરને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને વિકાસશીલ બનાવવા સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution