રંગીન પાપડ અને ફ્રાયમ્સ બાળકો માટે ‘જીવલેણ’ બની શકે! 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, જુલાઈ 2026  |   1980

\જાે તમે પણ બજાર કે મોલમાંથી માત્ર તેના આકર્ષક અને ભડકદાર રંગો જાેઈને પાપડ કે ફ્રાયમ્સ (ભૂંગળા-બટાકાની ચિપ્સ) ખરીદી રહ્યા છો, તો સાવધાન થઈ જવાની જરૂર છે. આ સુંદર દેખાતા રંગીન પાપડ તમારા અને ખાસ કરીને તમારા બાળકો માટે અત્યંત જાેખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે. તમિલનાડુ સરકારના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ (ખોરાક સુરક્ષા વિભાગ) દ્વારા આજે સોશિયલ મીડિયા પર એક સત્તાવાર અને ચોંકાવનારી એડવાઇઝરી જાહેર કરીને જનતાને ચેતવવામાં આવી છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “બાળકોને તેજસ્વી અને વાઇબ્રન્ટ રંગના અપ્પલમ (પાપડ) બિલકુલ ખરીદીને આપશો નહીં, તે તેમના જીવન માટે ગંભીર ખતરો પેદા કરી શકે છે.” તમિલનાડુ સરકારે સ્થાનિક બજારો, મેળાઓ, પ્રદર્શનો અને પર્યટન સ્થળો પર આવા કેમિકલયુક્ત રંગીન પાપડના વેચાણ પર કડક રોક લગાવવાની દિશામાં પગલાં શરૂ કર્યા છે.કેન્સરથી લઈને કિડની ડેમેજ સુધીના ગંભીર રોગોનો ખતરોદક્ષિણ ભારતમાં ‘અપ્પલમ’ તરીકે ઓળખાતા આ પાપડ સામાન્ય રીતે ચોખા અથવા મસૂરના લોટમાંથી બને છે, જ્યારે ફ્રાયમ્સ બટાકાના સ્ટાર્ચ કે સાબુદાણાના લોટમાંથી તૈયાર થાય છે. આ લોટના મિશ્રણમાં પાપડને આકર્ષક બનાવવા માટે બિનઆરોગ્યપ્રદ અને કેમિકલયુક્ત કલર્સ ઉમેરવામાં આવે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution